ભારતે 'ટાર્ગેટેડ કિલિંગ'ના પાકિસ્તાનના દાવાને ખોટો ગણાવ્યો

વિદેશ સચિવ મુહમ્મદ સિરસ કાઝીએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશ સચિવ મુહમ્મદ સિરસ કાઝીએ
    • લેેખક, મેરીલ સેબેસ્ટિયન
    • પદ, બીબીસી ન્યૂઝ, કોચી

ભારતે પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધા છે કે, ભારતના એજન્ટોએ 2023માં પાકિસ્તાનની ધરતી પર બે પાકિસ્તાની નાગરિકોની હત્યા કરી. કથિત આરોપોને ભારતે "ખોટા" ગણાવ્યા હતા.

કૅનેડામાં એક શીખ અલગતાવાદીની હત્યામાં ભારત સામેલ હોવાના કૅનેડાના કથિત આરોપના મહિનાઓ પછી પાકિસ્તાનને આવો દાવો કર્યો છે. પરંતુ ભારતે આ વાતને નકારી કાઢી છે.

ગુરુવારે પાકિસ્તાને કહ્યું હતું કે, તેની પાસે બે હત્યાઓ અને ભારતીય એજન્ટો વચ્ચેના સંબંધોના "વિશ્વસનીય પુરાવા" છે.

ભારતના વિદેશ મંત્રાલયે તેને "ભારત વિરોધી દૂષિત પ્રચાર" ગણાવ્યો છે.

ગ્રે લાઇન

પાકિસ્તાને શું આરોપો કર્યાં?

વિદેશ મંત્રી એસ. જયશંકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિદેશ મંત્રી એસ. જયશંકર

ભારત પર પાકિસ્તાને જેનો આરોપ મૂક્યો છે એ પાકિસ્તાનમાં થયેલી બે હત્યાઓમાં સપ્ટેમ્બર-2023માં રાવલકોટ શહેરમાં મુહમ્મદ રિયાઝ અને ઑક્ટોબર 2023માં સિયાલકોટ શહેરમાં શાહિદ લતીફની હત્યાનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિની મસ્જિદમાં નમાજ પઢતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય એકની બહાર હત્યા કરવામાં આવી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ લોકો કોણ હતા અથવા ભારત કથિત રીતે તેના કટ્ટર હરીફના પ્રદેશમાં હત્યાઓ કરવા માટે એજન્ટો કઈ રીતે મોકલી શકે એનાં કારણો જાહેર કર્યાં નથી.

વિદેશ સચિવ મુહમ્મદ સિરસ કાઝીએ આ હત્યાઓને "અસ્વીકાર્ય" અને "તેમનાં સાર્વભૌમત્વનું ઉલ્લંઘન" ગણાવી હતી.

તેમણે કહ્યું,"અમારી પાસે આ હત્યાઓમાં માસ્ટરમાઇન્ડ કરનાર બે ભારતીય એજન્ટોની સંડોવણીના દસ્તાવેજી, નાણાકીય અને ફોરેન્સિક પુરાવા છે."

તેમણે ઉમેર્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘન માટે ભારતને "જવાબદાર" ગણવામાં આવવું જોઈએ.

ભારતે પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા કથિત આરોપોને સીધી રીતે સંબોધિત કર્યાં નહોતા. પરંતુ પાકિસ્તાનને "આતંકવાદ, સંગઠિત અપરાધ અને ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર" ગણાવ્યું હતું.

તેના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત અને અન્ય ઘણા દેશોએ જાહેરમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, તે તેની પોતાની આતંક અને હિંસાની સંસ્કૃતિનો ભોગ બનશે."

અધિકારી કાઝીએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનમાં થયેલી હત્યાઓ કૅનેડા અને યુએસમાં થયેલી હત્યાઓ જેવી જ હતી. જો કે, તે આરોપો મુસ્લિમોની નહીં પણ શીખોની હત્યાઓ અથવા હત્યાના પ્રયાસો અંગેના હતા.

ગ્રે લાઇન

કૅનેડા અને યુએસના ભારત સામેના આરોપો

મોદી અને ટ્રુડો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવેમ્બર 2023માં અમેરિકાએ જણાવ્યું હતું કે, તેણે ખાલિસ્તાન અથવા અલગ શીખ રાજ્યની હિમાયત કરતા ન્યૂયોર્કમાં રહેતા એક અમેરિકન નાગરિકની હત્યા કરવાના એક ભારતીય વ્યક્તિના કથિત કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું.

આ કેસમાં એક વ્યક્તિ નિખિલ ગુપ્તાને કથિત રીતે ભારત સરકારના એક અધિકારી દ્વારા આ કામ સોંપાયું હતું એવું કહેવામાં આવ્યું હતું અને એ અધિકારીનું નામ આરોપનામામાં મૂકવામાં આવ્યું નહોતું.

વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે, તેણે કથિત હત્યાના કાવતરાને સૌથી વરિષ્ઠ સ્તરે ભારત સાથે ઉઠાવ્યો હતો.

ભારતે કહ્યું હતું કે, તેણે "યુએસ સરકાર દ્વારા હાઇલાઇટ કરાયેલી સુરક્ષા ચિંતાઓને સંબોધવા" માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે.

જ્યારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં એક શીખ નેતાની હત્યા સાથે ભારત સરકારને જોડતા "વિશ્વસનીય" પુરાવા હોવાનું જણાવ્યું હતું. તેના મહિનાઓ પછી પાકિસ્તાનના આરોપો હોવાનો આ સમાચાર આવ્યા છે. ભારતે એ સમયે હત્યામાં તેની કોઈપણ પ્રકારની ભૂમિકા હોવાનું નકાર્યું હતું.

આ આરોપને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી હતી.

ખાલિસ્તાન ચળવળ ભારતમાં શીખ બહુમતી ધરાવતા પંજાબ રાજ્યમાં હિંસક બળવા સાથે 1980ના દાયકામાં ચરમસીમાએ પહોંચી હતી.

તેને બળ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી અને હવે ભારતમાં તેની બહુ ઓછી પકડ છે. પરંતુ કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને યુકે જેવા દેશોમાં શીખ સમુદાયના કેટલાક લોકોમાં તે હજુ પણ તેમને સ્પર્શતો મુદ્દો છે.

રેડ લાઇન
રેડ લાઇન