You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : આજથી ત્રણ દિવસ માટે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 92 ટકા વરસાદ પડી ગયો છે. તેમાં કચ્છમાં સરેરાશ 85 ટકા વરસાદ થયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.
પૂર્વ મધ્ય ગુજરાતમાં 91 ટકાથી વધારે વરસાદ પડી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 84 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 95 ટકા કરતાં વધુ વરસાદ થયો છે.
ગુજરાતના ડૅમોમાં સરેરાશ 82 ટકાની આસપાસ પાણી છે. સરદાર સરોવર ડૅમ 90 ટકા જેટલો ભરાયો છે.
સરેરાશ સમુદ્ર સપાટી પરનું ચોમાસું ક્ષેત્ર હવે બિકાનેર, જયપુર, દમોહ, પેંડરા રોડ, સંબલપુર, ઉત્તર ઓડિશા કિનારે બંગાળની ખાડી પર સ્પષ્ટ રીતે ચિહ્નિત ઓછા દબાણ ક્ષેત્રના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં જાય છે. આગામી દિવસોમાં પડનારા વરસાદ પર એક નજર કરીએ.
આગામી અઠવાડિયામાં કેટલો વરસાદ પડશે?
આજથી તારીખ દસ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, અને દમણ દાદરા અને નગર હવેલીમાં મોટાભાગનાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર ક્ચ્છના તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ જેમકે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગનાં સ્થળોએ આજથી તારીખ દસ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ-ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
આજે ક્યાં અતિભારે વરસાદની શક્યતા છે?
તારીખ ચોથી સપ્ટેમ્બર એટલે કે આજે ગુજરાત પ્રદેશના નર્મદા અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા અતિ ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત પ્રદેશના જિલ્લાઓ છોટા ઉદેપુર, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ઉત્તર ઝોન, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં વીજળી અને સપાટીના પવન સાથે હળવા મેઘગર્જના સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.
આવતીકાલની સ્થિતિ શું છે?
આવતીકાલે એટલે કે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમકે સુરત, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને સામાન્ય વરસાદની સંભાવના છે.
ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરુચ અને ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ઉત્તર ઝોન, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
શનિ-રવિમાં આ સ્થળોએ અતિભારે વરસાદ
ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને સામાન્ય વરસાદની શક્યતા છે.
ગુજરાતના અરવલ્લી, મહિસાગર, નર્મદા, ભરુચ, સુરત અને તાપી જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે.
આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં જેમકે જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 3-4- કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની સંભાવના છે.
તારીખ-7 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓ સુરેન્દ્રનગર અને રાજકોટમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જિલ્લાઓમાં ગોઠવવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છૂટાછવાયાં સ્થળોએ કરા સાથે તેજપવનને કારણે સંભવિત અસરો થઈ શકે છે.
ઝાડની ડાળીઓ તૂટી પડવી, મોટા રસ્તાનાં વૃક્ષો ઉખડી જવાં, વીજળી અને સંદેશાવ્યવ્હાર, કાચાં ઘરોને નુકસાન તેમજ છૂટક વસ્તુઓ ઊડી શકે છે.
જેને કારણે હવામાન વિભાગે સુરક્ષિત રહેવાની, શક્ય હોય તો મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના કારણે મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રૂપની મિટિંગ મળી હતી.
બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા અલગ-અલગ રિજિયનમાં પાણીના સ્ટોરેજની માહિતી અપાઈ હતી. તે મુજબ રાજ્યના 206 ડૅમમાંથી 111 ડૅમ હાઈ ઍલર્ટ પર છે. જ્યારે 27 ડૅમ ઍલર્ટ પર અને 9 ડૅમ વૉર્નિંગ લેવલ પર છે.
બેઠકમાં NDRF અને SDRFના અધિકારીઓ હાજર હતા. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભારે વરસાદના કારણે કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લામાં ગોઠવવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન