પુત્રી પર કથિત બળાત્કાર કરનાર પિતાની ચાર સગીર છોકરાએ હત્યા કરી
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બેંગલુરુથી બીબીસી હિન્દી માટે
બેંગલુરુમાં પોલીસે 46 વર્ષીય વ્યક્તિની હત્યાના આરોપમાં ચાર સગીર છોકરાઓની ધરપકડ કરી છે.
મૃતક કથિતપણે તેની 17 વર્ષની પુત્રી પર છેલ્લાં બે વર્ષથી વારંવાર બળાત્કાર કરતા હતા. તમામ આરોપીઓ પીડિતાના સહાધ્યાયી હોવાનું કહેવાય છે.
રિપોર્ટ અનુસાર, મૃતકની પુત્રીએ તેના સહાધ્યાયી મિત્રને ફરિયાદ કરી હતી કે તેમના પિતાએ ગયા અઠવાડિયે ફરી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનાં માતા તેમના વતન કલબુર્ગી ગયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
બાળકીના પિતા બેંગલુરુની એક સંસ્થામાં સિક્યૉરિટી મૅનેજર તરીકે કામ કરતા હતા.
આરોપ છે કે કિશોરીએ સહાધ્યાયીને બળાત્કારની વાત કહી હતી, તેણે તેના ક્લાસના અન્ય ત્રણ મિત્રોને સમજાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
એ બધાએ કથિત રીતે રવિવારે મોડી રાત્રે કિશોરીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. કિશોરીએ દરવાજો ખોલી ચારેયને ઘરમાં લઈ લીધા હતા. ત્યાં ચારેય છોકરાઓએ કુહાડી અને અન્ય હથિયારો વડે કિશોરીના પિતા પર હુમલો કર્યો હતો.
મૃતકના પડોશીઓએ નજીકના યલહંકા પોલીસ સ્ટેશનને ઘટના અંગે જાણ કરી હતી. પોલીસને લોહીથી લથપથ લાશ મળી આવી હતી.
બાળકીનાં માતા સીવણકામ કરે છે અને કર્ણાટકના કલબુર્ગીનાં વતની છે. કિશોરીના મૃત પિતા બિહારના રહેવાસી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની પુત્રી નજીકની પ્રી-યુનિવર્સિટી (ઇન્ટરમીડિયેટ) કૉલેજમાં અભ્યાસ કરે છે. કિશોરીની બીજી 11 વર્ષની બહેન શાળામાં અભ્યાસ કરે છે.

પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, TWITTER/C K BABA
ઉત્તર-પૂર્વ બેંગલુરુના ડીસીપી સીકે બાબાએ બીબીસી હિન્દી સાથે આ વાત કરતા કહ્યું, "આ એક જટિલ મામલો છે. કિશોરીની માતાને ખબર હતી કે તેનો પતિ તેની પુત્રીનું યૌનશોષણ કરી રહ્યો છે."
"તેની પુત્રીના યૌનશોષણની પ્રથમ ઘટનાના સમયથી જ તેની માતાને આ બાબતની જાણ હતી. માતાએ તેના પતિ સાથે આ વિષયના અનુસંધાને વાત કરી હતી, પરંતુ તેમના પ્રયત્નો નિરર્થક ગયા. મામલો એ તબક્કે પહોંચ્યો કે તેના પતિ સાથેના સંબંધો વણસી ગયા હતા."
ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસને તે રાત્રે કિશોરીની પૂછપરછ દરમિયાન તેની ભૂમિકા શંકાસ્પદ લાગતી હતી.
બાદમાં કિશોરીએ કબૂલ્યું હતું કે તેના મિત્રોએ તેના પિતાની હત્યા કરી હતી. કેસને અંજામ આપ્યા બાદ તેના મિત્રો ઘરેથી ભાગી ગયા હતા.
આરોપ છે કે કિશોરીએ પિતાની હત્યા બાદ તેની નાની બહેનને જગાડી અને પછી બંને બહેનોએ મળીને મદદ માટે બૂમો પાડી. મોટી બહેને પાડોશીઓને એવું કહ્યું હતું કે તેના પિતા પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો છે.
ડીસીપીએ કહ્યું, "અમે દસ કલાકમાં આ કેસના તમામ આરોપીઓને પકડી લીધા છે. આ છોકરાઓના કિશોરીના ઘરમાં પ્રવેશ અને બહાર નીકળ્યાનાં સીસીટીવી ફૂટેજમાં પૂરતા પુરાવા છે."
તમામ આરોપીઓને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કર્યા બાદ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












