એ પાકિસ્તાની પ્રેમી, જે 'પ્રેમિકા'ને મળવા સરહદ પાર કરીને ભારતમાં આવી ગયો

    • લેેખક, નિયાઝ ફારૂકી
    • પદ, બીબીસી

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જે રૂપ-રંગ, જાત-પાત, અમીરી-ગરીબી કે દેશ-વિદેશનો તફાવત નથી જોતો, પરંતુ જ્યારે આ પ્રેમી આંધળો બને અને બે દેશો વચ્ચેની સરહદને પણ ન જુએ, ત્યારે તેને જેલના સળિયા ગણવાનો પણ સમય આવી શકે છે.

પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં રહેતા 21 વર્ષીય મોહમ્મદ અહમરે ગત મહિને ગેરકાયદેસર રીતે ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરીને મુંબઈમાં રહેતી 'પ્રેમિકા'ને મળવાનો પ્રયાસ કર્યો હતો.

પાકિસ્તાન, ભારત

અહમર પોતાની મંજિલને બદલે રણમાં પહોંચી ગયા અને ભારતીય સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઈ ગયા, જે તેમની પૂછપરછ કરી રહી છે.

તપાસનીશ અધિકારીઓના કહેવા પ્રમાણે, ધરપકડ સમયે અહમર પાસેથી રૂ. 500 મળ્યા હતા, પરંતુ કોઈ હથિયાર મળ્યું ન હતું, પરંતુ તેમની પ્રેમકહાણી ચોક્કસથી સાંભળવા મળી હતી.

બહાવલપુરમાં રહેતા એક સંબંધીના કહેવા પ્રમાણે, અહમર તથા ભારતીય યુવતીની વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી અને ફેસબુક પર તેઓ કલાકો સુધી વાતો કરતાં હતાં.

તપાસનીશ અધિકારીઓએ પણ મુંબઈમાં રહેતી યુવતી સાથે અહમર સંપર્કમાં હોવાની વાતની પુષ્ટિ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહમરે અધિકારીઓને જણાવ્યું હતું કે તેમણે વિઝા માટે અરજી આપી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી, એટલે તેમણે સરહદ પાર કરવાનો નિર્ણય કર્યો હતો.

line

મુંબઈ, મહેબૂબ અને મહોબત

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શ્રીગંગાનગરના પોલીસવડા આનંદ શર્માએ જણાવ્યું, "અહમરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા મારફત તે મુંબઈમાં રહેતી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. અહમરે જણાવ્યું હતું કે યુવતીએ તેને મુંબઈ આવવાનું કહેતા તે વાડ પાર કરીને આ તરફ આવી ગયો હતો."

"અહમરને લાગતું હતું કે માત્ર વાડ પાર કરીને તે મુંબઈ પહોંચી જશે જાણે કે તે વાડની પેલે પાર હોય."

અહમરે અનુપગઢમાં સરહદ પાર કરી હતી અને ત્યાંથી મુંબઈનું અંતર એક હજાર 400 કિલોમીટરનું છે.

સ્થાનિક એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સમકક્ષ અધિકારી) ફૂલચંદે સમગ્ર ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી.

વીડિયો કૅપ્શન, રાજકોટમાં માતાપિતા વિનાની દીકરીઓનાં ભવ્ચ સમૂહલગ્ન, કરિયાવરમાં અપાઈ 225 વસ્તુ

તેમણે જણાવ્યું, "તા. ચોથી ડિસેમ્બરે રાત્રે તે બહાવલપુર પાસેની રાજસ્થાન સાથે જોડાયેલી પાકિસ્તાની સરહદ પરથી ભારત તરફના રાજસ્થાનના શ્રીગંગાનગરમાં અનુપગઢ વિસ્તારમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા બાદ બૉર્ડર સિક્યૉરિટી ફૉર્સના હાથે ઝડપાઈ ગયો હતો."

એસપી આનંદ શર્માનું કહેવું છે, "વાડ પાર કરીને ભારતમાં પ્રવેશ કરતા બીએસએફના એક અધિકારીની તેના પર નજર કરી હતી. તેમણે મોહમ્મદ અહમરને પડકાર્યો હતો તથા ખુદને જવાનોને હવાલે કરી દેવા ચેતવણી આપી હતી. એ પછી અહમરે ખુદને જવાનોને હવાલે કરી દીધો હતો."

એસએચઓ ફૂલચંદના કહેવા પ્રમાણે, ધરપકડ કરાયેલા પાકિસ્તાની છોકરાની પૂછપરછ કરવામાં આવી રહી છે તથા તેણે જે દાવા કર્યા છે, તેની પુષ્ટિ કરવા માટે અલગ-અલગ એજન્સીઓની સંયુક્ત તપાસ સમિતિ બનાવવામાં આવી છે.

મોહમ્મદ અહમરના દાવા પ્રમાણે, જે છોકરી સાથે પ્રેમનો દાવો કરે છે, તેવી કોઈ છોકરી મુંબઈમાં રહે છે કે નહીં તથા તેના સંપર્કમાં છે કે તેની તપાસ ચાલુ છે.

ઉપરાંત તેના ઇરાદો કોઈ ગેરકાયદેસર કામને અંજામ આપવાનો તો હતો કે કેમ તેની તપાસ માટે પણ સમિતિએ મુંબઈની મુલાકાત લીધી હતી.

વીડિયો કૅપ્શન, બાળકોએ માતાનાં લગ્ન કરાવ્યાં, લગ્ન અને પ્રેમની અનોખી કહાણી

પોલીસ અધિકારી આનંદ શર્માના કહેવા પ્રમાણે, તપાસ કરવા મુંબઈ પહોંચેલી ટુકડીએ છોકરી સાથે મુલાકાત કરી હતી.

તેમણે કહ્યું, "અમને લગભગ વિશ્વાસ કે તે કોઈ દેશવિરોધી પ્રવૃત્તિમાં સામેલ નથી, પરંતુ કેન્દ્રીય એજન્સીઓ પણ પોતાના સ્તરે તપાસ કરી રહી છે."

શર્માએ ઉમેર્યું હતું કે તે નિર્દોષ છે એવું સાબિત થઈ જશે એટલે બીએસએફ તથા પાકિસ્તાની રેન્જર્સની વચ્ચે ફ્લૅગ મીટિંગ થશે.

શર્માના કહેવા પ્રમાણે, "જો તેઓ (પાકિસ્તાન) સ્વીકારશે કે મોહમ્મદ અહમર તેમના દેશનો નાગરિક છે, તો તેને સોંપી દેવામાં આવશે, પરંતુ જો એવું નહીં થાય તો અમે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈકમિશનને જાણ કરીશું, જેથી કરીને તેઓ આ કેસને આગળ વધારી શકે."

line

કોની સાથે પ્રેમ થયો?

પાકિસ્તાન, ભારત

તપાસ ટુકડીના કહેવા પ્રમાણે, મોહમ્મદ અહમરને જેની સાથે પ્રેમ થયો તથા જેના માટે તેણે સરહદ પાર કરી તે કૉલેજમાં ભણતી એક સાધારણ છોકરી છે. તેણે સ્વીકાર્યું કે તે અહમર સાથે વાત કરતી હતી, પરંતુ તે (આ પ્રેમને માટે) એટલી ગંભીર ન હતી.

છોકરીએ એમ પણ કહ્યું તેણીએ અમસ્તા જ અહમર સાથે વાતચીત કરતી હતી અને મજાકમાં જ તેને કહ્યું હતું કે 'તું આવી જા.' પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે તે ખરેખર આવી જશે.

અહમરના અરશદ નામના એક પરિવારજને પત્રકાર મોહમ્મદ ઇમરાન ભિંડરને કહ્યું કે પાકિસ્તાના અહમરના પિતા બીમાર રહે છે અને તેઓ લાંબા સમયથી પથારીવશ છે. જ્યારે તેમનાં વૃદ્ધ માતા પોતાના દીકરાને શોધી રહ્યાં છે. અહમરના બે ભાઈઓ આજુબાજુના વિસ્તારોમાં મજૂરીકામ કરે છે.

ભારતીય મીડિયામાં પ્રકાશિત તસવીરને જોઈને અહમરે પુષ્ટિ કરી હતી કે તે મોહમ્મદ અહમરની જ તસવીર છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સુરક્ષા અધિકારીઓએ અહમરની તેમનાં માતા તથા ગામના વડા સાથે વાત કરાવી છે, પરંતુ તેની મુક્તિ માટે હજુ સુધી કોઈ ઔપચારિક કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.

line

સરહદ, પાર અને કિસ્સા

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સરહદ પાર કરવાની આ કોઈ નવી ઘટના નથી.

ભારતના ગુજરાત તથા રાજસ્થાન પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે જોડાયેલા છે તથા બંને દેશોની સરહદ પર વાડ કરવામાં આવી છે, છતાં તાજેતરના દિવસોમાં સરહદ પાર કરવાની અનેક ઘટનાઓ બહાર આવી છે.

ગત મહિને બહાવલપુરમાં રહેનારા 30 વર્ષીય અલાઉદ્દીને પણ શ્રીગંગાનગર ખાતે સરહદ પાર કરી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન કશું સંદિગ્ધ મળ્યું ન હતું.

ઑગસ્ટ-2021માં સિંધના થરપારકર જિલ્લાના એક યુવકે પોતાના પરિવાર સાથે ઝઘડા બાદ ઘર છોડી દીધું હતું, તે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં પ્રવેશી ગયો હતો.

એપ્રિલ-2021માં બાડમેર સૅક્ટરમાં આઠ વર્ષીય બાળકે ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી નાખી હતી. આવી જ રીતે સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પહોંચી જનારા ભારતીયોના કિસ્સા પણ નોંધાતા રહે છે.

વીડિયો કૅપ્શન, સના-દાઉદની પ્રેમકહાણીમાં નવો સુખદ વળાંક

નવેમ્બર-2020માં રાજસ્થાનના બાડમેરની એક વ્યક્તિ સરહદ પાર કરીને સિંધમાં પ્રવેશી ગઈ હતી. જ્યારે તે છુપાઈને પોતાની પ્રેમિકાના ઘરમાં પ્રવેશી રહી હતી ત્યારે પ્રેમિકાના પરિવારજનોએ તેને જોઈ લીધી હતી અને તે ઝડપાઈ ગઈ ગઈ.

આ પહેલાં જુલાઈ-2020માં મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં રહેતા એક શખ્સે કરાચીની એક છોકરીને મળવા માટે સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે ઑનલાઇન મુલાકાત થઈ હતી અને પ્રેમ પાંગર્યો હતો. આથી જ યુવતીને મળવા માટે તે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

તે ગૂગલ મૅપની મદદથી મોટરબાઇક પર ઘરેથી નીકળ્યો હતો. એક હજાર કિલોમીટરથી વધુનું અંતર પાર કરીને કચ્છ જિલ્લામાં પહોંચી ગયો હતો, જ્યાં પાણીના અભાવે તે બેભાન થઈ ગયો હતો. સ્થાનિકોને તે બેભાનાવસ્થામાં મળી આવ્યો હતો.

એસપી આનંદ શર્માના કહેવા પ્રમાણે, એ પણ એક સંયોગ છે કે 'અનુપગઢમાં જ્યાંથી અહમરે સરહદ પાર કરી ત્યાં કોઈ લૈલા-મજનુની મજાર પણ છે.'

લૈલા-મજનુને ત્યાં દફન કરવામાં આવ્યાં છે, તે વાતમાં તથ્ય નથી, પરંતુ એક સમયે સરહદની બંને બાજુએ તેમાં શ્રદ્ધા ધરાવનારા પોતાના પ્રેમની સફળતા માટે માનતા માનવા માટે અહીં આવતા હતા.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો