ઇતિહાસની સૌથી મોંઘીદાટ પાર્ટી, જેના લીધે ઈરાનના રાજાએ રાજપાટ ગુમાવ્યું

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, બીબીસી મુંડો
- પદ, .
- વાંચવાનો સમય: 7 મિનિટ
માઈલોની મુસાફરી કર્યા પછી, તડકાથી તપી ગયેલી રેતી સિવાય બીજું કશું જ દેખાતું નહોતું. અચાનક, પર્શિયન રણની વચમાં, સ્તંભોનું એક જંગલ આકાશ સુધી વિસ્તર્યું હતું અને એક રણદ્વીપ બનાવેલો હતો, જે રેશમી કાપડના વૈભવી તંબુઓનો કિલ્લો હતો અને યુરોપથી મંગાવાયેલાં વૃક્ષોથી ઘેરાયેલો હતો, જેના પર જુદા જુદા દેશોમાંથી લવાયેલાં હજારો પક્ષીઓ પણ ઊતરતાં હતાં.
એ 'વન થાઉઝન્ડ ઍન્ડ વન નાઇટ્સ'ની કિંવદંતીઓમાંની એક જેવું હતું; પણ તફાવત એ હતો કે આ વાસ્તવિક હતું.
આ આધુનિક ઇતિહાસમાં સૌથી મોઘી પાર્ટીની સાજસજાવટ હતી, જે ઑક્ટોબર 1971માં ઈરાનના શાહે પર્શિયન સામ્રાજ્યની 2,500મી વર્ષગાંઠ ઊજવવા માટે યોજી હતી.
આ પાર્ટીનો અંદાજિત ખર્ચ લગભગ 300 મિલિયન અમેરિકન ડૉલર આંકવામાં આવ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે બની બેઠેલા 'શહેનશાહ' માટે પૈસા અવરોધ નહોતા.
પર્શિયાની પ્રાચીન રાજધાની પર્સેપોલિસનાં પુરાતાત્ત્વિક ખંડેરોના પરિવેશમાં, 60 કરતાં વધારે રાજાઓ, રાણીઓ, રાષ્ટ્રપતિઓ, રાષ્ટ્રાધ્યક્ષો અને આમંત્રિત આંતરરાષ્ટ્રીય નેતાઓની મહેમાનગતિ માટે 37 કિલોમીટર વિસ્તારમાં શાનદાર રેશમી શામિયાણાંનો એક ગઢ બનાવાયો હતો.
દરેકને અનેક રૂમ, લિવિંગ રૂમ, સ્ટુડિયો, માર્બલ બાથરૂમ અને શક્ય એટલી તમામ વૈભવી સુવિધાઓ સાથેના એક ટૅન્ટમાં રાખવામાં આવશે.
તેની બાજુમાં, પ્રાઇવેટ જેટ ઉતારવા માટે, એક એરપૉર્ટ બનાવવામાં આવ્યું હતું; સાથે જ, રાજધાની તહેરાન સાથે જોડાણ માટે 1,000 કિલોમીટરનો નવો હાઈવે પણ બનાવવામાં આવ્યો હતો.
પાંચ દિવસના આ પતનશીલ સમય દરમિયાન મહેમાનોને પૅરિસની સૌથી વિશિષ્ટ રેસ્ટરાં મૅક્સિમ દ્વારા બનાવાયેલા ભોજનના સમારંભોથી આનંદ કરાવાયો, જેમાં સૌથી શ્રેષ્ઠ વાઇનનો સમાવેશ થતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં ભાગ લેવા આવેલી હજારો સૈનિકોની સેનાએ પ્રાચીન પર્શિયન પોશાક પહેર્યો હતો. તેમણે વિવિધ શો રજૂ કર્યા, જેમાં ડેરિયસ-પ્રથમ 'ધ ગ્રેટ'ના મંદિરની સામે લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ હતો, જે અચેમેનિડ રાજવંશ (521-486 ઈસુ પૂર્વે)ના ત્રીજા રાજા હતા અને પર્શિયન સામ્રાજ્ય જ્યારે શિખરે હતું ત્યારે તેમણે તે વારસામાં મેળવ્યું હતું.
રજાનો દરેક દિવસ કોઈ ને કોઈ પ્રકારની કૅફની આડઅસર કરે છે, જે દેશને બેચેન કરી દે છે અને તેમાં સુધારાનો કશો અવકાશ નથી હોતો.
તેમણે તત્કાલીન દેશનિકાલ કરાયેલા આયતુલ્લા રુહોલ્લાહ ખામૈનીના નેતૃત્વમાં વિરોધ પક્ષને એક કર્યો, જેમણે થોડાં વર્ષો પછી ઇસ્લામિક ક્રાંતિ દ્વારા શાહને પદભ્રષ્ટ કરી દીધા.
ઘણા ઇતિહાસકારો આ ઉજવણીને ક્રાંતિનું તાત્કાલિક કારણ ગણાવે છે; કેમ કે, અન્ય કોઈ પણ ઘટના કરતાં આ ઉત્સવ 'શહેનશાહ' અને જેના પર તેમણે શાસન કર્યું તે ઈરાનના લોકો વચ્ચે પડી ગયેલા અંતરને ઉજાગર કરે છે.
નિરંકુશ સત્તા

ઇમેજ સ્રોત, Dominio público
ઈરાન 1971માં એક બંધારણીય રાજાશાહી દેશ હતો. જેના શાહી મહામહિમ શહેનશાહ મોહમ્મદ રેઝા માત્ર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક નહોતા, તેમના દેશના સર્વસત્તાધીશ નેતા હતા.
તેઓ વડા પ્રધાનની નિમણૂક કરી શકતા હતા, સંસદનો ભંગ કરી શકતા હતા, સેનાને નિયંત્રિત કરી શકતા હતા, યુદ્ધની ઘોષણા કરી શકતા હતા કે શાંતિ માટેની સંધિઓને મજબૂત કરી શકતા હતા; સાથે જ પ્રેસને નિયંત્રિત કરી શકતા હતા.
વિરોધનો સહેજે અવકાશ નહોતો. અસંતુષ્ટોએ યાતના, જેલ કે તેનાથીયે વધારે ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો.
1974માં તેમણે એક ઇન્ટરવ્યૂમાં પુનરુચ્ચાર કર્યો હતો કે, "મારી પાસે એક મિશન છે, જે ભગવાને સોંપ્યું છે, એક દિવ્ય આદેશ."

ઇમેજ સ્રોત, Alamy
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, શાહ આપખુદ શાસક હોવા છતાં પ્રગતિશીલ નેતા હતા. બૌદ્ધિકોના મતે, ઇસ્લામ દાયકાઓથી ઈરાનને પાછળ ધકેલી રહ્યો હતો અને શાહ પ્રાચીન પર્શિયન મૂળને પુનર્જીવિત કરીને દેશને આધુનિક અને પશ્ચિમી બનાવવા માટે દૃઢનિશ્ચય હતા.
ઈરાનના વિશાળ તેલ ક્ષેત્રોમાંની સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગીઓની રુચિના કારણે તેમના વધતા જતા સમર્થનથી પ્રેરાઈને શહેનશાહ પોતાના ધર્મનિરપેક્ષતાના કાર્યક્રમને સ્થાપવા માટે સક્ષમ બન્યા હતા.
તેમની આ નીતિ રુહોલ્લાહ ખામૈનીની—જેઓ એક ધર્મગુરુ હતા અને તેમના પિતા અને દાદાની જેમ ઇસ્લામિક ધર્મશાસ્ત્રમાં ડૂબેલા હતા—વિરુદ્ધ વધુ ચાલી શકે તેમ નહોતી.
ખામૈનીને મુખ્ય રૂપે ઇસ્લામિક ન હોય તેવા ઈરાનનો વિચાર બિલકુલ અસ્વીકાર્ય હતો. તેમના આ વિરોધના લીધે 1964માં તેમના દેશનિકાલની ફરજ પડી. જ્યાં તેમણે મોહમ્મદ રેઝાની સરકારની ટીકા કરવાનું બંધ ન કર્યું.
જોકે, દેશમાં શાહનો વિરોધ કરવાની કોઈનામાં હિંમત નહોતી; જ્યારે તેમણે જૂના પર્શિયન રાજાઓ સાથે જોડતી ભવ્ય ઉજવણી દ્વારા લોકોમાં શહેનશાહ તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવાનો મહાપાગલ વિચાર કર્યો હતો ત્યારે પણ નહીં.
મહેમાનોનું વૈવિધ્યપૂર્ણ મિશ્રણ

ઇમેજ સ્રોત, Getty Images
એમ ન કહી શકાય કે જેમણે એ ખર્ચાળ ઉજવણીમાં ભાગ લીધો હતો તેવા એ સમયના અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓએ શાહના ઉડાઉ ખર્ચાનો સ્પષ્ટ વિરોધ નહીં કર્યો હોય.
દુનિયા ધ્રુવીકૃત અને આંચકાગ્રસ્ત હોવા છતાં, રાજાઓ, રાણીઓ, રાજકુમારો, અમીરો, યૌદ્ધાઓ અને રાજકીય ક્ષેત્રના નેતાઓ પર્સેપોલિસમાં મળ્યા હતા.
આ યાદીમાં સૌથી ઉપર ઇથિયોપિયાના સમ્રાટ હૅલે સેલાસી અને ત્યાર પછી મોનાકોના પ્રિન્સ રેનિયર અને પ્રિન્સેસ ગ્રેસ હતાં.
ઇંગ્લૅન્ડનાં મહારાણી એલિઝાબેથે ભાગ ન લીધો, કેમ કે, શાહી સલાહકારોએ કહ્યું કે તેઓ તેમની સુરક્ષા કે આરામની ખાતરી નથી કરી શકતા, કેમ કે, આ કાર્યક્રમ અભદ્ર છે. જોકે, તેમણે પોતાના પતિ, ઍડિનબર્ગના પ્રિન્સ ફિલિપ અને પોતાની પુત્રી રાજકુમારી એનીને મોકલ્યાં.
તેમણે તત્કાલીન યુગોસ્લાવિયાના શક્તિશાળી વ્યક્તિ માર્શલ ટીટો અને તેમનાં પત્નીની સાથોસાથ રોમાનિયાના પોતાના સમકક્ષ નિકોલાઈ ચાચેસ્કૂનાની સાથે વિચારધારાઓને સમસ્યા બનાવ્યા વગર વાતચીત કરી અને આનંદ માણ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને પોતાના ઉપરાષ્ટ્રપતિ સ્પિરો એગ્ન્યૂને મોકલ્યા હતા, જેઓ ફિલિપાઇન્સનાં પ્રથમ મહિલા એમેલ્ડા માર્કોસ સાથે ટકરાઈ ગયા. લૅટિન અમેરિકાનું પ્રતિનિધિત્વ બ્રાઝિલના રાષ્ટ્રપતિ એમિલિયો ગૅરાસ્તાઝૂ મેડિસીએ કર્યું હતું.
અન્ય ઘણા યુરોપીય, આફ્રિકન, એશિયન અને મધ્યપૂર્વના રાજપરિવાર પણ હાજર રહ્યા હતા. તેમણે અન્ય ઘણા નેતાઓ ઉપરાંત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુહાર્તો અને ઝૈરના મોબુતુ સાથે મુલાકાત કરી.
રણમાં વૈભવ

ઇમેજ સ્રોત, Dominio público
આ બધા મહેમાન એ જગ્યાએ રહ્યા હતા જેને વિદેશી પ્રેસે 'મલ્ટિમિલિયન ડૉલર કૅમ્પસાઇટ' કહેલી.
આ ક્ષેત્રને ફ્રાન્સના આર્કિટેક્ટ અને ડેકોરેટર્સ દ્વારા ડિઝાઇન અને સજાવવામાં આવ્યું હતું.
મધ્યમાં ભોજન માટે 68 x 28 મીટરના વ્યાપમાં એક મુખ્ય ટૅન્ટ હતો, જેમાં એક ફુવારો હતો અને જેમાં ફ્રાન્સના વર્સેલ્સમાંથી લવાયેલાં વૃક્ષો સાથેના પાંચ રસ્તા હતા.
તેની સાથે બે બેડરૂમ, એક કાર્યાલય, લિવિંગરૂમ અને મહેમાનોની સેવા માટે કર્મચારી સહિતના લગભગ 50 ટૅન્ટ ઊભા કરાયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
'વૉશિંગ્ટન પૉસ્ટ'ના રિપોર્ટર સૅલી ક્વિનને આ કાર્યક્રમને કવર કરવા મોકલવામાં આવ્યા હતા, તેમણે લખ્યું છે, "એ નાનાં ઘર જેવા હતા. મારા કહેવાનો અર્થ છે, સુંદર; બધું જ એવું લાગતું હતું, જાણે આ બધું એક 'ડેકોરેટિંગ મૅગેઝીન'માંથી બહાર આવ્યું હોય!"
શાંતિ અને સદ્ભાવનું વાતાવરણ ઊભું કરવા માટે હજારો ગીતકારોને બોલાવવામાં આવેલા. દુર્ભાગ્યે, તેમાંના ઘણા થોડાક દિવસોમાં મૃત્યુ પામ્યા; કેમ કે, તેઓ રણના અતિશય ઊંચા તાપમાનને સહન ન કરી શક્યા: દિવસે 40 અંશ સેલ્સિયસ, અને રાત્રે લગભગ શૂન્ય ડિગ્રી.
ભોજનના સમયે શાહનું અભિવાદન કરવા માટે લાઇનમાં સૌથી આગળ કોણે રહેવું જોઈએ, એ પ્રૉટોકૉલના પરિણામસ્વરૂપે અરાજકતા થઈ ગઈ હતી. એ માત્ર આટલા બધા રાજાઓ સાથેનું એક રાજદ્વારી દુઃસ્વપ્ન નહોતું, બલકે, ઘણા લોકોએ પોતાના અભિવાદન માટે નિર્ધારિત કરતાં વધારે સમય લીધો હતો.
વિન્ટેજ વાઇન અને નેસ્કૅફે

ઇમેજ સ્રોત, Alamy
આખરે 70 મીટર લાંબા ભરત ભરેલા ટેબલક્લૉથથી ઢંકાયેલા મોટા ટેબલ પર બેઠા અને મહેમાનોને દેવતાઓ જેવી દાવત માટે આમંત્રિત કરવામાં આવ્યા.
આના (ભોજન) માટે પૅરિસમાં એ સમયની સૌથી સારામાં સારી ગણાતી રેસ્તરાં મૅક્સિમની સેવા ભાડે લેવામાં આવી હતી.
એ ત્રણ દિવસ માટે 18 ટન ભોજન લવાયું; જેમાં 2,700 કિલો ગોમાંસ, ઘેટાનાં બચ્ચાં અને સુવરનું માંસ, 1,280 કિલો મરઘી અને 1,000 કિલો કૅવિયરનો સમાવેશ થતો હતો. છેલ્લા અપવાદને બાદ કરતાં, બધું જ, એટલે સુધી કે અજમો પણ, ફ્રાન્સથી આયાત કરવામાં આવ્યો હતો.
પીણાં માટે તેમની પાસે શૅમ્પેનની 2,500 બૉટલ્સ, બોર્ડો વાઇનની 1,000, બરગંડીની 1,000 બૉટલ્સ, સાથે જ કૉન્યૅક અને અન્ય એપેટાઇઝર્સ હતાં.
શૅમ્પેન 1911ની હતી, દારૂમાં શાનદાર શેટો લાફાઇટ રોથ્સચાઇલ્ડ, રિઝર્વ 1945 અને શૅર્ટા લૅટૉર સામેલ હતા.
જોકે, આયોજકોમાંના એક ફેલિક્સ રિયલ અનુસાર, તેમને કૉફી સામે વાંધો હતો અને મહેમાનોને ધ્યાનમાં લીધા વિના તેમને નેસ્કૅફે પીરસવામાં આવી.
પર્સેપોલિસ, 14 ઑક્ટોબર, 1971, ગુરુવાર માટેનું મેનુ
- ટ્રફલ મોતી સાથે ક્વેઇલ ઈંડાં
- ક્રેફિશ મૌસ
- લેમ્બ કમર, શેકલી અને તેના રસમાં ભરેલી
- એજ્ડ શૅમ્પેન શરબત
- પીકોક (ઇમ્પિરિયલ સ્ટાઇલ)
- ફિગ ટર્બન
- મોકા કૉફી
વિસ્ફોટ અને પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
પૅરિસમાં પોતાના દેશનિકાલ પછી, વિપક્ષના અયાતુલ્લા ખામૈનીએ ગુસ્સામાં જાહેરાત કરી કે, "આખી દુનિયા જાણી લે કે આ સમારંભોને ઈરાનના કુલીન, મુસ્લિમ લોકો સાથે કશો સંબંધ નથી. જે લોકો ભાગ લે છે તે બધા ઇસ્લામ અને ઈરાની લોકોના ગદ્દાર છે."
આ દૃષ્ટિકોણ ઈરાનથી દેશનિકાલ પામેલા સમુદાયમાં જોવા મળ્યો હતો.
કૅલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ઈરાની વાણિજ્ય દૂતાવાસમાં રાત્રે એક વિસ્ફોટ થયો હતો, જેનાથી ત્રણ માળની ઇમારતમાં આગ લાગી ગઈ હતી. ઘણું નુકસાન થયું હતું. જોકે, કોઈને ઈજા નહોતી થઈ. અમેરિકાનાં અન્ય શહેરોમાં ઉજવણી સામે પ્રદર્શનો થયાં હતાં.
ઉપગ્રહના માધ્યમથી સમારંભોને ટેલિવિઝન પર પ્રસારિત કરવાનો નિર્ણય કદાચ એ વાતનો સૌથી સ્પષ્ટ સંકેત હતો કે શાહ ઈરાની લોકોના જીવન વિશે કેટલું ઓછું જાણતા હતા, જેમાંના અડધા ગરીબીરેખા નીચે જીવતા હતા.
"લોકોમાં ખૂબ અસંતોષ હતો", 'વૉશિંગ્ટનસ્ટ'ના સૅલી ક્વિને લખ્યું, "તેમની પાસે પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવા કે તેમને ખવડાવવાની પહોંચ નહોતી, એ સ્થિતિમાં તેમણે એ બધાની ટીકા કરી જેઓ પૈસા ખર્ચતા હતા."
પરંતુ ઈરાનમાં શહેનશાહ તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવાના શાહના દૃઢ નિશ્ચય અને દેશને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાને લઈ જવાના તેમના સ્પષ્ટ દૃષ્ટિકોણે તેમને વાસ્તવિકતા સામે આંખ મીંચામણાં કરાવ્યાં.
તેમણે ટેલિવિઝન કૅમેરા સામે કહ્યું, "વિદેશી રાષ્ટ્રો કે લોકોની મંજૂરી સાથે કે વિના, આપણે મહાન સભ્યતાના યુગમાં પ્રવેશ કરીશું. આપણે આપણી ભૂતકાળની પ્રતિષ્ઠા પાછી મેળવીશું."
"મને આશા છે કે તમે જાણો છો કે હું ઘમંડથી નથી કહેતો. હું વિનમ્રતાથી ભરેલો છું, પરંતુ મને મારા લોકો પર પૂર્ણ વિશ્વાસ છે અને હું આપણા નસીબની બાબતમાં ખૂબ જ આશાવાદી છું."
સૌથી મોટી વિટંબણા એ છે કે ઉજવણી, જે એ નસીબને મજબૂત કરવાની હતી, શહેરને તોડનાર અંતિમ સળી બની ગઈ.
ફેબ્રુઆરી 1779માં શાહને પદભ્રષ્ટ કરી દેવાયા અને ઈરાનીઓએ અયાતુલ્લા ખામૈનીને સર્વોચ્ચ નેતા તરીકે જયજયકાર સાથે અભિનંદન આપ્યાં. અને આ રીતે ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના ઇતિહાસની શરૂઆત થઈ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












