યુપી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 55 બેઠકો, ઉત્તરાખંડ અને ગોવામાં બધી બેઠકો પર મતદાન શરૂ

સોમવાર સવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશની 55 બેઠકો, ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર સોમવારે મતદાન યોજાશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશની 55 બેઠકો, ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર સોમવારે મતદાન યોજાશે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની 55 બેઠકો, ઉત્તરાખંડની 70 અને ગોવાની 40 બેઠકો પર સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે.

વિધાનસભા ચૂંટણીપ્રક્રિયાના બીજા તબક્કામાં ત્રણ રાજ્યોની કુલ 165 બેઠકો પર 1,519 ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીઓમાં સમાવાશે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. તો ઉત્તરાખંડ અને ગોવામાં આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી લડી રહી છે.

ઉત્તરાખંડ અને ગોવા માટે આ એક જ તબક્કામાં ચૂંટણી પૂરી થશે. જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી આ વખતે સૌથી લાંબી ચાલશે.

નોંધનીય છે કે મતદાન વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થયું. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે.

ક્યાં કોના પર રહેશે નજર?

સોમવારે ઉત્તર પ્રદેશમાં નવ જિલ્લાની 55 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ 55 બેઠકો માટે 586 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોમવારે ઉત્તર પ્રદેશમાં નવ જિલ્લાની 55 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ 55 બેઠકો માટે 586 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે.

સોમવારે ઉત્તર પ્રદેશમાં નવ જિલ્લાની 55 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાશે. આ 55 બેઠકો માટે 586 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે.

અગાઉ આ 55 પૈકી અગાઉ 38 બેઠકો પહેલાં ભાજપ, બે કૉંગ્રેસ અને 15 સમાજવાદી પાર્ટી પાસે હતી.

પ્રમુખ ચહેરાઓમાં ચંદૌલીથી ગુલાબ દેવી, નકુડથી ધર્મ સિંહ સૈની, સ્વારથી અબ્દુલ્લા આઝમ, રામપુરથી આઝમ ખાન, શાહજહાંપુરથી સુરેશ ખન્ના અને અમરોહાથી મહબૂબ અલી સામેલ છે.

ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો 70 બેઠકો પર 632 ઉમેદવારો મેદાનમાં છે.

ગઈ વખતે આ 70માંથી 57 બેઠકો ભાજપ અને 11 બેઠકો કૉંગ્રેસ પાસે હતી. જ્યારે બે બેઠકો અપક્ષના ઉમેદવારોના ફાળે ગઈ હતી.

line

ગોવામાં આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ પણ મેદાનમાં

ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગોવામાં 40 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે

જ્યારે ગોવામાં 40 બેઠકોમાંથી 301 ઉમેદવારો મેદાનમાં છે. ગઈ વખતે 17 બેઠકો ક્રૉંગ્રેસે અને 13 બેઠકો ભાજપે જીતી હતી. તેમ છતાં ભાજપે ગોવામાં સરકાર બનાવી હતી.

ગોવામાં પણજી બેઠક પરથી ભાજપમાંથી ચૂંટાઈને આવતા દિગ્ગજ નેતા દિવંગત મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર અપક્ષમાંથી ચૂંટણીમેદાને ઊતર્યા છે.

ગોવામાં પણ આ વખત ભાજપ અને કૉંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જે ચૂંટણીનાં પરિણામોને રસપ્રદ રૂપ આપી શકે છે.

નોંધનીય છે કે આ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 10 ફેબ્રુઆરી, ગુરુવારે યોજાઈ હતી. જેમાં 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન થયું હતું.

આ બેઠકો પર સાંજના છ વાગ્યા સુધી લગભગ 59 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કાની ચૂંટણી 7 માર્ચે યોજાશે.

મતગણતરીની પ્રક્રિયા 10 માર્ચે યોજાશે. તેમજ 12 માર્ચ સુધી ચૂંટણીપંચ ચૂંટણીની તમમ પ્રક્રિયા આટોપી લેશે.

ત્યારે ઉત્તરાખંડમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી ટક્કરમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીએ કર્નલ (રિટાયર્ડ) અજય કોઠિયાલને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર બીજા તબક્કાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 2, 01,42,441 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે યોગ્ય છે.

જૈ પૈકી 1,07,61,476 પુરુષ મતદાર છે જ્યારે 93,79,704 મહિલા મતદારો છે. આ સિવા 1,261 ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે.

ફૂટર
line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો