નવાઝ શરીફે કેમ કહ્યું કે "અમે વાજપેયીને આપેલું વચન તોડ્યું, એ અમારી ભૂલ હતી"?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે 28 મેના દિવસે પોતાની એક પાર્ટીના કાર્યક્રમમાં ભારત સાથે થયેલી સમજૂતીમાં પોતાની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો હતો.
પાકિસ્તાના મુસ્લિમ લીગ (નવાઝ) પાર્ટીની જનરલ કાઉન્સિલની બેઠકમાં નવાઝ શરીફે કહ્યું કે ભારત સાથે કરેલી સમજૂતીને તોડવી એ અમારી ભૂલ હતી.
શરીફની પાર્ટીની આ બેઠક 28 મેના દિવસે થઈ હતી.
આ દિવસે જ પાકિસ્તાને વર્ષ 1998માં પ્રથમ વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણ 14 મે 1998ના દિવસે ભારતના બીજા પરમાણુ પરીક્ષણના 14 દિવસ પછી કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણ પછી ફેબ્રુઆરી 1999માં ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ લાહોરનો પ્રવાસ કર્યો હતો.
નવાઝ શરીફે હાલમાં કહ્યું, "પરમાણુ પરીક્ષણ કરવાનો નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો. તમે જાણતા હશો કે ભારતની સંસદમાં આ સમાચાર આપવામાં આવ્યા હતા કે પાકિસ્તાને પાંચ ધડાકા કરીને આજે જવાબ આપી દીધો છે. ત્યાર બાદ વાજપેયી સાહેબ લાહોર આવ્યા. યાદ છે કે નથી?"
શરીફે કહ્યું, "વાજપેયી સાહેબે આવીને અમને વચન આપ્યું હતું. એ વાત અલગ છે કે અમે આ વચનની વિરુદ્ધ અરજી કરી હતી. તે અમારી ભૂલ છે અને તેના માટે અમે જવાબદાર છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અટલ બિહારી વાજપેયીના લાહોર પ્રવાસ પછી કારગિલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. એ સમયે નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા અને જનરલ પરવેઝ મુશર્રફ સેના પ્રમુખ હતા. જોકે, મુશર્રફે તખ્તાપલટ કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીઘી હતી.
શરીફે શું વાત કરી?

ઇમેજ સ્રોત, PML(N)
પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની બેઠકમાં શરીફે પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.
આ કાર્યક્રમમાં પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ પછી નવાઝ શરીફના દેશને નામ સંબોધનને પણ દેખાડ્યું હતું.
આ સંબોધનમાં શરીફે 1998માં કહ્યું હતું, "ભારતે કેટલીય અગ્નિ અને પૃથ્વી મિસાઇલ ચલાવી, પરંતુ તમે જાણો છો કે જ્યારે અમે એક મિસાઇલ છોડી તો શું થયું. ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં જે પરમાણુ પરીક્ષણ કર્યા. અમે આજે તેનો પણ હિસાબ ચૂકવી દીધો છે અને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યાં છે. અલ્લાહનો આભાર કે અમે આ કરી શક્યા. અમે જે કર્યું તે પાકિસ્તાનના લોકોનો નિર્ણય છે."
નવાઝ શરીફે 28 મેના યોજાયેલા કાર્યક્રમમાં તે સમય વિશે કેટલાક દાવાઓ કર્યા છે.
અમેરિકા વિશે શરીફે શું દાવો કર્યો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શરીફે દાવો કર્યો, "આજે 28 મે છે. આ દિવસે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કહ્યું કે અમે તમને પાંચ અબજ ડૉલર આપીએ છીએ. તમે મહેરબાની કરીને પરમાણુ પરીક્ષણ ન કરો. અમને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો."
નવાઝ શરીફે કહ્યું, "મેં તેમને (ક્લિન્ટનને) કહ્યું કે અમારો સોદો ન કરો, અમે બિકાઉ સમાજ નથી. અમે તે સમયે પાંચ અબજ ડૉલર પાછા આપી દીધા હતા. ક્લિન્ટને મને કહ્યું કે તમારા પર પ્રતિબંધો લાગશે અને આ વાત રેકૉર્ડમાં નોંધવામાં આવશે. મેં કહ્યું કે પ્રતિબંધો લાદી દો, શું થશે? ત્યાર બાદ અમે પરમાણુ પરીક્ષણ કર્યાં હતાં.”
આ કાર્યક્રમમાં શરીફે પોતાની સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી.
શરીફે પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું, "આપણે એ વાત માની લેવી જોઈએ કે આપણે જ પોતાના પગ પર કુલાડી મારી હતી. હું જ્યારે 1990માં વડા પ્રધાન બન્યો ત્યારે લોકોએ ટાંટિયાખેંચ ન કરી હોત તો પાકિસ્તાન આજે સુખી દેશ હોત."
શરીફ જે બેઠકમાં આ બધી વાત કરી રહ્યા હતા તે જ બેઠકમાં શરીફને પાકિસ્તાન મુસ્લિમ લીગના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે છ વર્ષ પહેલાં શરીફને અયોગ્ય જાહેર કર્યા હતા. શરીફે પોતાના ભાષણમાં તત્કાલીન મુખ્ય ન્યાયધીશની પણ ટીકા કરી હતી.
શરીફના નિવેદન પર પાકિસ્તાનમાં કેવી પ્રતિક્રિયાઓ આવી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા શુમાયલા જાફરીએ વિશ્લેષક અસ્કારી રિઝવી સાથે શરિફના નિવેદન વિશે વાત કરી હતી.
રિઝવીએ કહ્યું, "શરીફ પોતાના નિવેદનમાં પરવેઝ મુશરફ પર નિશાનો સાધી રહ્યા છે. શરીફે સેનાની કોઈ ટીકા કરી નથી. શરીફે ભારતીય મીડિયાને ચલાવવા માટે સારું કન્ટેન્ટ આપ્યું છે અને પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિ પેદા કરી છે. સત્ય એ છે કે કોઈને ફર્ક પડતો નથી. આ વિશે જરૂરી જાણકારી પહેલાં જ સાર્વજનિક કરવામાં આવી હતી."
રિઝવીએ કહ્યું કે શરીફ સાથે તકલીફ એ છે કે તેઓ ભૂતકાળમાં ખોવાયેલા છે અને તેના કેટલાક મુદ્દાનો પોતાના વિરોધીઓ સામે ઉપયોગ છે. શરીફ વર્તમાનની તકલીફો વિશે વાત કરતા નથી.
વરિષ્ઠ પત્રકાર મંસૂર અલી ખાને પોતાના બ્લૉગમાં કહ્યું, "શરીફે પોતાના આ નિવેદનમાં ઔપચારિક રૂપે સ્વીકાર્યું છે કે પાકિસ્તાને 1999ની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું. મને નથી ખબર કે તેમને આ નિવેદન ભૂલથી આપ્યું છે કે ઇરાદાપૂર્વક. આજે મિયાં સાહેબ (શરીફે) યુદ્ધની જવાબદારી પોતાના પર લીધી હતી. તમે આ નિવદનને કડવું સત્ય કહી શકો પણ જ્યારે વિદેશ મંત્રી ઇશાક ડાર વિદેશ જશે ત્યારે તેમને આ સવાલો પૂછાશે."
લાહોર કરાર શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
નવાઝ શરીફ વાજપેયી સાથે જે કરાર પ્રમાણેનું વચન તોડવાની વાત કરી રહ્યા હતા, જેને લાહોર સમજૂતી નામે ઓળખાય છે.
આ કરાર 21 ફેબ્રુઆરી 1999ના દિવસે થયો હતો.
આ કરાર હેઠળ બન્ને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતાની વાત કરવામાં આવી હતી.
આ કરારમાં પરમાણુ હથિયારોનો અચાનક કે અજાણતા ઉપયોગ રોકવા માટે વચન આપવામાં આવ્યું હતું.
આ કરારને બન્ને દેશોની સંસદે પણ મંજૂરી આપી હતી.
બન્ને દેશોએ કેટલાંક સ્તરોની વાતચીત થકી વિવાદોનો ઉકેલ કરવાની યોજના બનાવવાની વાત કરી હતી.
આ પ્રવાસ દરમિયાન શરીફે વાજપેયીએ લખેલી એક કવિતા પણ વાંચી હતી.
એ કવિતા હતી – "જંગ ન હોને દેંગે, હમ જંગના હોને દેંગે."
વાજપેયી આ પ્રવાસ માટે બસથી પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનમાં આ નિર્ણયના એ સમયે વખાણ કરવામાં આવ્યા હતા. કેટલાક રાજકીય પક્ષોએ ત્યારે આ બસ યાત્રાને બન્ને દેશો વચ્ચે વિવાદના ઉકેલની એક પહેલ તરીકે જોવામાં આવતી હતી.
જોકે, આ કરારના થોડાક મહિનાઓ પછી જમ્મુ કાશ્મીરના કારગિલમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના સમાચારો સામે આવ્યા હતા.
પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની જાણકારી તાશી નામગ્યાલ નામના એક ભરવાડે આપી હતી.
ત્યારબાદ બન્ને દેશો વચ્ચે કારગિલમાં ગોળીબાર શરૂ થયો હતો.
ભારતમાં તેને “ઑપરેશન વિજય” અને પાકિસ્તાનમાં “ઑપરેશન કોહ-એ-પૈમા” એટલે કે “ઑપરેશન પર્વતારોહણ” નામ આપવામાં આવ્યું હતું.
આ યુદ્ધમાં 500થી વધારે ભારતીય સૈનિકોનું મૃત્યુ થયું હતું. પાકિસ્તાનના કેટલા સૈનિકોનું મૃત્યુ થયું તે વિશે કોઈ આધિકારીક જાણકારી નથી.
એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાન સેનાએ પોતાના સૈનિકોના ધડ કારગિલથી ન લીધા હોવાની વાતો કહેવામાં આવી હતી.
વાજપેયીના પ્રવાસનો પાકિસ્તાનમાં વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
કારગિલ યુદ્ધ પાછળ પરવેઝ મુશર્રફની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગેલેન્ટ્રી એવૉર્ડની વેબસાઇટના એક દસ્તાવેજ પ્રમાણે, શરીફને જાણકારી ન હતી કે પોતાના નાકની નીચે સેનાના જનરલ શું કરી રહ્યા છે.
વાજપેયીએ જ્યારે ત્રણ દિવસનો લાહોર પ્રવાસ કર્યો હતો ત્યારે શાહી કિલ્લામાં થયેલા સ્વાગત કાર્યક્રમમાં સેના પ્રમુખ મુશર્રફ હાજર ન હતા.
બીબીસીના આસિફ ફારૂકીએ આપેલી માહિતી પ્રમાણે ત્યારે પાકિસ્તાનમાં અફવાઓ હતી કે જનરલ પરવેઝ મુશર્રફ ભારતીય વડા પ્રધાનને સલામ કરવાના પક્ષધર ન હતા.
શાહી કિલ્લા પર એક તરફ યુદ્ધ ન થાય તે માટે વાતચીત થઈ રહી હતી અને બીજી તરફ રાજકીય દળ જમાત-એ-ઇસ્લામીના સભ્યો રસ્તા પર પથ્થરમારો કરી રહ્યા હતા.
જોકે, અટલ બિહારી વાજપેયીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
વાજપેયીએ મીનાર-એ-પાકિસ્તાન સ્મારકની પણ મુલાકાત લીધી હતી.
વાજપેયીએ ત્યાં જતા પહેલાં કહ્યું હતું, "મને કહેવામાં આવ્યું હતું કે જો હું મિનાર-એ-પાકિસ્તાનની મુલાકાત લઈશ તો પાકિસ્તાન રાષ્ટ્ર પર મહોર લાગી જશે. અરે ભાઈ, પાકિસ્તાન બની ગયું છે, આ હકીકત છે અને આ વિશે કોઈ બીજી મહોરની જરૂર નથી."












