ઇઝરાયલની સેનાનો દાવો, તેહરાનમાં નવા શ્રેણીબદ્ધ હુમલા કરાયા-ન્યૂઝ અપડેટ

ઈરાન, ઇઝરાયલ,. અમેરિકા, તેહરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેહરાનમાં અમેરિકા- ઇઝરાયલના હુમલાની તસવીર (તારીખ : 3 માર્ચ 2026)
વાંચવાનો સમય: 1 મિનિટ

ઇઝરાયલની સેના અનુસાર તેણે ઈરાનની રાજધાની તેહરાનમાં નવા શ્રેણીબદ્ધ હુમલા કર્યા છે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના એક નિવેદન અનુસાર, "આઈડીએફે તેહરાનમાં ઈરાની સરકારના મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને હુમલાની વધુ એક શ્રેણી શરૂ કરી છે."

આ નિવેદનમાં કોઈ ખાસ જગ્યા પર હુમલા વિશે વધારે જાણકારી નથી આપવામાં આવી પણ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગળ વધુ માહિતી આપવામાં આવશે.

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર તેના પત્રકારોએ બુધવાર રાત્રે રાજધાની તેહરાનમાં એક જોરદાર વિસ્ફોટ જોયો.

આની પહેલાં ઇઝરાયલની સેનાએ ઘોષણા કરી કે તેની ઍરફોર્સે તેહરાનમાં પૂર્વમાં આવેલા એક કમ્પાઉન્ડ પર "મોટા પ્રમાણમાં હુમલા" કર્યા છે, જ્યાં કમાન્ડ સેન્ટર અને ઇન્ટરનલ સિક્યૉરિટીના લોકો હતો.

અમેરિકાએ ઈરાન હુમલામાં માર્યા ગયેલા યુએસ આર્મીના સૈનિકોનાં નામ જાહેર કર્યાં

54 વર્ષના ચીફ વૉરન્ટ ઑફિસર 3 રૉબર્ટ એમ માર્ઝન, 45 વર્ષના મેજર જેફરી આર ઓ બ્રાયન, 35 વર્ષના કૅપ્ટન કોડી ખૉર્ક, 42 વર્ષના સાર્જેન્ટ નોઆ ટિએત્ઝેન્સ, 39 વર્ષના સાર્જેન્ટ નિકોલ અમોર

ઇમેજ સ્રોત, US Army Reserve Command

બીબીસી સંવાદદાતા ઓલિવિયા આયર્લૅન્ડ અને કાયલા આઇપ્સ્ટીન અનુસાર અમેરિકન સેનાએ ઈરાન સાથેના સંઘર્ષમાં તેના છ સૈનિકોનાં મોતની પુષ્ટિ કરી છે.

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા કર્યા બાદ ઈરાને કુવૈતમાં પૉર્ટ શુએબામાં વળતો હુમલો કર્યો હતો જેમાં એક "માનવરહિત ઍરક્રાફ્ટ સિસ્ટમં" ઍર ડિફેન્સ સિસ્ટમને ભેદીને કમાન્ડ સેન્ટર પર વાર કર્યો હતો.

યુએસ સેન્ટ્રલ કમાંડે પહેલાં કહ્યું હતું કે ત્રણ સૈનિકોનાં હુમલામાં મોત થયાં હતાં પણ અધિકારીઓએ સોમવારે કહ્યું કે એક ઈજાગ્રસ્ત વ્યક્તિનાં મોત અને કાટમાળમાંથી બે મૃતદેહો મળ્યા બાદ મૃતકોનો આંકડો બમણો થઈ ગયો છે.

હુમલામાં જે મૃત્યુ પામ્યા છે તેમાં 54 વર્ષના ચીફ વૉરન્ટ ઑફિસર 3 રૉબર્ટ એમ માર્ઝન, 45 વર્ષના મેજર જેફરી આર ઓ બ્રાયન, 35 વર્ષના કૅપ્ટન કોડી ખૉર્ક, 42 વર્ષના સાર્જેન્ટ નોઆ ટિએત્ઝેન્સ, 39 વર્ષના સાર્જેન્ટ નિકોલ અમોર, અને 20 વર્ષના સાર્જેન્ટ ડેક્લાન કૉડી સામેલ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન