You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટ કમિન્સ: મુસ્લિમ ખેલાડી માટે પાર્ટી કૅન્સલ કરી, ભારતને કોરોનામાં દાન કર્યું
- લેેખક, કે. બોધિરાજ
- પદ, બીબીસી માટે
"અમદાવાદના સ્ટેડિયમમાં આવેલા લાખો ચાહકોને શાંત કરીને મને સંતોષ થશે."
ઑસ્ટ્રેલિયન કપ્તાન પેટ કમિન્સે આ નિવેદન ભારત સામે વર્લ્ડકપ ફાઇનલ પહેલાં આપ્યું હતું.
કમિન્સના આ શબ્દોનો અર્થ અર્થ કોઈ પર દબાણ લાવવાની માનસિકતા સાથે થઈ શકે નહીં, કેમ કે કમિન્સ કોઈ સામાન્ય કપ્તાન નથી.
તેનું કારણ આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે.
1990થી 2000ના દાયકા સુધી ઑસ્ટ્રેલિયાની ટીમમાં આવેલા માર્ક ટેલર, ઍલન બૉર્ડર, સ્ટીવ વો, રિકી પૉન્ટિંગ અને માઈકલ ક્લાર્ક જેવા કપ્તાન માત્ર વિરોધી ખેલાડીઓ સાથે જ નહીં પરંતુ તેમની માનસિકતાથી પણ રમવામાં પણ સક્ષમ હતા.
તે એવા કપ્તાનોમાંથી એક હતા જેમણે તમારું ધ્યાન ખેંચ્યું હોય.
જેમ કે કોઈ ચોક્કસ ખેલાડી અથવા બૅટ્સમૅન કે જેમણે મૅચમાં સારી બેટિંગ કરી હોય તેના પર બૂમો પાડવી.
કમિન્સ કેવી રીતે બધાથી અલગ છે?
પરંતુ પેટ કમિન્સ ઑસ્ટ્રેલિયાની ટીમ માટે એક દુર્લભ કપ્તાન બન્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પેટ કમિન્સે એક ઇન્ટરવ્યૂમાં પત્રકારોને ચોંકાવી દીધા હતા અને કહ્યું હતું કે, "હું કોઈ કારણ વગર વિપક્ષ પર ટકોર કરવામાં સમય વેડફવા નથી માગતો, હું જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. હું ગંદાં કામ કરવાં નથી માગતો."
આ વાતથી સ્પષ્ટ થાય છે કે પેટ કમિન્સને લઈને ક્રિકેટ જગત તરફથી ક્યારેય કોઈ ફરિયાદ થઈ નથી.
અંતિમ મૅચમાં પણ પેટ કમિન્સે પ્રથમ 15 ઓવર હંમેશની જેમ કપ્તાની કરી હતી.
પરંતુ જ્યારે વિરાટ કોહલી અંદરના બૉલ પર આઉટ થયા અને રાહુલ સાથેની તેમની ભાગીદારી તૂટી ત્યારે તેમની ખુશી ચરમસીમાએ પહોંચી અને તેમણે તેની જાહેરાત કરી. ત્યાં સુધીમાં તેમના ચહેરા પર અનેક વિચારો છવાયેલા દેખાતા હતા.
કમિન્સ પૉન્ટિંગથી કેવી રીતે અલગ છે?
2007માં વર્લ્ડકપ સેમિફાઇનલ દરમિયાન ઑસ્ટ્રેલિયાના કપ્તાન રહેલા રિકી પૉન્ટિંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકા અમારી સામે રમશે. જેક કાલિસ એક મહાન ખેલાડી છે, તેમની પાસે સારો રેકૉર્ડ છે અને તે સારા ઑલરાઉન્ડર છે. પરંતુ તે અમારી સામે કંઈ કરી શકશે નહીં. જો અમે સારું આયોજન કરીશું તો અમે કાલિસને હરાવીશું."
પૉન્ટિંગનું નિવેદન વિપક્ષી ખેલાડીઓની નબળાઈ દર્શાવે છે.
કમિન્સનું સુકાનીપદ કેમ આકસ્મિક કહેવાય છે?
ઑસ્ટ્રેલિયાનું સુકાનીપદ કમિન્સ માટે એક અકસ્માત હતો.
જ્યારે કમિન્સ કપ્તાન બન્યા ત્યારે ટિમ પણ વિવાદોમાં ફસાયા હતા. કમિન્સ હેઠળ એશિઝ શ્રેણીમાં મોટી જીત સાથે વાપસી કર્યા પછી તેમણે ઑસ્ટ્રેલિયાની ટીમને ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પણ ધકેલી.
રે લિંડવોલના 65 વર્ષ બાદ એક ફાસ્ટ બૉલરે ઑસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું.
જોકે, વર્તમાન કપ્તાન કમિન્સે ભારતીય ટીમના સભ્યો વિરુદ્ધ એક પણ અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો નથી. જ્યારે ભારતીય બૅટ્સમૅનો આઉટ થઈ ગયા હતા ત્યારે પણ કમિન્સ કંઈ પણ બોલ્યા વિના ખુશીથી હસતા તેમની પાસેથી પસાર થઈ ગયા હતા.
કમિન્સ કેવી રીતે ટીકા અને ઉપહાસમાંથી ઉભરી આવ્યા?
કમિન્સને વર્લ્ડકપમાં કપ્તાન બનાવાયા તે પહેલાં તેમણે માત્ર ચાર વનડે મૅચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
આ પછી એક બિનઅનુભવી ખેલાડીને વર્લ્ડકપ માટે કપ્તાન બનાવવા માટે ઑસ્ટ્રેલિયાના મૅનેજમૅન્ટની ટીકા થઈ હતી.
શ્રેણીની પ્રથમ બે મૅચમાં ઑસ્ટ્રેલિયાની હારથી કમિન્સના નેતૃત્વ પર વધુ દબાણ આવ્યું.
પરંતુ તે પછી કમિન્સને દરેક મૅચમાં ઑસ્ટ્રેલિયાના સચોટ આયોજન સાથે મેદાન પર સારા પ્રદર્શનનું શ્રેય આપવામાં આવ્યું.
આ ટુર્નામેન્ટની 11 મૅચોમાં, ફાઇનલ સિવાય કમિન્સે ખાસ બોલિંગ કરી ન હતી. પરંતુ ફાઇનલમાં તેમણે બૉલિંગ કરતી વખતે લાઇન અને લૅન્થમાં કોઈ ભૂલ કરી ન હતી.
ત્યારબાદ તેમણે સુકાની અને બૉલર બંનેની જવાબદારી સ્વીકારી અને અન્ય કરતા વધુ સારું પ્રદર્શન કર્યું.
કમિન્સે કેવી વ્યૂહરચના ઘડી?
કહેવાઈ રહ્યું છે કે ઑસ્ટ્રેલિયાની ટીમે હર એક ભારતીય ખેલાડી માટે અલગ-અલગ વ્યૂહરચના ઘડી હતી.
શું છે રોહિત શર્માની નબળાઈ, કેવી રીતે તેને રમતમાંથી બહાર કાઢી શકાય? કોહલીના રન રેટ પર કેવી રીતે બ્રૅક લગાવવી અને રાહુલ પર કેવી રીતે દબાણ લાવવું તે અંગે તેમની પાસે અલગ-અલગ યોજના હતી.
પરંતુ આવી યોજનાઓ બનાવ્યા બાદ ટીમને મેદાનમાં ઉતારવા એક યોગ્ય કપ્તાનની જરૂર પડે છે. કમિન્સે તેમનું કામ સારી રીતે કર્યું. રોહિત શર્માને મોટા શૉટ ફટકારવા મજબૂર કર્યા.
કોહલી પર દબાણ લાવવા માટે તેની બાઉન્ડરી તરફ વધારાના ફિલ્ડરો મૂક્યા, આ રીતે તેમણે દરેક માટે યોજના બનાવી હતી.
જો પ્રથમ 10 ઓવરોને જોઈએ તો મૅચ ભારતીય ટીમના પક્ષમાં જઈ શકી હોત, પરંતુ બાદની 40 ઓવરમાં ઑસ્ટ્રેલિયા ભારત પર હાવી રહ્યું.
કમિન્સની બેટિંગ
એ વાતને નકારી ન શકાય કે કમિન્સ માત્ર બૉલિંગમાં જ નહીં પરંતુ જો મોકો મળે ત્યારે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે.
ખાસ કરીને એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ટીમને 281 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ઑસ્ટ્રેલિયાની ટીમ 8 વિકેટે 221 રન બનાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
તે સમયે નવા કપ્તાન બનેલા કમિન્સ મેદાનમાં આવ્યા અને 44 રન બનાવીને ટીમને જીત અપાવી.
કમિન્સે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની વર્લ્ડકપ મૅચમાં મૅક્સવેલની યાદગાર ઇનિંગમાં પણ સાથ આપ્યો હતો.
જો ઑસ્ટ્રેલિયા તે મૅચ હારી ગયું હોત તો તેના માટે સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું હોત. એક કપ્તાનની સાથે-સાથે બૉલર અને બૅટ્સમૅન તરીકે કમિન્સે ટીમને ઘણું આપ્યું છે.
કેવી રીતે નાની ઉંમરમાં કમિન્સે ટીમમાં જગ્યા મેળવી?
કમિન્સનો 2011માં 18 વર્ષની ઉંમરે ઑસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. નાની ઉંમરે કમિન્સે દરવાજામાં અટવાઈ જવાથી તેમના જમણા હાથની મધ્યમ આંગળીનો ઉપરનો ભાગ ગુમાવ્યો હતો.
તેમ છતાં તેમના દૃઢ સંકલ્પના લીધે તે જ આંગળીના ટેરવાથી તે વિશ્વના ઝડપી બૉલરો વચ્ચે ચમકતા રહ્યા અને ટોચના બૉલરોની હરોળમાં પહોંચ્યા.
રેયાન હેરિસની નિવૃત્તિ બાદ તેમના સ્થાને બીજા ફાસ્ટ બૉલરની જરૂર હતી. કમિન્સ એ ખાલિપો ભરવા આવ્યા હતા. લગભગ 6 વર્ષ બાદ 2017માં તેમને ફરીથી ઑસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
અગાઉના કૅપ્ટન કરતાં અલગ વ્યક્તિત્વ
ઑસ્ટ્રેલિયાના સુકાની બન્યા બાદ કમિન્સે અગાઉના સુકાનીઓની સરખામણીએ અલગ ઓળખ ઊભી કરી છે. મેદાન પર તેમનો ચહેરો ક્યારેય સ્ટીવ વો, રિકી પૉન્ટિંગ, ક્લાર્ક અને ટિમ પેન જેવો નથી હોતો.
હંમેશાં હસતાં અને શાંત ચહેરા સાથે કમિન્સ તેમના સાથીદારો સાથે સારી રીતે મળી ગયા. તેમણે બૉલરોને તેમની યોજના મુજબ બૉલિંગ નાખવા સંપૂર્ણ સ્વતંત્રતા આપી.
કમિન્સ પેનરિથ માઉન્ટેન ક્લબના કોચ માઇકલ હોલોગને કહ્યું હતું કે, "કમિન્સનું સ્મિત સુંદર છે. તે દરેકને આકર્ષિત કરે છે. તે જ તેને ચૅમ્પિયન બનાવે છે."
તે ભાગ્યે જ મેદાન પર બૂમો પાડતા કે ચીયર કરતા જોવા મળ્યા હતા. અન્યત્ર તેમનું સ્મિત જ તેમનો જવાબ છે. કમિન્સને હરીફ ખેલાડીઓ સાથે દલીલ કરવાનું પસંદ નથી.
કમિન્સે મુસ્લિમ સાથીદાર માટે શેમ્પેનની ઉજવણી મોકૂફ રાખી
ટેસ્ટ અને વનડેમાં પરાજય થવા છતાં કમિન્સ હંમેશાં તેમના સાથી ખેલાડીઓની પડખે ઊભા રહ્યા. કમિન્સ એક કપ્તાન તરીકે હારની જવાબદારી લે છે, તે બીજા પર દોષારોપણ કરવાનું ટાળે છે.
કમિન્સ તેમના સાથીઓની ધાર્મિક લાગણીઓનું પણ સન્માન કરે છે. ઑસ્ટ્રેલિયાની ટીમે એશિઝ જીત્યા બાદ ઉજવણી દરમિયાન શેમ્પેન ઉડાડી હતી. તે સમયે ઑસ્ટ્રેલિયન ટીમમાં મુસ્લિમ સભ્ય ઉસ્માન ખ્વાજા પણ હતા.
શેમ્પેન પછી ખ્વાજા ઉજવણીમાં હાજર રહ્યા ન હતા. તેમણે તેમાં ભાગ લીધો ન હતો, કારણ કે ઇસ્લામમાં દારૂ નિષેધ છે. તે સમયે કમિન્સે તેમના સાથીદારોને કહ્યું અને શેમ્પેનની ઉજવણી અટકાવી દીધી.
આ પછી તેમણે ફરીથી ખ્વાજાને પોતાની સાથે ઉજવણી કરવા માટે બોલાવ્યા અને શેમ્પેન વગર ઉજવણી કરી. કમિન્સના આ કાર્યની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
કોરોનામાં ભારતને મદદ કરી
ભારતમાં જ્યારે કોરોનાએ કેર મચાવ્યો હતો ત્યારે પેટ કમિન્સે મદદ કરીને માનવતાનું ઉદાહરણ બેસાડ્યું હતું.
તે સમયે પેટ કમિન્સે કોરોનાના કારણે ઓક્સિજનની અછતને દૂર કરવા માટે 50 હજાર ડૉલરનું દાન કર્યું હતું.
"તેમણે તેમની ક્ષમતા પ્રદર્શિત કરી છે"
કમિન્સની કૅપ્ટન્સી વિશે વાત કરતાં પીઢ ખેલ પત્રકાર મુત્થુકુમારે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "કમિન્સ એક બિનઅનુભવી કપ્તાન તરીકે વર્લ્ડકપમાં આવ્યા હતા. વર્લ્ડકપ પહેલાં તેમને દક્ષિણ આફ્રિકા અને ભારત સામે કઠિન શ્રેણીનો સામનો કરવો પડ્યો હતો."
"પરંતુ તેમણે ઑસ્ટ્રેલિયા માટે એશિઝ જીતીને બધાને અલગ રીતે વિચારવા મજબૂર કરી દીધા. ત્યારે જ તેમને સમજાયું કે તેમનામાં નેતૃત્વના ગુણો છે."
"આ વર્લ્ડકપ ફાઇનલમાં જોવા મળ્યું છે કે કમિન્સની પ્રતિભામાં વધુ સુધારો થયો છે. કમિન્સ ભારતીય ટીમના દરેક ખેલાડી માટે અલગઅલગ રણનીતિ બનાવી હતી. વર્લ્ડકપ જીતીને અને મેદાન ઉપર જીત મેળવીને તે એક મહાન કપ્તાન સાબિત થયા છે."
7 મુખ્ય ખેલાડીઓનું યોગદાન
"રિકી પૉન્ટિંગ, સ્ટીવ વો અને ટેલર જેવા અગાઉના સુકાનીઓએ વર્લ્ડકપમાં ઘણા અનુભવ પછી ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ કમિન્સ એકમાત્ર એવા કપ્તાન બન્યા જેમણે ઓછા અનુભવ સાથે ટીમનું નેતૃત્વ કર્યું અને વર્લ્ડ ચૅમ્પિયન બન્યા."
તેમણે એમ પણ કહ્યું, "પરંતુ કમિન્સનું નેતૃત્વ એકમાત્ર કારણ ન હતું. ઑસ્ટ્રેલિયાની ટીમમાં 7 ખેલાડીઓ હતા જેઓ 2015 વર્લ્ડકપમાં રમ્યા હતા. ટીમમાં અનુભવી ખેલાડીઓ તેમની જીતનું મુખ્ય કારણ હતા."
આઈપીએલએ કેવી રીતે ઑસ્ટ્રેલિયાને જીતવામાં મદદ કરી?
મુત્થુકુમારે જણાવ્યું કે આઇપીએલના કારણે ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો આસાનીથી ભારતની પીચ પર રમવા લાગ્યા છે.
તેઓ વધુમાં કહે છે કે, "આઇપીએલ ટુર્નામેન્ટ એક મુખ્ય કારણ છે જેને કારણે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારતમાં સારું રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં રમીને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓને ભારતીય પીચનો સારો અનુભવ મળ્યો છે અને તેમણે આ પીચનો અભ્યાસ કર્યો છે."
મુત્થુકુમારે એ પણ કહ્યું કે કમિન્સનું એ નિવેદન કે તે એક લાખ પ્રશંસકોને મનાવી લેશે તે દબાણ લાવવાની માનસિકતાવાળું નહોતું.
તેમણે એ પણ જણાવ્યું કે, "કમિન્સે જે કીધું તેને ખોટા અર્થમાં ના લેવું જોઈએ. તે દબાણની માનસિકતાથી નહોતું કહેવાયું. ઑસ્ટ્રેલિયામાં આ એક અંતર્નિહિત ખેલ પરંપરા છે. ત્યાં એક ખેલાડી જ્યારે વિરોધી પક્ષની સાથે વાત કરે છે તો આજ રીતે કરે છે. કમિન્સ ઑસ્ટ્રેલિયાના લોકોની માનસિકતાનું એક પ્રતીક છે. એટલે મને નથી લાગતું કે આ નિવેદનમાં કોઈ ખોટો ઈરાદો નથી."