આ છે પોતાને જ જોઈને આકર્ષિત થતી 'ઑટોસેક્સ્યુઅલ' યુવતીની કહાણી

ઇમેજ સ્રોત, BBC THREE
"આ સાંભળીને થોડું આશ્ચર્ય લાગી શકે છે હું હંમેશાં પોતાની જાતને જોઈને જ આકર્ષિત થઈ જાઉં છું.
અન્ય ટીનેજર્સની જેમ મને પણ મારા વ્યક્તિત્વ અને લુકની ચિંતા રહે છે. જ્યારે હું સ્નાન કરીને આવું છું, કપડાં પહેરું છું અથવા તો સેક્સ્યુઅલ અટ્રેક્શનની શોધમાં હોઉં છું તો પોતાને જ અરીસામાં જોઈ લઉં છું.
એવું બની શકે છે કે મારું શરીર આકર્ષિત કરી શકે તેવું ન હોય. હું પાતળી છું, મારી દાઢી ખૂબ લાંબી છે, મારા વાળ વાંકડિયા છે. પરંતુ કપડાં વગર મને મારું શરીર ખૂબ આકર્ષિત લાગે છે.
મને મારી સેક્સ્યુઆલિટી વિશે વિચારીને ક્યારેય આશ્ચર્ય નહોતું થતું પરંતુ 17 વર્ષની વયે જ્યારે મેં મારા મિત્રો સાથે આ અંગે વાત કરી તો આ અંગે મારા વિચાર બદલાઈ ગયા.
અમે બધા એકસાથે મોટા થયા હતા. હાલ પણ એકબીજાનાં મિત્રો છીએ. અમે ઘણી વખત સેક્સ્યુઆલિટીના અનુભવો અંગે વાતો કરતા હતા.
પરંતુ જ્યારે મેં મારા સેક્સ્યુઅલ અનુભવો વિશે જણાવ્યું તો તે કોઈ સમજ્યું નહીં. લોકોને આ હાસ્યાસ્પદ લાગ્યું. તેઓ આ વાતને લઈને મારી મજાક ઉડાવતા રહ્યા.
હું પણ તેમનાં જૉક્સ પર તેમની સાથે હસી લેતી હતી. પણ અંદરથી હું વિચારતી કે મારામાં કોઈ સમસ્યા છે.
પછી મને ખબર પડી કે હું મારી જાત સાથે કંઈક એ રીતે સેક્સ્યુઅલી આકર્ષિત છું જે રીતે સામાન્ય લોકો નથી હોતા. પરંતુ હવે મને આ રીતે અનુભવ લેવાની ટેવ પડી ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ જ મને ખબર પડી કે જેવો અનુભવ હું મારી જાત વિશે કરું છું તેના માટે એક શબ્દ પણ છે જે વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાય છે. તે શબ્દ છે ઑટોસેક્સ્યુઅલ.
હવે હું ગર્વથી મારી જાતને 'ઑટોસેક્સ્યુઅલ' ગણાવું છું."

શું છે ઑટોસેક્સ્યુઆલિટી?

ઇમેજ સ્રોત, BBC THREE
એ લોકો જેઓ પોતાના શરીરને જોઈને પોતાને જાતીય સુખ આપી શકે છે અને પોતાના જ શરીરને જોઈને આકર્ષિત થાય છે, તેમને વિજ્ઞાન ઑટોસેક્સ્યુઅલ કહે છે.
આવા લોકો ન તો ગે હોય છે ન લેસ્બિયન. પરંતુ તેમનાં માટે ઑટોસેક્સ્યુઅલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
આ લોકોને સ્ત્રી-પુરૂષ કોઈ પણ સાથે જાતીય આકર્ષણ થતું નથી.
ઑટોસેક્સ્યુઅલ એક એવો શબ્દ છે કે જેને પરિભાષિત કરવા માટે વૈજ્ઞાનિકોએ ઘણી મહેનત કરવી પડી. આ શબ્દને સારી રીતે પરિભાષિત કરવા માટે ન તો વધારે માહિતી છે, ન વધારે સંશોધન.
વર્ષ 1989માં આ શબ્દનો ઉલ્લેખ સૌથી પહેલી વખત સેક્સ ચિકિત્સક બર્નાડ એપલબાઉમે એક પેપરમાં કર્યો હતો.
તેમણે આ શબ્દનો ઉપયોગ એ લોકો માટે કર્યો હતો કે જેઓ બીજી વ્યક્તિની સેક્સ્યુઆલિટીથી આકર્ષિત થઈ શકતા નથી.
આજે આ શબ્દનો ઉપયોગ એ લોકો માટે કરવામાં આવે છે કે જેઓ વિશેષ રૂપે પોતાના જ શરીરથી સેક્સ્યુઅલી આકર્ષિત હોય છે.

પોતાની જ સાથે ડેટ અને પોતાની જ સાથે રોમાન્સ

ઇમેજ સ્રોત, BBC THREE
માઇકલ આરોન, 'મૉડર્ન સેક્સ્યુઆલિટી : ધ ટ્રુથ અબાઉટ સેક્સ એન્ડ રિલેશનશીપ'ના લેખક છે.
તેઓ જણાવે છે કે પોતાને જોઈને આકર્ષિત થવું સામાન્ય બાબત છે પરંતુ કેટલાક લોકો બીજા લોકોની સરખામણીએ પોતાને જોઈને અથવા તો સ્પર્શીને વધારે ઉત્તેજના અનુભવે છે. આવા લોકોને ઑટોસેક્સ્યુઅલ કહેવાય છે.
ઘણા લોકોએ મને નાર્સિસ્ટ કહ્યો. નાર્સિસ્ટ એટલે કે એવી વ્યક્તિ જે પોતાને ખૂબ પ્રેમ કરતી હોય અથવા તો પોતાનામાં જ મુગ્ધ રહેતી હોય.
પરંતુ લંડન યુનિવર્સિટીમાં ભણાવતાં ડૉ. જેનિફર મૈકગોવનનું કહેવું છે કે 'નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડર'ના દર્દીમાં સહાનુભૂતિની કમી, પ્રશંસાની જરૂર કે પોતાને લઈને વધારે ભાવનાઓ જેવા લક્ષણ હોય છે. ઑટોસેક્સ્યુઆલિટી એક અલગ વસ્તુ છે.
ડૉક્ટર જેનિફર જણાવે છે, "ઑટોસેક્સ્યુઅલ પોતાની સાથે સેક્સ્યુઅલી સારું અનુભવે છે જ્યારે નાર્સિસ્ટ લોકોને બીજા લોકોના ધ્યાનની ઇચ્છા હોય છે."
"આ સિવાય ઑટોસેક્સ્યુઆલિટીને સહાનુભૂતિ કે પ્રશંસાની ખામી સાથે કોઈ લેવા દેવા હોતી નથી."
કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે બીજા લોકોની જેમ ઑટોસેક્સ્યુઅલ લોકોમાં પણ સેક્સ્યુઆલિટીનું અલગ અલગ સ્તર જોવા મળે છે.
કેટલાક લોકો ઑટોસેક્સ્યુઅલ હોવાની સાથે સાથે ઑટોરોમેન્ટિક પણ હોય છે, જે પોતાની સાથે ડેટ પર અથવા સારા વાતાવરણમાં એક વૉક માટે જાય છે.
ઑટોસેક્સ્યુઅલ હોવાનો અનુભવ શું છે એ વાત જ્યારે મિત્રો સમજી શકતા નથી ત્યારે ઘણો ગુસ્સો આવે છે.
જ્યારે હું મારા બૉયફ્રેન્ડ સાથે હોઉં છું તો મને લાગે છે કે હું અલગ પ્રકારની ભાવનાનો અનુભવ કરી રહી છું. હું સેક્સ્યુઅલી એ બધુ અનુભવી શકતી નથી, જે મારો બૉયફ્રેન્ડ કરે છે.
તેવામાં મારી પણ ઇચ્છા થાય છે કે કાશ હું પણ સામાન્ય લોકો જેવો અનુભવ કરી શકતી હોત. પરંતુ પછી હું વિચારું છું કે સેક્સ્યુઆલિટીમાં કંઈ પણ સામાન્ય તો છે જ નહીં, આપણે બધા અલગ છીએ.

ઇમેજ સ્રોત, BBC THREE
હાલ જ હું ઑનલાઇન એક ફીમેલ ઑટોસેક્સ્યુઅલને મળી છું જેમને મેં મારા ઑટોસેક્સ્યુઅલ હોવા અંગે જણાવ્યું.
તેમની સાથે વાત કરીને મને ખૂબ સારું લાગ્યું. અમે કેટલાંક લોકોનાં એવા સમુદાયમાં છીએ જેઓને એ ખબર નથી કે સેક્સ્યુઆલિટીના માળખામાં અમે ક્યાં છીએ.
એવા ઘણાં લોકો છે કે જેઓ આ વાતને સમજશે નહીં.
જજ કરવું અથવા તો વાતો કરવી ઘણી સહેલી છે પરંતુ તમે ક્યારેય સમજી નહીં શકો કે એક ઑટોસેક્સ્યુઅલ કેવો અનુભવ કરે છે.
મારો ઘણાં લોકો સાથે સંબંધ રહ્યો છે પરંતુ જેવો અનુભવ હું મારી જાત સાથે કરું છું તેવો હું કોઈ સાથે કરી શકતી નથી.
(આ કહાણી કહેતાં યુવતીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ સ્ટોરી બીબીસી થ્રીનાં રાધિકા સંઘાણી સાથે યુવતીએ કરેલી વાતચીત પર આધારિત છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












