A2 ઘી : સામાન્ય ઘીથી ત્રણ ગણું મોંઘું વેચાતું આ ઘી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે?

ઘી, બીબીસી, ગુજરાતી
A2 ઘી સામાન્ય ઘી કરતાં ફાયદાકારક છે કે કેમ તેના પર થઈ રહી છે ચર્ચા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, A2 ઘી સામાન્ય ઘી કરતાં ફાયદાકારક છે કે કેમ તેના પર થઈ રહી છે ચર્ચા.
    • લેેખક, દીપક મંડલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતીય બજારોમાં આજકાલ A1 અને A2 લેબલ સાથે દૂઘ, ઘી અને માખણનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને A2 ઘીનું અન્ય સામાન્ય ઘી કરતાં વધુ આરોગ્યપ્રદ ઘી તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.

બજારમાં સામાન્ય ઘી જો 1,000 રૂપિયા પ્રતિકિલો વેચાઈ રહ્યું છે તો A2 ઘી 3,000 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાઈ રહ્યું છે.

ડેરી પ્રોડકટ્સનું વેચાણ કરતી કંપનીઓનો દાવો છે કે A2 ઘી દેશી ગાયના દૂધમાંથી બને છે એટલા માટે વધારે ફાયદાકારક છે.

એમનો દાવો છે કે આ ઘીમાં કુદરતી રીતે A2 બીટા-કૅસીન પ્રોટીન મળે છે. આ પ્રોટીન સામાન્ય દૂધમાં મળતા A1 પ્રોટીનની સરખામણીમાં પચવામાં સરળ અને સોજો હોય તો તેને ઓછો કરવાનું કામ કરે છે.

એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘી ઑમેગા-3 ફૅટી ઍસિડ, કંજુગેટેડ લિનોલિક ઍસિડ( સીએલએ) અને વિટામીન એ, ડી અને ઈ અને વિટામીન કે જેવાં જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર છે.

A2 ઘી વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ ઘી પાચનતંત્રને મજબૂત કરે છે. રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે અને ત્વચાને નિખારે છે.

હદયની બિમારીઓ માટે પણ આ ઘી સારું હોવાનો દાવો થાય છે. ડેરી કંપનીઓનો દાવો છે કે આ ઘીના સેવનથી ઘા જલદીથી રૂઝાઈ જાય છે.

ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ આ ઘીને એક સુપરફૂડ ગણાવીને વેચી રહી છે.

A1 અને A2 નામથી ડેરી પ્રોડકટ્સનું વેચાણ કરવું કેટલું યોગ્ય?

દૂધ, ઘી, બીબીસી, ગુજરાતી
A1 અને A2 નામથી ડેરી પ્રોડકટ્સનું વેચાણ કરવું કેટલું યોગ્ય?

ઇમેજ સ્રોત, FSSAI

ઇમેજ કૅપ્શન, FSSAIએ કંપનીઓને આ પ્રકારના લેબલિંગ સાથે દૂધ-ઘી વેચવાની મનાઈ કરી છે

ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ કંપનીઓને આ પ્રકારના લેબલિંગ સાથે દૂધ-ઘી અને બટર વેચવાની મનાઈ કરી છે. એમનું કહેવું છે કે A2 લેબલ સાથે ઘી વેચવું ભ્રામક છે.

ગત વર્ષે FSSAIએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું કે દૂધ કે એમાંથી બનતાં ઉત્પાદનોને A1 અને A2 લેબલ સાથે વેચવું ભ્રામક તો છે જ પણ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ અધિનિયમ, 2006 અંતર્ગત બનાવેલા નિયમોનું ઉલ્લંઘન છે.

FSSAIએ કંપનીઓને A1 અને A2 લેબલ વાળી પ્રોડક્ટ્સને છ મહિનામાં સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

જોકે એક અઠવાડિયાની અંદર જ FSSAIએ ઍડવાઇઝરી હટાવી લીધી છે.

હવે પાયાનો સવાલ એ છે કે શું A1 અને A2 લેબલ વાળી ડેરી પ્રોડકટ્સ સ્વાસ્થય માટે વધુ ફાયદાકારક છે કે નહીં?

શું A2 ઘી અન્ય ઘીની તુલનામાં શરીર માટે વધુ ફાયદાકારક છે અને એમાં એવા કયા ઔષધિય ગુણ હોય છે?

A1 અને A2 ઘી શું છે?

દૂધ, ઘી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, A1 અને A2 વચ્ચેનો તફાવત બીટા-કૅસીન પ્રોટીન પર આધારિત છે, જે દૂધમાં જોવા મળતું મુખ્ય પ્રોટીન છે.

A1 અને A2 વચ્ચેનો તફાવત બીટા-કૅસીન પ્રોટીન પર આધારિત છે, જે દૂધમાં જોવા મળતું મુખ્ય પ્રોટીન છે. આ તફાવત મુખ્યત્વે ગાયની જાતિ પર આધાર રાખે છે.

નૅશનલ ઍકેડેમી ઑફ ઍગ્રિકલ્ચરલ સાયન્સિસ (NAAS) ના એક સંશોધન પત્રમાં જણાવાયું છે કે બીટા-કૅસીન દૂધમાં જોવા મળતા મુખ્ય પ્રોટીનમાંનું એક છે.

ગાયના દૂધમાં રહેલાં કુલ પ્રોટીનમાંથી 95% કૅસીન અને વ્હે પ્રોટીનથી બનેલું હોય છે. બીટા-કૅસીનમાં ઍમિનો ઍસિડનું ખૂબ સારું સંતુલન હોય છે.

બીટા-કૅસીન બે પ્રકારના હોય છે. A1 બીટા કૅસીન યુરોપિયન જાતિની ગાયોના દૂધમાં વધુ જોવા મળે છે જ્યારે A2 બીટા કૅસીન જે ભારતીય દેશી ગાયોના દૂધમાં જોવા મળે છે.

ઍમિનો ઍસિડ સ્તરે A1 અને A2 બીટા-કૅસીન પ્રોટીન અલગ અલગ હોય છે. આ પ્રોટીન પાચન ક્રિયાને અસર કરે છે.

કેટલાક અભ્યાસો પ્રમાણે A2 દૂધ પચવામાં સરળ હોઈ શકે છે અને સ્વાસ્થ્ય પર સારી અસર કરી શકે છે, પરંતુ આ અંગે વધુ સંશોધનની જરૂર છે.

A2 ઘી વિશે ડેરી નિષ્ણાતો શું કહે છે?

ઘી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોએ A2 ઘી વિશે થતા દાવાઓ પર સવાલ ઉઠાવ્યા છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ કેટલાક નિષ્ણાતો પાસેથી જાણ્યું કે A2 ઘી ખરેખર અન્ય ઘી કરતા ફાયદાકારક છે કે પછી અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

અમારા પ્રશ્નના જવાબમાં, અમૂલના ભૂતપૂર્વ એમડી અને હવે ઇન્ડિયન ડેરી ઍસોસિએશનના પ્રમુખ, આર. એસ. સોઢીએ કહ્યું, "હું આ માર્કેટિંગનો ખેલ જોઈ રહ્યો છું. ખાસ કરીને ઑનલાઇન માર્કેટ પ્લેસ પર. જ્યાં જાણીતી સહકારી સંસ્થાઓ અને કંપનીઓ તેમના શ્રેષ્ઠ ઘીને 600 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહી છે અને બીજી બાજું આ જ ઘીને A2 લેબલ લગાવીને બે થી ત્રણ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહ્યું છે."

"તેનો જૂદી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક તેને વલોણું કરીને કાઢવામાં આવેલાં ઘી તરીકે વેચી રહ્યા છે તો કેટલાક સ્વદેશી ગાયોના દૂધમાંથી બનેલા આરોગ્યવર્ધક ઘી તરીકે વેચી રહ્યા છે."

તેએ કહે છે, "સૌ પ્રથમ, હું સ્પષ્ટ કરી દઉં કે A1 અને A2 એક પ્રકારનું પ્રોટીન છે જે ફૅટી ઍસિડ ચેઇન સાથે જોડાયેલું છે. હવે ચર્ચા ચાલી રહી છે કે કયું સારું છે, તો હું તમને જણાવી દઉં કે કયું ઘી સારું છે, તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી."

તેઓ આગળ કહે છે, "આ ચર્ચાનો વિષય નથી. પરંતુ A2 ને વધારે શ્રેષ્ઠ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, જે ખોટું છે. આ બે પ્રકારનાં બીટા-કૅસીન પ્રોટીન છે, આ તફાવત આ પ્રોટીન ચેઇનના 67મા ઍમિનો ઍસિડમાં ફેરફારને કારણે જોવા મળે છે."

આર. એસ. સોઢી કહે છે કે, "A2 ઘીના પોષણ મૂલ્ય અને કહેવાતા ઔષધીય ગુણધર્મો વિશે અતિશયોક્તિપૂર્ણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે."

તેઓ કહે છે, "પણ એ યાદ રાખવું જોઈએ કે ઘી એ ચરબી સિવાય બીજું કંઈ નથી. તેમાં 99.5 ટકા ચરબી હોય છે. બાકીની બીજી વસ્તુઓ હોય છે. તેમાં પ્રોટીન નથી હોતું પરંતુ તમે કેવી રીતે દાવો કરી શકો છો કે મારા ઘીમાં A2 પ્રોટીન છે અને તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે?"

તેમના મતે, આ લોકોને મૂર્ખ બનાવવા સિવાય બીજું કંઈ નથી. આનું માર્કેટિંગ કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

જોકે, તેઓ એમ પણ કહે છે કે A2 ઘી વેચતી ઘણી બ્રાન્ડ આવી અને ગઈ. તેમના માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ છે. કારણ કે આ કંપનીઓ માર્કેટિંગ પર ઘણો ખર્ચ કરે છે અને તેના કારણે તેઓ બજારમાંથી બહાર જાય છે.

આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?

A2 ઘી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, A2 ઘીને એક વર્ગ માર્કેટિંગનું ગતકડું જ માને છે.

દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ ઍલાઇડ સાયન્સનાં સિનિયર ડાયેટિશિયન ડૉ. વિભૂતિ રસ્તોગીએ બીબીસીને જણાવ્યું, "જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે એ સાબિત ન થાય કે A2 ઘીના નામે વેચાતું ઘી અન્ય ઘી કરતાં વધુ ફાયદાકારક છે ત્યાં સુધી આ ઘી વધારે સારું હોવાનું ન કહી શકાય."

"બીજી વાત એ છે કે જો તમે આવો દાવો કરો છો કે આ પ્રકારનું ઘી મશીન દ્વારા કાઢવામાં આવતું નથી, તો પ્રશ્ન એ છે કે દૂધમાંથી A2 પ્રોટીન કેવી રીતે કાઢવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય કે A2 ઘી સામાન્ય ઘી કરતાં વધુ ફાયદાકારક છે, ત્યાં સુધી માત્ર તેને માર્કેટિંગ ગિમિક જ કહી શકાય કારણકે હજુ સુધી કોઈ પુરાવા નથી કે A2 પ્રોટીન વધુ સારું છે."

ડૉ. રસ્તોગી એમ પણ કહે છે કે ઘી પ્રોટીન માટે ખાવામાં આવતું નથી. જ્યારે ઘી પ્રોટીનના નામે A2 નામથી વેચાઈ રહ્યું છે. ઘીમાં પ્રોટીન તો નામ માત્રનું હોય છે.

તેઓ કહે છે કે કંપનીઓ દાવો કરી રહી છે કે આયુર્વેદ મુજબ, A2 ઘી વધુ ફાયદાકારક છે. જ્યારે આયુર્વેદ કહેવાતા A2 ઘી ખાવાથી આરોગ્યને ફાયદો થાય છે એવો કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન