165 વર્ષ પહેલાં જમીનમાંથી નીકળેલા 21 ફૂટ ઊંચા તેલના ફુવારાએ દુનિયા આખીને કેવી રીતે બદલી નાખી?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ટિમ હરફોર્ડ
- પદ, બીબીસી
1859ની સાલમાં 27 ઑગસ્ટની આ વાત છે. અમેરિકન વેપારી એડવિન ડ્રેકને એક મૅસેજ મળ્યો, જેને વાંચીને તેઓ બેકાબૂ બની ગયા. મૅસેજમાં લખ્યું હતું, "પોતાનું દેવું ચૂકવો, હાર માની લો અને ઘરે જાઓ."
ડ્રેક 'રૉક ઑઇલ'ની શોધમાં હતા. આ એક પ્રકારનું ભૂરા રંગનું કાચું તેલ હોય છે. પશ્ચિમી પેનસિલ્વેનિયાની જમીન પર આ ઑઇલના પરપોટા દેખાયા હતા.
ડ્રેકનો ઇરાદો આ 'રૉક ઑઇલ'થી કેરોસિન બનાવવાનો હતો, જેથી લૅમ્પ માટે ઈંધણ મળી શકે.
એ જમાનામાં લૅમ્પ પ્રગટાવવા માટે વ્હેલમાંથી કઢાતા ઑઇલનો ઉપયોગ થતો હતો અને એ ધીરે ધીરે ખૂબ મોંઘું થતું જઈ રહ્યું હતું.
જોકે, મૅસેજ મળ્યાના અમુક સમય પહેલાં જ ખોદકામ દરમિયાન ઑઇલ મળી આવ્યું અને જ્યારે એ ઑઇલ બહાર કઢાયું તો તેનું દબાણ એટલું બધું હતું કે જમીનની સપાટીથી 21 મીટરની ઊંચાઈ સુધી તેના ફુવારા ઊછળવા લાગ્યા.
આ ઘટના ન માત્ર વ્હેલ માછલીઓ માટે જીવન બચાવનારી સાબિત થઈ પરંતુ આનાથી સમગ્ર વિશ્વના બદલાવાની શરૂઆત થઈ ગઈ.
ઑઇલની શોધ થયાના એક વર્ષ બાદ

ઇમેજ સ્રોત, Getty Images
ડ્રેકને જે સ્થળે ઑઇલ મળ્યું હતું, તેનાથી અમુક કિમી દૂર દક્ષિણમાં જે કાંઈ થયું, તેનાથી બાદનાં વર્ષોમાં ભવિષ્યમાં શું થવાનું છે એના સંકેત મળ્યા.
ન્યૂ યૉર્ક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર 1864માં પેનસિલ્વેનિયાના પિટહોલ સિટીમાં જ્યારે ઑઇલની શોધ થઈ હતી, ત્યારે ત્યાં ડઝનો માઇલના ક્ષેત્રફળમાં 50 લોકોય નહોતા રહેતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ઑઇલની શોધ થયા બાદ એક વર્ષની અંદર જ પિટહોલ સિટીમાં દસ હજાર લોકો રહેવા લાગ્યા. 50 હોટલ, દેશની સૌથી વ્યસ્ત પોસ્ટ ઑફિસો પૈકી એક, બે ટેલિગ્રામ સેન્ટર અને ડઝનો 'વેશ્યાલય' ખૂલી ગયાં.
બદલાયેલી પરિસ્થિતિમાં ત્યાં કેટલાક લોકો ધનિક બની ગયા. પરંતુ પિટહોલ સિટી એક અસલ અર્થતંત્રની અન્ય શરતોને પૂરી નહોતું કરતું. પરિણામ એ થયું કે પિટહોલ સિટીની ચમક એક વર્ષમાં જ ફીકી પડી ગઈ.
પિટહોલનું ઑઇલ પર આધારિત અર્થતંત્ર પ્રગતિ ન સાધી શક્યું, પરંતુ ઑઇલ માટેની આપણી જરૂરિયાત વધતી ગઈ.
વિશ્વની ઊર્જાની જરૂરિયાત

ઇમેજ સ્રોત, Getty Images
હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે એવું કહી શકાય કે વિશ્વનું અર્થતંત્ર ઑઇલ પર નિર્ભર છે અને એ વિશ્વની ઊર્જા જરૂરિયાતોની એક તૃતિયાંશ માગને પૂરી કરે છે.
એ કોલસા કરતાં વધુ છે અને પરમાણું, પાણીથી ઉત્પન્ન થતી વીજળી અને બિનપરંપરાગત ઊર્જા સ્રોતોની સંયુક્ત ક્ષમતા કરતાં બમણું છે.
ઑઇલ અને ગૅસ વીજળીની આપણી જરૂરિયાતની એક ચતુર્થાંશ માગ સંતોષે છે. એટલું જ નહીં એ પ્લાસ્ટિક સેક્ટર માટે પણ કાચો માલ પૂરો પાડે છે.
આ સિવાય ટ્રાન્સપૉર્ટ પણ હતું. એડવીન ડ્રેકને થયું હતું કે ગૅસોલીન કોણ ખરીદશે, પરંતુ કૉમ્બુસ્ટન એન્જિને તેમના આ પ્રશ્નનો જવાબ આપી દીધો.
કારથી ટ્રક, માલવાહક જહાજથી માંડીને જેટ વિમાન સુધી, એ ઑઇલ જ છે જે આપણા વિશ્વને ચલાવી રહ્યું છે.
એ વાતમાં કોઈ બેમત નથી કે ઑઇલની કિંમત જ, કદાચ વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ કિંમત છે.

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1973માં જ્યારે કેટલાક આરબ દેશોએ કેટલાક સમૃદ્ધ દેશોને ઑઇલના વેચાણ પર રોક લગાવવાની જાહેરાત કરી હતી, ત્યારે માત્ર છ મહિનાની અંદર જ ઑઇલની કિંમતો ત્રણ ડૉલર પ્રથિ બેરલથી 12 ડૉલર થઈ ગઈ હતી.
આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં આર્થિક સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ 1978, 1990 અને વર્ષ 2001માં ઑઇલની કિંમતો વધ્યાં બાદ અમેરિકામાં મંદી આવી ગઈ હતી.
કેટલાક અર્થશાસ્ત્રી તો એવું પણ માને છે કે ઑઇલની કિંમતોમાં રેકૉર્ડ વધારો જ વર્ષ 2008ની વૈશ્વિક મંદીનું કારણ હતું. જોકે, આના માટે બૅન્કિંગ સંકટને જવાબદાર ઠેરવાયું.
જેમ જેમ ઑઇલની કિંમત વધે છે. અર્થતંત્રો પણ એ જ રસ્તો અપનાવે છે.
પંરતુ સવાલ એ ઊઠે છે કે અમે આ વસ્તુ પર આટલા નિર્ભર કેમ થઈ ગયા છીએ. ઑઇલના ઇતિહાસ પર ડેનિયલ યેરગિનના પુસ્તક 'ધ પ્રાઇઝ'ની શરૂઆત વિંસ્ટન ચર્ચિલની અવઢવથી થાય છે.
1911માં ચર્ચિલને રૉયલ નેવી (યુનાઇટેડ કિંગ્ડમનું શાહી નૌકાદળ)ના પ્રમુખ બનાવાયા હતા.
આ શરૂઆતના એ કેટલાક નિર્ણયો પૈકી એક હતો જેનાથી એ વાતની ખબર પડવાની હતી કે બ્રિટિશ સામ્રાજ્ય વૅલ્સ કોલસા, સુરક્ષિત મૂલ્ય કે દૂર સ્થિત ફારસ (વર્તમાન ઈરાન)ના ઑઇલથી ચાલતી યુદ્ધપોતો સાથે વિસ્તારવાદી જર્મનીના પડકારનો સામનો કરશે કે નહીં.
આવા અસુરક્ષિત સ્રોત પર કોઈ કેવી રીતે વિશ્વાસ કરશે? કારણ કે ઑઇલ યુદ્ધપોત ઉતાવળે બનાવાઈ હતી અને ઈંધણથી ચાલતી હોવાને કારણે તેમાં ઓછા લોકોની જરૂર રહેતી. સાથે જ યુદ્ધપોતમાં હથિયાર અને દારૂગોળો રાખવાની ક્ષમતા વધુ હતી.
ઑઇલ કોલસા કરતાં સારું ઈંધણ હતું

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલ 1912માં ચર્ચિલના નિર્ણયે એ જ તર્કને પ્રતિબિંબિત કર્યો કે ઑઇલ પર આપણી નિર્ભરતા છે અને ત્યારે એ સમય બાદથી વૈશ્વિક રાજકારણનો આકાર બદલાયો.
ચર્ચિલના આ નિર્ણય બાદ, બ્રિટિશ ટ્રેઝરીએ બીપી (મૂળપણે બ્રિટિશ પેટ્રોલિયમ)ની પુરોગામી ઍંગ્લો-પર્શિયન ઑઇલ કંપનીમાં બહુમતી ભાગીદારી ખરીદી.
વર્ષ 1951માં, ઈરાન સરકારે ઑઇલ કંપનીનું રાષ્ટ્રીયકરણ કર્યું. અંગ્રેજોએ વિરોધ કર્યો "આ અમારી કંપની છે." ઈરાનીઓએ જવાબ વાળ્યો "આ અમારું ઑઇલ છે." બાદના દાયકા દરમિયાન આખા વિશ્વમાં આ જ તર્ક ચલાવવામાં આવ્યો.
ઑઇલના ક્ષેત્રમાં કેટલાક દેશોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. સાઉદી અરેબિયા વિશ્વના સૌથી ધનિક દેશો પૈકી એક છે. તેના માટે તેની પાસેના મોટા ઑઇલ ભંડારનો આભાર માનવો જોઈએ.
તેની સરકારી ઑઇલ કંપની, સાઉદી અરામકો, ઍપલ, ગૂગલ કે એમેઝૉન કરતાં વધુ મૂલ્યવાન છે.

ઇમેજ સ્રોત, Rex Features
સાઉદી અરામકો, વિશ્વની સૌથી લાભદાયક ઑઇલ કંપની છે, જેને હાલમાં જ 'ડ્રૉન' હુમલાથી નિશાન બનાવાઈ હતી.
અન્ય સ્થળોએ ઇરાકથી ઈરાન અને વેનેઝુએલા સુધી નાઇજીરિયા સુધી, કેટલાક ઑઇલ સંપન્ન દેશોએ આ શોધ માટે આભાર વ્યક્ત કર્યો હતો. અર્થશાસ્ત્રી તેને "ઑઇલ અભિશાપ" કહે છે.
આના પર 1960ના દાયકાની શરૂઆતમાં વેનેઝુએલા પેટ્રોલિયમમંત્રી જુઆન પાબ્લો પેરેઝ અલ્ફોંઝોનું એક અધિક વિશુદ્ધ વર્ણન હતું. તેમણે 1975માં ઑઇલને "આ શયતાનનાં મળમૂત્ર" ગણાવ્યાં અને કહ્યું કે "આપણે શયતાનનાં મળમૂત્રમાં ડૂબી રહ્યાં છીએ."
ઑઇલની સમસ્યા આટલી વિકટ સમસ્યા કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
આની નિકાસથી તમારા ચલણનું મૂલ્ય વધી જાય છે, જે એ દેશમાં ઉત્પાદન કરવા માટે ઑઇલ સિવાય અન્ય દરેક વસ્તુને મોંઘી બનાવી દે છે.
આનો અર્થ એ છે કે વિનિર્માણ કે જટિલ સેવાઉદ્યોગોને વિકસિત કરવાનું કામ મુશ્કેલ બની શકે છે.
ઐતિહાસિકપણે ઘણા રાજકારણીઓએ પોતાના અને પોતાના સહયોગીઓ માટે પોતાના દેશના ઑઇલના ઇજારા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કર્યા છે. તાનાશાહી અસામાન્ય નથી. પૈસા અમુક વસ્તુઓ માટે છે, પરંતુ આનાથી અર્થતંત્ર નબળું પડી જાય છે.
આ જ કારણ છે કે આપણે ઑઇલને સ્થાને અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરવાની આશા કરીએ છીએ. જળવાયુ પરિવર્તન સ્પષ્ટપણે વધુ એક સમસ્યા છે.
પરંતુ ઑઇલ અત્યાર સુધી બૅટરીનું સ્થાન ઘેરીને બેઠેલું છે. આવું એટલા માટે કારણ કે ચાલતી મશીનો માટે તેનો પોતાનો ઊર્જાસ્રોત અને લાઇટર શ્રેષ્ઠ હોવાં જોઈએ.
એક કિલોગ્રામ ગૅસોલીનમાં એટલા જ પ્રમાણમાં ઊર્જા હોય છે, જેટલી 60 કિલોગ્રામ બૅટરીમાં હોય છે અને ઉપયોગ બાદ ગાયબ થઈ જવાની સુવિધાજનક વિશેષતા પણ ખરી જ. દુર્ભાગ્યવશ ખાલી બૅટરીઓ ખૂબ ભારે હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇલેક્ટ્રિક કાર્સ અંતે તૂટવા માંડે છે. ઇલેક્ટ્રિક જમ્બો પ્લેન વધુ એક કઠિન પડકાર બની ગયાં છે.
એક સમય એવો હતો કે જ્યારે એવું લાગતું હતું કે ઑઇલની કિંમત કાબૂ બહાર થઈ જશે - તેને "પીક ઑઇલ" કહેવાતું હતું. આ વિચારે ઝડપથી કિંમત વધારવાનું કામ કર્યું અને આપણને સ્વચ્છ અને પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોત તરફ વળવા માટે પ્રેર્યા.
પરંતુ હકીકતમાં, આજે ઑઇલના જથ્થાની શોધની સરખામણીએ તેનો વપરાશ ખૂબ વધી ચૂક્યો છે.
આવું હાઇડ્રોલિક ફ્રેક્ચરિંગ કે "ફ્રેંકિંગ"ના ઝડપી વિકાસના ભાગને કારણે બન્યું છે. આ એક એવી વિવાદાસ્પદ પ્રક્રિયા છે જેમાં ઑઇલ અને ગૅસને રિલીઝ કરવા માટે પાણી, રેતી અને રસાયણોને ઉચ્ચ દબાણથી જમીનમાં પંપ કરવામાં આવે છે.
ફ્રૅન્કિંગ શું છે અને આનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રૅન્કિંગ પરંપરાગત ઊર્જાની શોધ અને ઉત્પાદનની સરખામણીએ વિનિર્માણની માફક વધુ છે.
આ સ્ટાન્ડર્ડાઇઝ્ડ છે. ઝડપથી ઉત્પાદકતા લાભ પ્રાપ્ત કરે છે અને કિંમત યોગ્ય છે કે નહીં તેના આધારે પ્રક્રિયા શરૂ થાય છે અને રોકાઈ જાય છે.
ઘણા ટીકાકારો તેના સંભવિત લાંબાગાળાનાં પર્યાવરણીય પરિણામો અંગે આશંકા વ્યક્ત કરી છે.
જોકે, અમેરિકાનો પ્રમુખ ફ્રૅન્કિંગ ઉદ્યોગ પર્મિયન બેસિને પહેલાંથી જ સાઉદી અરેબિયા અને ઇરાક સહિત પેટ્રોલિયમ નિકાસકાર દેશો (ઓપેક) સંગઠનના 14 સભ્યો કરતાં વધુ ઑઇલ ઉત્પાદન કરે છે.
એવું લાગે છે કે આપણે હજુ પણ "શયતાનનાં મળમૂત્ર"માં ડૂબી રહ્યાં છીએ અને અમુક સમય સુધી આ આવી રીતે જ ચાલુ રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












