તમે દિવસમાં કેટલી વાર મળત્યાગ કરો છો એ તમારા સ્વાસ્થ્ય અંગે શું સંકેત આપે છે?

મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Emmanuel Lafont/ BBC

    • લેેખક, જાસ્મિન ફૉક્સ-સ્કૅલી
    • પદ, .

શું તમે દિવસમાં ત્રણ વખત શૌચાલય જાવ છો કે પછી શૌચાલયની મુલાકાત તમારા માટે 'દુર્લભ અને વિશેષ' છે? અને સૌથી અગત્યનું તમારા મળની વિવિધ બાબતો તમારા સ્વાસ્થ્ય વિશે શું સૂચવે છે? શાંતિથી બેસો, આરામ કરો અને મળના વિજ્ઞાન વિશે જાણો.

આપણે કેટલી વાર શૌચાલય માટે જઈએ છીએ તે વ્યક્તિએ વ્યક્તિએ અલગઅલગ હોઈ શકે છે. જ્યારે પણ આપણે ખાઈએ છીએ ત્યારે મોટું આંતરડું સંકોચાય છે અને ખોરાકને પાચનતંત્રમાં ધકેલે છે.

જે આપોઆપ "ગૅસ્ટ્રો-કૉલિક રિફ્લૅક્સ" હોર્મોન્સ બનાવે છે જે મળ ત્યજવાની ઇચ્છા પેદા કરે છે. જેને "કુદરતી હાજત"નો સમય થયો એમ પણ કહેવામાં આવે છે.

મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

જોકે આપણામાંથી મોટાભાગના લોકોએ આ ઇચ્છાને દબાવવાનું પણ શીખી લીધું છે. જેનો અર્થ એ છે કે દિવસમાં એક વાર કે તેથી ઓછી વાર મળ ત્યજવો એ નવું ધોરણ બની ગયું છે.

ઑસ્ટ્રેલિયાની કૅનબરા હૉસ્પિટલમાં ગૅસ્ટ્રોઍન્ટેરૉલૉજિસ્ટ અને જનરલ મેડિસિન ફિઝિશિયન માર્ટિન વેસી કહે છે, "આપણે બધા મળત્યાગ કરવા માટે ખૂબ વ્યસ્ત હોઈએ છીએ."

મળત્યાગ અંગે અભ્યાસ મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

પરંપરાગત રીતે ઘણી વાર એવો દાવો કરવામાં આવ્યો છે કે દિવસમાં એક વાર મળત્યાગ એ આંતરડાના સારા સ્વાસ્થ્યની નિશાની છે. પરંતુ ભૂતકાળમાં આ અંગે કોઈ ખબર નહોતી કે મળ બાબતે શું સામાન્ય છે.

એક અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે થોડાં અઠવાડિયાં કે મહિનામાં એક જ વાર મળત્યાગ કે એક દિવસમાં 24 વાર મળત્યાગ સુધીના બધાને સામાન્ય જ ગણી શકાય.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે યુકેમાં બ્રિસ્ટૉલ રૉયલ ઇન્ફર્મરીના કન્સલ્ટન્ટ ફિઝિશિયન કેન હિટન જેવા વૈજ્ઞાનિકોના પાયાના કામના લીધે આપણે હવે આ બાબતે વધુ સારી રીતે જાણીએ છીએ. 1980ના દાયકાના અંતમાં હિટન અને તેમના સાથીઓએ પૂર્વ બ્રિસ્ટૉલના રહેવાસીઓનો સર્વે કર્યો. તેમને એક અયોગ્ય પ્રશ્ન પૂછ્યો - તમે કેટલી વાર મળત્યાગ કરો છો?

પરિણામોએ આંતરડાની આ ગતિવિધિમાં વિશાળ વિવિધતા જાહેર કરી. જોકે સૌથી સામાન્ય આંતરડાની આદત દિવસમાં એક વખત મળત્યાગની હતી. 40% પુરુષો અને 33% સ્ત્રીઓ આ જ પ્રથાનું પાલન કરતી હતી.

કેટલાંક અઠવાડિયાંમાં એક કરતાં ઓછા વખત અન્ય દિવસમાં ત્રણ વખત મળત્યાગ કરતા હતા. એકંદરે અભ્યાસમાં તારણ કાઢ્યું હતું કે "પરંપરાગત રીતે સામાન્ય આંતરડાના આ કાર્ય (મળત્યાગ) અડધાથી ઓછી વસ્તી દ્વારા જ માણવામાં આવે છે. માનવ શરીરવિજ્ઞાનની આ બાબતે યુવાન સ્ત્રીઓ ખાસ કરીને વંચિત છે."

આકસ્મિક રીતે ડૉક્ટર હિટને મળના વિજ્ઞાનમાં આ એકમાત્ર યોગદાન આપ્યું ન હતું. તેમણે પાછળથી ધ બ્રિસ્ટૉલ સ્ટૂલ ફૉર્મ સ્કૅલ વિકસાવવામાં પણ મદદ કરી હતી. તેની સાથેનાં ચિત્રો ડૉક્ટરોને પાચન સમસ્યાઓનું નિદાન કરવામાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી વ્યવહારુ માર્ગદર્શિકા બની ગયા છે.

આ સ્કૅલમાં "અલગ સખત ગઠ્ઠા, બદામ જેવા"થી "ખરબચડી ધારવાળા રુંવાટીવાળા ટુકડા" સુધીના મળનાં સરળ વર્ણનો આપ્યાં છે.

"ગોલ્ડીલૉક્સ/ગોલ્ડીપ્લૉપ્સ" ઝોન, મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ
"ગોલ્ડીલૉક્સ/ગોલ્ડીપ્લૉપ્સ" ઝોન, મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Emmanuel Lafont/ BBC

બ્રિટનની NHS (નૅશનલ હેલ્થ સર્વિસ) તથા અન્ય આરોગ્ય સંસ્થાઓ જણાવે છે કે દિવસમાં ત્રણ વખત અને અઠવાડિયામાં ત્રણ વખત મળત્યાગ કરવો એ સામાન્ય છે. પરંતુ સામાન્ય હોવું અને સ્વસ્થ હોવું જરૂરી નથી કે તે એક જ વસ્તુ હોય.

વૈજ્ઞાનિકોએ કદાચ આપણે કેટલી વાર મળત્યાગ કરીએ છીએ તે રહસ્ય ઉકેલી લીધું હશે. પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવા માટે તે કંઈ કરતા નથી કે આપણે કેટલી વાર મળત્યાગ કરવો જોઈએ?

વધુને વધુ સંશોધકો તારણ આપી રહ્યા છે કે વ્યક્તિની મળત્યાગની પ્રવૃત્તિ એ તેના સ્વાસ્થ્યનું મજબૂત સૂચક છે.

મળત્યાગ અને મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ છે? મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઉદાહરણ તરીકે 2023ના એક અભ્યાસમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 14,573 પુખ્ત વયના લોકોની મળત્યાગની આદતોની તપાસ કરવામાં આવી.

સૌથી વધુ જોવા મળેલી આદત એ અઠવાડિયામાં સાત વખતની હતી (50.7% લોકો) અને સૌથી સામાન્ય મળનો પ્રકાર "સૉસેજ અથવા સાપ જેવો, સરળ અને નરમ" હતો.

ત્યાર બાદ સંશોધકોએ પાંચ વર્ષથી વધુ સમય સુધી સહભાગીઓ પર નજર રાખી હતી કે મળત્યાગની સંખ્યા અને મૃત્યુદર વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં?

તેઓએ જોયું કે જે લોકો અઠવાડિયામાં ચાર નરમ મળ કાઢે છે તેઓ અઠવાડિયામાં સાત વખત સામાન્ય મળત્યાગ કરનારા લોકો કરતાં પાંચ વર્ષ વહેલાં મૃત્યુ પામવાની શક્યતા 1.78 ગણી વધારે હતી.

ખૂબ ઓછી વાર મળત્યાગ કરનારાઓ પણ કૅન્સર અને હૃદયરોગથી મૃત્યુ પામવાની શક્યતા 2.42 અને 2.27 વધુ હતી.

સામાન્ય મળત્યાગ એટલે શું અને તે આરોગ્યપ્રદ કેમ?

અમેરિકાના સિએટલસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફૉર સિસ્ટમ્સ બાયૉલૉજીના માઇક્રૉબાયૉલૉજિસ્ટ સીન ગિબન્સને પણ એક પ્રશ્ન સતાવી રહ્યો છે.

વર્ષ 2024માં ગિબન્સે એક અભ્યાસનું નેતૃત્વ કર્યું જેમાં 1,400 સ્વસ્થ પુખ્ત વયના લોકોને તેમની શૌચાલયની આદતોના આધારે ચાર જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

કબજિયાત (દર અઠવાડિયે એક-બે વાર મળત્યાગ), ઓછી-સામાન્ય (દર અઠવાડિયે ત્રણ-છ વાર), ઉચ્ચ-સામાન્ય (દર અઠવાડિયે એક-ત્રણ વાર) અને ઝાડા.

ત્યાર બાદ તેઓએ એ જોવાનું નક્કી કર્યું કે મળના ત્યાગની સંખ્યા અને વ્યક્તિના આંતરડાના માઇક્રોબાયોમ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં?

ગિબન્સે શોધી કાઢ્યું કે વારંવાર મળ ત્યજનારાઓ જે દિવસમાં એકથી ત્રણ વખત મળ કાઢે છે તેમના આંતરડામાં 'સારા' બૅક્ટેરિયાનું પ્રમાણ શૌચાલયમાં ઓછી વાર જતા લોકો કરતાં વધુ હતું.

સિક્કાની બીજી બાજુ ગિબન્સે શોધી કાઢ્યું કે જે લોકો અઠવાડિયામાં ત્રણ વખતથી ઓછા વખત મળવિસર્જન કરતા હતા તેમના લોહીમાં ઝેરીતત્ત્વો હોવાની શક્યતા વધુ હતી.

ગિબન્સ કહે છે, "ગોલ્ડીલૉક્સના મળત્યાગના ક્ષેત્રમાં (ઉચ્ચ-સામાન્ય શ્રેણી), અમે શૉર્ટ ચેઇન ફેટી ઍસિડ નામના રસાયણો ઉત્પન્ન કરતા સખત એનારોબિક સૂક્ષ્મજીવાણુઓમાં વધારો જોયો."

મળત્યાગ સાથે અનેક બીમારીઓનો સંબંધ, મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

આ શૉર્ટ ચેઇન ફેટી ઍસિડ્સ (SFAs)માંથી એક બ્યૂટીરેટ શરીરમાં બળતરા ઘટાડવા માટે જાણીતું છે. આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ ક્રૉનિક સોજાને હવે કાર્ડિયૉવસ્ક્યુલર સ્ક્યુલર રોગ, ટાઇપ 2 ડાયાબિટીસ અને અલ્ઝાઇમર જેવી સ્થિતિઓ પાછળનું પ્રેરક પરિબળ માનવામાં આવે છે.

ગિબન્સ કહે છે, "બ્યૂટીરેટનું સ્તર વધારે હોવાથી તમે તમારા લોહીમાં ગ્લુકોઝના સ્તરને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો છો. તેથી તમારી ઇન્સ્યૂલિન સંવેદનશીલતા વધુ સારી રહે છે."

તેઓ કહે છે, "બ્યૂટીરેટ આંતરડાના કોષો સાથે પણ જોડાશે તેમને હોર્મોન્સ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરશે જેનાથી તમને પેટ ભરેલું લાગે છે."

ગિબન્સ માને છે કે કબજિયાતવાળા લોકોના લોહીના પ્રવાહમાં હાનિકારક ઝેરી તત્ત્વોનું પ્રમાણ વધુ હોવાનું એક કારણ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને ભાગ્યે જ મળત્યાગ થતો હોય છે ત્યારે તે મળ લાંબા સમય સુધી તેમના આંતરડામાં પડી રહે છે.

આના કારણે આંતરડામાં રહેલા બૅક્ટેરિયા ઉપલબ્ધ તમામ ફાઇબર ખાઈ જાય છે. જે સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપતા SFAમાં રૂપાંતરિત થતા હોય છે.

જોકે સમસ્યા એ છે કે એક વાર બધા ફાઇબર નીકળી જાય પછી બૅક્ટેરિયા પ્રોટીનને આથો આપવાનું શરૂ કરે છે કે જે લોહીના પ્રવાહમાં હાનિકારક ઝેરી તત્ત્વો છોડે છે. આ તત્ત્વો કિડની અને હૃદય સહિતના અવયવોને નુકસાન પહોંચાડવા માટે જાણીતાં છે.

ઉદાહરણ તરીકે ફેનાઇલઍસિટિલગ્લુટામાઇન તરીકે ઓળખાતું એક આવું ઝેરી તત્ત્વ કાર્ડિયોવસ્ક્યુલર રોગ માટે જોખમી પરિબળ છે.

ગિબન્સ કહે છે, "જો તમારા રક્ત પરિભ્રમણમાં આ મૅટાબૉલાઇટનું સ્તર લાંબા સમયથી ઊંચું હોય તો તે ઍથરોસ્ક્લેરૉસિસ થઈ શકે છે, જેના કારણે જે ધમનીઓમાં એક પ્રકારે સખતાઈનો કારક છે અને રક્તવાહિની તંત્રને નુકસાન પહોંચાડે છે."

ગિબન્સ કહે છે કે ભલે ક્લિનિકલ માર્ગદર્શન જણાવે છે કે દિવસમાં ત્રણ વાર મળત્યાગથી અઠવાડિયામાં ત્રણ વાર મળત્યાગ સ્વસ્થ રહે છે, પરંતુ તેમના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ઓછા-સામાન્ય મળત્યાગ કરતાં જૂથમાં પણ લોહીના પ્રવાહમાં ઝેરી પદાર્થોનું પ્રમાણ વધ્યું હતું.

મળત્યાગ સાથે અનેક બીમારીઓનો સંબંધ, મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ગિબન્સ કહે છે, "આ અંગે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે, કારણ કે આપણી પાસે ભવિષ્યમાં આ લોકો બીમાર પડશે કે કેમ તે જાણવા માટે આધારભૂત ડેટા નથી, પરંતુ એવું લાગે છે કે આપણે જે જોઈ રહ્યા હતા તેના આધારે રોજ બે દિવસે એક વાર કે દિવસમાં બે વાર મળ ત્યજવું એ સ્વસ્થ રહેવા માટેની સારી તક છે."

જોકે હંમેશની જેમ આનો સહસંબંધ કારણભૂત નથી. શક્ય છે કે જે લોકો પહેલાંથી જ અન્ય રીતે ઓછા સ્વસ્થ છે તેઓ ઓછી વાર મળત્યાગ કરે છે.

જોકે ગિબન્સના અભ્યાસમાં ફક્ત એવા પુખ્ત વયના લોકોની પસંદગી કરીને આને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગિબન્સે જેમને સ્વાસ્થ્ય અંગેની કોઈ ફરિયાદ ન હતી, એવા લોકોનો જ સમાવેશ કર્યો હતો.

તમારા આંતરડાના સ્વાસ્થ્યનું એક માપ એ પણ છે કે ખોરાકને તમારા પાચનતંત્રમાંથી પસાર થવામાં કેટલો સમય લાગે છે. જેને આંતરડાના સંક્રમણ સમય તરીકે ઓળખવામાં આવે છે.

તમે ઘરે મીઠી મકાઈ જેવા રંગીન ખોરાક ખાઈને અને પછી તેને બીજા છેડેથી બહાર આવવામાં કેટલો સમય લાગે છે તેનો સમય જોઈ આ સરળતાથી ચકાસી શકો છો.

મળત્યાગનો આંતરડા સાથે સીધો સંબંધ , મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ
મળત્યાગનો આંતરડા સાથે સીધો સંબંધ , મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Emmanuel Lafont/ BBC

સામાન્ય રીતે કહીએ તો વ્યક્તિનો આંતરડાના સંક્રમણ સમય જેટલો લાંબો હોય છે તેટલો ઓછો તેઓ મળત્યાગ કરે છે અને તેમને કબજિયાત થવાની શક્યતા વધુ રહે છે.

2020માં, કિંગ્સ કૉલેજ લંડનના સંશોધકોએ 863 લોકોને તેમના આંતરડાના સંક્રમણ સમયને માપવા માટે વાદળી મફિન્સ (એક પ્રકારના કૅક) આપ્યા.

આ Predict1 અભ્યાસનો એક ભાગ હતો - એક ક્લિનિકલ સંશોધન પ્રોજેક્ટ જે આનુવંશિકતા, આંતરડાના માઇક્રૉબાયૉમ અને અન્ય પરિબળોમાં વ્યક્તિગત ભિન્નતા સમજવા પર કેન્દ્રિત હતો. વિવિધ ભોજન શરીરમાં રક્તશર્કરા અને ચરબીના સ્તરને કેવી રીતે અસર કરે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે આંતરડાના સંક્રમણનો સમય વ્યક્તિથી વ્યક્તિમાં વ્યાપકપણે બદલાય છે. બાર કલાકથી ઓછાથી લઈને ઘણા દિવસો સુધી. નોંધપાત્ર રીતે ટૂંકા સંક્રમણ સમય ધરાવતા લોકોના આંતરડામાં જોવા મળતા સૂક્ષ્મજીવાણુઓ - જેઓ વધુ વખત મળત્યાગ કરવાનું વલણ ધરાવે છે - લાંબા સંક્રમણ સમય ધરાવતા લોકો કરતાં નોંધપાત્ર રીતે અલગ હતા. ટૂંકા સંક્રમણ સમય સ્વસ્થ આંતરડાના માઇક્રોબાયોમ સાથે સંકળાયેલા હતા.

કિંગ્સ કૉલેજના માઇક્રૉબાયૉમ વૈજ્ઞાનિક એમિલી લીમિંગ કહે છે, "અમને જે જાણવા મળ્યું હતું કે જે લોકોનો સંક્રમણ સમય લાંબો હતો તેમનામાં વધુ 'ખરાબ' આંતરડાના બૅક્ટેરિયા હોવાનું વલણ હતું. જે બૅક્ટેરિયા અગાઉ ખરાબ હૃદય સ્વાસ્થ્ય અને મૅટાબૉલિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા હતા."

આ વલણ એવા લોકોમાં સૌથી વધુ સ્પષ્ટ હતું કે જેમના આંતરડામાં 58 કલાક કે તેથી વધુ સમયનો સંક્રમણ સમય હતો, જેઓ અઠવાડિયામાં ત્રણ વખત કરતા ઓછા સમય માટે મળત્યાગતા હતા.

ગિબન્સની જેમ લીમિંગને શંકા છે કે જે લોકોનું મળ લાંબા સમય સુધી આંતરડામાં રહે છે, તે સૂક્ષ્મજીવાણુઓ તાજું ભોજન નથી પ્રદાન કરતા - તેથી તેઓ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ ખાવાથી પ્રોટીન તરફ વળે છે. આ પછી બાયપ્રોડક્ટ્સ ઉત્પન્ન થાય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે.

લીમિંગના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેમના આંતરડામાં સંક્રમણનો સમય ઓછો હોય છે તેમને ઓછી વિસેરલ ચરબીનો - એક પ્રકારની ચરબી જે પેટની અંદર ઊંડે સુધી રહે છે અને પેટના અવયવોને ઘેરી લે છે - ફાયદો થાય છે.

વિસેરલ ચરબી ખતરનાક છે, કારણ કે તે હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક કૅન્સર સહિત ઘણી સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ વધારી શકે છે.

આ શોધોનાં પરિણામો કબજિયાત વિશે જાણતા વૈજ્ઞાનિકોએ શોધેલી ક્રૉનિક રોગ સાથે જોડતી કડીઓ સાથે બંધબેસતા છે. જો કોઈને ક્રૉનિક કબજિયાત હોય તો તેમને આંતરડાના કૅન્સરનું જોખમ વધારે હોઈ શકે છે.

જોકે આને સમર્થન આપતા પુરાવા મિશ્રિત છે. એક મૅટા-વિશ્લેષણ એક પ્રકારનો અભ્યાસ જે સમાન પ્રશ્નનો જવાબ આપતા અન્ય કેટલાક લોકોનાં પરિણામોને જોડે છે. તેમાં જાણવા મળ્યું કે કબજિયાતવાળા વ્યક્તિઓમાં આંતરડાનું કૅન્સર વધુ નહોતું.

લીમિંગ કહે છે, "પરંતુ આપણે આનું શરીરના અન્ય ભાગો સાથેનું જોડાણ પણ જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે પાર્કિન્સન રોગ ધરાવતા લોકોને કોઈ પણ મોટરનાં (હલનચલન, અવરજવર અને બેસવામાં તકલીફ) લક્ષણો દેખાય તેના 20 વર્ષ પહેલાંથી કબજિયાતની તકલીફ હોઈ શકે છે."

તમારો મળ તમારા વિશે શું કહે છે? મળત્યાગ ક્યારે કરવો જોઈએ, મળના પ્રકાર, મળત્યાગ અને બીમારીઓ વચ્ચે સંબંધ, મળત્યાગ અને આંતરડાનો સંબંધ, મળત્યાગની આદતો, શું કરવાથી કબજિયાત ન થાય, કબજિયાત, બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ

લીમિંગ કહે છે કે અઠવાડિયામાં મળત્યાગની સંખ્યા - જે વ્યક્તિએ વ્યક્તિએ અલગઅલગ હોય શકે છે તેના કરતાં વધુ અગત્યની વાત એ છે કે મળત્યાગની આદતોમાં કોઈ પણ અસ્પષ્ટ ફેરફારો પર ધ્યાન આપવું.

લીમિંગ સલાહ પણ આપે છે કે તમારા માટે શું સામાન્ય છે તે જાણવા માટે તમારી નિયમિત મળત્યાગની આદતોનો ટ્રૅક રાખવો જોઈએ.

લીમિંગ કહે છે, "આપણે બધાએ આપણા મળત્યાગની પ્રવૃત્તિ ઉપર નજર રાખવી જોઈએ, કારણ કે તે મૂળભૂત રીતે આંતરડાના મફતમાં થતા સ્વાસ્થ્ય પરીક્ષણ જેવું છે."

"તમે કેટલી વાર જાઓ છો તે જ નહીં પરંતુ તમારા મળનો રંગ અને આકાર પણ અગત્યનો છે. તમે ખરેખર જે શોધી રહ્યા છો તે ટાઇપ 3થી ટાઇપ 4 છે (બ્રિસ્ટૉલ સ્ટૂલ ફૉર્મ સ્કૅલ પર) જે મૂળભૂત રીતે તિરાડો સાથેનો સૉસેજ (એક પ્રકારની ખાવાની વાની) છે અથવા એક સરળ સૉસેજ છે."

રંગની વાત કરીએ તો જો તમને તમારા મળમાં કોઈ કાળો કે લાલ રંગ દેખાય છે તો તે લોહીની હાજરી સૂચવે છે. જોકે આ બિનહાનિકારક પણ હોઈ શકે છે અથવા તો તે કૉલોરેક્ટલ કૅન્સરનો સંકેત હોઈ શકે છે અને તેથી શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરને દેખાડવું જોઈએ.

જો તમને નિયમિતપણે ઝાડા થાય છે અથવા અચાનક શૌચાલય જવાની જરૂર પડે છે અથવા જો તમને ખાધા પછી ખૂબ ખેંચાણ, પેટનું ફૂલવું અને ગૅસનો અનુભવ થાય છે તો પણ તમારે તમારા ડૉક્ટર સાથે પણ વાત કરવી જોઈએ.

ગિબન્સ કહે છે, છેલ્લે જો તમે વધુ "નિયમિત" બનવા માગતા હો તો તમે ત્રણ સરળ ટેવ વિકસાવી શકો. "અમારા અભ્યાસમાં ગોલ્ડીલૉક્સ ઝોનના લોકો વધુ ફળો અને શાકભાજી ખાતા હતા. વધુ હાઇડ્રેટેડ (પાણી પીતા હતા) હતા અને શારીરિક રીતે વધુ સક્રિય હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન