You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કઝાકિસ્તાનમાં હજારો ટન ગૅસ લીક થયો, કેવી રીતે ખબર પડી?
- લેેખક, માર્કો સિલ્વા, ડેનિએલ બાલુમ્બો, એરવાન રિવૉલ્ટ
- પદ, બીબીસી વેરિફાય
મિથેન ગૅસનોનું અત્યાર સુધીનું સૌથી ખતરનાક ગળતર ગયા વર્ષે કઝાકિસ્તાનના એક કૂવામાં થયું હતું. આ વાતની જાણકારી એક વિશ્લેષણથી મળી છે. જેના પરિણામોને બીબીસી વેરિફાય સાથે શૅર કરાયાં છે.
અનુમાન મુજબ આ દરમિયાન અંદાજે એક લાખ 27 હજાર ટન ગૅસનું ગળતર ત્યારે થયું જ્યારે વિસ્ફોટથી કૂવામાં આગ લાગી ગઈ. જે અંદાજે છ મહિના સુધી ચાલુ રહી.
મિથેન કાર્બનડાયૉક્સાઈડથી અનેક ગણો વધારે શક્તિશાળી ગ્રીન હાઉસ ગૅસ છે, જે વાતાવરણને ભયંકર નુકસાન પહોંચાડે છે અને સૂર્યકિરણોની હાનિકારક અસરોથી બચાવતા ઓઝોનવાયુના સ્તરમાં ગાબડાં પાડે છે.
જે કૂવામાંથી તેનું ગળતર થયું તેનો માલિકી હક્ક બુચાજી નેફ્ટ પાસે છે. કંપનીએ આટલા મોટા પ્રમાણમાં ગૅસ ગળતરથી ઇનકાર કર્યો છે.
વિશેષજ્ઞોનું શું કહેવું છે?
અમેરિકી સંસ્થા ગ્રીનહાઉસ ગૅસ ઇક્યૂવૈલેંસી કૅલક્યુલેટર પર્યાવરણ પર નજર રાખે છે. સંસ્થા મુજબ આટલા મોટા પ્રમાણમાં ગૅસ ગળતરની અસર સાત લાખ 17 હજારથી પણ વધુ કારને એક વર્ષ સુધી ચલાવવાથી થાય એટલી થશે.
મૈનફ્રેડી કૈલ્ટાગિરોન સંયુક્ત રાષ્ટ્રની ઇન્ટરનેશનલ મિથેન ઍમિશન ઑબ્ઝર્વેટરીના પ્રમુખ છે. તેઓ કહે છે કે "જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે ગળતર થયું છે, તે નિશ્ચિત રીતે ખૂબ જ અસામાન્ય છે. તે ખૂબ જ મોટું છે."
આ ગળતરની શરૂઆત 9 જૂન 2023ના દિવસે થઈ હતી. આ ઘટના કૂવાના ખોદકામ દરમિયાન તેમાં વિસ્ફોટ થયા બાદ બની હતી. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ કઝાકિસ્તાનના મંગિસ્ટો વિસ્તારની છે. આ ઘટના બાદ ત્યાં આગ લાગી ગઈ હતી. જે વર્ષનાં અંત સુધી ચાલુ રહી.
આ આગ પર 25 ડિસેમ્બર 2023ના દિવસે કાબૂ મેળવી શકાયો. સ્થાનિક અધિકારીઓએ બીબીસીને કહ્યું કે આ સમયે કૂવાને સિમેન્ટથી બંધ કરાઈ રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેચરલ ગૅસમાં મિથેન હોય છે અને તે પારદર્શી ગૅસ છે.
પણ જ્યારે સૂર્યનો પ્રકાશ મિથેનના વાદળોમાંથી પસાર થાય છે તો તેનાં નિશાન પડી જાય છે. જેની કોઈ સેટેલાઇટ સરળતાથી ભાળ મેળવી શકે છે.
અનેકવાર જોવા મળ્યું મિથેનનું જાડું પડ
આ ગૅસ ગળતરની તપાસ સૌથી પહેલા ફ્રાંસની એક સંસ્થા કૈરોસે કરી. તેમના વિશ્લેષણને હવે નેધરલૅન્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચ અને સ્પેનની પૉલિટેક્ટિનિક યુનિવર્સિટી ઑફ વૅલેનિકા દ્વારા કરાઈ રહ્યું છે.
સેટેલાઇટથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યાં બાદ વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે જૂનથી ડિસેમ્બર વચ્ચે મિથેનની ઘનતા 115 વખત જોવા મળી.
જેના આધારે વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે એક કૂવામાંથી એક લાખ 27 હજાર ટન મિથેનનું ગળતર થયું
આ માનવીના કારણે થયું. જે મિથેનનું અત્યાર સુધીનું સૌથી મોટું ગળતર હોઈ શકે છે.
આ ગળતરની ઓળખ કરવામાં મદદ કરતી સ્પેનની પૉલિટેક્ટિનિક યુનિવર્સિટી ઑફ વૅલેનિકાના લુઇસ ગુંટેર કહે છે કે માત્ર નૉર્ડ સ્ટ્રિમમાં થતી તોડફોડથી જ મોટું ગળતર થઈ શકે છે.
સપ્ટેમ્બર 2022માં પાણીની નીચે થયેલા ધડાકાએ રશિયન ગૅસને જર્મની લઈ જતી પાઇપલાઇન નૉર્ડ સ્ટ્રીમ-1 અને 2ને વિરવિખેર કરી નાખી હતી. જેનાથી બે લાખ 30 હજાર ટન મિથેનનું ગળતર પણ થયું હતું.
આંતરરાષ્ટ્રીય ઍનર્જી ઍજન્સી અનુસાર ઔદ્યોગિક ક્રાંતિ બાદ વૈશ્વિક તાપમાનમાં થયેલાં વધારા માટે 30 ટકા મિથેન જવાબદાર છે.
સેટેલાઇટથી મળેલી તસવીર, વાદળો જેવી વસ્તુઓથી પ્રભાવિત થઈ શકે છે. એવામાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમને એ વાતનો વિશ્વાસ છે કે એક માત્ર કૂવાથી જ મોટા પ્રમાણમાં ગૅસનું ગળતર થયું છે.
સેટેલાઇટોએ પણ મેળવી મિથેનની ભાળ
ગુંટર કહે છે કે "અમે પાંચ અલગ અલગ સેટેલાઇટથી મિથેનની ભાળ મેળવી છે. જેમાંથી દરેક ઉપકરણ મિથેનનો ખાસ રીતે અંદાજો મેળવે છે. પણ અમે તેમાંથી માત્ર સટિક આકલનને જ લખ્યું છે."
તો મંગિસ્ટો વિસ્તારનાં ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોલૉજીએ એ વાતની પુષ્ટિ કરી છે કે મિથેનની ઘનતાનું સ્તર 9 જૂનથી 21 સપ્ટેમ્બરની વચ્ચે દસ જગ્યાએ કાયદા દ્વારા નક્કી કરાયેલા સ્તર કરતાં વધુ થઈ ગયું હતું. જેમાં એ પણ કહેવાયું છે કે વિસ્ફોટ પછીના કલાકોમાં મિથેનનું સ્તર માન્ય સ્તરથી 50 ગણું વધારે હતું.
પણ કૂવાઓનું નિયંત્રિત કરનારી કઝાકિસ્તાનની કંપની બુકાજી નેફ્ટે આ આરોપોથી ઇનકાર કરી દીધો છે કે મોટા પ્રમાણમાં ગૅસ ગળતર થયું હતું.
કંપનીનું કહેવું છે કે કૂવામાં ગૅસ ગળતરનું પ્રમાણ નગણ્ય હતું. તેમનું કહેવુ છે કે ગૅસ કૂવાથી બહાર આવતા જ બળી ગયો.
તેમનું એ પણ માનવું છે કે માત્ર પાણીની વરાળ જ વાતાવરણમાં લીક થઈ છે. જેનાથી સફેદ ધુમાડો થયો જે અંતરિક્ષથી પણ જોઈ શકાતા હતા.
કંપનીનાં સ્ટેટિજિક ડેવલપમૅન્ટ વિભાગના નાયબ નિયામક દાનિયાર ડુઈસેમબાયેવે બીબીસીને કહ્યું, "અમે સ્થિતિનું જવાબદારી પૂર્વક નિરાકરણ લાવ્યા."
બુકાજી નેફ્ટે પણ આ મુદ્દાનો અભ્યાસ બહારના વિશેષજ્ઞો પાસેથી કરાવ્યો છે. બીબીસીને તેના અંતિમ પરિણામોની જાણકારી અપાઈ નથી. જેમાં ફ્રાંસની સંસ્થા કૈરોસના પરિણામો પર શંકા દર્શાવાઈ છે.
કંપની મુજબ તેમાં કહેવાયું છે કે સેટેલાઇટે ભૂલથી વાતાવરણમાં મિથેનની જગ્યાએ અન્ય ગૅસની ભાળ મેળવી હશે. જેમ કે પાણીની વરાળ. તે સિવાય વૈજ્ઞાનિકોએ એ નથી જણાવ્યું કે વિસ્ફોટ પહેલાં હવામાં મિથેનનું પ્રમાણ કેટલું હતું.
કાયરોસની ટીમે આ નિષ્કર્ષથી ઇનકાર કર્યો છે.
પૉલિટેક્ટિનિક યુનિવર્સિટી ઑફ વૅલેનિકાના લુઇસ ગુંટેર કહે છે "અમે પાણીની વરાળ અથવા ધુમાડાની સંભવિત અસરનું પરીક્ષણ કર્યું છે."
તેમણે એ પણ જણાવ્યું કે વૈજ્ઞાનિકો માત્ર સિંગલ મિથેનને શોધી રહ્યા હતા. આ શોધની પદ્ધતિથી વાતાવરણમાં પહેલેથી રહેલાં મિથેનને કોઈ અસર નહીં થઈ હોય.
કઝાકિસ્તાને શું સંકલ્પ કર્યો છે?
અત્રાઉની ઔદ્યોગિક સુરક્ષા સમિતિએ આ ઘટનાનાં કારણોની તપાસ કરી. સમિતિને જાણવા મળ્યું કે બુકાજી નેફ્ટ કૂવાનાં ડ્રિલિંગની યોગ્ય દેખરેખ કરવામાં નિષ્ફળ રહ્યું.
તે સિવાય કંપનીના એક સબકૉન્ટ્રેક્ટર જામન ઇનેર્ગો ખોદકામ દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરવાના કેસમાં દોષિત સાબિત થયા. જામન ઇનેર્ગોએ આ અંગે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો.
કઝાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે એક નિવેદનમાં બીબીસીને કહ્યું કે ગૅસ ગળતર એક જટિલ ટૅકનિકલ સમસ્યા હતી. અને આ પ્રકારની દુર્ઘટનાને રોકવાની કોઈ સર્વસામાન્ય પદ્ધતિ નથી.
આ પહેલીવાર નથી કે જ્યારે મધ્ય એશિયામાં મોટા પ્રમાણમાં મિથેનનાં ગળતર અંગે ખબર પડી છે.
પાડોશી તુર્કમેનિસ્તાનની જેમ કઝાકિસ્તાને અનેક વાર મોટા પ્રમાણમાં મિથેનના ગળતરની ઘટનાઓ નોંધી છે. વૈજ્ઞાનિક આ પ્રકારની ઘટનાઓને 'સુપર-ઍમિટર' કહે છે.
ગુંટરનું રહેવું છે કે મંગિસ્ટો વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળી છે. તેમણે કહ્યું, "આ 'સામાન્ય' માનવીય કાર્યો દ્વા્રા આ અત્યાર સુધીનું મિથેનનું સૌથી મોટું ગળતર છે. જેને અમે શોધી કાઢ્યું છે."
ગયા વર્ષે આયોજિત COP28 જળવાયુ શિખર સંમેલનમાં કઝાકિસ્તાન ગ્લોબલ મિથેન પ્રતિજ્ઞામાં સામેલ થયું. આ પ્રતિજ્ઞા 150થી વધુ દેશો દ્વારા 2030 સુધી પોતાના મિથેન ઉત્સર્જનને 30 ટકા સુધી ઓછું કરવા માટે કરેલી સ્વૈચ્છિક સમજૂતી છે.