મૉડલે ઢીંગલીને કરાવ્યું સ્તનપાન કરાવતા સોશિયલ મીડિયા પર હંગામો

અમેરિકન મૉડલ અને અભિનેત્રી ક્રિસી ટીગન

ઇમેજ સ્રોત, Chrissy Teigan

ઇમેજ કૅપ્શન, અમેરિકન મૉડલ અને અભિનેત્રી ક્રિસી ટીગન

અમેરિકનાં મૉડલ અને અભિનેત્રી ક્રિસી ટીગને સ્તનપાન કરાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા બાદ તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં ટીગન પોતાના બાળક અને દીકરીની ઢીંગલીને પણ સ્તનપાન કરાવી રહી છે.

બે બાળકોની માતા ક્રિસીએ આ તસવીર સાથે લખ્યું છે, ''લૂનાની ઇચ્છા હતી કે હું તેની ઢીંગલીને પણ સ્તનપાન કરાવું અને હવે મને લાગે છે કે મારે જોડિયાં બાળકો છે.''

એક દિવસમાં આ પોસ્ટને ત્રણ લાખ લોકોએ લાઇક કરી હતી અને ટ્વિટર પર તેને 18 હજાર લાઇક્સ મળી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, દરેક વ્યક્તિએ તસવીરને હકારાત્મક લીધી નથી. ઘણા લોકોએ તેની ટીકા પણ કરી છે.

એક વ્યક્તિએ લખ્યું, "તમારે તમારા બાળકો સાથેની અંગત પળોની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી ના જોઈએ."

એક ટ્વીટ પર ક્રિસીએ ટિપ્પણી કરી હતી પણ પાછળથી તે હટાવી લીધી હતી.

તેમણે લખ્યું હતું કે લોકોને મારા સ્તનપાન કરાવવા મામલે એટલા માટે વાંધો છે કેમ કે તેમને બીજા લોકો સામે પણ આવો 'વાંધો' છે.

એમણે કહ્યું કે બાળકને સ્તનપાન કરાવવા જેવી બાબતને મોટો મુદ્દો ના બનાવવો જોઈએ.

એક ટ્વિટર યુઝર cat'o9 tailએ લખ્યું કે તે બાળકોનાં જન્મ, પિરિયડ્સ અને સ્તનપાન અંગે જાણે છે અને આ કુદરતી છે પરંતુ સ્તનપાન કરાવતા લોકોની તસવીર જોવા માંગતા નથી.

આ અંગે મૉડલે ટિપ્પણી કરી, ''મને લોકોની ફટાકડા ફોડતી કે મેળામાં લીધેલી સેલ્ફી તેમજ સ્વિમિંગ પૂલની તસવીર જોવામાં કોઈ પરેશાની નથી તો પછી લોકોએ બીજાઓની બાબતનું પણ સન્માન કરવું જોઈએ."

ક્રિસીએ ગાયક જૉન લેજેન્ડ સાથે લગ્ન કરેલાં છે. એમની ફેસબુક પોસ્ટ પર પણ ઘણા લોકોએ ટિપ્પણી કરી છે.

જેમાં કોઈએ તેમનાં વખાણ કર્યાં હતાં તો કોઈકે લખ્યું હતું કે તેમને પોતાની જાતને ઢાંકવાની જરૂર હતી.

લોકોની પ્રતિક્રિયાઓ.

ઇમેજ સ્રોત, Facebook

તો વળી સ્તનપાન અંગે અભિયાન ચલાવનારાઓએ તેમની પ્રશંસા કરી છે. અને તેમણે #normalizebrestfeeding નામથી હૅશટૅગ પણ ચલાવ્યું .

આવું પહેલી વાર નથી બન્યું કે કોઈ મૉડલ કે અભિનેત્રીએ સ્તનપાનની તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હોય.

2016માં અભિનેત્રી લિવ ટાઇલરે આવી એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

અભિનેત્રી લિવ ટાઇલર

ઇમેજ સ્રોત, Liv Tyler

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી લિવ ટાઇલર

અભિનેત્રી ઠૅન્ડી ન્યૂટને લેટીટ્યૂટ ફેસ્ટિવલ દરમિયાન સ્તનપાન કરાવતી એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે આ 'સૌથી ઉમદા ખુશી' છે.

અભિનેત્રી ઠૅન્ડી ન્યૂટન

ઇમેજ સ્રોત, Thandie Newton

ઇમેજ કૅપ્શન, અભિનેત્રી ઠૅન્ડી ન્યૂટન
ગાયક ઍલનીસ મોરિસેટ

ઇમેજ સ્રોત, Alanis Morissette

ઇમેજ કૅપ્શન, ગાયક ઍલનીસ મોરિસેટ

આ વર્ષે માર્ચમાં કેનેડાની ગાયક ઍલનીસ મોરિસેટ પોતાના પરિવાર સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

તેમાં તેઓ તેમનાં બાળકોને સ્તનપાન કરાવી રહ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો