તાનાજી : શિવાજીના 'સિંહ'ની કહાણી જેમની ભૂમિકા બદલ અજય દેવગણને નેશનલ ઍવૉર્ડ મળ્યો

ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, UNIVERSAL PR

    • લેેખક, રોહન નામજોશી
    • પદ, બીબીસી મરાઠી

બોલીવૂડના 'સિંઘમ' તરીકે ખ્યાતનામ અભિનેતા અજય દેવગણને 68મા રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ્સમાં તાન્હાજી : ધ અનસંગ વૉરિયર ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઍવૉર્ડ મળ્યો હતો.

આ સાથે જ અભિનેતા સૂરિયા સૂરરઈ પોત્રુ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અપાયો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

તાનાજી એ છત્રપતિ શિવાજીની સેનાના એક મરાઠા સરદાર હતા. આ ફિલ્મમાં તાનાજીની ભૂમિકામાં અજય દેવગણ હતા. આજે આ ઐતિહાસિક વીર અને તેમના જીવન સાથે જોડાયેલા એ ઐતિહાસિક યુદ્ધની કથા આ અહેવાલમાં તમને જણાવીશું.

આ એ યુદ્ધની કહાણી છે, જેને બહાદુરીપૂર્વક લડીને શૂરવીર તાનાજી માલુસરેએ સિંહગઢનો કિલ્લો તો જીતી લીધો હતો, પણ એ જીત મેળવવામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

શિવાજી મહારાજને તેમના આ યોદ્ધાના મોતના સમાચાર મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું, "ગઢ આલા, પણ સિંહ ગેલા." આ મરાઠી વાક્યનો અર્થ એ થાય કે આપણે કિલ્લો તો જીતી લીધો, પણ આપણો સિંહ ગુમાવી દીધો.

આ કથાની શરૂઆત સિંહગઢ કિલ્લાનું નામ કૌંધાના હતું એ દોરથી થાય છે.

લગભગ સાડા સાતસો મિટરની ઊંચાઈ પર બનાવવામાં આવેલા આ કિલ્લા પર રાજપૂત કમાન્ડર ઉદયભાનનું રાજ ચાલતું હતું.

શિવાજી એ કિલ્લાને ફરી જીતવા ઇચ્છતા હતા અને તેની જવાબદારી તેમણે તાનાજીને સોંપી હતી.

ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, UNIVERSAL PR

તાનાજી શિવાજીના આદેશનું પાલન કરવા પોતાના સૈનિકો સાથે કિલ્લાની નજીક પહોંચી ગયા હતા. તાનાજીએ આ લડાઈ માટે રાતનો સમય પસંદ કર્યો હતો.

એ રાતે તાનાજી તેમના સૈનિકો સાથે કિલ્લાની નીચે એકઠા થયા હતા. કિલ્લાની દીવાલો એટલી ઊંચી હતી કે તેના પર આસાનીથી ચડવું શક્ય ન હતું. તદ્દન સીધું ચડાણ હતું.

બીજું કંઈ ન સૂઝ્યું એટલે તાનાજી તેમના ચાર-પાંચ બહાદુર સૈનિકો સાથે ઉપર ચડવાનું શરૂ કર્યું.

ધીમેધીમે ઉપર ચડતાં તાનાજી કિલ્લાની નજીક પહોંચી ગયા. એ પછી તેઓ પોતાની સાથે જે દોરડું લાવ્યા હતા તેને એક ઝાડ સાથે બાંધ્યું અને દોરડું નીચે ફેંક્યું.

તેથી બીજા સૈનિકો પણ ઉપરના કિલ્લા સુધી ચડી શક્યા હતા.

સિંહગઢના યુદ્ધના નામે વિખ્યાત આ યુદ્ધની આ વિગત મહારાષ્ટ્ર સરકારની 'બાલભારતી' દ્વારા પ્રકાશિત ચોથા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપેલી છે.

હવે તાનાજીની બહાદુરી અને આ યુદ્ધ વિશે એક ફિલ્મ બની હતી, જેમાં અજય દેવગણ તાનાજીની ભૂમિકા ભજવી હતી.

line

કિલ્લો જીતવાનું કેટલું મુશ્કેલ હતું?

ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, UNIVERSAL PR

કહેવાય છે કે જ્યારે શિવાજી તરફથી કિલ્લો જીતવાનો આદેશ મળ્યો, ત્યારે તાનાજી તેમના પુત્રના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા, પણ શિવાજીનો આદેશ મળતાંની સાથે જ તાનાજીએ કહ્યું હતું કે કિલ્લો જીતી લઈએ પછી લગ્નની વાત કરીશું.

દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર અનિરુદ્ધ દેશપાંડે આ યુદ્ધ પાછળની કહાણી જણાવે છે.

અનિરુદ્ધ દેશપાંડે કહે છે, "આ કિલ્લો 1665માં મોગલ સામ્રાજ્ય અને શિવાજી વચ્ચે થયેલી 'પુરંદર સંધિ' હેઠળ ઔરંગઝેબને મળ્યો હતો. તેની સાથે એના જેવા અન્ય 23 કિલ્લા પણ મોગલોને મળ્યા હતા."

1665ની સંધિ પછી શિવાજી ઔરંગઝેબને મળવા આગરા ગયા હતા, પણ ત્યાં શિવાજીને બંદી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી કોઈક રીતે મુક્ત થઈને શિવાજી મહારાષ્ટ્ર પહોંચ્યા હતા.

તેમણે 'પુરંદર સંધિ'નો અસ્વીકાર કર્યો હતો અને પોતાના તમામ 23 કિલ્લાઓ ફરી જીતવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

અનિરુદ્ધ દેશપાંડે કહે છે, "સિંહગઢનો કિલ્લો વ્યૂહાત્મક રીતે બહુ જ મહત્ત્વનો હતો. એ સમયે ઉદયભાન રાઠોડ નામના એક રાજપૂત સેનાપતિ કિલ્લાનું રક્ષણ કરતા હતા."

"બીજી તરફ તાનાજીની સાથે તેમના ભાઈ સૂર્યા માલુસરે પણ હતા."

line

એક દ્વાર પૂણે તરફ અને બીજું કલ્યાણ તરફ

આ કિલો પૂણે શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 20 કિલોમીટર દૂર આવેલા હવેલી તાલુકામાં આવેલો છે.

કિલ્લાનું એક દ્વાર પૂણે તરફ અને બીજું દ્વાર કલ્યાણ તરફ ખૂલે છે.

બાલભારતી દ્વારા પ્રકાશિત પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે તાનાજીએ કિલ્લા પર ચડાઈ કરી, ત્યારે સૂર્યાજી તેમની સેના સાથે કિલ્લાના કલ્યાણ દ્વાર પર પહોંચી ગયા હતા અને દરવાજો ખૂલવાની પ્રતિક્ષા કરતા હતા.

આ વિશે ઉદયભાનને ખબર પડી, ત્યારે બન્ને જૂથો વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ હતી.

દરમિયાન તાનાજીના કેટલાક સૈનિકોએ અંદર જઈને કલ્યાણ દ્વાર ખોલી નાખ્યું હતું અને સૂર્યાજીના સૈનિકો કિલ્લામાં પહોંચી ગયા હતા.

તાનાજી અને ઉદયભાણ વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું હતું, પરંતુ ઉદયભાને તાનાજી પર છલાંગ લગાવી હતી અને ઉદયભાને મારેલા ફટકાને કારણે તાનાજીની ઢાલ તૂટી ગઈ હતી.

એ પછી પણ બન્ને એકમેકની સામે લડતા રહ્યા હતા અને આખરે ત્યાં જ બન્નેનું મોત થયું હતું.

તાનાજીને મરતા જોઈને મરાઠા સૈનિકો ભાગવા લાગ્યા હતા. એ દરમિયાન સૂર્યાજી ત્યાં પહોંચ્યા હતા. તેમણે તાનાજીને જમીન પર પડેલા નિહાળ્યા હતા.

ભાગતા મરાઠા સૈનિકોને સૂર્યાજીએ કહ્યું હતું કે, તમારા સેનાપતિ લડતાંલડતાં મૃત્યુ પામ્યા છે અને તમે ભાગી રહ્યા છો, પણ મેં નીચે ઊતરવાનું દોરડું કાપી નાખ્યું છે એટલે હવે કિલ્લા પરથી કૂદીને મોત પામો અથવા તમારા દુશ્મનો પર જોરદાર પ્રહાર કરો.

line

કિલ્લા પર ચડવા વિશેની થિયરી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

આ યુદ્ધ બાબતે એવી એક થિયરી પ્રવર્તે છે કે મરાઠાસેનાએ કિલ્લા પર ચડવા માટે એક મોટી ગરોળીનો સહારો લીધો હતો. એ ગરોળી સાથે દોરડું બાંધવામાં આવ્યું હતું.

એ ગરોળી કિલ્લાની ઉપર પહોંચી ગઈ એ પછી સૈનિકોએ કિલ્લા પર ચડવાનું શરૂ કર્યું હતું.

જોકે અનિરુદ્ધ દેશપાંડે આ થિયરી સાથે સહમત નથી.

એક અન્ય લેખક સ્ટિવન ગોર્ડને પણ તેમના પુસ્તક 'ધ મરાઠાઝ'માં લખ્યું છે કે કિલ્લા પરથી નીચે ફેંકવામાં આવેલા દોરડા વડે સૈનિકો ઉપર ચડ્યા હતા.

line

આ કિલ્લો ખાસ શા માટે હતો?

કિલ્લો

ઇમેજ સ્રોત, ROHIT KHARE

કોંધાના કિલ્લા વિશે કહેવાતું હતું કે પૂણે તેનું જ હશે, જેની પાસે આ કિલ્લો હશે.

એ સમયે તાનાજીએ આ કિલ્લો જીત્યો એટલે શિવાજીએ કિલ્લાનું નામ બદલીને સિંહગઢ કિલ્લો રાખ્યું હતું.

તાનાજીએ આ કિલ્લો જીત્યાના થોડા સમય બાદ ઔરંગઝેબે ફરી તે કિલ્લો જીતી લીધો હતો.

એ પછી નાવજી બાલકાવડેએ તાનાજીની માફક જ લડીને આ કિલ્લો ફરી જીત્યો હતો.

આખરે મહારાણી તારાબાઈએ ઔરંગઝેબ સામે લડીને આ કિલ્લા પર વિજય મેળવ્યો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3