મંકી પૉક્સ : અછબડા અને મંકીપૉક્સમાં શો ફેર છે?

ઓરી-અછબડા અને મંકીપૉક્સમાં શું અંતર છે?

રવિવારે ભારતના પાટનગર દિલ્હીમાં મંકીપૉક્સનો ટ્રાવેલ હિસ્ટ્રી વગરનો કેસ સામે આવતાં દેશમાં મંકીપૉક્સના કુલ કેસોની સંખ્યા ચાર થઈ ગઈ છે.

તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંકીપૉક્સને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કર્યા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંકીપૉક્સને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કર્યા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંકીપૉક્સને ગ્લોબલ હેલ્થ ઇમર્જન્સી જાહેર કર્યા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હ

એક તરફ હજુ જ્યાં ફરી એકવાર કોરોના વાઇરસના કેસો ભારતની સાથોસાથ સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે ત્યાં મંકીપૉક્સના કારણે ચિંતા સર્જાઈ છે.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો WHOના અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી આ રોગના 15 હજાર કરતાં વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે. અને તે વિશ્વના 75 ટકા દેશોમાં ફેલાયેલા છે.

મંકીપૉક્સના ચેપને કારણે અત્યાર સુધી પાંચ લોકોનાં મૃત્યુ પણ નોંધાયાં હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ આ વાઇરસનાં લક્ષણોના કારણે ઘણા ભારતીયો તેને અછબડાનો રોગ પણ માની રહ્યા છે.

પરંતુ નિષ્ણાતો મંકીપૉક્સને અછબડા ગણવાની વાતને એક ભૂલ ગણાવે છે.

આ અહેવાલમાં અમે તમને મંકીપૉક્સ અને અછબડા વચ્ચે મૂળભૂત તફાવત અને તેના સંભવિત ઇલાજ અંગે જણાવીશું.

line

અછબડા અને મંકીપૉક્સમાં ફરક

અછબડા અને મંકીપૉક્સના વાઇરસના કારણે સંક્રમિત વ્યક્તિના શરીરની ત્વચા પર ફોડલીઓ જોવા મળે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અછબડા અને મંકીપૉક્સના વાઇરસના કારણે સંક્રમિત વ્યક્તિના શરીરની ત્વચા પર ફોડલીઓ જોવા મળે છે

આપણે સૌ જાણીએ છીએ તેમ અછબડા અને મંકીપૉક્સના વાઇરસના કારણે સંક્રમિત વ્યક્તિના શરીરની ત્વચા પર ફોડલીઓ જોવા મળે છે.

આ બંને રોગ વચ્ચેનો ફરક જણાવતાં ચામડીના રોગોનાં સ્પેશિયાલિસ્ટ ડૉ. બંસી હિરપરા જણાવે છે કે, "આ બંને રોગ અલગ અલગ છે. એટલું જ નહીં બંને અલગ અલગ વાઇરસના કારણે થાય છે."

તેઓ જણાવે છે કે "અછબડા વેરિસોલા ઝોસ્ટર વાઇરસથી થાય છે. જ્યારે મંકીપૉક્સ માટે કારણભૂત વાઇરસનું નામ ઑર્થોપૉક્સ છે."

ડૉ. બંસી અછબડાનાં લક્ષણો જણાવતાં કહે છે કે, "અછબડામાં શરૂઆતમાં થોડો તાવ આવે પરંતુ તાવનું પ્રમાણ વધતું નથી. તેમજ અછબડાના કારણે થતી ફોડલીઓ મોટા ભાગે છાતી, પેટ, કમર અને મોઢે થતી હોય છે. જ્યારે પગ પર તે જોવા મળતી નથી."

જ્યારે મંકીપૉક્સનાં આવાં લક્ષણો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "મંકીપૉક્સમાં પહેલાં ફોડલીઓ થતી નથી. પહેલાં ત્વચા પર લાલ ડાઘ પડવા લાગ છે. જે બાદમાં ફોડલીઓમાં પરિણમે છે. શરૂઆતના તબક્કામાં આ વાઇરસથી ગ્રસ્ત વ્યક્તિને તાવ પણ આવે છે. તેમજ ચિકનપૉક્સ કરતાં ઊલટું આ વાઇરસના કારણે ત્વચા પર થતી ફોડલી શરીરના ગમે તે ભાગમાં થઈ શકે છે."

line

કેવી રીતે થાય છે અછબડા અને મંકીપૉક્સ?

મંકીપૉક્સના વાઇરસનો ઇન્ક્યુબેશન પીરિયડ પાંચથી દસ દિવસનો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મંકીપૉક્સના વાઇરસનો ઇન્ક્યુબેશન પીરિયડ પાંચથી દસ દિવસનો છે

આ બંને વાઇરસ પૈકી અછબડાનો વાઇરસ કોઈ પ્રાણીમાંથી માણસમાં પ્રવેશતો નથી, પરંતુ મંકીપૉક્સ સંક્રમિત પશુમાંથી માણસમાં ફેલાઈ શકે છે.

સંક્રમિત પશુના સંપર્કમાં આવવાથી કે તેના વડે સંક્રમિત થયેલ વસ્તુઓના સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ માણસને સંક્રમિત કરી શકે છે.

ત્વચા પર પડેલ કાપા કે ઘસારામાંથી, શ્વાચ્છોશ્વાસની ક્રિયા થકી અને સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ ફેલાય છે.

જ્યારે અછબડાનો વાઇરસ એ કોઈ પ્રાણીમાંથી ફેલાતો નથી. તે સંક્રમિત વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશે છે અને મોટા ભાગે શ્વાચ્છોશ્વાસની ક્રિયા થકી બીજી વ્યક્તિને સંક્રમિત કરે છે.

અછબડા વાઇરસનો ઇન્ક્યુબેશન પીરિયડ (વાઇરસ શરીરમાં પ્રવેશ્યા બાદ અસર દેખાવાની શરૂઆત) મોટા ભાગે ચારથી સાત દિવસ હોય અને મંકિપૉક્સનો ઇન્ક્યુબેશન પીરિયડ પાંચથી 20 દિવસ હોય છે.

અછબડાની રસી વિકસિત કરાઈ છે, જ્યારે મંકીપૉક્સ માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી.

મંકીપૉક્સમાં સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના વધુ હોય છે. જ્યારે અછબડામાં આ સંભાવના નહિવત્ હોય છે.

line

મંકીપૉક્સ ચિંતાનું કારણ ખરું?

નિષ્ણાતો કહે છે કે આ રોગચાળો સમગ્ર દેશમાં ફેલાય તેવી સ્થિતિ હાલ નથી. અને ઇંગ્લૅન્ડના જાહેર આરોગ્ય વિભાગના કહેવા અનુસાર, લોકો માટે જોખમ ઓછું છે.

નોટિંગહામ યુનિવર્સિટીના મોલેક્યુલર વાયરોલૉજીના પ્રોફેસર જોનાથન બોલે જણાવ્યું હતું કે શરૂઆતના મંકીપૉક્સ-ચેપગ્રસ્ત દર્દીના 50 સંપર્કોમાંથી ફક્ત એકને જ ચેપ લાગ્યો છે તે હકીકત બતાવે છે કે વાઇરસ કેટલો ઓછો ચેપી છે.

"એવું વિચારવું ખોટું છે કે આપણે રાષ્ટ્રવ્યાપી રોગચાળાના આરે છીએ."

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડ (પીએચઈ)માં નેશનલ ઇન્ફેક્શન સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. નિક ફિને ઉમેર્યું હતું કે "એ વાત પર ભાર મૂકવો મહત્ત્વપૂર્ણ છે કે મંકીપૉક્સ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી અને સામાન્ય લોકો માટે એકંદરે જોખમ ખૂબ ઓછું છે."

"પીએચઈ એવા લોકો પર નજર રાખી રહ્યું છે જેઓ દર્દી સાથે નજીકના સંપર્કમાં આવ્યા હોય. આથી તેમને જરૂરી તબીબી સલાહ આપી શકાય અને જરૂરિયાત મુજબ તેમનું નિરીક્ષણ કરી શકાય."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ