પ્રેમ : કેટલાક લોકો પૂર્વ પ્રેમીને ફરી પામવા મથે છે, તો કેટલાક દૂર રહે છે, આવું કેમ?

બે તૃતીયાંશ કોલેજિયનો સંબંધો તોડતા રહે છે અને ફરીથી એ જ પ્રેમી સાથે સંબંધો બાંધતા રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બે તૃતીયાંશ કોલેજિયનો સંબંધો તોડતા રહે છે અને ફરીથી એ જ પ્રેમી સાથે સંબંધો બાંધતા રહે છે
    • લેેખક, શર્મેન લી
    • પદ, બીબીસી ફ્યૂચર

બ્રેકઅપ મુશ્કેલ હોય છે, પણ કેટલાક લોકો પ્રેમીને ફરી પામવા મથે છે, જ્યારે કેટલાક છોડીને દૂર જ જતા રહે છે એવું શા માટે? આપણી માનસિકતામાં જ જૂના પ્રેમી સાથે ફરી જોડાવાની વાત વણાયેલી છે.

આપણા સંબંધો હવે આગળ વધી શકે તેમ નથી એવી વાત યેન્નીસે જ્યોર્જને કહી ત્યારે તેની આંખમાં આસું હતા. 28 વર્ષનાં હૉંગકૉંગનાં યેન્નીસનું હૈયુ આખરે હળવું થયું અને તેઓ ભગ્ન હૃદયે પોતાના ઘરે જવાં નીકળી ગયાં.

બે મહિનામાં આ ત્રીજી વાર બંને પ્રેમીઓ આ રીતે છુટ્ટા પડી રહ્યા હતા. યેન્નીસે કહ્યું કે હવે આ વખતે પાછા ફરવાનું મુશ્કેલ છે.

અગાઉના બ્રેકઅપ વિશે વાત કરતા તે કહે છે, "હું તેને બહુ યાદ કરતી હતી અને કાયમ અમારી સુમધુર યાદોને વાગોળતી હતી. જૂની વાતોને યાદ કરીને ફરીથી તેને મળવા દોડી જતી હતી."

"પણ અમારા બંનેના સ્વભાવ બહુ જ જુદા છે અને તેમાં કંઈ ફેર પડ્યો નથી. મેં મારા સોશિયલ મીડિયામાંથી બધેથી તેનું નામ કાઢી નાખ્યું છે અને મને ખાતરી છે કે આ અમારી છેલ્લી મુલાકાત હતી."

જૂના પ્રેમી પાસે પાછા ફરવાની ઇચ્છા જીવનભર પ્રજ્વલિત રહે છે. બે તૃતિયાંશ કૉલેજિયનો સંબંધો તોડતા રહે છે અને ફરીથી એ જ પ્રેમી સાથે સંબંધો બાંધતા રહે છે. 50 ટકા કૉલેજિયનો બ્રેકઅપ પછી સેક્સના સંબંધો ચાલુ રાખે છે.

લગ્ન પછી પણ સંબંધોમાં ઉતારચઢાવ આવતા રહે છે. એક તૃતિયાંશ સાથે રહેતા પ્રેમીઓ અને પાંચમા ભાગના પરણિત દંપતિઓ વચ્ચે પણ સંબંધોમાં ખટરાગ આવે છે અને ફરીથી સુમેળ થાય છે.

વીડિયો કૅપ્શન, જેમને સેક્સ પસંદ નથી એ યુવતીની જિંદગી કેવી છે?

પ્રેમભંગ અને પછી સાથ નિભાવી ના શક્યાનાં અનેક ગીતો, કથાઓ, રિયાલિટી શૉઝ અને ફિલ્મો બન્યાં છે તે આપણા માનસપટલમાં બહુ ઊંડા મૂળિયા નાખીને બેઠેલા છે. પરંતુ સવાલ એ છે કે નિષ્ફળ ગયેલા સંબંધોને તાજા કરવા માટે શા માટે આપણે મથીએ છીએ?

કિન્સે ઇન્સ્ટિટ્યૂટના ન્યૂરોલૉજિસ્ટ હેલન ફિશર પ્રથમ વાર બ્રેકઅપ થાય તે પછીના તબક્કાને પ્રોટેસ્ટ તબક્કા તરીકે ઓળખાવે છે, જેમાં પ્રેમમાં ત્યજાયેલી વ્યક્તિ ઇનકાર કરનાર પ્રેમીને ફરીથી પ્રાપ્ત કરવા માટે ઝનૂનથી લાગી જાય છે.

ફિશર અને સાથી વિજ્ઞાનીઓએ આવા ત્યજાયેલા 15 પ્રેમીઓના ફંક્શનલ એમઆરઆઈ (fMRI) બ્રેઇનનું સ્કૅનિંગ કર્યું હતું.

ભૂતપૂર્વ પ્રેમી તસવીર સામે જોવાનું કહેવાયું ત્યારે પ્રેમ અને લગાવના હિસ્સા ઉપરાંત લાભ અને હાની, ઇચ્છા અને લાગણીઓને પ્રતિબિંબિત કરતા મગજના હિસ્સામાં પણ હલચલ જોવા મળી હતી.

line

નકારમા પ્રેમની ભરતી

"નકાર થયા પછી તમે સામી વ્યક્તિને પ્રેમ કરવાનું છોડી દેતા નથી; કહીકતમાં તમે તેને વધારે પ્રેમ કરવા લાગો છો. વ્યસન સાથે જોડાયેલો મગજનો હિસ્સો એક્ટિવ થઈ ગયો હોય છે - હેલન ફિશર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "નકાર થયા પછી તમે સામી વ્યક્તિને પ્રેમ કરવાનું છોડી દેતા નથી; કહીકતમાં તમે તેને વધારે પ્રેમ કરવા લાગો છો. વ્યસન સાથે જોડાયેલો મગજનો હિસ્સો એક્ટિવ થઈ ગયો હોય છે - હેલન ફિશર

આ તબક્કે ત્યજાયેલા પ્રેમીઓમાં ડોપામાઇન અને ન્યૂરોટ્રાન્સમિટર નોરેપાઇનફ્રાઇનનું પ્રમાણ વધી જાય છે. તણાવ વધે અને કોઈના સહારાની ઇચ્છા જાગે ત્યારે આવું થતું હોય છે એમ ફિશર કહે છે.

આ સ્થિતિને તેઓ "ફ્રસ્ટ્રેશન અટ્રૅક્શન" કહે છે. ઘણી વાર લાગણીના આવા ઊભરા વખતે વ્યક્તિ પ્રેમીને ફરીથી પામવા માટે બહુ નાટકીય વર્તન પણ કરતી હોય છે.

ત્યજાયેલા પુરુષ અને સ્ત્રી બંનેમાં વ્યસન સાથે જોડાયેલો મગજનો હિસ્સો સક્રિય થઈ ગયો હોય છે.

ફિશરના અભ્યાસમાં ભાગ લેનારા લોકો જૂના પ્રેમીને બહુ તીવ્રતાથી યાદ કરતા રહ્યા હતા અને ફરીથી લાગણીના તંતુથી જોડાઈ જવા માટે આતુર જણાતા હતા.

ફિશર કહે છે, "શ્વાન માતા પાસેથી ગલુડિયું છુટ્ટૂ પાડીને રાખવામાં આવે અને તે ચારે બાજુ દોડ્યા કરે અને નિસાસા નાખે તેના જેવી જ સ્થિતિ પ્રેમીથી છુટ્ટી પડેલી વ્યક્તિની હોય છે."

"બ્રેકઅપ થાય અને ફરી ભેગા થાય તે પછીય દંપતિ કેમિકલી એક બીજાના વ્યસની થઈ ગયા હોય છે, એટલે વ્યસન છુટ્ટે નહીં ત્યાં સુધી બંને એક બીજાથી સાવ છુટ્ટા પડી શકતા નથી."

line

એકાકી રહી જવાનો ભય જૂના પ્રેમીને વધારે યાદ કરાવે

બ્રેક અપ પછીય પ્રેમી માટે લાગણી હોય ત્યારે લાગણીની ખેંચતાણ જામતી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રેક અપ પછીય પ્રેમી માટે લાગણી હોય ત્યારે લાગણીની ખેંચતાણ જામતી હોય છે

મગજમાં થતા કેમિકલ રિઍક્શન ઉપરાંત વર્તનના કારણોસર પણ વ્યક્તિ જૂના પ્રેમી પાસે પાછી ફરવા માગતી હોય છે.

છુટ્ટા પડ્યા પછી એક પાત્ર બીજા પ્રેમી સાથે જોવા મળે ત્યારે જૂના સંબંધોને ભૂલી જવાની વૃત્તિ તીવ્ર બને ખરી. ઘણા લોકોમાં બ્રેકઅપ પછી ખેંચાણ વધતું હોય છે અને તેમનામાં માફ કરી દેવાની વૃતિ સતેજ બનતી હોય છે.

ટૅક્સાસ યુનિવર્સિટીના આ વિષયમાં સંશોધન કરનારા પ્રોફેસર રેની ડેઈલી કહે છે કે સંબંધોની ગૂંચ ઉકેલાઈ ના હોય ત્યાં સુધી બ્રેકઅપ પછીય પ્રેમીને ફરીથી મળવાનું મન થતું હોય છે.

ડેઈલી કહે છે, "બ્રેકઅપ પછીય પ્રેમી માટે લાગણી હોય ત્યારે લાગણીની ખેંચતાણ જામતી હોય છે. એવું લાગે કે પોતે જ સંબંધોને જાળવી શકતી નથી."

"કાયમ માટે સંબંધો ના તૂટ્યા હોય ત્યારે ઘણાને લાગતું હોય છે કે હકારાત્મક પરિવર્તન કરવું જોઈએ અને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ."

લગાવની થિયરી માનસશાસ્ત્રમાં અને મીડિયામાં બહુ ચર્ચાતી હોય છે તેની વાત કરતા ડેઈલી કહે છે કે માત્ર તેના આધારે જ પ્રેમમાં સમાધાનની વાત સમજાવી શકાય તેમ નથી.

બ્રેક અપ પછીય પ્રેમી માટે લાગણી હોય ત્યારે લાગણીની ખેંચતાણ જામતી હોય છે

ઇમેજ સ્રોત, Javier Hirschfeld/ Getty Images

લગાવની થિયરી અનુસાર "સંભાળ લેનારા બાળકો તરફ જેવું વર્તન કરે તેના આધારે મોટી ઉંમરે અભિગમ ઘડાતો હોય છે. અન્ય સાથેના વર્તનમાં આ સ્વભાવ સુરક્ષિત, ચિંતાગ્રસ્ત કે વાત ટાળવાની રીત પ્રમાણેનો હોઈ શકે છે. "

"સુરક્ષિત સ્વભાવ હોય ત્યારે લાગણીની અભિવ્યક્તિ વધારે સારી રીતે થાય છે, જ્યારે ચિંતાગ્રસ્ત વ્યક્તિ પોતાના વિશે જ શંકા ધરાવતી હોય અને નિકટતા માટે ઘણા પ્રયાસો કરતી હોય છે."

"લગાવ ટાળવાનો સ્વભાવ ધરાવતા ત્રીજા જૂથમાં એવા લોકો હોય છે જે ઉષ્માપૂર્ણ નથી હોતા અને નિકટતાને ટાળતા હોય છે."

આ થિયરી પ્રમાણે ચિંતાગ્રસ્ત અને લગાવ ટાળવાની વૃત્તિ ધરાવનારા લોકો એક બીજા સાથે આકર્ષાતા હોય છે અને કાયમ માટે જુદા પડવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. જોકે સંશોધનમાં આ વાતને સમર્થન મળતું નથી.

ડેઈલી કહે છે, "સંબંધોમાં સાતત્ય કે ચઢાવઉતાર બંને પ્રકારમાં અમે જોયું કે સાથીઓમાં ચિંતાગ્રસ્ત અને લગાવ ટાળવાના સ્વભાવમાં કોઈ ફરક દેખાયો નહોતો."

"સંબંધોમાં તેની ખાસ કોઈ અસર પણ દેખાઈ નહોતી. લગાવની થિયરીમાં એક કારણ મળે છે ખરું, પણ તે સાચી હોય તેવું અમને જોવા મળ્યું નથી."

યેન્નીસની જેમ જ યાદો અને એકાકીપણું માફ કરી દેવાની વૃત્તિને સતેજ કરે છે.

સારા થેરપિસ્ટ કરતાં ઓનલાઇન કોચ મોંઘા પડી શકે છે, તમારા સમય અને નાણાંનો વ્યય થવાનો - બેરિટ બ્રોગાર્ડ

ઇમેજ સ્રોત, Javier Hirschfeld/ Getty Images

ઇમેજ કૅપ્શન, સારા થેરપિસ્ટ કરતાં ઓનલાઇન કોચ મોંઘા પડી શકે છે, તમારા સમય અને નાણાંનો વ્યય થવાનો - બેરિટ બ્રોગાર્ડ

કેન્ટકી યુનિવર્સિટીના સેક્સુઅલ હૅલ્થના પ્રોફેસર ક્રિસ્ટેન માર્ક કહે છે, "સારું વર્તન ના કર્યું હોય તે પછીય જૂના પ્રેમી પાસે જવાની ઇચ્છા જણાતી હોય તેમાં મોટા ભાગે એકાકીપણાની લાગણી, તથા સંબંધોની હકારાત્મક બાબતોનો અભાવ તથા છુટ્ટા પડ્યાની પીડા હોય છે તે ભાગ ભજવતા હોય છે."

વર્તમાન સંબંધો ઢીલા પડે ત્યારે જૂની યાદો સાથે જોડાયેલી લાગણીઓ વધારે તીવ્ર બનતી હોય છે.

એકાકી રહી જવાનો ભય ધરાવનારી વ્યક્તિ જૂના પ્રેમીને વધારે યાદ કરતી હોય છે અને ફરીથી પ્રેમમાં બંધાઈ જવા માગતી હોય છે.

આના પરથી કદાચ યેન્નીસની સ્થિતિ સમજી શકાશે. તે કહે છે કે કોરોના વખતે તે એકાકીપણું અનુભવતી હતી. તેના કારણે જૂના પ્રેમીને ફરીથી મળવા અને સંબંધો સુધારી લેવા ઇચ્છતી હતી.

એકાકીપણું અને લૉકડાઉનને કારણે બંધાઈ રહેવું પડ્યું તેના કારણે જે લાગણીઓ જન્મી હતી, તે સોશિયલ મીડિયાને કારણે વધારે તીવ્ર બની હતી, કેમ કે સોશિયલ મીડિયાને કારણે જૂના પ્રેમીની હાજરી સહેલાઈથી સામે આવી જતી હોય છે. કોઈ પણ ભોગે એકાકીપણું ટાળવા માટેની ઇચ્છા લોકોને જૂના પ્રેમી તરફ દોરતી હોય છે એમ ન્યૂ યૉર્ક પ્રેસબાયટેરિયન હૉસ્પિટલ વેઇલ-કોર્નેલ સ્કૂલ ઑફ મેડિસીનના મનોવિજ્ઞાનના ઍસોસિએટ પ્રોફેસર ગેઇલ સોલ્ટ્ઝ કહે છે.

line

ભૂતકાળના સંબંધો અંગેની કલ્પના

આપણે ભૂતકાળના સંબંધો વાસ્તવમાં હોય તેના કરતાં વધારે સારા ગણીને જોતા હોઈએ છીએ - ગેઈલ સોલ્ટ્ઝ

ઇમેજ સ્રોત, Javier Hirschfeld/ Getty Images

ઇમેજ કૅપ્શન, આપણે ભૂતકાળના સંબંધો વાસ્તવમાં હોય તેના કરતાં વધારે સારા ગણીને જોતા હોઈએ છીએ - ગેઈલ સોલ્ટ્ઝ

સોલ્ટ્ઝ કહે છે, "ફેસબુક સહિતના સોશિયલ મીડિયાને કારણે જૂના પ્રેમીને શોધવા અને ફરી મળવાનું વધારે શક્ય બન્યું છે."

"ભૂતકાળના સંબંધોને આપણે તે વાસ્તવમાં હોય તેના કરતાં વધારે સારી રીતે જોતા હોઈએ છીએ. સમયાંતરે લોકો બદલાતા હોય છે તે આપણે ભૂલી જઈએ છીએ."

"સોશિયલ મીડિયાને કારણે સંબંધોને ભૂલીને આગળ વધી જવાનું મુશ્કેલ બન્યું છે. જૂના પ્રેમીની પાછળ પડી જવાનું યોગ્ય નથી."

સોશિયલ મીડિયાને કારણે યુવાઓમાં બ્રેકઅપ પછી નકારાત્મક વર્તન પણ વધારે પ્રબળ બન્યું છે એમ મિયામી યુનિવર્સિટીના ઓન રોમાન્સ નામનું પુસ્તક લખનારા પ્રોફેસર બૅરિટ બ્રોગાર્ડ કહે છે.

તેઓ કહે છે, "પ્રેમની હયાતીથી છુટ્ટા પડ્યા પછીની લાગણીની વાત રહી જ છે, પરંતુ હવે તે એટલે વધી ગઈ છે કે તેને જુદાં-જુદાં નામો અપાયાં છે - ઘોસ્ટિંગ, સબમરિનિંગ, બૅન્ચિંગ, ઑર્બિટિંગ, ઝૉમ્બિઇંગ વગેરે."

જૂની પેઢી કરતાં વર્તમાન યુવા પેઢીના લોકો વધારે તણાવમાં અને ડિપ્રેશનમાં આવી જાય તેવું છે, કેમ કે સામાજિક સ્વીકૃતિ માટે તેમની ઇચ્છા વધારે પ્રબળ હોય છે એમ બ્રોગાર્ડ માને છે.

"નકાર થયા પછી તમે સામી વ્યક્તિને પ્રેમ કરવાનું છોડી દેતા નથી; કહીકતમાં તમે તેને વધારે પ્રેમ કરવા લાગો છો. વ્યસન સાથે જોડાયેલો મગજનો હિસ્સો એક્ટિવ થઈ ગયો હોય છે - હેલન ફિશર

ઇમેજ સ્રોત, Javier Hirschfeld/ Getty Images

મોબાઇલ ફોન સાથે ઉછરેલી પેઢી સંબંધોના ઉકેલ પણ ઑનલાઇન શોધે છે. પરિણામે અમેરિકામાં વ્યક્તિગત માર્ગદર્શન માટેની માર્કેટ 2018માં એક અબજ ડૉલરથી વધી ગઈ હતી.

ખાસ કરીને દિલ તૂટી ગયું હોય તે માટેની અલગ માર્કેટ ઊભું થયું છે. બ્રેકઅપ કોચ ક્લાયન્ટને આમાંથી કેમ બહાર આવવું અને જીવનને કેમ ફરી ધબકતું કરવું તેની સલાહ આપે છે.

ઘણા લોકો બ્લૉગમાં ટિપ્સ આપે છે, યૂટ્યુબ વીડિયોઝ બનાવે છે, જેને લાખો વ્યૂઝ મળે છે.

તેમાં એક સૌથી લોકપ્રિય છે "નો-કૉન્ટેક્ટ રૂલ" (30થી 60 સુધી અથવા કેટલાક કહે છે તેમ ક્યારેય ફરી સંપર્ક નહીં કરવાનો). આને કારણે જે સમય મળે તેમાં જાતને સુધારવાની હોય છે."

"ઘણા લોકો જૂના પ્રેમીઓને યાદગાર ક્ષણોની વાત કરનારા ટૅક્સ્ટ મૅસેજ મોકલવાનું કહે છે અને તે રીતે હવે કેવી રીતે આપણે બદલાયા છીએ તે દર્શાવવાનું હોય છે."

line

કેટલાક વૈજ્ઞાનિક આધાર પણ છે

તૂટેલા દિલને સાંધવાનો સૌથી સારો ઉપાય વ્યસન દૂર કરવા કરીએ તેવા ઉપાયો કરવાનો છે

ઇમેજ સ્રોત, Javier Hirschfeld/ Alamy

ઇમેજ કૅપ્શન, તૂટેલા દિલને સાંધવાનો સૌથી સારો ઉપાય વ્યસન દૂર કરવા કરીએ તેવા ઉપાયો કરવાનો છે

ફિશર સહમત થાય છે કે સંપર્ક ના કરવાનો નિયમ ઉપયોગી થઈ શકે છે.

કમસે કમ 90 દિવસ સુધી વ્યસન ટાળવામાં આવે તો વ્યસનથી છૂટી શકાય છે તે સાબિત થયેલું છે. પણ શું સંબંધોમાં પણ તે ઉપયોગી થાય?

ફિશર કહે છે, "તૂટેલા દિલને સાંધવાનો સૌથી સારો ઉપાય વ્યસન દૂર કરવા કરીએ તેવા ઉપાયો કરવાનો છે. પ્રેમી સાથે જોડાયેલી વસ્તુઓ દૂર કરી દેવી, તેના સોશિયલ મીડિયા ઍકાઉન્ટમાં જવાનું નહીં અને તેની સાથે કોઈ સંપર્ક રાખવાનો નહીં."

બ્રોગાર્ડ પણ કહે છે કે આ નિયમના "કેટલાક વૈજ્ઞાનિક આધાર પણ છે". સમય વીતવા સાથે સંબંધોની અથવા દગાની લાગણીની તીવ્રતા ઘટતી જાય છે.

હૉંગકૉંગની જ 20 વર્ષની લિલિયને પણ પોતાના જૂના પ્રેમીને ફરીથી મળવા માટે શું કરવું જોઈએ તે માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. તેને સોશિયલ મીડિયામાં એક ડેટિંગ કોચનો વીડિયો જોવા મળ્યો હતો.

લિલિયન કહે છે કે કોચે એવી સલાહ આપી હતી કે જૂના પ્રેમીથી દૂર જવું જેથી તેને ફરીથી આકર્ષી શકાય. "જુદા પડ્યા પછી આ વાત સાંભળીને મને સારું લાગ્યું હતું."

કમસે કમ 90 દિવસ સુધી વ્યસન ટાળવામાં આવે તો વ્યસનથી છૂટી શકાય છે તે સાબિત થયેલું છે. પણ શું સંબંધોમાં પણ તે ઉપયોગી થાય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કમસે કમ 90 દિવસ સુધી વ્યસન ટાળવામાં આવે તો વ્યસનથી છૂટી શકાય છે તે સાબિત થયેલું છે. પણ શું સંબંધોમાં પણ તે ઉપયોગી થાય?

"બ્રેકએપ કોચે કહેલું કે જૂના પ્રેમીને 30 દિવસ પછી જ મળવું અને વધારે વેશભૂષામાં સજ્જ થઈને જવું જેથી કહી શકાય કે પોતાનામાં સુધારો થયો છે. જોકે હું એટલા દિવસ રાહ જોઈ શકી નહોતી."

આ પ્રકારના કોચની વાતો સાંભળીને દિલ તૂટ્યું હોય તેવી વ્યક્તિને થોડી સાંત્વના મળતી હશે, પણ તેમની સલાહો બહુ ઉપયોગી હોતી નથી.

બ્રોગાર્ડ કહે છે, "બ્રેકઅપ કોચ પાસે કોઈ તાલીમ હોતી નથી - તેમનો ન્યૂરોસાયન્સ, સાયકોલૉજી, કૉગ્નિટિવ સાયન્સ, ફિલોસૉફી વગેરે વિષયમાં કોઈ અભ્યાસ પણ હોતો નથી."

ઘણા લોકો બીજાનું સાંભળીને તેમાં થોડા ફેરફાર કરીને પોતાના નામે વીડિયો બનાવી નાખતા હોય છે, પણ તે લોકોએ ક્યારેય માહિતી મેળવી તેનું ફૅક્ટ ચૅક કર્યું હોતું નથી.

તેઓ કહે છે, "સારા થેરપિસ્ટ કરતાં આવા કોચ મોંઘા પડી શકે છે, કેમ કે તેમની પાસે યોગ્ય સલાહ હોતી નથી એટલે તમારો સમય બગડવાનો અને પૈસા પણ પડી જવાના."

"તેના બદલે તેમનાં પુસ્તકો વાંચી લેવાં સસ્તાં પડે, પણ તેમાંય કંઈ દમ હોતો નથી."

line

સલાહ આપવાની ઇન્ડસ્ટ્રી

સારા થેરપિસ્ટ કરતાં ઓનલાઇન કોચ મોંઘા પડી શકે છે, તમારા સમય અને નાણાંનો વ્યય થવાનો - બેરિટ બ્રોગાર્ડ

ઇમેજ સ્રોત, Javier Hirschfeld/ Getty Images

ઇમેજ કૅપ્શન, સારા થેરપિસ્ટ કરતાં ઓનલાઇન કોચ મોંઘા પડી શકે છે, તમારા સમય અને નાણાંનો વ્યય થવાનો - બેરિટ બ્રોગાર્ડ

સલાહ આપવાની ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ છે તેના વિશે પણ નિષ્ણાતો ચિંતા કરે છે, કેમ કે કોઈ નિયંત્રણો નથી.

બ્રેકઅપ કોચ પાસે સારી સલાહ આપવાની લાયકાત હોતી નથી તેવી બ્રોગાર્ડની વાત સાથે ડેઈલી પણ સહમત છે અને સોલ્ટ્ઝ કહે છે કે આ બાબતમાં કોઈ નિયંત્રણો રહ્યા નથી.

સોલ્ટ્સ કહે છે, "કોઈ પણ પોતાની જાતની કોચ ગણાવી દે છે. આ લોકોએ કેટલી તાલીમ લીધેલી હોય છે? થોડા દિવસોની કે વિકેન્ડમાં લીધેલા કોર્સથી કોઈ થેરપિસ્ટ બની જતું નથી. કોણે તેમને તાલીમ આપી, કેવા પ્રકારની ટ્રેઇનિંગ આપી?"

બ્રોગાર્ડ સલાહ આપે છે કે ભગ્ન હૃદયી લોકોએ યોગ્ય સ્રોતોમાંથી ઉપલબ્ધ બ્રેકઅપ વિશેનું સાહિત્ય જ વાંચવું જોઈએ, જેમાં ગૂગલ સ્કોલર પરના રિવ્યૂ પેપર્સ વગેરેનો સમાવેશ થતો હોય છે. જોકે તેમની સલાહ છે કે પ્રેમીને પાછા મેળવવા માટે બહુ સમય અને શક્તિ બગાડવા ના જોઈએ.

"તમે જૂના પ્રેમીને પાછો પામવા માગતા હો, પણ તે ખરેખર ઇચ્છનીય છે ખરું?"

જાણકારો કહે છે કે સંબંધોને સાંધવાની કોઈ ટ્રિક નથી, પરંતુ સંબંધોમાં કેમ ખટરાગ થયો તેનો પ્રામાણિકતાથી વિચાર કરવો જોઈએ.

ફિશર કહે છે કે જૂના પ્રેમી સાથે ફરી ના જોડાઈ શકનારા લોકો માટે એક સારી વાત એ પણ છે કે પ્રોટેસ્ટનો તબક્કો પૂરો થઈ જાય તે પછી તેમનું મગજ હતાશાના એક દોરમાં જાય છે, પણ આખરે સ્થિતિને સ્વીકારી લેવાની, જૂની વાતોની ઉપેક્ષા કરવાની અને આગળ વધી જવાની બાબતના તબક્કામાં પ્રવેશે છે.

અંતમાં ફિશર કહે છે, "તમને બહુ વેદના અને ઉદાસી થાય છે, પણ આખરે તેમાંથી બહાર આવી શકાય છે. તમને તરછોડી દેનારા માણસને તમે ક્યારે માફ કરી શકતા નથી, પણ તમે જીવનમાં આગળ વધીને બીજાને પ્રેમ કરી શકો છો."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન