You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડના ભાજપના અધ્યક્ષે કહ્યું, 'જેમણે તિરંગો ના લગાવ્યો તેમના ઘરનો મને ફોટો મોકલો', ગુજરાતીઓ શું બોલ્યા?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના લોકોને અપીલ કરી છે કે તેઓ 13થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરે તિરંગો ફરકાવે.
આના કારણે ઘણા લોકોએ આ પહેલને વધાવી લીધી છે. તો કેટલાક પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પણ રાષ્ટ્રધ્વજનું બૅકગ્રાઉન્ડ મૂકી દીધું છે. પરંતુ તેની સાથે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમને પોતાનો દેશપ્રેમ દર્શાવવા આવું કરવાની જરૂર નથી.
આ દરમિયાન જ ઉત્તરાખંડના BJP અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટનું એક નિવેદન ચર્ચામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, 'જેમના ઘરે તિરંગો લાગેલો નથી, અમે તેમને વિશ્વાસની નજરે ક્યારેય જોઈ નહીં શકીએ. જે ઘરે તિરંગો ના લગાવ્યો હોય, મને એ ઘરનો ફોટો મોકલો. સમાજ જોવા માગે છે એ ઘર, એ પરિવારને કે ભારતના સન્માનનો ભાવ કોને કોને નથી.'
આ નિવેદન બાદ બીબીસી ગુજરાતીએ જનતાનો અભિપ્રાય કહાસુની દ્વારા જાણવા માટે પ્રયત્ન કર્યો હતો. જેમાં યૂઝર્સનો પ્રતિભાવ કંઈક આવો જોવા મળ્યો હતો.
કેટલાક લોકોનું કહેવું છે કે દેશભક્તિ દર્શાવવા ધ્વજ ફરકાવવાની ફરજ ન પાડવી જોઈએ
તો કેટલાક લોકોનું કહેવું છે કે ઘરે ધ્વજ ફરકાવવામાં મુશ્કેલીના હોવી જોઈએ
અમૂક યૂઝર્સ કહી રહ્યા છે કે સરકારે આ બાબત કરતાં બેરોજગારી અને ગરીબી જેવા મુદ્દા ધ્યાને લેવા જોઈએ
જોકે, કેટલાક યૂઝર્સે મીમ દ્વારા પોતાનો અલગ મત પણ રજૂ કર્યો હતો
'હર ઘર તિરંગા' કેમ્પેન ખરેખર શું છે?
કેન્દ્ર સરકારે આ કેમ્પેન અંતર્ગત 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ કન્ફેડરેશન પ્રમાણે, હાલમાં ભારતમાં ચાર કરોડ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.
તેનો અર્થ એ થાય છે કે સરકારે બાકીના ધ્વજ તેમની રીતે મગાવી તેના વેચાણ અને વહેંચણીની વ્યવસ્થા કરવી પડશે.
રાજ્ય સરકારો તેમની જરૂરિયાત અનુસાર કેન્દ્ર સરકાર પાસેથી ધ્વજ મેળવવા વિનંતી કરી શકે છે. તેમજ પોતાની જાતે જ તેની વ્યવસ્થા કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્ર સરકાર પ્રમાણે ધ્વજ ત્રણ સાઇઝમાં ઉપલબ્ધ હશે. તેની કિંમત નવ, 18 અને 25 રૂપિયા રાખવામાં આવી છે.
રાષ્ટ્રધ્વજ બનાવતી કંપનીઓ પહેલાં રાજ્ય અને કેન્દ્રની સરકારોને લોન પર તિરંગા આપશે.
કેમ્પેનનો કુલ ખર્ચ
જો કેન્દ્ર સરકારના લક્ષ્યને ધ્યાને લઈને દરેક તિરંગાની કિંમત દસ રૂપિયા આંકવામાં આવે તો આ કેમ્પેન માટે ટાર્ગેટ અનુસાર 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આજ દિવસ સુધી આટલા મોટા પ્રમાણમાં ધ્વજને લગતો વેપાર થયો નથી. આના માટે સેલ્ફ હેલ્પ ગ્રૂપો, નાના અને મધ્યમ ટ્રેડરો અને મોટી કંપનીઓને ટેન્ડર ફાળવણી કરવામાં આવી છે. જેથી ધ્વજ મોટા ભાગના લોકોને પૂરા પાડી શકાય.
ચાલો રાજસ્થાનના ઉદાહરણ દ્વારા આ કેમ્પેનને સમજવાનો પ્રયાસ કરીએ.
રાજસ્થાન સરકારે એક કરોડ ઘરો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. રાજ્યને કેન્દ્ર સરકારને 70 લાખ તિરંગા પહોંચાડવાની જવાબદારી સોંપાઈ છે. જ્યારે રાજ્ય સરકાર પોતાની રીતે 30 લાખ તિરંગાની ગોઠવણ કરશે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો