વિરાટ કોહલીનો એ સિક્સર જેને ICCએ 'ટી-20નો સર્વશ્રેષ્ઠ શૉટ' જાહેર કર્યો

ઑસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમની સફરનો આખરે નિરાશાજનક અંત આવ્યો.

જોકે ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ સેમિફાઇનલમાં ટીમ ઇંગ્લૅન્ડ સામે ખરાબ રીતે હારી ગઈ હતી અને આ સાથે જ વધુ એક ટુર્નામેન્ટ જીતવાનું ભારતીય ક્રિકેટ ટીમનું સપનું અધૂરું રહી ગયું.

જોકે, આ ટુર્નામેન્ટમાં ભારત માટે બધું જ નકારાત્મક રહ્યું નથી.

ભારતના કેટલાક ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું, તેમાંથી એક ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી હતા.

પાછલા ઘણા મહિનાઓથી ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા વિરાટ કોહલીએ પહેલાં એશિયા કપ અને પછી આ ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને ફૉર્મ પાછું મેળવી લીધું છે.

ભારતીય ટીમ ફાઇનલ મૅચ રમી નહતી તેમ છતાં વિરાટ કોહલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા હતા.

કોહલીએ આ વર્લ્ડકપમાં ઘણી સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેમની સૌથી યાદગાર ઇનિંગ પાકિસ્તાન સામેની હતી.

આ વર્લ્ડકપમાં ભારતે પોતાની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રમી હતી.

એ મૅચમાં એક સમયે ભારત મુશ્કેલીમાં હતું અને એવું લાગી રહ્યું હતું કે મૅચ તેના હાથમાંથી નીકળી જશે.પરંતુ વિરાટ કોહલી ભારત માટે તારણહાર બનીને આવ્યા અને તેમણે અશક્ય લાગતું લક્ષ્ય પાર પાડ્યું.

એક સમયે ભારતને આઠ બૉલમાં 28 રન બનાવવાના હતા પરંતુ વિરાટ કોહલીએ હારિસ રઉફની ઓવરના છેલ્લા બે બૉલમાં સતતબે છગ્ગા ફટકારીને મૅચની દિશા બદલી નાખી હતી.

19મી ઓવરની વાત હતી. આ પછી છેલ્લી ઓવર પણ ખૂબજ નાટકીય રહી અને અંતે ભારતે આ મૅચ જીતી લીધી.

વિરાટ કોહલીની ઈનિંગ પર આઈસીસીએ શું કહ્યું?

ઈંગ્લૅન્ડે પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટી-20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. હવે આઈસીસી દ્વારા દુનિયાભરની પાંચ એવી રોમાંચક ક્ષણોને તારવાઈ છે, જેણે મૅચનું પાસું પલટી નાખ્યું હોય. તેમાં વિરાટ કોહલીની આ ઈનિંગને સમાવવામાં આવી છે, જે તેમણે પાકિસ્તાન સામે રમી હતી.

આઈસીસીએ લખ્યું છે - ભારત મુશ્કેલીમાં હતું. એવું લાગતું હતું કે તેણે મૅચમાં પાછા ફરવામાં ઘણું મોડું કરી દીધું છે, કારણ કે માત્ર આઠ બોલમાં 28 રનની જરૂર હતી. હારિસ રાઉફ શાનદાર બૉલિંગ કરી રહ્યા હતા.

આઈસીસીએ આગળ લખ્યું - હારિસ રઉફ તેની ચોથી ઓવર ફેંકી રહ્યા હતા. ચોથી ઓવર પૂરી થવામાં બે બૉલ બાકી હતા. અહી સુધીમાં રાઉફે પોતાના સ્પેલમાં માત્ર 24 રન આપ્યા હતા પરંતુ ભારત અને વિરાટ કોહલીની સામે હવે નહીં તો ક્યારેય નહીં જેવી સ્થિતિ હતી.

...હારીસે આગલો બૉલ ફેંક્યો, જે સારી ગતિનો હતો. તેનો હેતુ કોહલીને શૉટ મારવા માટે જગ્યા આપવાનો નહોતો. બૉલ પણ એવો જ હતો.

આઈસીસીએ વિરાટ કોહલીના એ શૉટનાં વખાણમાં લખ્યું છે કે આ બૉલ પર ભારતીય સ્ટારે એ કરી બતાવ્યું જે કોઈ પણ બૅટ્સમૅન માટે અશક્ય હતું. પોતાના કાંડાની મદદથી વિરાટે એવો શોટ માર્યો કે મેલબર્નના મેદાનમાં હવામાં તરતો બૉલ સીધો સ્ટૅન્ડમાં જઈને પડ્યો.

આઈસીસીનું કહેવું છે કે વિરાટનોએ શૉટ તે જ સમયે ઇતિહાસમાં નોંધાઈ ગયો હતો. વિરાટ કોહલીએ આગલા બૉલ પર વધુ એક છગ્ગો ફટકારીને ભારતને મૅચમાં પરત લાવી દીધું અને ભારતે છેલ્લી ઓવરમાં અસાધારણ પ્રદર્શન કરીને મૅચ જીતી લીધીહતી.

આઈસીસીનું કહેવું છે કે, હારિસ રાઉફની ઓવરના પાંચમા બૉલ પર વિરાટ કોહલીનો છગ્ગો જબરદસ્ત હતો. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં તે અસાધારણ હતું અને કોઈ પણ ચર્ચા વિના કહી શકાય કે તે ટી-20 મેચોમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સિંગલ શૉટ હતો.

વિરાટ કોહલીએ એ મૅચમાં 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમીહતી. તેમને 'મૅન ઑફ ધમૅચ'નો ઍવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે વિરાટ કોહલીઆ ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમૅન પણ બની ગયા હતા. તેમણે કુલ 296 રન બનાવ્યા હતા.

આઈસીસીની યાદીમાં બીજું કોણ?

વિરાટ કોહલીની ઇનિંગ્સ સિવાય આઈસીસીએ આ વર્લ્ડકપની વધુ પાંચ ક્ષણોને સર્વશ્રેષ્ઠ ગણાવી છે.

આમાં નેધરલૅન્ડ્સના ખેલાડી વાન ડેર મર્વેના કૅચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેણે દક્ષિણ આફ્રિકા સામેની મૅચનું પાસું પલટી નાખ્યું હતું.

મર્વેએ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરનો શાનદાર કૅચ ઝડપ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં નેધરલૅન્ડે શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકાનીટીમ હારી ગઈ. આ હારને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી નહીં.

જ્યારે પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવાની તક મળી ગઈ. આઈસીસીએ આ યાદીમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ન્યૂઝીલૅન્ડના ગ્લેન ફિલિપ્સને આઉટ કરવાની ઘટનાનો પણ સમાવેશ કર્યો છે.

ઇગ્લેન્ડની ટીમે આ મૅચ 20 રને જીતી લીધી હતી. ગ્લેન ફિલિપ્સ સારી અને ઝડપી ઇનિંગ રમી રહ્યા હતા.પરંતુ સેમ કરને શાનદાર બૉલિંગ કરીને ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા.

આ સિવાય આઈસીસીએ ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં શાહીનશાહ આફ્રિદીના કૅચનો પણ ઉલ્લેખ કર્યોછે, જેના લીધે હેરી બ્રૂક્સને પૅવેલિયન પરત ફરવું પડ્યું હતું. પરંતુ આ કૅચ દરમિયાન શાહીનને ઈજા થઈ અને અંતે તેમણે મેદાનની બહાર જવું પડ્યું. અને પાકિસ્તાન આ મૅચ હારી ગયું હતું.

આઈસીસીએ પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સામેની મૅચમાં સિકંદર રઝાના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યોછે. આ મૅચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એક રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

પાકિસ્તાનનીઆ સતત બીજી હારહતી અને આ હારબાદ તેની સેમીફાઈનલમાં પહોંચવાનીશક્યતા ઓછી માનવામાં આવતી હતી.

સિકંદરરઝાએ સતત બે બૉલમાંબે વિકેટ લઈને પાકિસ્તાનને હરાવવામાંમહત્વની ભૂમિકા ભજવી હતી.