પાકિસ્તાનમાં સોમવાર સવારથી બત્તી ગુલ, મોટા શહેરોમાં કેમ છવાયો છે અંધારપટ?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતી
  • સોમવાર સવારે જ્યારે પાકિસ્તાનમાં લોકો જાગ્યા ત્યારે તેમને ખબર પડી કે ક્યાંય પણ વીજળી નથી
  • લોકોએ એકબીજાને પૂછ્યું કે અચાનક વીજળી કેમ ગુલ થઈ ગઈ છે?
  • લોકોએ પોતાના ફોન જોયા તો તેમાં સિગ્નલ પણ નહોતા
  • લોકો પોતાના કામના સ્થળે પહોંચવા માટે ઑનલાઇન ટૅક્સી પણ બુક ન કરી શક્યા
  • વીજળીમાં કાપનો સામનો પાકિસ્તાનમાં લગભગ દરેક સ્થળે લોકોને કરવા પડી રહ્યો છે
  • તેમાં લાહોર, ઇસ્લામાબાદ, કરાચી જેવા મોટા શહેરો પણ સામેલ છે
  • વીજળી ગુલ થઈ જવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી
બીબીસી ગુજરાતી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં વીજપુરવઠો ખોરવાઈ જવાની ઘટના દર વર્ષે શિયાળામાં બને જ છે

સોમવાર સવારે જ્યારે પાકિસ્તાનમાં લોકો જાગ્યા ત્યારે તેમને ખબર પડી કે ક્યાંય પણ વીજળી નથી.

લોકોએ એકબીજાને પૂછ્યું કે અચાનક વીજળી કેમ ગુલ થઈ ગઈ છે? લોકોએ પોતાના ફોન જોયા તો તેમાં સિગ્નલ પણ નહોતા.

લોકો પોતાના કામના સ્થળે પહોંચવા માટે ઑનલાઇન ટૅક્સી પણ બુક ન કરી શક્યા.

કોઈનો ફોન ચાર્જ નથી, તો કોઈના ફોનની બૅટરી પૂરી થવામાં છે. જેવી જ વીજળી ગુલ થઈ જવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી, તેની થોડી વારમાં પાકિસ્તાનની ન્યૂઝ ચૅનલોએ પુષ્ટિ કરી કે વીજળી ગુલ થવાની સમસ્યા માત્ર એક શહેરની નથી.

વીજળીમાં કાપનો સામનો પાકિસ્તાનમાં લગભગ દરેક સ્થળે લોકોને કરવા પડી રહ્યો છે.

તેમાં લાહોર, ઇસ્લામાબાદ, કરાચી જેવા મોટા શહેરો પણ સામેલ છે.

બીબીસી ગુજરાતી

ઊર્જામંત્રીએ શું કહ્યું?

પાકિસ્તાનના ઉર્જામંત્રી ખુર્રમ દસ્તગીર

ઇમેજ સ્રોત, ENERGY MINISTRY

એક ખાનગી ટીવી ચૅનલ સાથે વાત કરતા, પાકિસ્તાનના ઊર્જા મંત્રી ખુર્રમ દસ્તગીરે કહ્યું કે પાકિસ્તાનને વીજળીના પુરવઠામાં ભારે કાપનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમણે આ વીજળીકાપ માટે વોલ્ટેજમાં ઉતારચઢાવનું કારણ આપ્યું અને કહ્યું કે, આગામી 12 કલાકમાં તેને યથાવત્ કરી દેવાશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નોંધપાત્ર બાબત એ છે કે પાકિસ્તાનમાં આ પહેલું બ્રેકડાઉન નથી. અહીં લોકોને દરેક શિયાળામાં આ પ્રકારના બ્રેકડાઉનનો સામનો કરવો પડે છે અને તેને માટે મોટેભાગે ટ્રાંસમિશના લાઇનમાં ફોલ્ટને જવાબદાર માનવામાં આવે છે.

જિયો ન્યૂઝ સાથે વાત કરતા ઊર્જામંત્રીએ કહ્યું કે તારબેલા અને વારસાકમાં કેટલીક ગ્રિડમાંથી વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે અને એક-એક કરીને સમગ્ર સિસ્ટમને ફરીથી શરૂ કરવી પડશે.

એક સવાલના જવાબમાં એમણે કહ્યું કે કરાચીનો મામલો પેચીદો છે. કરાચીની પોતાની વીજ પુરવઠાની વ્યવસ્થા પણ છે. આગામી કેટલાક કલાકોમાં વીજળીનો પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાશે.

તેમણે જણાવ્યા અનુસાર આ બ્રેકડાઉન દક્ષિણથી ઉત્તર તરફ થયું છે અને આખા પાકિસ્તાનમાં વીજળી વ્યવસ્થાને આગામી 12 કલાકમાં પૂર્વવત્ કરી દેવાની કોશિશો ચાલુ છે.

પાકિસ્તાનના ઊર્જા મંત્રાલયે પોતાના એક ટ્વીટમાં કહ્યું છે કે, “પ્રાથમિક અહેવાલો અનુસાર, આજે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રિડની સિસ્ટમ ફ્રિકવન્સી ઓછી થઈ ગઈ, જેના લીધે વીજળી વ્યવસ્થામાં મોટી ખરાબી થઈ છે. વીજળી વ્યવસ્થાને પૂર્વવત્ કરવાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે.”

ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય કંપનીના પ્રવક્તાએ કહ્યું, “બ્રેકડાઉનને કારણે ‘ઇસ્કો’ના લગભગ 117 ગ્રિડ સ્ટેશનો અસરગ્રસ્ત થયા છે.”

તેમણે કહ્યું કે વીજળીનો પુરવઠો પૂર્વવત્ કરવાના કામ પર સીધા જ સૅંટ્રલ કંટ્રોલ રૂમથી દેખરેખ રાખવામાં આવી રહી છે.

બીબીસી ગુજરાતી

કેવી રીતે થયું બ્રેકડાઉન

વીજળી

ઇમેજ સ્રોત, @IESCO_OFFICIAL

પાકિસ્તાનના ઊર્જા મંત્રી ખુર્રમ દસ્તગીર અનુસાર આ કોઈ મોટું બ્રેકડાઉન નથી.

તેમણે કહ્યું, “અમે શિયાળા દરમિયાન દેશભરમાં વીજળીની ઓછી માંગને ધ્યાનમાં રાખીને અમે અસ્થાયી રૂપે વીજ ઉત્પાદન કરતી સિસ્ટમને બંધ કરી હતી. જોકે, આજે સવારે જ્યારે સિસ્ટમને ચાલું કરવામાં આવી ત્યારે કેટલાક સ્થળોએ ફ્રિક્વન્સી અને વોલ્ટેજમાં ઉતારચઢાવ જોવા મળ્યો.”

દસ્તગીરે કહ્યું કે, પેશાવર અને ઇસ્લામાબાદમાં ગ્રિડ સ્ટેશનોમાં વીજ પુરવઠો પૂર્વવત્ થવાનું ચાલુ થઈ ગયું છે.

તેમણે કહ્યું, “હું વિશ્વાસ અપાવું છું કે, આગામી 12 કલાકમાં સમગ્ર દેશમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી દેવામાં આવશે.”

બીબીસી ગુજરાતી

મુશ્કેલીઓ શું છે

વીજળી

ઇમેજ સ્રોત, @IESCO_OFFICIAL

એનટીડીસીના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ગુડૂ ક્વેટા ટ્રાન્સમિશન લાઈનમાં ખામી સર્જાઈ છે. તેમના મતે, આવી ખામી થવામાં થોડીક સેકન્ડ જ લાગે છે અને તે પછી બ્રેકડાઉન થઈ જાય છે.

તેમના મતે, પાકિસ્તાનમાં આ બ્રેકડાઉનનું કારણ એ છે કે ટ્રાન્સમિશન સિસ્ટમ જૂની થઈ ગઈ છે. ધુમ્મસના કારણે લાઈનોમાં ભેજ અને ક્યારેક ફ્રીક્વન્સી મૅચ ન થવાના કારણે પણ વીજળી સંકટ વધે છે.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જો સમયસર ટ્રાન્સમિશન લાઇનમાં ખામીની ભાળ મળી જાય તો તે લાઇનને અલગ કરી દેવામાં આવે છે, પરંતુ તેમ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને આ માટે ખૂબ જ ઓછો સમય મળે છે.

જોકે, પાકિસ્તાનના ઉર્જામંત્રી ખુર્રમ દસ્તગીરે બ્રેકડાઉન માટે માત્ર વોલ્ટેજની વધઘટને જવાબદાર ગણાવી હતી.

નિષ્ણાતોના મતે, પાવર ગ્રીડ ફેલ થવાને કારણે નોકરીઓ અને જીવન ઠપ થવાની સાથે ભારે ઉદ્યોગોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે આવા ઉદ્યોગો પાસે વીજળીનો બેકઅપ સપોર્ટ હોતો નથી કે તેઓ વીજળી વિના તેમની ફેક્ટરી ચલાવી શકે.

બીબીસી ગુજરાતી

ઈસ્લામાબાદમાં શું સ્થિતિ છે

ઈસ્લામાબાદના જી-10 માર્કેટમાં દુકાનદાર વીજળી વિના પરેશાન છે
ઇમેજ કૅપ્શન, ઈસ્લામાબાદના જી-10 માર્કેટમાં દુકાનદાર વીજળી વિના પરેશાન છે

ઈસ્લામાબાદમાં હાજર બીબીસી સંવાદદાતા શુમાઈલા જાફરીએ જણાવ્યું કે બજારના દુકાનદારો સવારથી જ વીજળીની રાહ જોઈ રહ્યા છે. કેટલાક દુકાનદારો વીજળી માટે જનરેટરનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

શુમાઈલા જાફરીએ ઈસ્લામાબાદના જી-10 માર્કેટમાં આ મુદ્દે કેટલાક લોકો સાથે વાત કરી હતી.

માર્કેટમાં તેમની દુકાનની બહાર બેઠેલા એક વ્યક્તિએ કહ્યું, "સવારે આઠ વાગ્યાથી વીજળી નથી. રોજ આવું જ થાય છે. એક કલાક વીજળી આવે છે અને પછી લગભગ બે કલાક સુધી આવતી નથી. આમેય ગ્રાહકો આવતા નથી એમાં ઉપરથી વીજળી વગર દુકાનમાં સામાન દેખાતો નથી એટલે લોકોને આવવું ગમતું નથી."

બીજા દુકાનદારે કહ્યું, "આવી સ્થિતિમાં અમારો ખર્ચ બમણો થઈ જાય છે. રોજના લગભગ એક હજાર રૂપિયા જનરેટર પાછળ ખર્ચાય છે, બીજું વીજળીનું બિલ તો આવવાનું જ છે. ભાડે દુકાન આપતો માલિક ક્યારેય એમ કહેવાનો નથી કે વીજળી નથી આવતી તો તમે ભાડું ન આપતા. તેનો ખર્ચ વધી જાય છે, જેની સીધી અસર પરિવાર પર પડે છે."

"આ સમગ્ર રાજકીય વ્યવસ્થાથી લોકો નિરાશ છે. લોકો ખુશ નથી."

જી-10 માર્કેટમાં કૉસ્મેટિકની દુકાન ચલાવનાર વ્યક્તિએ કહ્યું, "આ રોજબરોજનું થઈ રહ્યું છે. અમે જનરેટર ચલાવીને ગાડુ ચલાવીએ છીએ. જો ન ચલાવીએ તો અંધારું થઈ જાય અને વધુ નુકસાન થાય છે. ભાડું કાઢવું ​​મુશ્કેલ બની જાય છે."

બીબીસી ગુજરાતી

સોશિયલ મીડિયા પર લોકો શું કહે છે?

વીજળી

ઇમેજ સ્રોત, @IESCO_OFFICIAL

પાકિસ્તાનમાં લોકોએ બત્તી ગુલને લઈને સોશિયલ મીડિયા પર સરકાર પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

કેટલાક ટ્વિટર યૂઝર્સ મીમ બનાવીને પાકિસ્તાન સરકારની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક સવાલો ઉઠાવી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પાકિસ્તાની પત્રકાર આરિફા નૂરે લખ્યું કે શિયાળામાં લગભગ દરેક વખતે આ પ્રકારની ખામી સર્જાય છે. અમે હજી સુધી તેને ઠીક કરી શક્યા નથી.

અન્ય એક યૂઝરે ટ્વિટર પર લખ્યું કે, સોમવાર જ આવો છે તો અઠવાડિયું કેવું રહેશે?

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તસવીર શેર કરતા હયાત નામના યૂઝરે લખ્યું કે જે લોકોનો ફોન વીસ ટકા ચાર્જ થઈ જાય છે તેમની હાલત તસવીરમાં રડતી બાળકી જેવી થઈ રહી છે.

કેટલાક ગ્રાહકો ઉર્જામંત્રીના નિવેદનની ટીકા કરી રહ્યા છે જેમાં તેમણે કહ્યું હતું કે આ કોઈ મોટી સમસ્યા નથી અને 12 કલાકમાં બધું બરાબર થઈ જશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી