You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડાયાબિટીસ ન હોય છતાંં બ્લડશુગર સતત ચેક કરીને ડાયટ કરવું યોગ્ય કે નહીં?
- લેેખક, રૈચેલ શ્રેર
- પદ, હેલ્થ અને ડિસઇન્ફોર્મેશન રિપોર્ટર
ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જોકે આ સાથે જ ડાયાબિટીસની સારવારનું બજાર પણ વધી રહ્યું છે.
આ બજારમાં આજકાલ શુગર મૉનિટર્સની જાહેરાત ખૂબ આવી રહી છે. સામાન્ય રીતે આ મૉનિટર્સ લેવાનો આગ્રહ એવા લોકોને કરવામાં આવે છે જેને ડાયાબિટીસ નથી.
જોકે વરિષ્ઠ ડૉક્ટરોએ કહ્યું કે જેને ડાયાબિટીસ નથી તેમના માટે શુગર મૉનિટરની કોઈ જરૂર નથી. કેટલાક મામલાઓમાં આ કારણે ખાવા-પીવાની વિકૃતિ થઈ શકે છે.
સામાન્ય રીતે લોકોના ડાયટ પ્લાનના ભાગરૂપે શુગર મૉનિટરીંગ યંત્રને પ્રમોટ કરવામાં આવે છે.
સોશિયલ મીડિયામાં પણ તેનો પ્રચાર કરવામાં આવે છે. બ્રિટનમાં ઝેડઓઈ જેવી કંપનીઓ આ પ્રકારના મૉનિટરોનો પ્રચાર કરે છે.
જોકે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના ડાયાબિટીસ સંબંધી સલાહકાર પ્રોફેસર પાર્થે કહ્યું કે આ વિશે કોઈ ચોક્કસ પુરાવાઓ નથી કે જે લોકોને ડાયાબિટીસની બીમારી નથી તેમનાં બ્લડશુગરના નિયંત્રણમાં શુગર મૉનિટર્સની કોઈ ભૂમિકા છે કે નહીં?
ઝેડઓઈનું કહેવું છે કે આ સંબંધે સંશોધનો શરૂઆતી તબક્કામાં છે પરંતુ આ અત્યાધુનિક ટૅક્નિક છે.
જે લોકોને ડાયાબિટીસની બીમારી છે તેમના શરીરમાં ભોજન કર્યા પછી પણ કેટલાક કલાકો સુધી બ્લડશુગરનું (જેને બ્લડ ગ્લુકોઝ પણ કહે છે.) સ્તર ઊંચું રહે છે. વધી રહેલા શુગરના પ્રમાણને જો નિયંત્રિત કરવામાં ન આવે તો તમારાં અંગોને નુકસાન કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝેડઓઈ કોવિડનાં લક્ષણોને ટ્રૅક કરતી ઍપ પણ માર્કેટિંગમાં સામેલ હતી.
જે લોકોને ડાયાબિટીસ નથી તેમને શુગર મૉનિટર્સ વેચનારી કંપનીઓમાં ઝેડઓઈ પણ સામેલ છે.
ઝેડઓઈનું યંત્ર 300 પાઉન્ડમાં મળે છે. કેટલાય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ યંત્રની જાહેરાત જોવા મળે છે.
શુગર મૉનિટર કેવી રીતે કામ કરે છે?
શરીરમાં શુગરને મૉનિટર કરવા માટે આ યંત્રનો ઉપયોગ થાય છે. આ યંત્રને બે અઠવાડીયા સુધી પહેરી રાખવું પડે છે. આ યંત્ર વડે ભોજન પછી શરીરમાં શુગરના સ્તરને મૉનિટર કરવામાં આવે છે.
કેટલાક અલગ ટેસ્ટ થકી જાણી શકાય છે કે કોઈપણ વ્યક્તિનું શરીર ચરબી પર કેવી પ્રતિક્રિયા આપે છે. પેટમાં વધતા બેક્ટેરિયાનું પણ પરિક્ષણ કરવામાં આવે છે.
ઝેડઈઓએ કહ્યું કે આ ટેસ્ટ વડે જાણી શકાય છે કે બે અલગ-અલગ વ્યક્તિનું શરીર એકસરખું ભોજન કર્યા પછી એકદમ અલગ પ્રતિક્રિયા આપે છે.
ઉદાહરણ તરીકે ભોજનમાં કાર્બોહાઈડ્રેટ લીધા પછી કોઈ વ્યક્તિના લોહીમાં શુગરનું પ્રમાણ બીજા વ્યક્તિ કરતાં વધારે હોઈ શકે છે.
આ કારણે કોઈપણ વ્યક્તિને ભોજનની પસંદગી કરવામાં મદદ મળે છે.
જોકે સંશોધકોનું કહેવું છે કે ડાયાબિટીસની બીમારી ન હોય તેવી વ્યક્તિના શુગર રેન્જમાં ખૂબ વધારા અને ઘટાડા સાથે જોડાયેલા આંકડાઓને સમજી શકાય તેમ નથી.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ડાયટિશિયન અને ડાયાબિટીસ રિસર્ચર ડૉ. નિકોલા ગેસે કહ્યું કે હાઈ-શુગર અને શુગરનું અલગ-અલગ સ્તર અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલા પુરાવાઓ ડાયાબિટીસ અને પ્રી-ડાયાબિટીસની બીમારીથી પીડિત લોકોમાં ગ્લુકોઝના સ્તર પર આધારીત છે.
તેમણે કહ્યું કે હાઈ-બ્લડશુગરએ ડાયાબિટીસનું લક્ષણ છે. તે ડાયાબિટીસનું કારણ ન હોઈ શકે.
ટાઇપ-વન ડાયાબિટીસની પરિસ્થિતિ ત્યારે પેદા થાય છે જ્યારે પેન્ક્રિયાઝમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે. શરીરમાં આ સ્તર સતત જાળવી રાખવા માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શનો લગાડવાની જરૂરત પડે છે.
ટાઈપ-ટૂ ડાયાબિટીસની સ્થિતિ ત્યારે આવે છે જ્યારે શરીરની કોશિકાઓ ઇન્સ્યુલિન પ્રતિરોધી થઈ જાય છે. આ કારણે શરીરમાં બ્લડ ગ્લુકોઝનું સામાન્ય સ્તર જાળવી રાખવા માટે ઇન્સ્યુલિનની જરૂરત પડે છે.
ટાઈપ-ટૂ ડાયાબિટીસને ભોજન, વ્યાયામ અને સાવચેતી થકી નિયંત્રણ કરી શકાય છે.
ઝેડઈઓનું કહેવું છે કે માનવશરીરના પેટમાં જીવાણુંઓ, આહાર અને સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે તેની શોધ ચાલી રહી છે.
સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
ડૉ. ગેસ એ વિશે ચિંતિત છે કે ઝેડઓઈના પ્રોડક્ટનો ઉપયોગ કરનાર લોકો એ પ્રકારના ભોજનમાં કાપ મુકે છે જે તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લોકોને લાગે છે કે આ કારણે તેમના બ્લડશુગરમાં વધારો થઈ શકે છે.
આ કારણે પણ અલગ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
તેમણે કહ્યું કે જે લોકો કાર્બોહાઈડ્રેટ ખાવાથી બચે છે તે લોકો જ્યારે આ વસ્તુ ખાય છે ત્યારે જરૂરતથી વધારે ગ્લુકોઝ રિસપોન્સ મળે છે.
આ સામાન્ય વાત છે. જોકે, આવુ કરનાર લોકોને લાગે છે કે હવે તેમની પાસે કાર્બોહાઈડ્રેટને પચાવવાની ક્ષમતા નથી.
પ્રોફેસર પાર્થે કહ્યું કે ડાયાબિટીસથી પીડિત લોકો જ્યારે કોઈપણ કારણ વગર તેનો ઉપયોગ કરે છે ત્યારે એક અલગ સમસ્યા ઊભી થાય છે.
આ કારણે તેઓ બ્લડશુગરના સ્તરને લગતા આંકડાઓ વિશે ખૂબ આગ્રહ રાખે છે. પરિણામે આ પરિસ્થિતિ ખાવા-પીવાની વિકૃતિમાં બદલાય છે.
ઇટિંગ ડિસઑર્ડર ચૅરિટી બીટે કહ્યું, “ખાવા-પીવાની વિકૃતિના શિકાર બનેલા લોકો સામાન્ય રીતે આંકડાઓ પર વધારે ધ્યાન આપે છે. આ માટે અમે ક્યારેય આ બીમારી માટે ગ્લુકોઝમીટરનો ઉપયોગ કરવાની સલાહ નહીં આપીએ.”
ઝેડઈઓએ કહ્યું, “તે આ પ્રકારની બીમારીવાળા લોકોની તપાસ કરે છે. કંપનીએ કહ્યું કે તે પોતાના સભ્યોના સ્વાસ્થ્યનું સંપૂર્ણપણે ધ્યાન રાખે છે. ગ્રાહકો સુધી તેમના પોષણ કોચની પહોંચ હોય છે અને તેઓ ગ્રાહકોને ખોરાક વિશે થતી સતત ચિંતાઓથી છૂટકારો મેળવવામાં પણ મદદ કરે છે.”
કંપનીએ લોકોનાં ભોજનની પસંદ, ભૂખ અને બ્લડટેસ્ટનાં પરિણામોના ડેટા પર સંશોધન કરીને એક રિસર્ચ જાહેર કરી છે, જેમાં એક પૅટર્ન શોધવાની કોશિશ કરવામાં આવી છે. જોકે રિસર્ચમાં એ વિશે માહિતી નથી કે કઈ વસ્તુને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે.
ઝેડઓઈએ પોતાના પ્રોગ્રામને કારણે થતાં પરિવર્તનો વિશે એક અભ્યાસ કર્યો છે. જોકે, આ અભ્યાસ વિશે હજુ કોઈ જાણકારી જાહેર કરવામાં નથી આવી.
જોકે આલોચકોએ કહ્યું કે આ અભ્યાસ આ બધી જ વાતોને ઉજાગર કરવામાં નાકામ રહ્યો. જેમ કે ટેસ્ટના આધારે બનાવામાં આવેલ વ્યક્તિગત ડાયટના પરિણામ અને સપોર્ટ અને કોચિંગનાં પરિણામો વચ્ચે અંતર છે.
ડૉ. ગેસે કહ્યું કે આ અભ્યાસનાં અલગ-અલગ બિંદુઓને સાબિત કરી શકાય તેમ નથી એટલા માટે લોકોએ ફળ અને શાકભાજી વધારે ખાવાની જરૂર વર્તાય છે.
ઝેડઓઈ પણ લોકોને વધુ આખા દાણાવાળુ અનાજ અને ઓછા પ્રૉસેસ્ડ ખોરાક ખાવાની સલાહ આપે છે.