વડા પ્રધાન મોદી, કેજરીવાલ અને લોકસભાની ચૂંટણી વિશે પાકિસ્તાનના મીડિયામાં કેવી ચર્ચા થઈ રહી છે?

નરેન્દ્ર મોદી ચૂંટણી સભામાં

ઇમેજ સ્રોત, ANI

ભારતમાં ચાલી રહેલી લોકસભા 2024ની ચૂંટણીની પાકિસ્તાનના મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

આ ચર્ચાના કેન્દ્રમાં ભારત અને પાકિસ્તાનના નેતાઓનાં નિવેદનો છે.

પાકિસ્તાનમા ઇમરાન ખાનની સરકારમાં મંત્રી રહેલા ચૌધરી ફવાદ હુસૈને થોડાક સમય પહેલાં ટિપ્પણી કરી હતી.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 25 મેના દિવસે પોતાના પરિવાર સાથે મતદાન કર્યા પછી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ફવાદ ચૌધરીએ આ તસવીરોને રી-ટ્વીટ કરી હતી અને લખ્યું કે શાંતિ અને સૌહાર્દ...નફરત અને ઉગ્રવાદની તાકતોને હરાવી દે.

ફવાદના આ ટ્વીટનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે લખ્યું, "ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો પોતાના મામલાઓ સંભાળવા માટે સંપૂર્ણપણે સક્ષમ છીએ. તમારા ટ્વીટની જરૂર નથી. આ સમયે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશને સંભાળો."

ફવાદે કેજરીવાલને શું કહ્યું?

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ

ફવાદ ચૌધરીએ આ વાતને જવાબ આપ્યો, "સીએમ સાહેબ, ચૂંટણી તમારો જ મામલો છે. ભારત હોય કે પાકિસ્તાન, ઉગ્રવાદની કોઈ સીમા નથી. જે કોઈ પાસે અંતરઆત્મા હશે, તે આ વાતને સાચી નહીં કહે. પાકિસ્તાનમાં સ્થિતિ આદર્શ નથી,પરંતુ દરેક વ્યક્તિએ તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ."

કેજરીવાલ અને ફવાદ હુસૈન વચ્ચે થયેલા આ સંવાદને દિલ્હી ભાજપે મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ટીકા ટિપ્પણીનો આ એકમાત્ર મામલો નથી.

ફવાદ ચૌધરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે પૂર્વ સરકારી અધિકારી. ભારતીય ચૂંટણીમાં પાકિસ્તાન અને પાકિસ્તાનની ચૂંટણી દરમિયાન ભારતની ચર્ચા થતી રહે છે. પાકિસ્તાનના મીડિયામાં પણ આ વિશે અહેવાલો છપાઈ રહ્યા છે.

અમે આ અહેવાલમાં તે વિશે જણાવવાનો પ્રયત્ન કરીશું.

વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન વિશે શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ ચૂંટણી સભાઓમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના દમોહમાં કહ્યું હતું કે એક પાડોશી દેશ જે આતંકવાદનો સપ્લાયર હતો, તે આજે લોટ માટે પણ સંઘર્ષ કરી રહ્યો છે.

વડા પ્રધાન મોદીએ બીજી એક ચૂંટણી સભામાં કહ્યું હતું કે વિપક્ષને પાકિસ્તાનના પરમાણુ બૉમ્બ સપનામાં આવે છે.

ગૃહમંત્રી અમિત શાહે બિહારના કારાકાટમાં 26 મેના રોજ એક ચૂંટણી સભામાં કહ્યું, "કૉંગ્રેસ પાકિસ્તાનના પરમાણુ બૉમ્બથી ડરે છે. અમે મોદીના કાર્યકર્તા છીએ અને અમે કોઈથી ડરતા નથી.”

અહીં ઉલ્લેખનીય છે કે મણિશંકર ઐય્યરે આપેલો એક ઇન્ટરવ્યૂ વાઇરલ થયો હતો. આ ઇન્ટરવ્યૂમાં ઐય્યરને પાકિસ્તાનની પાસે પરમાણુ બૉમ્બ છે તેવી વાત કરતા સંભાળી શકાય છે.

ભાજપના નેતાઓ ઐય્યરના આ નિવેદન થકી કૉંગ્રેસ પર નિશાનો સાધી રહ્યા છે.

વડા પ્રધાને હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનની તાકાત વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું, "તાકાતની વાત કરીએ તો હું પોતે જ લાહોર જઈને તપાસ કરીને આવ્યો છું. હું કોઈપણ પ્રકારની સુરક્ષા તપાસ વગર સીધો જ ચાલ્યો ગયો હતો. એક પત્રકાર ત્યાંથી રિપોર્ટ કરી રહ્યા હતા કે હે અલ્લાહ આ વ્યક્તિ કોઈપણ વિઝા વગર કેવી રીતે આવી. અરે, એક જમાનામાં તે અમારો જ દેશ હતો."

મોદીએ તે જ ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, "હું જાણુ છું કે પાકિસ્તાનના લોકો હેરાન છે. તેમની હેરાનગતિનું કારણ હું છું તે પણ જાણું છું."

પાકિસ્તાનના નેતા અને પૂર્વ અધિકારીએ શું કહ્યું?

ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહેલા અબ્દુલ બાસિત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહેલા અબ્દુલ બાસિત

ફવાદ ચૌધરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ઇન્ટરવ્યૂને 26 મેના દિવસ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે જે તેમણે લખ્યું, "મોટા પદ પર નાનો માણસ. નવાઝ શરીફે મોદીને ભારતના વડા પ્રધાન તરીકે સન્માન આપ્યું હતું."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેના દિવસે આપેલા બીજા એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું, "આપણે પાકિસ્તાનનો શું એપ્રોચ છે તેના વિશે વધારે વિચારવાની જરૂર નથી. આપણે પોતાના લક્ષ્યની ધ્યાનમાં રાખીને આગળ વધતા રહેવું જોઈએ. મેં પાકિસ્તાન, હિન્દુસ્તાનને ચલાવવાની રીતો પર 10 વર્ષથી તાળાં લગાડી દીધાં છે. હું તે કરવા માંગતો જ ન હતો."

વડા પ્રધાને કહ્યું હતું કે "પાકિસ્તાને 1947માં પોતાનો દેશ અમારી પાસેથી લઈ લીધો. તેઓ પોતાના માટે સારું કરે. તેઓ પોતાના બે સમયના ભોજનની વ્યવસ્થા કરે. આપણે ખૂબ જ આગળ નીકળી ગયા છીએ."

વડા પ્રધાન મોદીના આ ઇન્ટરવ્યૂને ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત રહેલા અબ્દુલ બાસિતે શેર કર્યો હતો.

અબ્દુલ બાસિતે 11 મેના દિવસે લખ્યું, "આમાં પાકિસ્તાનનો જ લાભ છે. ધીરજ રાખો. ભારતને પાકિસ્તાનની વધારે જરૂર છે. મોદી જો ચૂંટણી જીતશે તો તેઓ પોતાના નિવેદનને પાછું ખેંચશે. ધીરજ રાખો અને જુઓ."

પાકિસ્તાનના મીડિયામાં કેવી ચર્ચા છે?

વડા પ્રધાન મોદીની ચૂંટણીસભા

ઇમેજ સ્રોત, REUTERS

પાકિસ્તાનના કેટલાક મીડિયા સમૂહોએ ભારતની ચૂંટણીમાં થઈ રહેલા પાકિસ્તાનના ઉલ્લેખ પર અહેવાલો કર્યા છે.

આંતરરાષ્ટ્રીય લેબર ઑર્ગેનાઇઝેશનમાં સંશોધક તરીકે કામ કરી ચૂકેલા નોમાન માજિદે ડૉન ન્યૂઝ માટે એક લાંબો લેખ લખ્યો છે.

આ લેખનું શીર્ષક છે – ભારતની ચૂંટણીમાં મુસ્લિમો સાથે જોડાયેલા સવાલો.

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની લોકસભાની ચૂંટણીના કેન્દ્રમાં ફરીથી મુસલમાનો છે. લોકસભા 2019ની ચૂંટણીમાં ચૂંટણી અભિયાન ભારતની બહારના દુશ્મનો પર કેન્દ્રિત હતું.

આ લેખ અનુસાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 2019ની ચૂંટણીમાં કહી રહ્યા હતા કે અમે ઘૂસીને મારીશું. 2024ની ચૂંટણીમાં તેઓ ભારતીય મુસ્લિમોને ઘૂસણખોર ગણાવી રહ્યા છે.

ડૉનના લેખમાં વડા પ્રધાન મોદીના એક નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે (મોદીએ) કહ્યું હતું કે કૉંગ્રેસ મુસ્લિમોને તમારી સંપત્તિ આપી દેશે.

જોકે, કૉંગ્રેસે આ પ્રકારનો દાવો પોતાના ચૂંટણીઢંઢેરામાં કર્યો નથી. કૉંગ્રેસના કોઈ નેતાએ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું નથી.

ડૉનમાં લખાયેલા લેખ અનુસાર ભાજપ-આરએસએસ મુસ્લિમોને બહારી માને છે અને શુદ્ધિકરણનો વિચાર રાખે છે.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ કોઈપણ ધર્મ સાથે પક્ષપાતના આરોપને નકારતા આવ્યા છે. ભાજપનું કહેવું છે કે પાર્ટી "સૌનો સાથ અને સૌનો વિકાસ"ના વિચાર સાથે કામ કરે છે.

મલીહા લોધી શું કહે છે?

અમેરિાકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે મલીહા લોધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિાકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે મલીહા લોધી

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ રહી ચુકેલાં મલીહા લોધીએ પણ એક વિશ્લેષણ લેખ લખ્યો છે.

ડૉન ન્યૂઝમાં છપાયેલા આ લેખમાં તેઓ કહે છે, "નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનશે તેવી વાતો મોટાપાયે કરવામાં આવી રહી છે. જોકે, તેમની પાર્ટી 400 બેઠકો જીતશે તે વિશે કેટલાક લોકોને શંકા છે."

મલીહાએ પોતાના લેખમાં વડા પ્રધાન મોદીના એ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે (મોદીએ) પાકિસ્તાનની ભારત વિરુદ્ધ જેહાદ છેડવાની ધમકી અને વોટ જેહાદ જેવી વાતો કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભામાં કહ્યું હતું, "પહેલાં આતંકવાદી હુમલાઓ થતાં ત્યારે કૉંગ્રેસ ડોઝિયર મોકલતી હતી. અમે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે."

આ લેખમાં મોદીના એ નિવેદનનો પણ ઉલ્લેખ છે, જેમાં મોદીએ પાકિસ્તાન લોટ માટે પણ તરસી રહ્યું છે જેવી વાત કરી હતી.

પાકિસ્તાન પ્રશાસિત કશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં લોટના ભાવને લઈને હિંસક પ્રદર્શનો થયાં હતાં.

મલીહા લોધીએ લેખમાં લખ્યું, "જો મોદી ફરીથી સત્તામાં આવશે તો આ પ્રકારનું વલણ ભારત અને પાકિસ્તાનનાં સંબંધોને વધારે ખરાબ કરી શકે છે. કેટલાક લોકો કહે છે કે મોદીના પાકિસ્તાન વિશેના નિવેદનો માત્ર ચૂંટણીના રાજકારણનો ભાગ છે. જોકે, આ વાતોની અસર પડે છે."

લોધીએ ઉમેર્યું, "ઍન્ટી પાકિસ્તાન અને ઍન્ટી મુસ્લિમ ભાજપના વિચારનો ભાગ છે. આ વાતને ધ્યાનમાં રાખીએ તો આવનારી સરકારમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો સુધરે તેની શક્યતાઓ ઓછી છે."

ભારતની ચૂંટણી અને પાકિસ્તાન

ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, MEA

ઇમેજ કૅપ્શન, ઇમરાન ખાન અને નરેન્દ્ર મોદી

ધી એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં એક લેખ આ હેડલાઇન સાથે જ છાપવામાં આવ્યો છે.

આ હેડલાઇન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડા પ્રધાને તે નિવેદનમાં કહ્યું હતું કે આ સંયોગ ન હોઈ શકે કે જ્યારે ભારતમાં કૉંગ્રેસ સમાપ્ત થઈ રહી છે ત્યારે પાકિસ્તાન રડી રહ્યું છે.

આ લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ચૂંટણી શરૂ થતાં પહેલાં જ કેટલાક પાકિસ્તાની રાજદ્વારીઓએ બંને દેશો વચ્ચે તણાવ વધશે તેવી શંકા જાહેર કરી હતી.

ભારતે 2019ની ચૂંટણી પહેલાં પુલવામામાં થયેલા હુમલા પછી પાકિસ્તાનમાં ઍર સ્ટ્રાઇક કરવાની વાત કરી હતી.

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે આ ઍર સ્ટ્રાઇક વિશે જે દાવાઓ કર્યા હતા તેને પણ આ લેખમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ લેખ અનુસાર ભાજપ પાકિસ્તાન સાથે તણાવ વધારીને ચૂંટણીમાં તેનો ફાયદો લે છે.

આ જ લેખમાં ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરીને તેમનાં વખાણ કર્યાં હતાં તે વાતનો પણ ઉલ્લેખ છે. આ મુદ્દે ભાજપે કૉંગ્રેસ પર પ્રહારો કર્યો તે વાત પણ આવરી લેવામાં આવી છે.

કામરાન યુસૂફ આ લેખમાં લખે છે, "આ બધું જોઈને જાણી શકાય કે નેતા કેવી રીતે ભારત અને પાકિસ્તાનમાં લોકોને મૂરખ બનાવે છે. ફવાદ ચૌધરીના ટ્વીટ વિશે પાકિસ્તાનમાં કોઈ નથી પૂછતું. જોકે, સીમાની બીજી તરફ ભાજપ તેને (ફવાદ ચૌધરીના ટ્વીટને) કૉંગ્રેસ અને પાકિસ્તાનની મિલીભગત ગણાવે છે. આ એવી રીત છે જેનો પાકિસ્તાનમાં પણ ઉપયોગ કરવામાં આવે છે."

આ લેખમાં 2019માં પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાનના એક નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઇમરાન ખાને એપ્રિલ 2019માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "જમણેરી પાર્ટી ભાજપ કદાચ જીતશે તો કાશ્મીર મામલે કોઈ પ્રકારની સમજૂતી થઈ શકે છે."

ટ્રિબ્યુનના લેખમાં કહેવામાં આવ્યું છે, "એકબીજા દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતને આધારે જો કોઈના રાષ્ટ્રવાદ પર આંગળી ચીંધવામાં આવે તો પાકિસ્તાને ભાજપને 2019ની લોકસભાની ચૂંટણી જીતવામાં મદદ કરી હતી.આધારે