રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિશે પાકિસ્તાનના લોકો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજારતી
- પદ, નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પર પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સાથે-સાથે મોટા માથાઓ પણ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
આ કાર્યક્રમ પૂરો થયા બાદ પાકિસ્તાન સરકારે એક નિવેદન બહાર પાડીને તેની નિંદા કરી હતી.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં લખ્યું છે - 'ઉગ્રવાદીઓનાં ટોળાંએ 6 ડિસેમ્બર, 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. તે નિંદનીય છે કે ભારતના ટોચની અદાલતે આ નિંદનીય કૃત્ય માટે જવાબદાર લોકોને નિર્દોષ છોડી દીધા છે. વધુમાં, તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી.'
પાકિસ્તાન સરકારની આ પ્રતિક્રિયા પર પાકિસ્તાનના તમામ અખબારોએ સમાચાર પ્રકાશિત કર્યા છે.
આ સાથે જ પાકિસ્તાનના લોકોએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ્સ પર આ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
પાકિસ્તાનની સરકારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, TWITTER/ANWAAR_KAKAR
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડીને ત્યાં રામમંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાની નિંદા કરે છે.”
આ નિવેદનમાં લખ્યું છે -
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"સદીઓ જૂની મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ ઉગ્રવાદીઓનાં ટોળાં દ્વારા તોડી પાડવામાં આવી હતી. કમનસીબે, ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર ગુનેગારોને જ છોડી દેવાની સાથે સાથે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે સ્થળે મંદિર બનાવવાની પણ મંજૂરી આપી હતી."
"છેલ્લાં 31 વર્ષની ઘટનાઓ આજે જીવલેણ પરિણામો સુધી પહોંચી છે. તે ભારતમાં વધતા બહુમતીવાદના પ્રભુત્ત્વ તરફ ઇશારો કરે છે. તે ભારતીય મુસ્લિમોને રાજકીય અને સામાજિક રીતે હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે."
"તોડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર બનેલું રામમંદિર લાંબા સમય સુધી ભારતના લોકતંત્ર પર એક ડાઘ બની રહેશે. નોંધનીય છે કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત આવી મસ્જિદોની યાદીમાં વધારો થઈ રહ્યો છે જેને તોડી પડાશે તેવો ભય છે."
"ભારતમાં 'હિંદુત્વ' વિચારધારાની તેજ લહેર એ સાંપ્રદાયિક સૌહાર્દ અને પ્રાદેશિક શાંતિ માટે ગંભીર ખતરો ઊભી કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતમાં વધતા ઇસ્લામોફૉબિયા, દ્વેષપૂર્ણ ભાષણ અને નફરતના ગુનાઓનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે ઉગ્રવાદી જૂથોથી ઇસ્લામિક હેરિટેજ સાઇટ્સને બચાવવાના પ્રયાસોમાં ભૂમિકા ભજવવી જોઈએ."
પાકિસ્તાનના લોકોએ સોશિયલ મીડિયા પર શું લખ્યું?

ઇમેજ સ્રોત, ANI
પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર જમીલ બલોચે ઍક્સ પર લખ્યું છે - 'આ શરમની વાત છે કે એક સમયે આપણી પાસે મોહમ્મદ બિન કાસિમ, ગૌરી, ગઝનવી અને આલમગીર જેવા શાસકો હતા. અને આજે આપણા પર કાયરોનું શાસન છે, જેમણે મોદીને બાબરી મસ્જિદ તોડીને તેની જમીન પર મંદિર બનાવવા દીધું.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
હરિસ ડાર નામના વ્યક્તિએ ઍક્સ પર લખ્યું છે કે, “ભારત સરકારની રહેમરાહ હેઠળ બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિરના નિર્માણથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બની ગયું છે. ભારતના મુસ્લિમોને એક રાજકીય પક્ષની જરૂર છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
નોશી સત્તી નામના યુઝરે લખ્યું, "મુસ્લિમોના ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે, જ્યારે એક શહીદ કરવામાં આવેલી મસ્જિદની જગ્યાએ મંદિર બનાવવામાં આવ્યું છે. અને તે પણ વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પાકિસ્તાની પત્રકાર રહીમ નસરે લખ્યું, “ધાર્મિક ઉગ્રવાદ ભારતની સુરક્ષા અને સ્થિરતાને નુકસાન પહોંચાડશે અને હિન્દુઓમાંના અતિ-રાષ્ટ્રવાદીઓ ભારતને અરાજકતા અને ધાર્મિક અનિશ્ચિતતાના યુગમાં ધકેલી રહ્યા છે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
જોકે, આ પ્રસંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ ખેલાડી દાનિશ કનેરિયાએ ખુશી વ્યક્ત કરી છે.
તેમણે ઍક્સ પર લખ્યું છે કે, "સદીઓની પ્રતીક્ષા પૂર્ણ થઈ, પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
પાકિસ્તાનનાં અખબારોમાં શું લખાયું?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના મીડિયા પ્રતિષ્ઠિત સમૂહ જિયો ટીવીએ તેના સમાચારમાં પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને કરેલી અપીલનો ઉલ્લેખ કર્યો છે.
આ સમાચાર પ્રમાણે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કર્યો છે કે તે ભારતમાં રહેલી ઇસ્લામિક વારસાની જગ્યાઓને ચરમપંથી સમૂહોથી બચાવવાની સાથેસાથે ભારતીય લઘુમતીઓના સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
છેલ્લા કેટલાક કલાકોમાં કેટલાક પાકિસ્તાની ટ્વિટર યુઝર્સ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ ચર્ચ જેવી બિલ્ડિંગની છત પર ચડીને ત્યાં ધ્વજ લગાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો શેર કરતી વખતે સોશિયલ મીડિયા યુઝર્સ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભવિષ્યમાં ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવામાં આવી શકે છે.
પ્રખ્યાત પાકિસ્તાની લેખક અને બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર મોહમ્મદ હનીફે લખ્યું છે કે, “અહીં પાકિસ્તાનમાં બે રાષ્ટ્રની વિચારધારાના નારા લગાવનારાઓ પણ આજે તાળીઓ પાડી રહ્યા છે કે અમે તો સો વર્ષ પહેલાં જ જાણતા હતા કે હિંદુ અને મુસ્લિમ એક સાથે રહી શકે નહીં.”
પાકિસ્તાનના પ્રખ્યાત કવયિત્રી ફહમીદા રિયાઝે થોડો સમય ભારતમાં નિર્વાસિત જીવન વીતાવ્યું હતું.
જ્યારે તેમણે ભારતમાં હિંદુત્વના આક્રમણને જોયું, ત્યારે તેમણે એક કવિતા લખી હતી જેમાં કહેવામાં આવ્યું કે તમે તો અમારા જેવા જ નીકળ્યા. જ્યારે તમે તમારા સપનાના સ્વર્ગમાં પહોંચી જાઓ ત્યારે અમને પત્રો મોકલતા રહેજો."
“જો આજે ફહમીદા રિયાઝ જીવિત હોત અને રામના નામે ગાવામાં આવતા ભજનને તેમણે સાંભળ્યા હોત, જેમાં મારવા-કાપવા અને પાકિસ્તાનમાં બાબરનું મંદિર બનાવવાનો વાયદો હોત તો તેઓ કહેત, “ભાઈ, તમે તો સ્વર્ગમાં છો, બસ તમારી ચિઠ્ઠી રાખી લો.”