કોરોના વાઇરસ : મનમોહન સિંહે ભારતને મંદીમાંથી બહાર કાઢવા આપી આ ત્રિસૂત્રી ફૉર્મ્યુલા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસવાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભૂતપૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે બીબીસી સાથેની મુલાકાતમાં ભારતને કોરોના વાઇરસને કારણે ઊભા થયેલાં આર્થિક સંકટમાંથી બહાર કાઢવા અંગે વાતચીત કરી.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના કહેવા પ્રમાણે ભારતે કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલાં નુકસાનમાંથી ઊભા માટે ત્રણ પગલાં "તત્કાળ" લેવા જોઈએ.
ડૉ.મનમોહન સિંહ ભારતીય અર્થતંત્રમાં થયેલાં સુધારાઓના શિલ્પી તરીકે જાણીતા છે અને હાલ તેઓ ભારતના મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમણે બીબીસી સાથે આ અઠવાડિયે ઇ-મેઇલ દ્વારા વાતચીત કરી હતી. કોરોના વાઇરસના કારણે તેમનો ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ ના થઈ શક્યો અને તેમણે વીડિયો કૉલની પણ ના કહી દીધી.
અમારી ચર્ચામાં તેમણે એવા ત્રણ પગથિયાં બતાવ્યા જેથી સરકાર આગામી દિવસમાં સંક્રમણકાળમાંથી બહાર આવી શકે અને આવનારા વર્ષોમાં આર્થિક સ્થિતિ ફરીથી સામાન્ય થઈ શકે.
પ્રથમ, સરકારે "સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકોની આજીવિકા સુરક્ષિત રહે અને તેમની ખર્ચશક્તિ નોંધપાત્ર રીતે સીધી રોકડ દ્વારા વધારવાની હોય".
બીજું, "સરકાર દ્વારા ચલાવાતા ક્રૅડિટ ગૅરંટી પ્રોગ્રામ્સ" હેઠળ ધંધાઓને પૂરતી મૂડી ઉપલબ્ધ કરાવવી જોઈએ.
ત્રીજું, સરકારે નાણાંકીય વિભાગને "સંસ્થાકીય સ્વાયત્તતા અને પ્રક્રિયાઓ" દ્વારા ઠીક કરવો જોઈએ.
ભારતની અર્થવ્યવસ્થા મહામારીની શરૂઆત થઈ તે પહેલાંથી જ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી હતી. 2019-20માં જીડીપીનો દર 4.2%નો હતો, જે લગભગ એક દાયકામાં સૌથી નીચી સપાટીએ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાંબા અને પજવનારા લૉકડાઉન પછી હવે અર્થતંત્ર ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે, પરંતુ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને ભવિષ્ય અનિશ્ચિત લાગે છે.
ગુરૂવારે, ભારત કોરોના વાઇરસના બે મિલિયનથી વધારે કેસ નોંધવનારો દુનિયાનો ત્રીજો દેશ બન્યો.
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે ભારતનો જીડીપી આંક 2020-21માં સંકોચાશે, જે 1970 પછીની સૌથી ખરાબ મંદી તરફ લઈ જશે.
ડૉ. મનમોહન સિંહે કહ્યું, "હું ઉદ્ધત રીતે 'મંદી' જેવા શબ્દ વાપરતો નથી. પરંતુ આને ઊંડુ અને લાંબું ઇકૉનૉમિક સ્લોડાઉન કહીશ," જે 'અટળ' છે.
તેમણે કહ્યું, "આ ઇકૉનૉમિક સ્લોડાઉન માનવીય કટોકટીના કારણે ઊભું થયું છે. આને આર્થિક આંકડા અને પદ્ધતિઓ સાથે જોડીને જોવાની જગ્યાએ સમાજની લાગણીને ધ્યાનમાં રાખીને જોવાની જરૂરિયાત છે."
ડૉ.મનમોહન સિંહે નજીવા શબ્દોમાં ભારતની આર્થિક સંકુચિતતાને લઈને અર્થશાસ્ત્રીઓમાં બનેલી સર્વસંમતિને દર્શાવતા કહ્યું, "જો આવું થાય તો સ્વતંત્ર ભારતમાં પહેલીવાર બનશે".
"હું આશા રાખું કે સર્વસંમતિ ખોટી હોય." તેમણે કહ્યું.
ભારતે કોરોનાવાઇરસને ફેલાતો અટકાવવા માટે માર્ચ મહિના અંતમાં ઘણું વહેલું વહેલું લૉકડાઉન લાગુ કર્યું.
ઘણા માને છે કે લૉકડાઉનનો તાકીદે અમલ કરવામાં આવ્યો અને શહેરોમાંથી કામકાજ માટે સ્થળાંતર કરનારા કરોડો કામદારોની ઉપેક્ષા કરવામાં આવી.
ડૉ. મનમોહનસિંહ માને છે કે ભારતે બીજા દેશોએ કર્યું તેવું કરતું હતું અને કદાચ તે સમયે લૉકડાઉન અનિવાર્ય પસંદગી હતી."
તેઓ કહે છે,"પરંતુ સરકારે લૉકડાઉનને લઈને આપેલો આંચકો અને ધાકના અભિગમથી લોકોને ભારે પીડા થઈ છે. અચાનક જાહેરાત અને લૉકડાઉનનું આકરાપણું વિચારહીન અને સંવેદનહીન હતું."
"આ પ્રકારની જાહેર આરોગ્યની કટોકટીઓનો સામનો સ્થાનિક સંચાલકો અને જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થાનિક રીતે, કેન્દ્રની વ્યાપક માર્ગદર્શિકાઓ સાથે શ્રેષ્ઠ રીતે વ્યવહાર કરવામાં આવે છે. સંભવત: આપણે હવે જલદી કોરોના વાઇરસ સામેની લડાઈને રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રને સોંપી દેવી જોઈએ."

ખાનગી ક્ષેત્રમાં રોકાણ 15 વર્ષના તળિયે

ઇમેજ સ્રોત, Getty Images
1991માં ભારતે નાદારી નોંધાવ્યા પછી બૅલેન્સ સીટને સરખી કરીને 30 વર્ષ પહેલાં નાણા મંત્રી તરીકે ડૉ. મનમોહન સિંહે ભારતના આર્થિક સુધારાના પ્રોગ્રામની 1991માં શરૂઆત કરી હતી.
તેઓ કહે છે કે 1991ની કટોકટીએ વૈશ્વિક પરિબળો દ્વારા પ્રેરિત ઘરેલું સંકટ હતું. "પરંતુ આજની આર્થિક પરિસ્થિતિ તેની સર્વવ્યાપકતા, પ્રમાણ અને ઊંડાઈમાં અભૂતપૂર્વ છે."
તેમણે કહ્યું, "બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ આખું વિશ્વ હવે આવી સુમેળપૂર્ણ રીતે બંધ રહ્યું નથી"
એપ્રિલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે 266 અબજ ડૉલર (212 અબજ પાઉન્ડ)ની પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી, જેમાં અર્થવ્યવસ્થાને શરૂ કરવા માટે વિવિધ પગલાં અને સુધારાઓનો સમાવેશ થાય છે.
ભારતની સેન્ટ્રલ બેંકે પણ લૉન પર રેટ કટ અને ચૂકવણીમાં મુદત વધારવાની યોજના આપી.
ટૅક્સમાં ઘટાડાની સાથે અર્થશાસ્ત્રીઓમાં ચર્ચામાં છે કે રોકડની અગવડ ભોગવતી સરકાર સીધાં ટ્રાન્સફર માટે નાણાં, બીમાર બૅન્કોને વધુ મૂડી અને વ્યવસાયોને ધિરાણ આપવા માટે કેવી રીતે સમર્થ બનશે? ડૉ. મનમોહન સિંહ જવાબ આપે છે, કરજ લઈને.
તેમણે જણાવ્યું કે કરજ લેવું અનિવાર્ય છે. "જો આપણે સૈન્ય, આરોગ્ય અને આર્થિક પડકારોને પહોંચી વળવા માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 10% વધારાના ખર્ચવા પડશે તો પણ તે કરવું જ જોઈએ. "
તેમણે સ્વીકાર્યું કે તેનાથી ભારતના દેવા અને જીડીપીના રેશિયોમાં તફાવત વધશે, પરંતુ જો ઉધાર લેવાથી "જીવન, સરહદો, લોકોની આજીવિકાને બચાવી શકાય અને આર્થિક વિકાસને વેગ આપી શકાય તો તેનું મૂલ્ય યોગ્ય છે."
તેમણે કહ્યું, "આપણને કરજ લેવાની શરમ હોવી જોઈએ નહીં પરંતુ આપણે તે કરજના ઉપયોગને લઈને દૂરંદેશી બનવાની જરૂરિયાત છે."
ભારતે પોતાના સ્થાનિક માર્કેટ માટે વધારે ઉત્પાદન કરવાની જરૂર છે.

ભૂતકાળમાં, આઈએમએફ અને વર્લ્ડ બૅન્ક જેવી બહુપક્ષીય સંસ્થાઓમાંથી ભારત લોન લેતું તેને ભારતની આર્થિક નબળાઈની નિશાની ગણવામાં આવતી હતી. પરંતુ હાલ ભારત "અન્ય વિકાસશીલ દેશોની તુલનામાં તાકાતને જોરે ઉધાર લે છે તેમ ગણાય છે."
બહુપક્ષીય સંસ્થાઓમાંથી ઉધાર લેનાર તરીકે ભારતનો ટ્રેક રેકર્ડ દોષરહિત છે, આવી સંસ્થાઓ પાસેથી કરજ લેવું તે નબળાઈની નિશાની નથી."
ઘણા દેશોએ દેશની આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે સરકારી ખર્ચમાં ભંડોળ પૂરું પાડવા માટે નાણાં છાપવાનું નક્કી કર્યું છે, અને કેટલાક અગ્રણી અર્થશાસ્ત્રીઓએ ભારત માટે આ જ સૂચન કર્યું છે. અન્યોએ એ ભય ઊભો કર્યો છે કે વધુ નાણાં પુરવઠો ફુગાવા તરફ દોરી જશે.
1990ના દાયકાના મધ્યભાગ સુધી નાણાકીય ખાધને પહોંચી વળવા ચલણની માત્રા વધારવી એ ભારતની મધ્યસ્થ બૅન્ક માટે સામાન્ય બાબત હતી. જોકે, ડૉ. સિંહે કહ્યું, ભારત આ પ્રથાથી આગળ નીકળી ગયું છે. "નાણાકીય શિસ્ત લાવવા, ભારતીય રિઝર્વ બૅન્કે સરકારથી અલગ વિચારી મોટે ભાગે નાણાનો ગેરવાજબી પ્રભાવોને રોક્યો."
તેમણે કહ્યું,"હું જાણું છું કે વધારે પૈસા સપ્લાય કરવાથી ફુગાવો વધશેનો પરંપરાગત ખ્યાલ હવે વિક્સિત દેશોમાં લાંબા સમય સુધી માન્ય રહેશે નહીં."
"પરંતુ ભારત જેવા દેશોમાં, કેન્દ્રિય બૅન્કની સંસ્થાકીય સ્વાયત્તતાના ભોગ ઉપરાંત, ચલણને બેકાબૂ રીતે છાપવાની અસર ચલણના મૂલ્ય, વેપાર અને આયાતી ફુગાવા પર પડશે."
ડૉ. સિંહે કહ્યું કે, તેઓ ખાધને પહોંચી વળવા વધારે પૈસા છાપવાનો ઇનકાર કરી રહ્યા નથી, પરંતુ "ફક્ત તે સૂચન આપે છે કે તેના માટેનો અવરોધ ખૂબ ઊંચો આવે અને જ્યારે બીજા બધા વિકલ્પ સમાપ્ત થઈ જાય ત્યારે તેને અંતિમ ઉપાય તરીકે વાપરવો જોઈએ".
તેમણે ભારત સામે ચેતવણી આપી હતી કે કેટલાક અન્ય દેશો વધુ સંરક્ષણવાદી બની આયાત પર ઊંચા વેપાર અવરોધો માટે ડ્યૂટી લાદશે.
તેમણે કહ્યું કે, છેલ્લા ત્રણ દાયકામાં ભારતની વેપાર નીતિએ "ફક્ત ટોચ પર જ નહીં પરંતુ વસતીનાં તમામ વર્ગમાં ખૂબ જ મોટો આર્થિક લાભ ઊભો કર્યો હતો."
ભારતમાં આગળ આવી રહેલાં ઉચ્ચ મધ્યમ વર્ગ પાસે નક્કર અવશિષ્ટ આવક છે
એશિયાના ત્રીજા મોટા અર્થતંત્ર તરીકે ભારતની સ્થિતિ 1990ના દાયકાની સરખામણીએ ઘણી મજબૂત છે. મેં ડૉ. સિંહને પૂછ્યું કે શું આ તાકાત મહામારી સમાપ્ત થયા પછી ભારતને આર્થિક રીતે સદ્ધર થવામાં મદદ કરશે.
એમણે કહ્યું કે "ભારતનો જીડીપી 1990માં હતો તેના કરતા 10 ઘણો વધારે મજબૂત છે. અને ભારતે 300 મિલિયન કરતાં પણ વધારે લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. જેથી હા, ભારતનું અર્થતંત્ર સ્વભાવે ઘણું મજબૂત છે"
પરંતુ તે વૃદ્ધિનું નોંધપાત્ર ડ્રાઇવર એ ભારતનો બાકીના વિશ્વ સાથેનો વેપાર હતો. આ ગાળામાં ભારતના જીડીપીમાં વૈશ્વિક વેપારનો હિસ્સો લગભગ પાંચગણો વધ્યો છે.
ડૉ. સિંહે કહ્યું, "ભારત હવે બાકીના વિશ્વ સાથે ઘણું વધારે સુગ્રથિત છે."
આમ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં જે થાય છે તેની ભારતની અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર પડશે. આ મહામારીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઘણો મોટો ગોબો પડ્યો અને જે ભારત માટે ચિંતાનું મોટું કારણ છે.
આખરે, કોરોના વાઇરસની મહામારીની અર્થતંત્ર પર પડેલી સંપૂર્ણ અસર અને તેમાંથી સ્વસ્થ થવા માટે દુનિયા કેટલો સમય લેશે તે હજી સુધી કોઈ જાણતું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કોરોનાએ ડૉ.સિંહ જેવા અનુભવી અર્થશાસ્ત્રીઓના અનુભવને સામે પણ મોટો પડકાર ફેંક્યો છે.
તેમણે કહ્યું કે, અગાઉની કટોકટી એ મૅક્રોઇકૉનૉમિક સંકટ હતું, જેના માટે સાબિત થયેલાં આર્થિક સાધનો હતા. "હવે મહામારીને કારણે આર્થિક સંકટ સર્જાયું છે જેણે સમાજમાં ભય અને અનિશ્ચિતતા પેદા કરી છે, અને આ કટોકટીનો સામનો કરવા માટે આર્થિક સાધન તરીકે નાણાકીય નીતિ બુઠ્ઠી સાબિત થઈ રહી છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












