ફાઇનલમાં ઍમ્પાયરિંગ કરતા આ ઍમ્પાયરને ભારત માટે 'અપશુકનિયાળ' કેમ ગણાવાય છે?

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં ફાઇનલમાં ઍમ્પાયરિંગ કરી રહેલા રિચર્ડ કેટલબ્રૉ પર ચર્ચા થઈ રહી છે.

કોઈ તેમને ભારતને માટે 'અનલકી' ગણાવી રહ્યા છે. તો કોઈનું કહેવું છે કે ભારતીય ટીમે જીત મેળવીને આ તમામ દાવાઓને ખોટા સાબિત કરવા જોઈએ.

અત્યાર સુધીમાં ભારતની ચાર વિકેટ પડી ચૂકી છે.

અય્યર બાદ વિરાટ કોહલી પણ 54 કરીને પેવેલિયન ભેગા થઈ ગયા છે. તો રોહિત શર્મા 47 અને શુભમન ગિલ માત્ર ચાર રન કરી શક્યા છે.

એવામાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર રિચર્ડ કેટલબ્રૉ સંબંધિત ટ્વીટ જોવા મળી રહ્યાં છે.

એક યૂઝરે લખ્યું, "ભારત ક્યારેય નૉટઆઉટ મૅચ જીતી નહીં શકે, કેમ કે રિચર્ડ કેટલબ્રૉ ઍમ્પાયર હશે... એ આપણા માટે અપશુકનિયાળ છે. તે ત્યાં હશે તો દિલનું તૂટવું નક્કી છે."

અન્ય એક યૂઝરે અન્નાએ લખ્યું કે "ભાઈ, આ રિચર્ડ કેટલબ્રૉનું કોઈ અપહરણ કરી લો, હાલ માટે."

અમિત શારદાએ લખ્યું, "ભારતે જીતવું જોઈએ, જેથી આપણે ભારતની મોટી હાર માટે રિચર્ડ કેટલબ્રૉને દોષ દેવાનું બંધ કરી શકીએ."

જોકે વાસ્તવિકતા એ છે કે રિચર્ડ કેટલબ્રૉએ આઈસીસીના જે મહત્ત્વની મૅચોમાં ઍમ્પાયરિંગ કર્યું છે, તેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

વનડે વર્લ્ડકપ 2015ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, કેટલબ્રૉ તે મૅચમાં પણ ઍમ્પાયર હતા.

ફાઇનલમાં ઇંગ્લૅન્ડના રિચર્ડ કેટલબ્રૉ અને રિચર્ડ ઇલિંગવર્થ ઍમ્પાયરિંગ કરી રહ્યા છે.

ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ બેટિંગ કેમ ન લીધી? ભારતીય પૂર્વ ક્રિકેટરે શું ધારણા બાંધી?

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મૅચ અંગે ભારતીયના પૂર્વ ક્રિકેટ નવજોતસિંહ સિદ્ધુએ અનુમાન લગાવ્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે "ગણિતના કોઈ સવાલનો ખોટો જવાબ 100 હોઈ શકે, 1000 હોઈ શકે, પણ સાચો જવાબ એક હોય છે. સાચો જવાબ એ છે કે જ્યારે પણ તક મળે, તમે તેને એડવાન્ટેજમાં તબદીલ કરો. આ પીચ પર ચેઝિંગ ટીમ ચારમાંથી ત્રણ મૅચ જીતી છે. આ જોઈને ઑસ્ટ્રેલિયાએ પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે."

સિદ્ધુએ કહ્યું, "આ પીચ પર 300 રન કોઈ ટીમથી નહીં બને, પણ ભારતીય ટીમમાં એ ક્ષમતા છે કે તે 350નો ટાર્ગેટ કરી શકે છે. જો તમે આટલો ટાર્ગેટ આપ્યો તો જે ઝાકળ છે એ 8.30 વાગ્યા પછી થાય છે. એવામાં તમારે મૅચ તમારા ખાતામાં નાખવી પડશે."

"મને લાગે છે કે ટીમ ઇન્ડિયા એટલી સક્ષમ છે, એટલી સંતુલિત છે કે એકબીજાના સાથથી તે જીતવા સક્ષમ છે."

"મને લાગે છે કે આ વખતે દાયિત્વ બેટિંગ પર આવી ગયું છે. જો સ્કોર 350 થાય છે, તો મૅચ લગભગ જીતી સમજો, પણ ટીમ 250-275 સુધી સીમિત થઈ જાય તો પછી ઑસ્ટ્રેલિયાને બળ મળશે. જ્યાં સુધી શ્વાસ છે, ત્યાં સુધી આશ છે. આશા તો એ છે કે ભારતીય બેટિંગ આવું ટાર્ગેટ કરી દે તો બૉલિંગ બમણી મજબૂત થઈ જશે."

'ફ્રી પેલેસ્ટાઈન'ની ટીશર્ટ પહેરીને એક દર્શક કોહલીની નજીક પહોંચી ગયો

ફાઇનલમાં એક દર્શક 'ફ્રી પેલેસ્ટાઈન'ની ટીશર્ટ પહેરીને અને ઝંડો લઈને વિરાટ કોહલીની નજીક પહોંચી ગયો હતો.

મૅચ દરમિયાન દર્શકનું મેદાનમાં પહોંચવું સુરક્ષાની દૃષ્ટિએ એક ગંભીર મામલો છે.