ભારતનું એ મંદિર જેનું શિખર પહેલાં બાંધ્યું પછી તળિયું, કેવી રીતે તૈયાર થયું હશે?

કેતવન કુદયાવરી મંદિર એક જ વિશાળ ખડકમાંથી બનાવવામાં આવ્યું છે
ઇમેજ કૅપ્શન, કેતવન કુદયાવરી મંદિર એક જ વિશાળ ખડકમાંથી બનાવવામાં આવ્યું છે
    • લેેખક, એમ સુબા ગોમતી
    • પદ, બીબીસી તામિલ માટે
ગ્રે લાઇન

તામિલનાડુના તૂતુકુડી જિલ્લાના કલગકુમલાઈમાં આવેલું કેતવન કુદયાવરી મંદિર એક જ વિશાળ ખડકમાંથી બનાવવામાં આવ્યું છે અને તે દક્ષિણ ભારતના 'ઈલોરા' નામે ઓળખાય છે.

આ મંદિરનું નિર્માણકાર્ય આઠમી સદીમાં રાજા મરાંજદયન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેને અધુરું છોડી દેવામા આવ્યું હતું. કળાનું આ પ્રતીક તામિલનાડુ સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે.

કલગકુમલાઈનું પ્રાચીન નામ અરાઈમલાઈ છે. કેતવન મંદિર ઈગલ હિલની પૂર્વ બાજુએ આવેલું છે.

આઠમી સદીમાં પુદુકોટ્ટાઇથી કન્યાકુમારી સુધી પાંડ્યા રાજાઓનું શાસન હતું અને મદુરાઇ તેમની રાજધાની હતી. તેથી કેતવન મંદિરનું નિર્માણ પ્રાચીન રાજાઓએ આઠમી સદીના મધ્યમાં કરાવ્યું હશે, એમ પુરાતત્વવિદ્ વેદચલમે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “ઈગલ હિલ્સની આ બાજુથી માત્ર કુદૈવરા મંદિર જ નહીં, પરંતુ અનેક જૈન શિલ્પ પણ જોવા મળે છે. તામિલનાડુમાં બીજે ક્યાંય આટલા મોટા પ્રમાણમાં જૈન શિલ્પો જોવા મળતાં નથી.” શિલાલેખો સૂચવે છે કે પરંતક નેદુંજદાયણ અથવા પ્રથમ વરાગુણ પાંડિયન સમયગાળા દરમિયાન અહીં જૈન વિદ્યાની સ્થાપના કરવામાં આવી હતી.

ગ્રે લાઇન

તે દક્ષિણ ભારતનું ઈલોરા શા માટે કહેવાય છે?

કલગકુમલાઈનું પ્રાચીન નામ અરાઈમલાઈ છે. કેતવન મંદિર ઈગલ હિલની પૂર્વ બાજુએ આવેલું છે
ઇમેજ કૅપ્શન, કલગકુમલાઈનું પ્રાચીન નામ અરાઈમલાઈ છે. કેતવન મંદિર ઈગલ હિલની પૂર્વ બાજુએ આવેલું છે

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સ્થિત કૈલાસનાથ મંદિર અને ઈલોરા ગુફાઓની રચના કલગકુમલાઈ કેતવન મંદિરના આધારે કરવામાં આવી હતી. તેથી તેને દક્ષિણ ભારતનું ઈલોરા કહેવામાં આવે છે.

એ ઉપરાંત કેતવન મંદિરનું નિર્માણ એક જ ખડકમાંથી કોતરીને બનાવવામાં આવેલું કુદૈવર મંદિર છે. દક્ષિણ ભારતનાં અન્ય એકેય મંદિરમાં પથ્થરમાંથી બનેલો ગુંબજ નથી. આ વિશેષતા બીજા એકેય કુદૈવર મંદિરમાં જોવા મળતી નથી.

સામાન્ય રીતે મંદિરના નિર્માણ વખતે પહેલાં પાયો નાખવામાં આવે છે અને પછી નીચેથી ઉપર એમ બાંધકામ કરવામાં આવે છે, પરંતુ કેતવન મંદિરનું નિર્માણ ઉપરથી નીચે કરવામાં આવ્યું હતું.

કોઈ પણ પાયા વિના ખડકને ચોરસ આકારમાં 7.50 મીટરની ઊંડાઈ સુધી કાપવામાં આવ્યો હતો અને તેના મધ્ય ભાગમાં કાસ્કેટ બનાવવામાં આવી હતી. પછી ટોચ, છત, ફરસ અને દિવાલ ખડક કાપીને બનાવવામાં આવ્યા હતાં.

અહીંની તમામ મૂર્તિ એક જ ખડકમાંથી કોતરવામાં આવેલી છે. તેની સાથે અન્ય કોઈ કોતરણી જોડાયેલી નથી. તે જમીનમાં ખોદકામ કરીને શોધી કાઢવામાં આવેલું હોય તેવું મંદિર લાગે છે.

ગ્રે લાઇન

મિની કૈલાસ ચેતવન મંદિર

કેતવન મંદિરનું નિર્માણ આઠમી સદીના મધ્યમાં થયું હોવાનું માનવામાં આવે છે
ઇમેજ કૅપ્શન, કેતવન મંદિરનું નિર્માણ આઠમી સદીના મધ્યમાં થયું હોવાનું માનવામાં આવે છે

અહીં પ્રમુખ દેવતા તરીકે શિવજી બિરાજમાન હોય તેવાં અનેક ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ પૈકીનું સૌથી મહત્ત્વપૂર્ણ મંદિર ઔરંગાબાદમાં આવેલું કૈલાસનાથ મંદિર છે. તેને ઈલોરા ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે.

કૈલાસ મંદિરનું નિર્માણ આઠમી સદીમાં રાષ્ટ્રકુટ રાજા કૃષ્ણ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે કૈલાસ પર્વતની બાજુમાં આવેલું છે. એ મંદિરનું નિર્માણ પણ એક ઊભા ખડકને કોતરીને કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

સંશોધન દર્શાવે છે કે આ કૈલાસ મંદિરના નિર્માણ માટે 20 વર્ષમાં લગભગ 40 લાખ ટનનો વિશાળ ખડક કાપવામાં આવ્યો હતો.

કેતવન મંદિર સમાન પેટર્નમાં કોતરવામાં આવેલું એક અધુરું મંદિર છે. તેને દક્ષિણના ઈલોરા ઉપરાંત મિની કૈલાસ મંદિર પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં પ્રમુખ દેવતા તરીકે શિવ બિરાજમાન છે.

કૈલાસનાથ મંદિરની જેમ અહીં પણ શિવ અને પાર્વતીની મૂર્તિઓ પૂર્વ તરફના શિખર પર કોતરેલી છે. શિવ-પાર્વતી એકમેકની સાથે વાર્તાલાપ કરતાં હોય એ રીતે તેની કોતરણી કરવામાં આવી છે.

ગ્રે લાઇન

મંદિરનાં શિલ્પ અને અજાયબીઓ

આ કૈલાસ મંદિરના નિર્માણ માટે 20 વર્ષમાં લગભગ 40 લાખ ટનનો વિશાળ ખડક કાપવામાં આવ્યો હતો
ઇમેજ કૅપ્શન, આ કૈલાસ મંદિરના નિર્માણ માટે 20 વર્ષમાં લગભગ 40 લાખ ટનનો વિશાળ ખડક કાપવામાં આવ્યો હતો

કેતવન મંદિર ઉપરથી નીચે સુધી કોતરવામાં આવ્યું છે અને તેની કોતરણી વધુ જટિલ છે.

કુદૈવરા મંદિરોનું નિર્માણ સામાન્ય રીતે ટેકરી અથવા ખડકની બાજુમાંથી શરૂ થતું હોય છે, પરંતુ કેતવન મંદિરના કિસ્સામાં ઊભી ટેકરીની ટોચ ઉપરથી નીચે સુધી કળશ, શિખર, છત અને ભોંયતળિયું કોતરવામાં આવ્યાં છે.

કેતવન મંદિરમાં પણ શિખર, ગર્ભગૃહ અને મંડપમ છે. આ મંદિર અધુરું બંધાયેલું છે, પરંતુ તેનું શિખર સંપૂર્ણ છે. આ મંદિરના ગર્ભગૃહમાં ગણેશ ભગવાનની મૂર્તિ બાદમાં મૂકવામાં આવી હતી.

ગ્રે લાઇન

શિખર અને શિલ્પ

કેતવન મંદિરની ટોચ પર વેક્તી રક્ષકો, વનરાગા સ્ત્રીઓ અને વેક્તી સ્ત્રીઓનાં શિલ્પો છે. એ પૈકીના મોટાભાગના કાળક્રમે નષ્ટ થયાં છે
ઇમેજ કૅપ્શન, કેતવન મંદિરની ટોચ પર વેક્તી રક્ષકો, વનરાગા સ્ત્રીઓ અને વેક્તી સ્ત્રીઓનાં શિલ્પો છે. એ પૈકીના મોટાભાગના કાળક્રમે નષ્ટ થયાં છે

એક જ પથ્થરમાંથી ઉપરથી નીચે સુધી બનાવવામાં આવેલા આ મંદિરના શિખરમાં પણ ઝીણવટભરી કોતરણી જોવા મળે છે. કેતવન મંદિરમાં ઉમા-મકેશ્વરન, દક્ષિણામૂર્તિ, તિરુમલ અને બ્રહ્માની મૂર્તિ શિલ્પોના સ્વરૂપમાં કોતરણી વડે બનાવવામાં આવી છે.

ચારેય ખૂણે નંદીની મૂર્તિ મૂકવામાં આવી છે. તેની નીચે નાળી અને કપોતમ છે. વરસાદી પાણી બહાર વહી જાય એટલા માટે ગર્ભગૃહની દિવાલ બહાર કપોતનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

શિખર પર પશ્ચિમ બાજુએ વિષ્ણુ, ઉત્તર બાજુએ બ્રહ્મા અને દક્ષિણ બાજુએ દક્ષિણામૂર્તિનું શિલ્પ છે.

ગ્રે લાઇન

મૃદંગમ સાથે દક્ષિણામૂર્તિ

કેતવન મંદિરની ટોચે દક્ષિણ દિશામાં દક્ષિણામૂર્તિનું શિલ્પ કોતરવામાં આવ્યું છે
ઇમેજ કૅપ્શન, કેતવન મંદિરની ટોચે દક્ષિણ દિશામાં દક્ષિણામૂર્તિનું શિલ્પ કોતરવામાં આવ્યું છે

કેતવન મંદિરની ટોચે દક્ષિણ દિશામાં દક્ષિણામૂર્તિનું શિલ્પ કોતરવામાં આવ્યું છે. વ્યાજ્ઞાન મુદ્રામાં જણાવ્યા અનુસાર, દક્ષિણામૂર્તિ શિવ મંદિરોમાં સામાન્ય રીતે દક્ષિણ દિશામાં બિરાજમાન હોય છે, પરંતુ કેતવન મંદિરમાં મૃદંગમ દક્ષિણામૂર્તિનું સ્થાન વિશેષ છે.

આ બાબતે ટિપ્પણી કરતાં સંશોધક વેદચલમે કહ્યું હતું, “દક્ષિણ દિશાના દેવતા દક્ષિણામૂર્તિ ગુરુ તરીકે ઋષિઓને યોગ તથા વિવેકવિચારનો ઉપદેશ આપતા હતા એવું માનવામાં આવે છે. દક્ષિણામૂર્તિ જટાંગના શિક્ષક હોવાનું પણ કહેવાય છે. મંદિરોમાં તેઓ મહારાજ લીલાસન, અર્થપદ્માસન અને ઉત્ક્રુતિક્કા આસન વગેરે જેવા યોગાસનની તેમજ વ્યાખ્યાન મુદ્રામાં બિરાજે છે.”

તેમણે ઉમેર્યું હતું, “યોગ અને વિવેકવિચાર ઉપરાંત દક્ષિણામૂર્તિ કળામાં પણ નિપુણ છે. તેઓ સંગીતપ્રેમી છે. તામિલનાડુમાં ભક્તિસંગીતના વિકાસમાં તેમની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. તે મુજબ, વિશ્વને સત્યની જાણ કરવા માટે દક્ષિણામૂર્તિની તેમના હાથમાં મૃદંગમ હોય તેવી મૂર્તિ બનાવવામાં આવી છે. લાલગુડીમાં દક્ષિણામૂર્તિ વીણા સાથે બિરાજમાન છે.”

ગ્રે લાઇન

દિશાઓના રક્ષકો

તામિલનાડુમાં બીજે ક્યાંય આટલા મોટા પ્રમાણમાં જૈન શિલ્પો જોવા મળતાં નથી
ઇમેજ કૅપ્શન, તામિલનાડુમાં બીજે ક્યાંય આટલા મોટા પ્રમાણમાં જૈન શિલ્પો જોવા મળતાં નથી

દિશાઓ પર શાસન કરતા દેવતાઓને દિશારક્ષક કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં મંદિરોની દિવાલો તથા છત પર આવા દેવતાઓની પ્રતિમાઓ કોતરવામાં આવતી હતી.

કેતવન મંદિરની ટોચ પર વેક્તી રક્ષકો, વનરાગા સ્ત્રીઓ અને વેક્તી સ્ત્રીઓનાં શિલ્પો છે. એ પૈકીના મોટા ભાગનાં કાળક્રમે નષ્ટ થયાં છે.

તામિલનાડુમાં જૈન પ્રભાવ

કેતવન મંદિરની પાસે અનેક પ્રાચીન જૈન સ્થાપત્ય જોવા મળે છે. તામિલનાડુમાં જૈન શિલ્પોનો સૌથી મોટો સંગ્રહ અહીં મળી આવે છે. ડુંગરના ઢોળાવ પર જૈન તિર્થંકરોનાં શિલ્પો કોતરેલાં છે.

અહીં જૈન વિચારધારાનો અભ્યાસ પણ કરાવવામાં આવતો હતો. આ શિલ્પો પ્રાચીન રાજા પરંતક નેદુનજાદયાના શાસન કાળમાં શિલાલેખોમાંથી કોતરવામાં આવ્યાં હતાં.

મમલ્લાપુરમ શૈલીના રથ

પ્રતીકાતમક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાતમક તસવીર

દરિયા કાંઠે આવેલું મમલ્લાપુરમ મંદિર પલ્લવ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. પંચરથ પલ્લવોના સૂક્ષ્મ સ્થાપત્યનું એક સ્વરૂપ છે. પાંચ પાંડવ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, અને સહદેવ તથા તેમનાં પત્ની દ્રૌપદી એ તમામનાં રથ સાથેના શિલ્પો એક ગ્રેનાઈટ ખડકમાં કોતરવામાં આવ્યાં છે.

એવી જ રીતે કેતવન મંદિરનું શિખર પણ એક જ ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું હોવાનું સંશોધક વેદચલમે જણાવ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન