એ બીમારી જેના લીધે યુવતી કરોડોની કંપનીની માલિક બની ગઈ

    • લેેખક, સારા ફિન્લે
    • પદ, બિઝનેસ રિપોર્ટર

જ્યુલસ મિલર કહે છે કે તેઓ એટલા બીમાર થઈ ગયાં હતાં કે તેમને આંતરિક રક્તસ્રાવ થતો હતો.

તેઓ કહે છે, "હું થાકેલી હતી, મારી ચરબી વધી ગઈ હતી. મારું જીવન સામાન્ય લોકો જેવું ન હતું. ત્યારે મેં ખોરાક, વેલનેસ અને પૂરક આહાર વિશે વિચારવાનું શરૂ કર્યું."

જ્યુલ્સ મિલ્લરે પોતાના દાદા સાથે મળીને સપ્લીમૅન્ટ્સ પર સંશોધન શરૂ કર્યું હતું.

ઇમેજ સ્રોત, ROB NORTHWAY

ઇમેજ કૅપ્શન, જ્યુલસ મિલરે પોતાના દાદા સાથે મળીને સપ્લિમૅન્ટ્સ પર સંશોધન શરૂ કર્યું હતું.

વાત છે વર્ષ 2015ની. લંડનમાં એક તણાવગ્રસ્ત જીવન જીવી રહેલાં જ્યુલ્સ ત્યારે 25 વર્ષનાં હતાં. તેમને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ નામની બીમારી થઈ હતી, જેને IBS પણ કહેવામાં આવે છે.

તેમણે કેટલાક સપ્લિમૅન્ટ લેવાનું ચાલુ કર્યું અને વિચાર્યું કે તેનાથી તેઓ ઠીક થઈ જશે, પણ કંઈ ન થયું. કેટલાક લોકોના કારણે તેમને ખરાબ અનુભવો થતા હતા. તેમને લાગ્યું કે તેઓ જે ગોળીઓ લેતાં હતાં તે નકામી હતી.

આવી સ્થિતિમાં આપણે તણાવમાં આવી જઈએ છીએ અને ગુસ્સો પણ કરીએ છીએ. પણ જ્યુલ્સ પાસે એક ગુપ્ત હથિયાર હતું.

તેમના દાદા યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં એક કૅમિસ્ટ હતા, પોતાના દાદા સ્વર્ગીય પ્રોફેસર જ્યૉર્જ મિલરની સાથે તેમણે આ દિશામાં સંશોધન શરૂ કર્યું.

31 વર્ષનાં ઉંમરે પહોંચેલાં જ્યુલસ કહે છે કે, "મને ખૂબ સારી માહિતી મળી હતી. ઘણી એવી બ્રાન્ડ હતી જે લોકોને ઉપયોગી લાગે હતી. પણ તેમાં એવી સામગ્રી હતી જેનાથી બીજી સરો પણ થતી હતી, જે તબીબી સંશોધનથી પ્રમાણિત થયેલી વાત હતી."

line

નેચરલ સપ્લિમૅન્ટ બિઝનેસ

ન્યૂના પ્રાથમિક પ્રૉડક્ટને ડિબ્લોટ નામ અપાયું હતું. આ એક એવું સપ્લીમૅન્ટ હતું જે IBSને હળવું કરતું હતું

ઇમેજ સ્રોત, THE NUE CO

ઇમેજ કૅપ્શન, ન્યૂની પ્રાથમિક પ્રૉડક્ટને ડિબ્લોટ નામ અપાયું હતું

દાદા સાથેના આ સંશોધનકાર્ય બાદ જ્યુલસ પ્રભાવિત થયાં અને પોતાનો નેચરલ સપ્લિમૅન્ટનો બિઝનેસ શરૂ કર્યો. વર્ષ 2017માં તેમણે 'ન્યૂ' લૉન્ચ કર્યું. આજે આ બિઝનેસનો વાર્ષિક વેપાર 10 મિલિયન ડૉલર સુધી પહોંચ્યો છે. જ્યુલસ કહે છે કે આ વર્ષે 2019ની સરખામણીએ વેચાણ છ ગણું વધ્યું છે.

જ્યુલસ અડધા કૉલમ્બિયન છે અને તેમનો જન્મ લંડનમાં થયો હતો. પરંતુ જ્યારે તેઓ નાનાં હતાં, ત્યારે તેમનો પરિવાર દક્ષિણ અમેરિકા જતો રહ્યો હતો. તેમની માતૃભાષા સ્પેનિશ છે. જ્યારે તેઓ સાત વર્ષનાં હતાં ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે લંડન પરત ફર્યાં હતાં.

સ્કૂલમાં શિક્ષણ મેળવ્યા બાદ તેમણે બર્મિંઘમ યુનિવર્સિટીમાં ફિલૉસૉફીનો અભ્યાસ કર્યો હતો. પછી તેમણે લંડનમાં ઍડ્વર્ટાઇઝિંગની દુનિયામાં ઝંપલાવ્યું હતું. 'ન્યૂ' લૉન્ચ કર્યું તે પહેલાં શાકાહારી ભોજન કંપની ડિટોક્સ કિચનના બિઝનેસ ડેવલપમૅન્ટ હેડ હતાં.

જ્યુલસ કહે છે કે જ્યારે તેમણે ન્યૂની શરૂઆત કરી હતી ત્યારે તેમને કોઈ ડર ન હતો.

line

સંશોધન

આ કંપની મોટાભાગે ઑનલાઇન બિઝનેસ કરે છે પણ હવે તેની ન્યૂયૉર્કમાં પોતાની દુકાન પણ છે.

ઇમેજ સ્રોત, THE NUE CO

ઇમેજ કૅપ્શન, આ કંપની મોટાભાગે ઑનલાઇન બિઝનેસ કરે છે પણ હવે તેની ન્યૂ યૉર્કમાં પોતાની દુકાન પણ છે.

તેઓ કહે છે, "જો હું અત્યારે બીજો વેપાર પણ શરૂ કરું તો કદાચ મારામાં એટલો આત્મવિશ્વાસ નહીં હોય, જેવો એ વખતે હતો. હું બહું સ્વમાની હતી. હું એ ચીજોની યાદી બનાવતી જેના વિશે મને કોઈ માહિતી નહોતી. મને લાગતું કે આ વ્યક્તિ પાસે જવાબ હોઈ શકે છે તો હું તે વ્યક્તિને ઈ-મેઇલ કરતી."

તે દરમિયાન તેમનો સંપર્ક બે લોકો સાથે થયો. એક હતાં નેટલી મસ્સેનેટ જેઓ ફૅશન કંપની નેટ-એ-પૉર્ટરનાં સંશોધક હતાં અને બીજી વ્યક્તિ હતા હાર્વે સ્પેવેક જેઓ અમેરિકી ફિટનેસ કંપની ઇક્વિનોક્સના માલિક હતા. સદ્ભાગ્યે જ્યુલસને બંને તરફથી જવાબ મળ્યો હતો અને તેમણે સલાહ પણ આપી હતી.

line

અમેરિકન માર્કેટ

વીડિયો કૅપ્શન, એ પિતા જે 10 વર્ષથી સાઇકલ પર દીકરીઓના જીવ બચાવવાની જંગ લડી રહ્યા છે INSPIRING

ન્યૂની પ્રાથમિક પ્રૉડક્ટને ડિબ્લોટ નામ અપાયું હતું. આ એક એવું સપ્લિમૅન્ટ હતું જે IBSને હળવું કરતું હતું અને જ્યુલસને લાગતું હતું કે તેની તેમની પર અસર થઈ છે.

બીજી વસ્તુઓ પણ શોધાઈ, જેમ કે વિટામિન્સ અને હાલ જ સ્કિન ટ્રીટમૅન્ટની વસ્તુઓ પણ લૉન્ચ કરાઈ છે. શરૂઆતમાં આ કંપની કૅમ્બ્રિજમાં ચાલુ કરવામાં આવી હતી. વેચાણના પહેલા વર્ષમાં જ તે ન્યૂયૉર્ક પહોંચી ગઈ હતી. જ્યુલસ કહે છે કે અમેરિકા આ માટે સૌથી મોટું માર્કેટ છે.

"આશરે 80 ટકા અમેરિકન લોકો એવા છે, જેઓ વિટામિન અને અન્ય સપ્લિમૅન્ટ લે છે. જ્યારે બ્રિટનના લોકોનો ઝુકાવ તેના તરફ ઓછો છે."

વૈશ્વિક સ્તરે સપ્લિમૅન્ટનું સેક્ટર પ્રગતિ કરી રહ્યું છે. ગત વર્ષે જાહેર થયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2026 સુધી તેનું વાર્ષિક વેચાણ 210 બિલિયન ડૉલર જેટલું થઈ શકે છે, જે વર્ષ 2018માં 125 બિલિયન ડૉલરનું હતું.

ન્યૂ કંપનીની શરૂઆત 2017માં થઈ હતી. ત્યારે તેની પ્રોડક્ટનું વેચાણ વેબસાઇટ પર થતું હતું. પરંતુ આજે તેની પ્રૉડક્ટ ઘણા રિટેઇલર્સ પાસે છે અને તેમની પોતાની દુકાન પણ ન્યૂયૉર્કમાં છે.

ગયા વર્ષે કંપનીએ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવ્યું હતું.

ઇમેજ સ્રોત, THE NUE CO

ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે કંપનીએ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવ્યું હતું.

આ વેપારમાં કુલ 11.5 મિલિયન ડૉલરનું ફંડિંગ સુરક્ષિત કરી લેવાયું છે, તેમાં યુનિલિવર જેવી કંપનીનો પણ સમાવેશ થાય છે. આ ફંડિંગમાં જ્યુલસ અને તેમના પતિ ચાર્લી ગોવર સૌથી મોટા શૅરહોલ્ડર છે. જ્યુલસના પતિ ચીફ ઑપરેટિંગ ઑફિસર છે, જ્યારે જ્યુલસ ચીફ ઍક્ઝિક્યુટીવ છે.

એક બ્રિટિશ ન્યૂટ્રીશનલ થૅરાપિસ્ટ કૅરોલિન પેય્ટન કહે છે કે એ સારું છે કે એક કંપની એ જણાવે છે કે તેમની પ્રોડક્ટમાં ખરેખર શું હોય છે.

તેઓ કહે છે, "ઘણા ઓછા લોકો એ સમજે છે કે તેમના સપ્લિમૅન્ટમાં પોષકતત્ત્વો સિવાય બીજી કઈ સામગ્રી જાય છે. તેના વિશે સ્પષ્ટતા હોવી એ ઇન્ડસ્ટ્રી માટે સારી વાત છે. ઓછી કિંમત ધરાવતી વસ્તુઓ માટે હંમેશાં માર્કેટ ખુલ્લું હોય છે. પરંતુ ઘણા લોકો શુદ્ધતા માટે વધારે પૈસા આપવા માટે તૈયાર હોય છે."

ખોરાક પૂરતો લેવા કેટલા જરૂરી છે? યુકેની નેશનલ હેલ્થ સર્વિસ સલાહ આપે છે કે જો તમને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ નથી મળતો, તો તમારે વિટામિન ડીની ગોળી લેવી જોઈએ. કેમ કે આપણા શરીરમાં વિટામિન ડી ત્યારે બને છે, જ્યારે આપણને સૂર્યપ્રકાશ મળે છે.

line

બીજાં વિટામિન અને પોષકતત્ત્વો મેળવવા સારો ખોરાક ન લેવો જોઈએ?

શું મોટાભાગના લોકોને વિટામિન અને સપ્લીમૅન્ટની જરૂર હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું મોટાભાગના લોકોને વિટામિન અને સપ્લીમૅન્ટની જરૂર હોય છે?

બ્રિટિશ ન્યુટ્રીશન ફાઉન્ડેશનનાં પ્રવક્તા કહે છે, "સામાન્યપણે જો સંતુલિત અને અલગ-અલગ આહાર ખાઓ તો તેનાથી પૂરતાં વિટામિન, ખનીજ અને બીજાં પોષકતત્ત્વો મળી રહે છે જેની આપણને જરૂર હોય છે. સપ્લિમૅન્ટનો ઉપયોગ ખોરાકના પૂરક તરીકે ન થવો જોઈએ."

"કેટલાક કેસોમાં સપ્લિમૅન્ટ લેવાનું કહેવામાં આવે છે. જેમકે ગર્ભાવસ્થા દરમિયાન ફૉલિક એસિડની ગોળીઓ."

જ્યુલસ કહે છે આ બધું તેના પર આધારિત છે કે કયું સપ્લિમૅન્ટ તમારા પર કામ કરે છે.

'ન્યૂ' દ્વારા ગયા વર્ષે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું, જેમાં લોકોને તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા કહેવામાં આવ્યું હતું. આ અભિયાનનું નામ હતું 'તમે ખરેખર કેવા છો?'

તેમાં એ મુદ્દા પર વાત કરવામાં આવી હતી કે વેલનેસ સેક્ટર માત્ર લોકોના શારીરિક દેખાવ પર કામ કરી રહ્યું છે.

જ્યુલસ કહે છે કે, "અમે ઇચ્છીએ છીએ કે લોકો પોતાના શરીરની સાંભળે, મારી જેમ દરેકની પોતાની વ્યક્તિગત કહાણી હોય છે."

તેઓ કહે છે કે હજુ કેટલીક નવી પ્રૉડક્ટ બની રહી છે. અને "અમે જરૂરી વાતચીત કરવા હંમેશાં તૈયાર છીએ, જેમ કે સુંદરતા, વેલનેસ અને માનસિક સ્વાસ્થ્ય."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન