You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના રાજસ્થાનના ધારાસભ્યોને ગુજરાત ખસેડાયા, વિધાનસભા સત્ર પહેલાં ડર? - TOP NEWS
રાજસ્થાનમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે વિધાનસભા સત્ર પહેલાં ભાજપમાં ડરનો માહોલ હોવાનું ચર્ચામાં છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ રાજસ્થાન ભાજપમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણના ડરને કારણે અમુક ધારાસભ્યોને ગુજરાત ખસેડ્યા છે.
અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની સરકાર હોવાને કારણે ભાજપ અમુક ધારાસભ્યોને ગુજરાત મોકલવાનું સુરક્ષિત માને છે.
બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો પાર્ટી છોડીને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા, તે અંગેની અરજી પર 11 ઑગસ્ટે રાજસ્થાન હાઈકોર્ટમાં સુનાવણી થશે.
ઇન્ડિયા ટુડે સૂત્રોને ટાંકતાં લખે છે કે જો આ ધારાસભ્યોનાં સભ્યપદ રદ થાય તો કૉંગ્રેસ ભાજપના ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી શકે છે.
આ પહેલાં બુધવારે પૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે દિલ્હીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યાં હોવાનું જાણવા મળે છે.
જોકે આ આખા પ્રકરણમાં તેમની ચૂપકીદી અંગે અનેક પ્રકારે રાજકીય અર્થઘટન કરવામાં આવી રહ્યા છે.
આ અહેવાલ મુજબ ભાજપના પાંચ ધારાસભ્યોને ઉદયપુરથી ગુજરાત શિફ્ટ કર્યા હોવાનું જણાવાયું છે, જેમાં અમૃતલાલ મીણા, બાબુલાલ ખરાડી, ધર્મનારાયણ જોશી, ફૂલસિંહ મીણા અને પ્રતાપ ગામેતી સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ભાજપના વરિષ્ઠ નેતા અને વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાને ગુજરાત નથી ખેસડવામાં આવ્યા.
આત્મનિર્ભર ગુજરાત માટે નવી ઔદ્યોગિક નીતિ
ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી છે.
આ પહેલાં 2015માં જાહેર કરાયેલી ઔદ્યોગિક નીતિ લાગુ હતી, જેની સમયસીમા ડિસેમ્બર 2019માં પૂરી થઈ હતી, પરંતુ તેને લંબાવવામાં આવી હતી.
ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ વિજય રૂપાણીએ કહ્યું કે નોકરીઓના સર્જન માટે પ્રયત્નો કરવામાં આવશે, અનેક સેક્ટર્સને મદદ કરવામાં આવશે, સ્ટેટ ઑફ ધ આર્ટ ટેકનૉલૉજી અપનાવવામાં આવશે અને આત્મનિર્ભર ગુજરાતની દિશામાં આગળ વધતાં ઉત્પાદકતા વધારવા માટે ઇન્ડસ્ટ્રીયલ 4.0 નીતિને અપનાવવામાં આવશે.
આ અહેવાલ મુજબ ઉદ્યોગોને બે શ્રેણીમાં મૂકવામાં આવશે એક કોર સેક્ટર અને બીજું સનરાઇઝ સેક્ટર.કો
ર સેક્ટરમાં એ ઉદ્યોગોને મૂકવામાં આવશે, જેમાં ગુજરાત અગ્રણી રહ્યું છે અને સનરાઇઝ સેક્ટરમાં એ ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવશે, જેમાં વિકાસની સંભાવનાઓ છે. આવાં ઉદ્યોગોને મદદ કરવામાં આવશે.
મોટાં ઉદ્યોગોને ગુજરાતમાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ લગાવવા માટે કૅપિટલ સબસિડીના રૂપમાં કુલ રોકાણના 12 ટકાની મદદ કરવા આવશે.
એ સિવાય એમએસએમઈ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધામાં ઊભા રહી શકે એ યોગ્ય બનાવવા માટે મદદ આપવામાં આવશે.
'રિયા ચક્રવર્તી પૂછપરછમાં સહયોગ નથી કરતાં'
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી શુક્રવારે ઈડી સામે હાજર થયાં હતાં.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં ઇડીના અધિકારીઓના હવાલાથી નોંધ્યું છે કે રિયા ચક્રવર્તી પૂછપરછમાં સહકાર નથી આપી રહ્યાં.
સુશાંતસિંહના પિતા કે. કે. સિંહ દ્વારા પટણામાં દાખલ કરાવાયેલી ફરિયાદમાં રિયા ચક્રવર્તી સહિત અન્યોની વિરુદ્ધ આરોપો કરવામાં આવ્યા છે.
હવે ઈડી નાણાકીય બાબતોમાં રિયા ચક્રવર્તી, તેમના ભાઈ અને અન્યો સાથે પૂછપરછ કરી રહી છે.
રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તી, પિતા અને તેમના પૂર્વ મૅનેજર શ્રુતિ મોદીને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતાં.
રિયાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને સુશાંતના પિતા દ્વારા પટણામાં દાખલ કરાવવામાં આવેલા કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની વિનંતી કરી છે. આ અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી થશે.
ભારત લેબનનને મદદ પહોંચાડવાની તૈયારીમાં
લેબનનની રાજધાની બૈરૂતમાં વિનાશકારી ધડાકા પછી ભોજન અને દવાઓની કમી થવાનો ડર છે અને ભારત મદદ માટે આગળ આવી રહ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભારત લેબનન માટે મદદ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
બૈરૂતના ઍરપૉર્ટ પર અમોનિયમ નાઇટ્રેટના જથ્થાને કારણે ભયંકર ધડાકો થયો હતો, જેમાં ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે 137 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પાંચ હજાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બૈરૂતના ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ધમાકામાં પાંચ ભારતીય લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમની હાલત સ્થિર છે.
લેબનનમાં ભારતીય રાજદૂત સુહેલ અજાઝ ખાન અને તેમની ટીમ લેબનન તથા ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે અને ધમાકા પછી જરૂરિયાતની વસ્તુઓની યાદી તૈયાર કરી રહ્યા છે.
લેબનનમાં ચાર હજાર ભારતીયો છે, જે મોટાભાગે હોટલ અને કંસ્ટ્રક્શન પ્રૉજેક્ટમાં કામ કરતા હોય છે.
આ ધમાકાને કારણે શહેરમાં આવેલા સૌથી મોટા અનાજભંડાર પણ નષ્ટ થઈ ગયા છે. ગ્રાઉન્ડ ઝીરો પર 1,20,000 ટનની ક્ષમતાવાળા એક ભંડારમાં બધો સ્ટૉક નષ્ટ થઈ ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો