તાઇવાનનનું એ જીવનરક્ષક કવચ જે તેને ચીનથી બચાવે છે

    • લેેખક, એટાહુઆલ્પા એમેરાઇઝ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

ચીન તાઇવાન પાસે ભારે સૈન્યાભ્યાસ કરી રહ્યું છે, અમેરિકન કૉંગ્રેસનાં સ્પીકર નૅન્સી પેલોસીના તાઇવાનપ્રવાસથી ગુસ્સે ભરાયેલા ચીને સૈન્યાભ્યાસ દરમિયાન સમુદ્રમાં મિસાઇલ છોડી છે અને તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં અતિક્રમણ કર્યું છે.

પાછલા ઘણા દિવસોથી ચીન અને તાઇવાન વચ્ચે ચાલી રહેલ તાણ ઘટવાના સ્થાને વધતું જઈ રહ્યું છે. હવે તો એવું લાગી રહ્યું છે કે ચીનની તાકતવર પીપલ્સ લિબરેશન આર્મી તાઇવાન પર હુમલા પણ કરી શકે છે.

જો ચીન તાઇવાન પર હુમલો કરે છે તો તે એકતરફી લડાઈ હશે. આ એક એવો સંઘર્ષ હશે જેમાં એક પક્ષની સૈન્યક્ષમતા બીજાની સરખામણીએ ઘણી વધુ હશે.

જોકે જરૂરી નથી કે બંને પક્ષોમાં આ શક્તિ અસંતુલન લડાઈનાં પરિણામોમાં પ્રતિબિંબિત થાય.

બચાવની વ્યૂહરચના

ચીનની વસતિ એક અબજ ચાલીસ કરોડ છે. તેની સરખામણીએ તાઇવાનની વસતિ 2.45 કરોડ છે. તાઇવાનની સરખામણીએ ચીનનું સંરક્ષણ બજેટ 13 ગણું વધુ છે. સેના, સૈનિક ચીજવસ્તુઓ અને હથિયારોમાં ચીન તાઇવાન કરતાં ઘણું આગળ છે.

તાઇવાનને આ અસંતુલન વિશે ખબર છે તેથી તેણે સુરક્ષાકવચની એવી વ્યૂહરચના અપનાવી છે જેવી રીતે એક શાહુડી હુમલાથી બચવા માટે કાંટા ફેલાવી દે છે. તાઇવાનની આ જ વ્યૂહરચના છે.

આ વ્યૂહરચના પર ટિપ્પણી કરતાં તાઈપે ટાઇમ્સે પોતાના એડિટોરિયલમાં લખ્યું, "જો આમ છતાં હુમલાખોર શાહુડી પર હુમલો કરવા માટે તત્પર રહે તો તેને ખૂબ જ ભયાનક સજા મળી શકે છે. આ સજા એટલી પીડાદાયક હશે કે આખરે હુમલાખોર હુમલો કરવાનું છોડી દેશે."

તાઇવાને આ વ્યૂહરચનાના આધારે એક ચોતરફી સુરક્ષા વ્યવસ્થા અપનાવી છે. આ રણનીતિ અંતર્ગત દુશ્મનને તેના તટ પર રોકવું, સમુદ્રમાં હુમલો, તટીય ઝોન પર હુમલો અને દુશ્મનના તટીય મોરચા પર હુમલાની વાત સામેલ છે.

મજબૂત ક્ષમતા ધરાવતા દુશ્મનની સરખામણીએ તાઇવાનની આ જ વ્યૂહરચના છે. મોંઘા લડવૈયા વિમાન અને સબમરિન ખરીદવાં તાઇવાનની પ્રાથમિકતા નથી. તેની તુલનામાં તે ગતિમાન અને ગુપ્ત હથિયારોને તહેનાત કરવાની વ્યૂહરચનાને પ્રાથમિકતા આપે છે. જેમ કે ઍન્ટિ-ઍરક્રાફ્ટ અને ઍન્ટિ-શિપ મિસાઇલો.

શું કહી રહ્યા છે સંરક્ષણ વિશેષજ્ઞો?

તાઇવાન જે જીવ શાહુડીની બચાવની રણનીતિ પર કામ કરી રહ્યું છે તે વિશે કિંગ્સ કૉલેજ લંડનના ઇન્ટરનેશનલ, ઑર્ડર, ડિફેન્સ અને ચાઇના-વેસ્ટ રિલેશનના વિશેષજ્ઞ જેનો લિયોની વિસ્તારપૂર્વક સમજાવે છે.

તેમનું કહેવું છે કે, "સુરક્ષાની સૌથી બાહ્ય સપાટી ગુપ્ત અને નિગરાની વ્યૂહરચનાનો મેળ છે. તેનું લક્ષ્ય સેનાને સંપૂર્ણપણે તૈયાર રાખવાનું છે. વર્ષોથી તાઇવાને હુમલાના ઘણા પહેલાં ચેતવણી આપવાની વૉર્નિંગ સિસ્ટિમ વિકસિત કરી રાખી છે જેથી ચીન કોઈ પણ હિટ-ઍન્ડ-રન હુમલાથી તે આશ્ચર્યચકિત ન થઈ જાય."

લિયોની કહે છે કે, "ચીને જો તાઇવાન પર હુમલો કરવો હોય તો તેને શરૂઆત મીડિયમ રેન્જની મિસાઇલો અને હવાઈહુમલાથી કરવાની રહેશે જેથી તાઇવાનનાં રડાર સ્ટેશનો, હવાઈ પટ્ટીઓ અને મિસાઇલો નષ્ટ કરી શકાય."

તાઇવાનની આવી વ્યૂહરચના પ્રમાણે બીચની સુરક્ષા અંગે સમુદ્રની વચ્ચોવચ ગેરિલા લડાઈ માટે નૌસેનિકોને તૈયાર રાખવાના છે. તેની મદદથી અમેરિકાથી આવેલાં લડાયક વિમાન તૈયાર રહેશે.

નાના અને સ્ફૂર્તિવાન નૌકાદળ મિસાઇલોથી સજ્જ રહેશે જેને હેલિકૉપ્ટર અને જમીનથી મિસાઇલ લૉન્ચરોથી મદદ મળશે. આ ચીનના બેડાને તાઇવાનની જમીન પર પહોંચવાથી રોકશે.

લિયોની કહે છે કે, "સુરક્ષાના ત્રીજા સ્તર પ્રમાણે જમીન અને વસતિનો બચાવ તાઇવાન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે."

ચીનના સૈનિકોની સંખ્યા તાઇવાનના સૈનિકોની સંખ્યા કરતાં 12 ગણી છે. ચીન પાસે 15 લાખ રિઝર્વ સૈનિક છે. જો તાઇવાનની જમીન પર કબજો કરવો પોય તો ચીન તેનો ઉપયોગ કરી શકે છે.

ત્રીજા સુરક્ષા સ્તર તરીકે તાઇવાન ઝડપતી ગતિમાન, મારક અને છુપાવવામાં સરળ હથિયાર કામ આવશે.

યુક્રેનની લડાઈમાં ખભા પર લાદીને હુમલા કરનાર જેવલિન અન સ્ટિંગર મિસાઇલ સિસ્ટિમ પણ આનાં જ ઉદાહરણ છે. આ હથિયાર રશિયન જહાજો અને ટૅન્કો માટે માથાનો ભારે દુખાવો સાબિત થયાં છે.

અમેરિકા શું કરશે?

ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં અમેરિકા શું કરશે? અત્યાર સુધીનાં સંકેતોથી એવું લાગે છે કે અમેરિકા જાણીજોઈને પોતાની વ્યૂહરચના છુપાઈને રાખી રહ્યું છે.

અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને હાલમાં કહ્યું, "અમેરિકાના આ અસ્પષ્ટ વલણે જ તાઇવાન સ્ટ્રેટમાં દાયકાઓથી શાંતિ જાળવી રાખવામાં મદદ કરી છે. માત્ર તાઇવાનમાં જ નહીં, પરંતુ બીજા વિસ્તારોમાં પણ અમને આ વ્યૂહરચનાથી મદદ મળી છે."

મેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એવું કહીને આશ્ચર્યમાં મૂકી દીધા હતા કે તાઇવાનની સુરક્ષા કરવા માટે દેશ 'પ્રતિબદ્ધ' છે.

જોકે બાદમાં તેમણે પોતાના નિવેદનને સુધારતાં કહ્યું હતું કે 'વ્યૂહરચનાત્મક અસ્પષ્ટતા'ની નીતિમાં કોઈ પરિવર્તન નથી થયું.

અમેરિકાની આ નીતિનો ઇરાદો ચીનને તાઇવાન પર હુમલો કરવા મામલે હતોત્સાહિત કરવાનો છે. પરંતુ આ નીતિ તાઇવાનને પણ પોતાની આઝાદીના એલાનથી રોકે છે.

અમેરિકાના સાસંદોએ આ વ્યૂહરચનામાં ફેરફારની માગ કરી છે અને કહ્યું છે કે આમાં સ્પષ્ટતા હોવી જોઈએ જેથી તાઇવાન પર દબાણ વધારી રહેલ ચીનને આવું કરવાથી રોકી શકાય.

ઘણી અન્ય રીતો અજમાવી શકે છે અમેરિકા

જોકે તેમ છતાં ઘણા ઓછા લોકો માને છે કે ચીન તાઇવાન પર હુમલો કરે તો અમેરિકા ચૂપ બેસશે.

નેટોના વ્યૂહરચના અંગેના વિશ્લેષક ક્રિસ પેરી કહે છે કે, "તમે સંભવિત પ્રતિદ્વંદ્વીને પણ એ નથી જણાવતાં કે તમને શું કરવા જઈ રહ્યા છો. પરંતુ મને આ વાત અંગે શંકા છે કે ચીનને રોકવા અને તાઇવાન પર કબજાની કોશિશને રોકવામાં નાકામ કરવા માટે અમેરિકા જે કરશે, તેમાં માત્ર સૈન્ય રીત સામેલ નહીં હોય."

"ચીન વિરુદ્ધ અમેરિકા ઘણી રીતો અજમાવી શકે છે. આ વેપારી, નાણાકીય અને સૂચના વ્યૂહરચના સાથે સંબંધિત રીતો હોઈ શકે છે."

ચીન જેમ તાઇવાન સામે પોતાનું શક્તિપ્રદર્શન કરતું આવ્યું છે તેનાથી ત્યાંના લોકોમાં ડરના સ્થાનો ગુસ્સો છે. ચીનની ધમકીઓથી સમુદ્ર અને હવાઈ મુસાફરીમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે.

ઘણાં જહાજ સમુદ્ર તટ પર અટકેલાં છે. ઘણી ફ્લાઇટો રદ થઈ ગઈ છે. તાઇવાનની આસાપાસ ચીનના સૈન્યાભ્યાસે તાઇવાનમાં લોકોનાં જીવન અસ્તવ્યસ્ત કરી દીધાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો