#20thYearOfNaMo : મોદીના મૌન પર સવાલ કોણ અને કેમ ઉઠાવી રહ્યું છે?

2007માં અમદાવાદમાં રેલીમાં અડવાણી સાથે નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP

ઇમેજ કૅપ્શન, 2007માં અમદાવાદમાં રેલીમાં અડવાણી સાથે નરેન્દ્ર મોદી
    • લેેખક, અપૂર્વ કૃષ્ણ
    • પદ, બીબીસી સંવાદદાતા

#20thYearOfNaMo ટ્વિટર પર બુધવારે સવારથી આ હૅશટેગ ટ્રેન્ડમાં જળવાઈ રહ્યો છે.

અને તેનું કારણ આ છે- આજથી બરાબર બે દાયકા અગાઉ વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળી હતી.

એટલે કે નરેન્દ્ર મોદીને આજે સત્તા પર 19 વર્ષ પૂર્ણ થયાં છે અને મોદીરાજના 20મા વર્ષની શરૂઆત થઈ છે.

7 ઑક્ટોબર, 2001ના રોજ મોદી ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા.

આ એ વર્ષ હતું જ્યારે ગુજરાત ભુજમાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સંકટમાં હતું, જેમાં લગભગ વીસ હજાર લોકોનાં મૃત્યુ નિપજ્યાં હતાં.

આ કુદરતી આફત પછી ગુજરાતમાં ભાજપ સરકારમાં અસંતોષ પેદા થયો અને તેનું કારણ એ આવ્યું કે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈ પટેલને ગાદી પરથી હઠાવીને નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રીપદે બેસાડી દીધા.

મોદી મુખ્ય મંત્રી બન્યા તેને હજુ માંડ પાંચ મહિના થયા હતા તેવામાં ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં, તેમની ભારે ટીકા થઈ, ભારે દબાણ પણ આવ્યું, છતાં મોદી ટકી રહ્યા.

ડિસેમ્બરમાં રાજ્યમાં ચૂંટણી થઈ અને ભાજપના જબરજસ્ત વિજયની સાથે મોદીના નેતૃત્વ પર પસંદગીની મહોર લાગી ગઈ. ભાજપે 182માંથી 127 બેઠકો પર વિજય મેળવીને પ્રચંડ બહુમત પ્રાપ્ત કર્યો.

ત્યારપછી મોદીની આગેવાની હેઠળ ભાજપે 2007 અને 2012ની ચૂંટણીમાં પણ સરળતાથી સત્તા જાળવી રાખી. ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી લાંબા સમય સુધી મુખ્ય મંત્રી રહેનારા મોદીનું ગુજરાત મૉડલ ઘણું જાણીતું બન્યું.

2013માં પાર્ટીએ મોદીને પોતાના વડા પ્રધાનપદના ઉમેદવાર ઘોષિત કર્યા અને ત્યારપછીનાં વર્ષે મોદીએ સામાન્ય ચૂંટણીમાં પોતાનો વિજયરથ ચલાવ્યો અને સમગ્ર ભારતની જવાબદારી સંભાળવા માટે દિલ્હી કૂચ કરી.

2019માં પણ મોદીનો વિજયરથ ક્યાંય અટક્યો નહીં, તેઓ સતત બીજી વખત વડા પ્રધાન બન્યા.

line

#20thYearOfNaMo

અમિત શાહ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA

ઇમેજ કૅપ્શન, અમિત શાહ અને નરેન્દ્ર મોદી

સાતમી ઑક્ટોબરને વડા પ્રધાન મોદીના સમર્થકોએ સોશિયલ મીડિયા પર એક મહત્ત્વનો દિવસ બનાવી દીધો છે. પક્ષથી લઈએ સરકારના તમામ મંત્રીઓ તથા કાર્યકર્તા-સમર્થકો તેમનાં ગુણગાન કરી રહ્યા છે.

પક્ષપ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ લખ્યું છે, “ભારતના રાજનીતિક ઇતિહાસમાં 7 ઑક્ટોબર, 2001ની તારીખ એક માઇલસ્ટોન સમાન છે, જ્યારે મોદીજીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી લઈને દરેક વખતે અગાઉના વિજય કરતા વધારે મોટો વિજય, અગાઉ કરતાં વધારે મોટું સમર્થન, લોકપ્રિયતામાં સતત આગેકૂચ કરી છે.”

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતમાં મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે તેમના ગૃહમંત્રી રહેલા અને હવે મોદી વડા પ્રધાન છે ત્યારે પણ તેમના ગૃહમંત્રી બનેલા અમિત શાહે પણ શુભેચ્છાઓ પાઠવતા ટ્વીટ કરી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમણે લખ્યું છે, “કોઈ ખરા અર્થમાં 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને સમજી શકે છે, તો તે @narendramodi જી છે. પોતાના દૂરદર્શી વિચારોથી તેઓ એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે સશક્ત, આધુનિક અને આત્મનિર્ભર હોય. એક જનપ્રતિનિધિના સ્વરૂપમાં તેમના 20મા વર્ષે હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.”

ભારતીય જનતા પક્ષે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ મારફત વડા પ્રધાનની સિદ્ધિઓની યાદી આપીને અનેક ટ્વીટ કર્યા છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

એક ટ્વીટમાં તેમને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો ફ્રેન્કલિન રુઝવેલ્ટ, બિલ ક્લિન્ટન, જ્યૉર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા, બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચર, ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સુઆ મિતરાં અને જર્મનીના ભૂતપૂર્વ ચાન્સલર હેલમુટ કૉલ સાથે પણ સરખાવવામાં આવ્યા છે.

એટલે કે એકંદરે સોશિયલ મીડિયા પર મોદી સરકારના 20મા વર્ષની ચર્ચા ટ્રેન્ડમાં છે.

line

હાથરસ મુદ્દે મૌનના કારણે સવાલ

2019માં શપથગ્રહણ બાદ હસ્તાક્ષર કરતાં નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, 2019માં શપથગ્રહણ બાદ હસ્તાક્ષર કરતાં નરેન્દ્ર મોદી

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં જે સમાચાર ટ્રેન્ડ કરી રહ્યા છે એટલે કે જે સમાચાર અખબારોનાં પાનાંથી લઈને ટીવીના પડદા પર ચમકી રહ્યા છે તે છે હાથરસની ઘટના.

ઉત્તરપ્રદેશમાં એક દલિત પરિવારની દીકરી પર થયેલા અત્યાચારે માત્ર દેશને જ હચમચાવી દીધો છે એવું નથી, પરંતુ સંયુક્ત રાષ્ટ્રે પણ તેના અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેને ભારતે અનાવશ્યક ગણાવી છે.

પરંતુ આ દરમિયાન સવાલ એ પેદા થાય છે કે સંયુક્ત રાષ્ટ્રની ટિપ્પણી ભલે અનાવશ્યક લાગે, પરંતુ શું આવી કોઈ ઘટના પર વડા પ્રધાન કંઈક બોલે તે જરૂરી નથી?

રાહુલ ગાંધીએ એક દિવસ અગાઉ જ પંજાબમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું, “એક છોકરી સાથે રેપ થાય છે અને સમગ્ર વહીવટીતંત્ર તેના પરિવારને નિશાન બનાવે છે. પરંતુ દેશના વડા પ્રધાન એક શબ્દ પણ બોલતા નથી.”

દલિત સંગઠન ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદે પણ વડા પ્રધાનની ચૂપકીદી પર સવાલ ઉઠાવીને પૂછ્યું, “હાથરસની જંગલિયાત અંગે મોદીજી ચૂપ કેમ છે? જે ઉત્તરપ્રદેશથી તેઓ બીજી વખત સંસદમાં પહોંચ્યા છે તે જ યુપીમાં હાથરસ પણ છે શું પીએમ એ વાત નથી જાણતા? અમારી બહેનને કચરાની જેમ બાળવામાં આવી તેના પર મૌન શા માટે?”

હાથરસ મામલામાં વડા પ્રધાનની ચૂપકીદી અંગે બીજા ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે, સોશિયલ મીડિયા પર પણ સતત ટિપ્પણીઓ થઈ રહી છે.

પરંતુ હાથરસ એ એકમાત્ર એવો કિસ્સો નથી જ્યાં વડા પ્રધાન કંઈક બોલે તેવી અપેક્ષા રાખવામાં આવી હોય અને છતાં તેઓ મૌન રહ્યા હોય.

line

વડા પ્રધાનનું બોલવું આવશ્યક?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પરંતુ વડા પ્રધાન શા માટે બોલતા નથી? તેમનું બોલવું આવશ્યક છે કે અનાવશ્યક?

રાજનીતિક વિશ્લેષકો માને છે કે હાથરસ જેવી ઘટના વિશે વડા પ્રધાન કંઈક બોલે તેવી અપેક્ષા રાખવી એ તાર્કિક પણ નથી અને વ્યવહારુ પણ નથી.

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ જણાવે છે, “તમે એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો)ના આંકડા જોશો તો જણાશે કે દેશમાં દર કલાકે બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. વડા પ્રધાન દરેક મુદ્દા પર બોલવા લાગશે તો તેના સિવાય બીજું કામ જ નહીં રહે. તેમનો પક્ષ બોલી રહ્યો છે, મુખ્ય મંત્રી બોલી રહ્યા છે, ઘટનાની તપાસ થઈ રહી છે, પછી વડા પ્રધાને આ વિશે શા માટે બોલવું જોઈએ?”

તેઓ આમાં બીજી એક મુશ્કેલી તરફ ધ્યાન દોરતા જણાવે છે, “ધારો કે તેઓ આ ઘટના અંગે બોલે, 10 દિવસ પછી ફરી કંઈક થશે તો તેમના પક્ષના લોકો કહેશે કે યુપીની ઘટના અંગે તમે બોલ્યા, હવે રાજસ્થાનની ઘટના વિશે કેમ નથી બોલતા અથવા મધ્યપ્રદેશ કે છત્તીસગઢની ઘટના વિશે શા માટે નથી બોલતા, તેથી વડા પ્રધાન જો બોલવાનું શરૂ કરી દેશે તો પછી મુશ્કેલી પેદા થશે.”

વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડનીસ માને છે કે આ મામલામાં વડા પ્રધાન પાસેથી તેઓ કંઈક બોલે તેવી અપેક્ષા રાખવી યોગ્ય નથી, તેઓ કંઈક બોલે તો પણ તેનાથી ખાસ ફરક નહીં પડે.

તેઓ કહે છે, “આ વિશે તમે શું બોલી શકો છો? એ જ ને કે રાજ્ય સરકારે યોગ્ય કામગીરી કરી છે કારણ કે તેઓ રાજ્ય સરકારની ટીકા તો કરી નહીં શકે. તેથી જેમજેમ ભાજપનું વર્ચસ્વ વધતું જશે તેમતેમ આપણે જોઈશું કે મોદીજી સ્વયં કંઈ નહીં બોલે, ખાસ કરીને જ્યારે આવા વિવાદ હોય તેવા સમયે. ”

અદિતિ જણાવે છે કે આવા મામલામાં ચૂપ રહેવા પાછળ નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી તરીકેના પોતાના અનુભવો પણ એક કારણ હોઈ શકે છે.

અદિતિ કહે છે, “તેઓ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે અટલજીએ કહ્યું હતું કે મુખ્ય મંત્રીને મારે એટલો જ સંદેશ છે કે રાજધર્મનું પાલન થવું જોઈએ, તેથી તેથી તેમણે સ્વયં આ અનુભવ્યું છે. તેમને કદાચ લાગતું હશે કે મુખ્ય મંત્રીઓને પોતાની રીતે પોતાનું કામ કરવા દેવા જોઈએ.”

પ્રદીપ સિંહ કહે છે કે વિપક્ષ જરૂર ઇચ્છશે કે વડા પ્રધાન એવા મુદ્દા પર બોલે જેનાથી સરકાર મુશ્કેલીમાં આવી શકે છે, પરંતુ કોઈ પણ વડા પ્રધાન આ જાળમાં ફસાવાનું શા માટે ઇચ્છશે. તેઓ એક જૂની ઘટનાની યાદ અપાવતા કહે છે, “આનું સૌથી મોટું ઉદાહરણ રાજીવ ગાંધી છે. બૉફોર્સ મામલે વિપક્ષો આરોપ લગાવતા ગયા અને તેઓ જવાબ આપતા ગયા. આખરે શું થયું, નારા લાગવા લાગ્યા કે ગલી ગલી મેં શોર હૈ, રાજીવ ગાંધી ચોર હૈ.”

line

“મનમોહન પણ મૌન હતા”

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Hindustan times

અહીં એક સવાલ એ પણ પેદા થાય છે કે મોદી ચૂપ રહે તો તેમને સવાલ પૂછવામાં આવે છે, પરંતુ શું મોદી અગાઉના વડા પ્રધાનો આવા મામલા પર બોલતા હતા?

અદિતિ ફડનીસ તેના જવાબમાં કહે છે, “ક્યાં બોલતા હતા? આટલો મોટો નિર્ભયાકાંડ થયો, મનમોહન સિંહ કંઈ બોલ્યા ન હતા.”

તેઓ કહે છે કે રાજનીતિમાં ચૂપ રહેવાની રણનીતિ બહુ જૂની છે, બધા લોકો મુશ્કેલીના સમયમાં તેને અપનાવતા રહે છે.

અદિતિ યાદ અપાવે છે કે લૉકડાઉનના સમયે પ્રવાસીઓની સમસ્યા વિશે પણ વડા પ્રધાન કંઈ બોલ્યા ન હતા, જે સંપૂર્ણપણે અવ્યવસ્થા હતી. જીએસટી મુદ્દે પણ રાજ્ય સરકારોએ કેન્દ્રની સામે અભિયાન શરૂ કર્યું છે, તેના પર પણ તેઓ ચૂપ છે.

તેઓ કહે છે કે જ્યારે રાજ્ય સરકારોનો મામલો હોય ત્યારે તેઓ ભાજપના નેતા બની જાય છે.

અદિતિ કહે છે, “તેઓ મમતા બેનરજીની જોરદાર ટીકા કરે છે, પરંતુ પ્રવાસીસંકટ પર નીતીશ કુમારની ટીકા જેવી કોઈ વાત નહોતી કરી. શિવસેના અંગે પણ તેઓ કંઈ નથી બોલ્યા, જ્યારે શિવસેનાએ તેનો સૂર ઘણો ઊંચો કર્યો હતો, કારણ કે તેમને લાગતું હશે કે શિવસેના ગમે ત્યારે પરત આવી શકે છે, તો પછી તેની સાથે સંબંધ શા માટે બગાડવા.”

line

મોદી અને મીડિયા

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

પરંતુ વિશ્લેષકો એ વાત જરૂર કહે છે કે મીડિયા સાથે સંવાદના મામલે બીજા વડા પ્રધાનો કરતા મોદી જુદા પ્રકારના છે.

પ્રદીપ સિંહ જણાવે છે કે મોદીએ સ્વયં તેનું કારણ જણાવ્યું હતું.

તેઓ કહે છે, “મોદીએ કહ્યું કે 2002નાં રમખાણો પછી 2007 સુધી તેમણે મીડિયાના તમામ સવાલોના જવાબ આપ્યા. પરંતુ તેમનું કહેવું છે કે લોકો એ જ લખતા રહ્યા જે તેમણે લખવું હતું. હું શું કહું છું તેનાથી કોઈ ફરક નથી પડતો. તેથી ત્યાર પછી તેમણે વાત કરવાનું બંધ કરી દીધું.”

અદિતિ ફડનીસ જણાવે છે કે મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં મોદી બહુ મિલનસાર હતા, મીડિયા સાથે ભળતા હતા અને તેનો ઉપયોગ પણ કરતા હતા.

તેઓ કહે છે, “આ બહુ જટિલ મુદ્દો છે. મોદી સરકાર જ નહીં, તમામ સરકારો મીડિયાને તેમના માર્ગના કાંટા સમાન ગણતી આવી છે.”

પ્રદીપ સિંહ કહે છે, મોદીને એમ પણ લાગતું હશે કે, “મીડિયાના વિરોધ છતાં હું અહીં સુધી પહોંચ્યો છું તો હું તેમના પર શા માટે ધ્યાન આપું, શા માટે સમય બગાડું.”

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો