એ દેશ જે વિશ્વનો સૌથી મોટો દેવાદાર હોવા છતાં ટકી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ક્રિસ્ટીના જે. ઓરગેઝ
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

- જાપાન વિશ્વનો સૌથી દેવાદર દેશ હોવા છતાં વિકાસના રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યો છે
- જાપાન પરના દેવાનો આંકડો 9.2 ટ્રિલિયન ડૉલર થઈ ગયો છે, જે તેની જીડીપીથી 266 ટકા વધુ છે
- જાપાન પર ભારે દેવાનું જે સૌથી મોટું કારણ છે, તે છે પોતાના અર્થતંત્રનો વેગ જાણવી રાખવા માટે તેણે દાયકા સુધી ઘરેલુ ખર્ચામાં વધુ પૈસા લગાવ્યા

પાછલા વર્ષે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં જાપાન એક એવા આંકડા તરફથી આગળ વધી રહ્યો હતો, જે જોઈને વિશ્વના ગમે તે દેશમાં ખળભળાટ મચી જાત. આ એવો આંકડો હતો જેને આવનારા દિવસોમાં સતત વધવાનું હતું.
આ આંકડો હતો જાપાન પરના દેવાનો. 9.2 ટ્રિલિયન ડૉલર. આ જાપાન પરના દેવાની રકમ છે, જે તેની જીડીપીથી 266 ટકા વધુ છે.
આની સરખામણીમાં વિશ્વની સૌથી મોટી આર્થિક તાકત અમેરિકા પરના દેવાને જોઈએ, તો તે 31 ટ્રિલિયન ડૉલર છે. પરંતુ અમેરિકા માટે રાહત એ છે કે દેવાની આ રકમ તેની જીડીપીના 98 ટકા છે.
જાપાન પર ભારે દેવાનું જે સૌથી મોટું કારણ છે, તે છે પોતાના અર્થતંત્રનો વેગ જાણવી રાખવા માટે તેણે દાયકા સુધી ઘરેલુ ખર્ચામાં વધુ પૈસા લગાવ્યા.
પરંતુ જાપાનની આર્થિક ઉન્નતિના બે મહત્ત્વપૂર્ણ પક્ષ નાગરિક અને કારોબર છે જે સરકારના ખર્ચાને લઈને વધુ ઉત્સાહ નથી બતાવતા, તેમ છતાં સરકાર તેમના માટે ખર્ચ કરે છે.
આને લઈને ‘પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક્સ’ના સિનિયર ફેલો તાકેશી તાશીરો કહે છે કે, “અહીં લોકોની બચત ખૂબ વધારે છે અને રોકાણ એટલું જ ઓછું. તેથી અહીં માગ ખૂબ કમજોર છે. આના માટે સરકાર તરફથી ‘આર્થિક પ્રોત્સાહન’ની જરૂરિયાત પડે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
તાકેશી તાશીરો આગળ જણાવે છે કે, “આ સમસ્યાનાં કારણોમાંથી એક છે જાપાનની વસતિની સ્થિતિ. અહીં લોકો ખૂબ લાંબા સમય સુધી જીવે છે. આના કારણે સોશિયલ સિક્યૉરિટી અને હેલ્થ કેર પર વધુ ખર્ચ થાય છે.”
જાપાનના લોકો આના કારણે જ પોતાના ભવિષ્યને લઈને વધુ સજાગ હોય છે અને નિવૃત્તિ પહેલાં જેટલી બની શકે તેટલી વધુ બચત કરવાની વાત પર ભાર આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાકેશી જણાવે છે કે, “આગળ લોકોની ઉંમરમાં હજુ વધુ વધારો થશે અને આ સાથે આ સમસ્યા પણ લાંબા ગાળા સુધી જળવાઈ રહેશે.”
પરંતુ અહીં રસપ્રદ વાત એ પણ છે કે વિશ્વમાં સૌથી વધુ દેવાદાર હોવા છતાં જાપાન પર આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ જબરદસ્ત છે. દર વર્ષે જાપાને ‘ઋણ ખરીદ’ દ્વારા તેઓ ઉધારે પૈસા આપે છે.

દેવું અને રોકાણના સમીકરણને કેવી રીતે સમજીએ?

ઇમેજ સ્રોત, Getty Images
જાપાન પર દેવાનો બોજો 1990ના દાયકામાં ઝડપથી વધવાનું શરૂ થયું, કારણ કે આ દરમિયાન નાણાકીય અને રિયલ એસ્ટેટ કારોબારમાં ભારે પડતી જોવા મળી.
તેમ છતાં 1991માં જીડીપી અને દેવાનું પ્રમાણ 39 ટકા જ હતું.
પરંતુ તે બાદથી અર્થતંત્રનો વૃદ્ધિદર સતત ઘટતો ગયો. આનાથી સરકારની આવક ઓછી થતી ગઈ. આ તબક્કાની સ્થિતિએ સરકારને ખર્ચ વધારવા માટે મજબૂર બનાવી દીધી.
આવી રીતે વર્ષ 2000 સુધી જાપાન પરનું દેવું તેની જીડીપી જેટલું થઈ ગયું અને દસ વર્ષ બાદ 2010માં જાપાન પર દેવું જીડીપીથી બમણું એટલે કે 200 ટકા થઈ ગયું.
તે બાદ વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકૉનૉમીવાળા જાપાનને ‘આર્થિક પ્રોત્સાહસ’નો આશરો લેવો પડ્યો. સૌપ્રથમ 2008ની વૈશ્વિક મંદી દરમિયાન. તે બાદ 2001ના ફુકુશિમા ભૂકંપ અને તે બાદ સુનામી અને હાલમાં જ કોવિડ મહામારી.
આ દરમિયાન જાપાને મોટો આર્થિક પ્રોત્સાહન પૅકેજ જાહેર કર્યું.

ખર્ચ માટે નાણાકીય મદદ
મંદીથી માંડીને મહામારી અને પ્રાકૃતિક આપત્તિની સ્થિતિમાં જાપાને પણ વિશ્વના અન્ય દેશોની જેમ જ પગલાં લીધાં, જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંરક્ષણ મામલે જરૂરી ખર્ચ (બજેટ)ને પૂરા કરવા માટે બૉન્ડ વેચવા. જેથી આ હેતુ માટે ખર્ચ કરવા પૂરતાં નાણાં મળી શકે.
બીજા શબ્દોમાં કહીએ તો જાપાન આંતરરાષ્ટ્રીય બજાર પાસેથી એવા વાયદા પર દેવું લે છે કે રોકાણકારોને તેમનાં પૂરાં નાણાં અમુક લાભ સાથે પાછાં કરી દેશે.

સ્થિર અને આકર્ષક રોકાણ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જાપાનના આ વાયદા બાદ રોકાણકારો તેને નાણાં આપે છે, ખાસ કરીને જુનવાણી વિચારો ધરાવતા રોકાણકારો, જેમને ઓછા ફાયદામાં પણ પોતાના પૈસા સુરક્ષિત દેખાય છે.
તાશીરો જણાવે છે કે, “જાપાનને મોટા પ્રમાણમાં દેવું મળવા પાછળ, વિકસિત દેશ હોવાના કારણે અહીંના બૉન્ડની વધુ વેલ્યૂ કારણભૂત છે. તે દેવાના સ્થાને બહેતર સિક્યૉરિટી તરીકે કામ કરે છે.”
તેમ છતાં જાપાન પરનું દેવું તેની જીડીપી કરતાં અઢી ગણી થઈ ચૂક્યું છે, આ મોટી રકમ પરત કરવી એ સરકાર માટે પડકારજનક હશે.
જાણકારો માને છે કે જો આટલા લાંબા સમયથી જાપાનને દેવું મળતું રહ્યું, તો તેની પાછળ બે મોટાં કારણો છે.
એક તો જાપાન કોઈ પણ દેવાને મામલે ડિફૉલ્ટર સાબિત નથી થયું. અને બીજું કે અત્યંત ઓછા વ્યાજના દરોએ સરકારી બૉન્ડ થકી તેણે લોન લીધી. આના કારણે રોકાણાકારોને ઓછા પૈસા ચૂકવવા પડ્યા અને બજારનો વિશ્વાસ પણ જીત્યો.
ન્યૂઝ એજન્સી એએફપીના અર્થશાસ્ત્રી શિગેટો નાગાઈ જણાવે છે કે, “એવા રોકાણકારોની બજારમાં કમી નથી, જેઓ ફાયદા કરતાં વધુ સુરક્ષાને પ્રાધાન્ય આપે છે. તેથી તેઓ પોતાની બચના રોકાણ માટે જાપાનને પસંદ કરે છે.”
મૅસેચુસેટ્સની વિલિયમ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર કેન કટનર જણાવે છે કે, “જાપાને દેવા પર વ્યાજનો દર ઓછો રાખ્યો. આનાથી દેવાની રકમ મોટી હોવા છતાં વ્યાજ સ્વરૂપે ખૂબ ઓછી રકમ ચૂકવવી પડે છે. આ રીતે જાપાન, ભારે દેવા સાથે પણ અનિશ્ચિત કાળ સુધી ટકી રહી શકે છે.”

ઓછા વ્યાજની ચુકવણી

એક ખાસ વાત એ પણ છે કે જાપાન અન્ય દેશોના ચલણ સ્વરૂપે દેવું નથી લેતું, બલકે તેનું બધું દેવું પોતાના ચલણ યેનમાં લેવાયું છે. આના કારણે જાપાનની સેન્ટ્રલ બૅંક આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાથી ઓછી પ્રભાવિત થાય છે.
જાપાન પરના દેવાનો 90 ટકા ભાગ જાપાની રોકાણકારોનો છે.
કેન કટનર આગળ જણાવે છે કે, “જાપાન પરના કુલ દેવામાં વિદેશીઓનો ભાગ વધુ નથી. જ્યારે મેં છેલ્લે જોયું હતું ત્યારે તેનું પ્રમાણ આઠ ટકાની આસપાસ હતું. તેમાં મોટો ભાગ જાપાની નાણાકીય સંસ્થાઓ અને બૅંક ઑફ જાપાનનો છે. આવું કરવાથી સરકારી નુકસાનની મુદ્રીકરણ થઈ જાય છે.”
એટલે કે જાપાન સરકાર દેવા માટે બૉન્ડ વેચે છે, જેને ત્યાંની કેન્દ્રીય બૅંક ખરીદે છે.
કેન કટનર કહે છે કે, “આર્થિક પ્રોત્સાહાન પૉલિસી અંતર્ગત બૅંક ઑફ જાપાન સરકારનો મોટો ભાગ ખરીદે છે. જેનાથી લાંબા સમયવાળા વ્યાજનો દર ઓછો જળવાઈ રહે છે અને આનાથી અર્થતંત્રમાં પણ તેજી યથાવત્ રહે છે.”
આવી રીતે બાકીની દુનિયામાં જ્યારે વ્યાજના દર સતત વધી રહ્યા હોય છે, ત્યારે પણ જાપાનમાં તો તે નીચે જ જળવાઈ રહે છે.
ઇન્વેસ્ટમૅન્ટ ફર્મ જુલિયસ બાયેરના અર્થશાસ્ત્રી ડેવિડ કોહલી જણાવે છે કે, “જાપાનમાં આવું શક્ય બની શકે છે સરકાર અને તેની કેન્દ્રીય બૅંક વચ્ચેના તાલમેલની બહેતરીન નીતિઓના કારણે. સાથે જ અહીંના લોકો અને ખાનગી કંપનીઓની ‘ડિફ્લેક્શન મેન્ટાલિટી’ પણ તેમાં મદદગાર હોય છે.”














