રાંચીથી દિલ્હી જતી ઍર ઍમ્બ્યુલન્સ ક્રૅશ થઈ, ક્રૂ મેમ્બર્સ સહિત સાત લોકો હતા સવાર - ન્યૂઝ અપડેટ

રાંચી પાસે ઍર ઍમ્બ્યુલન્સનો અકસ્માત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાંચી પાસે ઍર ઍમ્બ્યુલન્સનો અકસ્માત
વાંચવાનો સમય: 1 મિનિટ

રાંચીથી દિલ્દી જતી એક ઍર ઍમ્બ્યુલન્સનો ઝારખંડના સિમરિયા પાસે અકસ્માત થયો છે. રાંચી ઍરપોર્ટના નિદેશકે આ માહિતી આપી હતી. આ ઍર ઍમ્બ્યુલન્સમાં સાત લોકો સવાર હતા.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર આધિકારિક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરીના દિવસે રેડબર્ડ ઍરવેઝ પ્રાઇવેટ લિમિટેડનું બીચક્રાફ્ટ C90 વિમાન 'રાંચી–દિલ્હી' સેક્ટર પર મેડિકલ ઇવૅલ્યુએશન (ઍર ઍમ્બ્યુલન્સ) ઊડી રહ્યું હતું. પણ આ વિમાન ઝારખંડના ચતરા જિલ્લાની કસારિયા પંચાયતમાં અકસ્માત થયો.

વિમાનમાં બે ક્રૂ સભ્યો સહિત કુલ સાત લોકો સવાર હતા. વિમાનમાં રાંચીથી સાંજે 7 વાગીને 11 મિનિટ પર ઉડાણ ભરી હતી. કોલકાતાથી સંપર્ક સ્થાપિત કર્યા બાદ સાંજે 7 વાગીને 34 મિનિટે વિમાનનો કોલકાતાના રડારથી સંપર્ક તૂટી ગયો.

તે સમયથી વિમાન વારાણસીથી લગભગ 100 નૉટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં હતું.

જિલ્લા વહીવટી તંત્રની શોધ અને બચાવ ટીમ અવસર પર પહોંચી ગઈ છે. અને દુર્ઘઠનાની તપાસ માટે એએઆઈબીની ટીમ રવાના કરવામાં આવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન