ઉનાળામાં ચામડીને તાપથી બચાવવા માટે સનસ્ક્રીન ક્રીમ ક્યારે અને કેવી રીતે લગાવવું, ક્રીમની પસંદગી કેવી રીતે કરવી?

ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જેસિકા બ્રૅડલી
    • પદ, બીબીસી સંવાદદાતા

સૂર્યનાં કિરણો કાર્સિનૉજેનિક હોય છે. તમારે ત્વચાને રીતે કેવી રીતે સુરક્ષિત રાખવી તે અંગે નિષ્ણાતોના મત જાણીએ.

સનસ્ક્રીન લગાવવું એ આપણાં સ્વાસ્થ્યની સુરક્ષા માટેની સારી બાબત તરીકે માનવામાં આવે છે.

ચામડીને લગતા મેલાનોમા કૅન્સરના 80 ટકાથી વધુ કેસ સનબર્નને કારણે થાય છે - અને આ સંખ્યા દર વર્ષે વધી રહી છે.

ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

દર વર્ષે વૈશ્વિક સ્તરે ચામડીનાં કૅન્સરના અંદાજે 1.5 મિલિયન નવા કેસ નોંધાય છે જે 2040 સુધીમાં 50 ટકા જેટલા વધવાની ધારણા છે.

સૂર્યના પ્રકાશથી થતી અસરો અંગે વારંવાર ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં સનસ્ક્રીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મૂંઝવણ છે.

ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી, ત્વચાને સૂર્યથી બચાવવાની જરૂર કેમ

કૅલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિસિનના પ્રોફેસર રિચાર્ડ ગેલો કહે છે કે જ્યારે આપણે સૂર્યના સંપર્કમાં આવીએ, ત્યારે યુવી કિરણોત્સર્ગ આપણી ત્વચાના કોષોમાં ડીએનએ, પ્રોટીન અને અન્ય અણુઓને નુકસાન પહોંચાડે છે.

ગેલો કહે છે કે મધ્યમ માત્રામાં સૂર્યપ્રકાશમાંથી નીકળતા યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી આપણી ત્વચાના કોષોને વિટામિન ડી ઉત્પન્ન કરવામાં મદદ મળે છે. પરંતુ જેમજેમ આપણે આપણી ત્વચાને વધુને વધુ સૂર્યપ્રકાશમાં લાવીએ છીએ, તેમ તેમ તે મેલાનિનનું ઉત્પાદન કરીને ટેનિંગ દ્વારા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે.

ગેલો કહે છે, "જો આ સંપર્ક ખૂબ વધારે હોય, તો ત્વચા પોતાને સુરક્ષિત રાખી શકતી નથી અને તમને બળતરા થાય છે."

ગેલો ઉમેરે છે કે આનાથી આપણા કોષોમાં રહેલા ડીએનએ નુકસાન થઈ શકે છે, જે અકાળ વૃદ્ધત્વનું કારણ બની શકે છે, અને ત્વચાના કૅન્સર થવાનું જોખમ વધારી શકે છે.

યુવી (અલ્ટ્રા વાયૉલેટ) કિરણોત્સર્ગનો સંપર્ક ચામડીનાં કૅન્સર થવાનું સૌથી સામાન્ય અને મુખ્ય કારણ છે.

ગેલો કહે છે, "ઓછી એસપીએફ ધરાવતી સનસ્ક્રીન સૂર્યમાંથી નીકળતા કિરણોત્સર્ગના સંપર્કમાં થોડો ઘટાડો કરે છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તે બધી હાનિકારક અસરોને થવા દે છે. સૂર્યમાંથી નીકળતું કિરણોત્સર્ગ ઓછી માત્રામાં પણ એક સંભવિત કાર્સિનોજેન છે."

એસપીએફ શું છે અને તે કેટલું હોવું જોઈએ? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

એસપીએફનો અર્થ "સન પ્રૉટેક્શન ફૅક્ટર" થાય છે, અને સનસ્ક્રીનની બૉટલો પર તેની સાથે જોડાયેલી સંખ્યા સૂચવે છે કે સૂર્યમાંથી નીકળતા યુવી કિરણોત્સર્ગને બિનઅસરકારક બનાવવા તે કેટલું જરૂરી છે. તેથી એસપીએફ જેટલું ઊંચું હશે, તમારી ત્વચા વધુ સુરક્ષિત રહેશે.

જોકે, SPF ફક્ત UVB કિરણોથી રક્ષણનું સ્તર દર્શાવે છે - UVA રક્ષણનું પ્રમાણ એક અલગ રેટિંગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે (આ અંગે વધુ પછીથી).

દિવસ દરમિયાન આપણે કેટલા પ્રમાણમાં UV કિરણોત્સર્ગના સંપર્કમાં રહીએ છીએ. જેમ જેમ સૂર્યનાં કિરણો વધુ મજબૂત થાય છે, તેમ તેમ આપણે વધુ સૌર ઊર્જાના સંપર્કમાં આવીએ છીએ. સૂર્યનાં કિરણો સવારે 10 થી સાંજે ચાર વાગ્યાની વચ્ચે સૌથી વધુ શક્તિશાળી હોય છે.

સનસ્ક્રીન લગાવવાની શ્રેષ્ઠ રીત કઈ? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

2018 ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સનસ્ક્રીન લગાવ્યા પછી કેટલાક UV રક્ષક તરત જ કાર્ય કરે છે. જોકે તેને સ્થિર થવામાં લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે.

નિષ્ણાતો સામાન્ય રીતે ભલામણ કરે છે કે લોકો સૂર્યના સંપર્કમાં આવવાના 20-30 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવે જેથી તેને ત્વચામાં શોષી લેવાનો સમય મળે. દિવસમાં સનસ્ક્રીન બે વાર લગાવવું સલાહભરેલું હોઈ શકે છે, કારણ કે અભ્યાસો દર્શાવે છે કે મોટાભાગના લોકો ઓછું સનસ્ક્રીન લગાવવાનું વલણ ધરાવે છે.

એક અભ્યાસમાં સંશોધકોએ 31 સહભાગીઓને ડાર્ક લાઇટ હેઠળની પ્રયોગશાળામાં સનસ્ક્રીન લગાવવા કહ્યું, અને જાણવા મળ્યું કે તેને બે વાર લગાવવાથી ત્વચાનો સપાટીનો વિસ્તાર જે તેઓ પહેલી વાર ચૂકી ગયા હતા ત્યાં પણ તે પહોંચ્યું હતું.

વૈજ્ઞાનિકો પરસેવો થયા પછી, પાણીમાં પલળ્યા પછી અથવા જો આપણી ત્વચા કપડાં કે રેતીથી ઘસાઈ હોય તો પણ સનસ્ક્રીન ફરીથી લગાવવાની સલાહ પણ આપે છે.

યુનિવર્સિટી ઑફ લીડ્સના સ્કૂલ ઑફ ડિઝાઇનમાં ટકાઉ સામગ્રીના પ્રોફેસર રિચાર્ડ બ્લૅકબર્ન કહે છે કે સનસ્ક્રીનને અન્ય ત્વચાને લગતાં ઉત્પાદનો, જેમ કે તેને મોઇશ્ચરાઇઝર સાથે ભેળવવું પણ મહત્ત્વપૂર્ણ છે. આનું કારણ એ છે કે ઝીંક ઑક્સાઇડ જેવા ધાતુનાં નૅનોપાર્ટિકલ્સ ધરાવતાં ઘણાં સનસ્ક્રીન ઓછાં અસરકારક હોઈ શકે છે.

બ્લૅકબર્ન કહે છે કે પરંતુ આનો અર્થ એ નથી કે આપણે સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવો જોઈએ.

બ્લૅકબર્ન ઉમેરે છે કે 'ગરમીના સમયમાં દરરોજ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ.'

બ્લૅકબર્ન વિવિધ બ્રાન્ડનાં સનસ્ક્રીનને મિશ્રિત કરવા અથવા અન્ય ત્વચા ઉત્પાદનો સાથે સનસ્ક્રીન ભેળવવાની ટેવ સામે ચેતવણી આપે છે. તેમનાં કેટલાંક ઘટકો એકબીજા સાથે અસંગત હોય છે.

શું યુ.એસ.ના સનસ્ક્રીન યુ.કેથી અલગ હોય છે? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

અમેરિકા અને યુકેમાં વેચાતાં સનસ્ક્રીન વચ્ચે કેટલોક તફાવત હોય છે. જેનું આંશિક કારણ તેમને કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તેના અંગેનો વિરોધાભાસ છે.

યુએસમાં સનસ્ક્રીનને પ્રિસ્ક્રિપ્શન વિનાની દવાઓની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેથી દરેક ઘટકને લાંબી નિયમનકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેનો અર્થ એ છે કે નવાં સનસ્ક્રીન ફિલ્ટર્સને મંજૂરી આપવામાં લાંબો સમય લાગી શકે છે.

યુરોપિયન સંઘમાં સનસ્ક્રીનને કૉસ્મેટિક્સ તરીકે નિયંત્રિત કરવામાં આવે છે.

નવા સંભવિત રીતે વધુ અસરકારક યુવી ફિલ્ટર્સને મંજૂરી આપવાની આ લાંબી પ્રક્રિયાના પરિણામે, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કેટલાક અમેરિકન સનસ્ક્રીન યુરોપિયન યુનિયનના ઉચ્ચ યુવી સામે સુરક્ષાનાં ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે.

શું હું કાચથી સૂર્યકિરણોની અસર ઘટે? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ગેલો કહે છે કે કાંચ સૂર્યમાંથી સૌથી ખતરનાક કિરણોત્સર્ગ (યુવીબી કિરણો) ફિલ્ટર કરે છે, પરંતુ તે હજુ પણ એવા કિરણોત્સર્ગને અંદર આવવા દે છે જે ઓછું નુકસાન પહોંચાડે છે.

કાંચની બારી દ્વારા પણ વારંવાર સૂર્યના સંપર્કમાં આવવાથી ત્વચાને નુકસાન થશે. યુવીએના સંપર્કમાં આવવાથી, જે આપણી ઉંમર સાથે ત્વચામાં 90 ટકા દૃશ્યમાન ફેરફારો માટે જવાબદાર માનવામાં આવે છે, તે કાંચ દ્વારા પણ થઈ શકે છે.

સનસ્ક્રીન કેટલા સમય માટે અસરકારક? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નિષ્ણાતો કહે છે કે સનસ્ક્રીન સમય જતાં ઓછું અસરકારક બને છે, પરંતુ સામાન્ય રીતે, તમે તેને ખરીદો છો તે તારીખથી તે ત્રણ વર્ષ સુધી કામ કરે છે. યુકેમાં મોટાભાગની સનસ્ક્રીન બૉટલોમાં એક ચિહ્ન હોય છે જે દર્શાવે છે કે બૉટલ એકવાર ખોલ્યા પછી કેટલા મહિના સુધી અસરકારક રહેશે.

યુએસમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (FDA) મુજબ બધાં સનસ્ક્રીન ઉત્પાદનોને ખરીદી પછી ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધીની શૅલ્ફ-લાઇફ રાખવી પડે છે.

જો તમને ખાતરી ન હોય તો સુસંગતતા અને રંગમાં કોઈ સ્પષ્ટ ફેરફાર માટે સનસ્ક્રીન તપાસવાની પણ ભલામણ કરવામાં આવે છે. બૉટલને સીધા સૂર્યપ્રકાશથી અથવા ગરમ વાતાવરણમાં દૂર રાખવાથી, જેમ કે કારમાં, સામગ્રીને ઝડપથી તૂટતી ટાળવામાં મદદ મળે છે.

શું સનસ્ક્રીન વિટામિન ડીના ઉત્પાદનને અવરોધે? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

વિટામિન ડી મજબૂત હાડકાં અને આપણી રોગપ્રતિકારક શક્તિને જાળવવા કૅલ્શિયમના શોષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સનસ્ક્રીન લગાડવાથી વિટામિન ડીના શોષણમાં અવરોધ આવી શકે છે તેવી કેટલીક ચિંતાઓ છે.

અભ્યાસોની સમીક્ષામાંથી તારણ નીકળ્યું છે કે, સંતુલિત રીતે, સનસ્ક્રીન આપણા શરીરમાં શોષાયેલી વિટામિન ડીની માત્રાને અસર કરે તેનું જોખમ ઓછું છે.

ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

એવી કેટલીક ચિંતાઓ છે કે સનસ્ક્રીનમાં એવાં ઘટકો હોય છે જે આપણા શરીરમાં એકઠા થઈ શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે.

પુરાવા સૂચવે છે કે યુકે, ઇયુ અથવા યુએસએ મંજૂર કરેલાં સનક્રીમમાં વપરાતાં ઘટકો સલામત અને અસરકારક છે. યુવી કિરણોત્સર્ગથી લોકોને બચાવતા સનસ્ક્રીનનનાં કોઈપણ સંભવિત નુકસાન કરતાં ફાયદા વધુ છે.

ગેલો કહે છે કે સનસ્ક્રીનની સૌથી મોટી ચિંતા એ છે કે શું તમે ચોક્કસ સનસ્ક્રીનનાં કોઈપણ ઘટકો પ્રત્યે સંવેદનશીલ છો અથવા તમને તેની ઍલર્જી હોય? આના કારણે તમને ફોલ્લીઓ પણ થઈ શકે છે.

ગેલો કહે છે, "સનસ્ક્રીનમાં ટૉક્સિક હોવાની દંતકથાઓ એક સનસનાટીભરી અતિશયોક્તિ છે અને સૌર કિરણોત્સર્ગની ઝેરી અસરો સાથે તુલનાત્મક નથી."

સાથે જ ઉમેરે છે, "સનસ્ક્રીનનો જ્યારે નિર્દેશિત રીતે ઉપયોગમાં લેવાય ત્યારે સલામત છે અને તે ચામડીનાં કૅન્સર થવા કરતાં તો ઘણું સારું જ છે."

પુખ્ત વયના લોકોએ કેટલું સનસ્ક્રીન વાપરવું જોઈએ? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

FDA સલાહ આપે છે કે પરીક્ષણ માટે ત્વચા પર બે મિલિગ્રામ/સેમી2 (0.16in2) સનસ્ક્રીન લગાવવું જોઈએ, જેનો અર્થ એ છે કે જો આપણે આનાથી ઓછું લગાવીએ, તો તે લેબલ પર દર્શાવેલ રક્ષણ પૂરું પાડશે નહીં.

આ માત્રા ઘણીવાર સરેરાશ કદના પુખ્ત વયના ચહેરા અને શરીર માટે લગભગ છ ચમચી જેટલી હોય છે. જો કે, અભ્યાસો દર્શાવે છે કે લોકો સામાન્ય રીતે જરૂરિયાત કરતાં ઘણું ઓછું જ સનસ્ક્રીન લગાવે છે અને તેથી તેઓ જેટલું વિચારે છે તેટલું તે સુરક્ષિત નથી હોતું.

બાળકો અને નાના બાળકોએ કેટલું સનસ્ક્રીન વાપરવું જોઈએ? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી
ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નાના બાળકોની ત્વચા યુવી કિરણોત્સર્ગ પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે, તેથી તે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે કે તેઓ સૂર્યથી સુરક્ષિત રહે. છ મહિનાથી ઓછી ઉંમરનાં બાળકોને સનસ્ક્રીન ન લગાડવું જોઈએ. તેમને સીધા સૂર્યના સંપર્કમાં ન રાખવા જોઈએ. તેમને ઢીલાં કપડાં અને છાંયડામાં સુરક્ષિત રાખવાં જોઈએ.

એવી ભલામણ કરવામાં આવે છે કે તમે બે વર્ષનાં બાળકોને બે ચમચી સનસ્ક્રીન, પાંચ વર્ષનાં બાળકોને ત્રણ ચમચી, નવ વર્ષનાં બાળકોને ચાર ચમચી અને 13 વર્ષનાં બાળકોને પાંચ ચમચી લગાવી શકો. મોટાં બાળકો માટે, વૈજ્ઞાનિકો દર બે કલાકે સનસ્ક્રીન ફરીથી લગાડવાની ભલામણ કરે છે.

મારે કયા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું જોઈએ? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

લેબલ પર "બ્રૉડ સ્પેક્ટ્રમ" લખેલું હાઇ-એસપીએફ સનસ્ક્રીન વાપરવું મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આનો અર્થ એ છે કે તે યુવીએ અને યુવીબી કિરણો બંને સામે રક્ષણ આપે છે.

સનસ્ક્રીનના યુવીએ રક્ષણનું સ્તર દર્શાવવાની બે મુખ્ય રીતો છે, અને કયો ઉપયોગ કરવો તે તમે ક્યાં રહો છો તેના પર આધાર રાખે છે.

એક પ્રૉટેક્શન ગ્રેડ (PA) સિસ્ટમ હોય છે, જેને ક્યારેક ગ્રેડનું મૂલ્યાંકન કરવા માટે વપરાતી પદ્ધતિના આધારે સનક્રીમ પર યુવીએ-પીએફ અથવા પીપીડી તરીકે લેબલ કરવામાં આવે છે.

આ સિસ્ટમ માટે, ઉચ્ચતમ સ્તરનું રક્ષણ PA**** છે, જેનો અર્થ એ છે કે તમે સનક્રીમ લગાડવાથી સોળગણાં વધારે સુરક્ષિત બનો છો. ઓછા સ્ટાર રક્ષણનું નીચું સ્તર દર્શાવે છે. આ રેટિંગ સિસ્ટમ ઘણીવાર યુએસ અને જાપાનમાં વેચાતાં સનસ્ક્રીન પર જોવા મળે છે.

સનક્રીમ દ્વારા પૂરા પાડવામાં આવતા યુવીએ રક્ષણના સ્તરનું મૂલ્યાંકન કરવાની બીજી સામાન્ય પદ્ધતિ યુવીએ સ્ટાર રેટિંગ છે.

જે "યુવીએ" શબ્દ ધરાવતા ગોળાકાર પ્રતીક દ્વારા સૂચવવામાં આવે છે. જે પાંચ સ્ટાર (સુરરક્ષાનું ઉચ્ચતમ સ્તર) સુધીનું હોય છે.

UVA સ્ટાર રેટિંગ UVA સામે રક્ષણનું સ્તર દર્શાવે છે, જે UVB રક્ષણના પ્રમાણમાં હોય છે - તેથી પાંચના UVA રેટિંગવાળા SPF50 સનસ્ક્રીન સમાન UVA રેટિંગવાળા SPF30 સનક્રીમ કરતાં વધુ રક્ષણ ધરાવે છે. આ પદ્ધતિ યુકે અને યુરોપમાં સામાન્ય છે.

બ્લૅકબર્ન ઓછામાં ઓછાં 30 SPF ના ફાઇવ સ્ટાર રેટિંગવાળા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાની અને ત્વચાને કપડાંથી ઢાંકવાની ભલામણ કરે છે.

ચામડીનાં કૅન્સરની સખાવતી સંસ્થાઓ વર્ષના દરેક દિવસે બહાર નીકળતી વખતે બધી ખુલ્લી ત્વચા પર સનક્રીમ લગાડવાની ભલામણ કરે છે અને સૂર્યમાં તમારા સમયને મર્યાદિત રાખવાનું મહત્ત્વ સમજાવે છે, ભલે તમે સનસ્ક્રીન લગાડી હોય.

સનસ્ક્રીન અને સનબ્લૉક વચ્ચે શું તફાવત છે? ઉનાળામાં કયું સન સ્ક્રીન લોશન કે ક્રીમ વાપરવું, તેના એસપીએફ કેટલા હોવા જોઈએ, ત્વચા માટે કયું સનસ્ક્રીન સારું, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

સનસ્ક્રીન તમારા અને સૂર્ય વચ્ચે રાસાયણિક અવરોધ તરીકે કામ કરે છે. તે સૂર્યમાંથી UV કિરણોને આપણી ત્વચા પર પહોંચે તે પહેલાં તેમને અવરોધવાને બદલે શોષી લે છે.

બીજી બાજુ, સનબ્લૉક, એક ભૌતિક અવરોધ બનાવે છે જેના દ્વારા UV કિરણો પસાર થઈ શકતા નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.