અમદાવાદનો એ વિસ્તાર જ્યાં મુસ્લિમોને નાગરિકતાના નામે ગોંધી રાખવાના આરોપ લાગ્યા
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ઊંચા-નીચા ટેકરા પર જાણે મુશ્કેલીથી ઊભાં રહેલાં મકાનો, તેની આસપાસ ચારેકોર ગંદકીના ઢગલા અને સાંકડા રસ્તાઓ. અમદાવાદના ચંડોળા તળાવની આસપાસના મુસ્લિમ વિસ્તારની કંઈક આવી હાલત છે.
આ મુસ્લિમ વિસ્તારને અમુક લોકો 'બંગાળી વિસ્તાર' તરીકે પણ ઓળખે છે.

જોકે અહીં વસતા મુસ્લિમોનો દાવો છે કે 'તેઓ કોલકાતાથી આવીને વસી ગયા છે, પરંતુ સરકારી તંત્ર આ વાત નથી માનતું અને અહીંની પોલીસ અનેક વખત આ લોકોને 'બાંગ્લાદેશી નાગરિક' ગણાવીને પકડી લે છે.' અમુક લોકો છૂટી જાય છે, તો ઘણા લોકો નથી પણ છૂટતા.
આ વિસ્તારમાં રહેતા આમિર આવી જ એક વ્યક્તિ છે, જેઓ છેલ્લા 20 મહિનાથી જુહાપુરાસ્થિત એસઓજીની કચેરીના એક 10 બાય 10ના રૂમમાં હતી.
ગત શુક્રવારના રોજ ગુજરાત હાઈકોર્ટના તેમને તાત્કાલિક છોડવાના ઑર્ડર બાદ તેમને કસ્ટડીથી મુક્ત કરવામાં આવ્યા છે. ઍડ્વોકેટ આનંદ યાજ્ઞિકે તેમના વતી દલીલ કરી હતી.
બીબીસી સાથે વાત કરતા આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, "આમિરના કેસમાં RAW અને IB જેવી સંસ્થાએ જે રિપોર્ટ બનાવ્યા હતા, તે તમામ રિપોર્ટ કોર્ટે સ્વીકાર્યા નથી અને કોર્ટે એ માની લીધું છે કે આમિર ભારતીય નાગરિક છે અને તેમને શરતી જામીન મળ્યા છે."
યાજ્ઞિકે એ પણ કહ્યું કે, "એસઓજીમાં આમિર જેવા બીજા અનેક લોકોને ગેરકાયદેસર રીતે પકડીને રાખવામાં આવ્યા છે, એસઓજીને પોતાની કામગીરી બતાવવા માટે આ પ્રકારે લોકોને પકડીને તેમને ખોટી રીતે બાંગ્લાદેશી નાગરિક ગણાવીને તેમને લાંબા સમય સુધી ગોંધી રાખે છે."

ગેરકાયદે ગોંધી રાખવાનો આરોપ

જોકે આમિર શેખના કેસની વાત કરવામાં આવે તો તેમનાં માતા રશીદા શેખે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી અને પોતે ભારતીય નાગરિક છે તેવા પુરાવાઓ રજૂ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પતિ સીદીક શેખ પણ ભારતીય નાગરિક છે અને આમિર સહિત તેમનાં છ બાળકો પણ ભારતીય નાગરિક છે, તેવા અનેક પુરાવાઓ તેમણે કોર્ટમાં રજૂ કર્યા.
પોતાના તમામ પુરાવાઓ રજૂ કરતા તેમણે કોર્ટને કહ્યું હતું કે 'તેઓ પણ તેટલા જ ભારતીય છે, જેટલા કોઈ બીજા લોકો હોય, કારણ કે આ દેશ તેમની અને તેમના વડવાઓની જન્મભૂમિ છે. તેમણે પોતાની ગામની વાત કરતા કોર્ટને જણાવ્યું હતું કે આમિરના દાદા અને પરદાદા પણ પશ્ચિમ બંગાળના વતની છે.'

રશીદા શેખે રજૂ કરેલી પોતાની પિટિશનમાં નોંધાયું કે 'તેમના પતિનો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના છપરા તાલુકાના સીમુલિયા ગામનો વતની છે અને કામની શોધમાં તેઓ અમદાવાદ આવી ગયા હતા.
તેમની ત્રણ દીકરીઓ અને ત્રણ દીકરાઓનો જન્મ પણ અહીંયાં જ થયો હતો. આમિરનાં પત્ની પણ અમદાવાદનાં જ વતની છે અને આમિરનાં ત્રણ બાળકો પણ અમદાવાદમાં જ જન્મયાં છે.
"જોકે આ તમામ પુરાવાઓ હોવા ઉપરાંત અમદાવાદ પોલીસે આમિરને ખોટી રીતે 20 મહિના સુધી પકડી રાખ્યો હતો," એમ યાજ્ઞિકે કહ્યું હતું.

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
જોકે પિટિશન પ્રમાણે ઝાહિદ નામની એક વ્યક્તિને છેલ્લાં આઠ વર્ષથી, પન્નુ નામની એક વ્યક્તિને છેલ્લાં ચાર વર્ષથી અને બીજા ઘણા લોકોને આવી જ રીતે ગેરકાયદેસર રીતે એસઓજીની કચેરીમાં ગોંધી રાખ્યા છે.
આમિર અને તેમના જેવા બીજા લોકો માટે કામ કરતા કર્મશીલ બીના જાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આમિરની જેમ બીજા અનેક લોકો, કે જે ચંડોળા તળાવ વિસ્તારમાં રહે છે, તેમને અમદાવાદ પોલીસ ખોટી રીતે ગોંધી રાખે છે, જ્યારે જરૂર પડે ત્યારે તેમને પોલીસ સ્ટેશને બોલાવે છે અને એક-બે દિવસ અંદર જ રાખે છે."
બીનાબેહેને વધુમાં કહ્યું કે, "આ વિસ્તારમાં રહેતા અનેક લોકો સારી રીતે ગુજરાતી નથી બોલી શકતા, તેમની ભાષામાં બંગાળી ટોન છે, તેનો અર્થ એ નથી કે તેઓ ભારતીય નથી. પોલીસ તરફથી તેમને વારેઘડીએ આ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે."
ગુજરાત હાઈકોર્ટમાં રજૂ થયેલી પિટિશન પ્રમાણે રશીદાબહેને પણ એસઓજી પર તેમના દીકરાને ખોટી રીતે ગોંધી રાખવાનો આરોપો મૂક્યા છે.
તેમના દીકરાને જ્યારે પોલીસ પકડી લાવી ત્યારે તેમણે પોતાના પરિવારના તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા, પરંતુ પોલીસ તેમની સામે ખોટા પુરાવાઓ ઊભા કર્યા હતા.
પિટિશન પ્રમાણે તેઓ 1965-70થી અહીં રહે છે અને 2002નાં રમખાણોમાં તેમનું ઘર બળી ગયું હતું, જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમને ગણેશનગરમાં એક ઘર પણ આપ્યું હતું. એટલે કે સરકારી ચોપડે આ પરિવાર અહીં 2002 પહેલાં પણ વસવાટ કરતો હતો, તેની નોંધ થઈ છે.

શું છે કેસની બીજી વિગતો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આમિર શેખ ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનાં પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
18 જૂન, 2020ના રોજ તેઓ જ્યારે કામેથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે એસઓજીના એક પોલીસ કર્મચારીએ તેમની અટકાયત કરી હતી અને તેમને એસઓજીની કચેરીએ લઈ ગયા હતા.
જોકે ત્યાર બાદ આમિરનાં માતા આને ભાઈ ત્યાં પહોંચ્યાં હતાં, ત્યારે તેમને ખબર પડી હતી કે આમિરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખ્યા છે.
આ પરિવારે હાઈકોર્ટમાં કરેલી દલીલ પ્રમાણે આમિરની અટકાયત કરતી વખતે કે ત્યાર બાદ પણ તેમની સાથે કોઈ પણ સત્તાવાર કૉમ્યુનિકેશન થયું ન હતું.
જોકે ત્યાર બાદ આ પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની પિટિશન દાખલ કરી અને 20 મહિના બાદ આમિર પાછા પોતાના ઘરે ફરી શક્યા.

શું કહે છે પોલીસ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ કેસ વિશે બીબીસી ગુજરાતી એ અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) મુકેશ પટેલ સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "નામદાર ઉચ્ચ ન્યાયલયને આમિરની નાગરિકતા વિશે કંઈ નથી કહ્યું, કેમ કે આમિર ઘણા સમયથી ડિટેન્શનમાં છે, તેને રાહત આપવામાં આવી છે. જોકે અમે હજી પણ કહીએ છીએ કે આમિરની નાગરિકતા પર મોટા સવાલો છે, કારણ કે તેમનો કે તેમના પાંચ ભાઈ-બહેનમાંથી કોઈનો કે પછી તેમનાં માતા-પિતાનો કોઈના પણ જન્મનો પુરાવો અહીંનો નથી. તેમના બધાની પાસે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ વગેરે છે, પરંતુ તેમનો જન્મનો દાખલો ન હોવાને કારણે આમિર હજી શંકામાં છે."
પટેલ વધુમાં જણાવે છે કે, "આખા કેસમાં અમે તેમને અનેક અવસર આપ્યા જેમાં તેઓ પરિવારના કોઈ પણ વ્યક્તિના જન્મના પુરાવા અમને આપી શકે તો આપે, પરંતુ તેઓ પોતાનાં બાળકોના જન્મના દાખલા આપે છે, પોતાના નહીં."
મુકેશ પટેલે વધુમાં કહ્યું કે ચંડોળા તળાવ વિસ્તારમાં એવા અનેક લોકો રહે છે, જેમની નાગરિકતા પર સવાલો છે અને એસઓજી તેમના મેન્ડેટ પ્રમાણે આવા લોકોને શોધવાનું કામ કરે છે.
- કિશન ભરવાડની હત્યા બાદ ધંધૂકામાં કેવો માહોલ છે અને ગામના હિંદુ-મુસ્લિમો શું કહી રહ્યા છે?
- પોલીસની 'નોકરી'માં માતા ગુમાવી, કૅન્સરગ્રસ્ત બાપ નથી ગુમાવવા, ગુજરાતના કૉન્સ્ટેબલની વ્યથા
- ગુજરાત રોજગારી આપવામાં ટોચ પર હોય તો વિદેશ જનારાઓની સંખ્યા કેમ વધી રહી છે?
- પદ્મશ્રીથી સન્માનિત ગુજરાતનાં દસ ધોરણ પાસ આદિવાસી મહિલા કોણ છે?



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













