You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલનો ગાઝા પર હુમલો, પેલેસ્ટાઇનિયન ઇસ્લામિક જેહાદના એક કમાન્ડર સહિત દસ લોકોનાં મૃત્યુ
ઇઝરાયલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા દસ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં એક પેલેસ્ટાઇનિયન હથિયારબંધ સમૂહના શીર્ષ કમાન્ડર પણ સામેલ હતા.
પેલેસ્ટાઇનિયન સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં એક બાળકી પણ સામેલ છે. ઇઝરાયલના હુમલામાં ઘણ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
ઇઝરાયલના વડા પ્રધાન યેર લેપિડે કહ્યું કે પેલેસ્ટાઇનિયન ઇસ્લામિક જેહાદ (પીઆઈજે)ના ખતરાને જોતાં આ ઑપરેશન શરૂ કર્યું હતું. આ અઠવાડિયે શરૂઆતમાં પીઆઈજેના એક સભ્યની ધરપકડ કરાઈ હતી.
ઇઝરાયલના હુમલાના જવાબમાં પીઆઈજેએ ઇઝરાયલમાં ઓછાંમાં ઓછાં 100 રૉકેટ છોડ્યાં. જે પૈકી મોટા ભાગનાં રૉકેટ ઇઝરાયેલ પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટિમ આયરન ડોમથી અધવચ્ચે જ નષ્ટ કરી દીધાં.
ઇઝરાયલનાં ઘણાં શહેરોમાં સાયરનનો અવાજ સંભળાયો. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ)એ કહ્યું કે શુક્રવારે મોડી સાંજે પણ હુમલા કરવામાં આવ્યા અને ઉગ્રવાદીઓનાં ઠેકાણાં પર નિશાન સાધવામાં આવ્યાં.
ટેલિવિઝન પર દેશને સંબોધિત કરતાં ઇઝરાયલના વડા પ્રધાન લેપિડે કહ્યું કે, "ઇઝરાયલે આતંકવાદ વિરુદ્ધ એક સખત અભિયાનની શરૂઆત કરી છે. આવું ન કર્યું હોત તો ખતરો જલદી જ ખૂબ નિકટ આવી જવા પામ્યો હોત."
આઈડીએફે કહ્યું કે હુમલામાં પ્રભાવિત ક્ષેત્ર પીઆઈજે સાથે જોડાયેલાં છે. તેમાં ગાઝામાં પેલેસ્ટાઇનિયન ટાવર પણ સામેલ છે. આ ઇમારતમાં ભારે ધડાકો થયો છે અને ધુમાડા ઊઠતો જોવા મળ્યો.
પૅલેસ્ટાઇનિયના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું છે કે ઇઝરાયલના હુમલામાં પીઆઈજેના ચાર સભ્યો, જેમાં તાયસીર જબારી પણ સામેલ હતા,નાં મૃત્યુ થયાં છે. આ સિવાય મૃતકોમાં પાંચ વર્ષની એક બાળકી પણ સામેલ છે. તેમનું કહેવું છે કે ઇઝરાયલના હુમલામાં અન્ય 55 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું કે આઇડીએફનું અનુમાન છે કે 15 ઉગ્રવાદીનાં મૃત્યુ થયાં છે. ઇઝરાયલના ગૃહમંત્રી અયેલેત શાકેદે ચેનલ 12 ન્યૂઝને જણાવ્યું કે, "અમને ખ્યાલ છે કે આ આગળ કેવું વલણ અખત્યાર કરશે... તેમાં સમય લાગી શકે છે... તે જટિલ હશે અને કડક પણ."
ઈરાનના પાટનગર તેહરાનના પ્રવાસે પીઆઈજેના મહાસચિવ ઝિયાદ અલ - નખાલાએ કહ્યું છે કે, "અમે ઇઝરાયલની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપીશું. આ લડાઈમાં જીત અમારા લોકોની થશે. આ સંઘર્ષમાં કોઈ પણ રેડ લાઇન નથી. તેલ અવીવ પણ અમારાં રૉકેટની પહોંચમાં છે."
ગાઝાનું પ્રશાસન હમાસ પાસે છે અને તેમણે કહ્યું છે કે હથિયારબંધ સમૂહ એક છે અને ખામોશ નહીં રહે. સોમવારની રાત્રે ઇઝરાયલે બાસેમ સાદી નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેમને વેસ્ટ બૅંક પીઆઈજેના પ્રમુખ ગણાવાઈ રહ્યા છે.
ઇઝરાયલનાં સુરક્ષા બળોના એક અભિયાનમાં સાદીને જેનિન વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. હાલના દિવસોમાં ઇઝારયલી અરબ અને પૅલેસ્ટાઇનિયનોના હુમલોમાં 17 ઇઝરાયલના અને યુક્રેનના બે લોકોનાં મૃત્યુ થયાં છે.
તે બાદ ઇઝરાયલનાં સુરક્ષા દળોએ ધરપકડ અભિયાનની શરૂઆત કરી હતી. બે હુમલાખોર જેનિન જિલ્લાથી આવ્યા હતા.
બાસેમ સાદીની ધરપકડ બાદ ઇઝરાયલે ગાઝા સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં સુરક્ષાવ્યવસ્થા કડક કરી દીધી હતી. ઇઝરાયલે ચેતવણી જાહેર કરી હતી કે પીઆઈજે સામાન્ય લોકો અને સૈનિકો પર લક્ષ્ય સાધીને હુમલા કરી શકે છે. દક્ષિણ ઇઝરાયલનાં શહેરો અને ગામોમાં સડકો બંધ કરી દેવાઈ હતી.
પીઆઈજેને ઈરાનથી સમર્થન મળે છે. તેનું મુખ્યાલય સીરિયાના દમિશ્કમાં છે. આ ગાઝાનું સૌથી શક્તિશાળી ઉગ્રવાદી સમૂહ છે. ઇઝરાયલમાં ઘણા મોટા હુમલા માટે આ સંગઠન જવાબદાર છે.
નવેમ્બર 2019માં ઇઝરાયલ અને પીઆઈજે વચ્ચે પાંચ દિવસની લડાઈ થઈ હતી. ઇઝરાયલે પીઆઈજેના એક કમાન્ડરનું મૃત્યુ નિપજાવ્યું હતું અને આ બાદ આ લડાઈ શરૂ થઈ હતી.
ઇઝરાયલનું કહેવું હતું કે તેઓ કમાન્ડર ઇઝરાયલમાં ઘણા હુમલાની યોજના બની રહી હતી. આ લડાઈં 34 પૅલેસ્ટાઇનિયનોનાં મૃત્યુ થયાં હતાં અન 111 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ 63 ઇઝરાયલીઓને ઇલાજની જરૂર પડી હતી. ઇઝરાયલનું કહેવું હતું કે એવા 25 એવા પૅલેસ્ટાઇનિયનોનાં મૃત્યુ થયાં હતાં, જેઓ ઉગ્રવાદી હતા.
ઇઝરાયલ અને પૅલેસ્ટાઇનિયનો વચ્ચે વધી રહેલ તાણ પાછલ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે બંને ફરી એક વાર સામસામે છે.
મધ્ય-પૂર્વના દેશો માટે એક એવી સમસ્યા છે જેના કારણે અવારનવાર ઘર્ષણ થતા રહે છે, પરંતુ આ વખત મામલો રૉકેટ છોડવા, હવાઈ હુમલા કરવા અને જાનમાલનું નુકસાન પહોંચાડવા સુધી પહોંચી ગયો છે.
આ વિવાદ પાછલા અમુક સમયથી આંતરરાષ્ટ્રીય અખબારોની હેડલાઇનમાંથી ગાયબ હતો પરંતુ તેનો અર્થ એ નથી કે આ સમસ્યા ખતમ થઈ ગઈ છે.
બંને વચ્ચેના વિવાદનો હજુ અંત આવ્યો છે. મુદ્દા એ જ છે અને બંને વચ્ચે નફરત પણ. આ લડાઈ અને મુસીબત ઘણી પેઢીઓતી ચાલી આવી રહી છે. પાછલાં 15 વર્ષોમાં આ વિવાદ ગાઝા પટ્ટી અને ઇઝરાયલને અલગ કરનાર એક તાર આસપાસ છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો