ગૂડ ફ્રાઇડે : ઈસુ ખ્રિસ્ત કેવા દેખાતા હતા? જાણો તેમની કઈ તસવીર અસલી છે?
- લેેખક, જૉન ટેલર
- પદ, કિંગ્સ કૉલેજ, લંડન
આપણે બધા જાણીએ છીએ કે જીસસ અથવા ઈસુ કેવા દેખાતા હતા. પશ્ચિમના કલાજગતમાં બનેલાં ચિત્રોમાં સૌથી વધુ તેમનાં ચિત્રો દોરાયાં છે.
આ ચિત્રોમાં તેમને લાંબા વાળ અને દાઢી સાથે દેખાડાયા છે. લાંબી બાંયનો ઝભ્ભો પહેરેલો હોય (મોટા ભાગે સફેદ રંગનો ઝભ્ભો હોય). ખભા પર એક શાલ નાખેલી હોય (નીલા રંગની).

ઇમેજ સ્રોત, Thinkstock
આ ચહેરો એટલો જાણીતો છે કે તેને પેન કેક પર બનાવ્યો હોય કે ટોસ્ટના ટુકડામાં તરત ઓળખાઈ જાય, પરંતુ શું ઈસુ ખ્રિસ્ત ખરેખર આવા જ દેખાતા હતા? કદાચ નહીં.
હકીકતમાં ઈસુની આ સૌથી જાણીતી છબિ ગ્રીક સામ્રાજ્યની ભેટ છે. ચોથી સદી પછી ઈસામસિહની આ બાઇન્ઝેન્ટાઇન ચિત્રો બન્યાં તે પ્રતીકાત્મક બની રહ્યાં છે.
તેનાથી તમે અંદાજ લગાવી શકો છો કે ઈસુ આવા દેખાતા હશે, પરંતુ ઇતિહાસની રીતે તે ચોક્કસ નથી.
ગાદી પર બિરાજમાન એક સમ્રાટને આધારે ઈસુની આ છબિ બનાવવામાં આવી હતી. રોમના સાન્તા પ્યૂડેનજાઇના ચર્ચમાં કરાયેલા કોતરકામમાં આ ચિત્ર હતું.
આ ચિત્રમાં ઈસુએ સોનાનો લાંબો ઝભ્ભો પહેરેલો છે. સમગ્ર દુનિયાના સ્વર્ગીય શાસક તરીકે તેમને દર્શાવાયા છે. ગાદી પર બેઠેલા લાંબા વાળ અને દાઢીવાળા જીસસ તરીકે તેમને દેખાડ્યા છે.
પ્રાચીન ગ્રીક ધર્મમાં જીઉસ સર્વોચ્ચ દેવતા છે અને ઓલંપિયામાં તેમનું જાણીતું દેવળ પણ આવેલું છે. તેમાં જીઉસની મૂર્તિ મૂકેલી છે અને તેના આધારે ઈસુ ખ્રિસ્તની તૈયાર કરેલી છબીઓ પણ મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મૂર્તિ એટલી જાણીતી છે કે રોમન સમ્રાટ ઑગસ્ટસે આ જ શૈલીમાં એક પ્રતિકૃતિ બનાવડાવી હતી. (જોકે તેમાં દાઢી અને લાંબા વાળ નહોતા).
બાઇન્ઝેન્ટાઇન કલાકારોએ ઈસુ ખ્રિસ્તને બ્રહ્માંડના શાસક તરીકે દેખાડ્યા છે. તેમાં જીઉસના યુવાન સ્વરૂપ તરીકે તેમને દેખાડ્યા છે.
સમય પસાર થવાની સાથે ઈસુની આ છબીમાં પરિવર્તન આવવા લાગ્યું. હિપ્પી લાઇન પ્રમાણે ફેરફાર કરીને તસવીરો તૈયાર થઈ અને ધીમે ધીમે તેના પરથી બનેલી ઈસુની પ્રારંભિક છબી જ આગળ જતા સ્ટાન્ડર્ડ બની ગઈ.
સવાલ એ છે કે ઈસુ ખરેખર કેવા દેખાતા હતા? પગથી માથા સુધી તેમના દેખાવને સમજવાની કોશિશ કરીએ.

વાળ અને દાઢી

ઇમેજ સ્રોત, Alamy
પ્રારંભમાં ખ્રિસ્તી બનેલા લોકો ઈસુ ખ્રિસ્તને સ્વર્ગીય દેવતા તરીકે નહોતા જોતા. તેમણે તેમને એક વાસ્તવિક વ્યક્તિ તરીકે નિરૂપ્યા હતા. આ છબીમાં દાઢી પણ નહોતી અને લાંબા વાળ પણ નહોતા.
પરંતુ સતત ભ્રમણ કરનારા સાધુ તરીકે તેમનું નિરૂપણ થવા લાગ્યું તે પછી દાઢી દેખાડવાનું શરૂ થયું હશે. કદાચ ભ્રમણને કારણે દાઢી કરાવવી શક્ય ના હોય તેથી તેમની તસવીરમાં હવે દાઢી દેખાડવાનું શરૂ થયું હશે.
વિખરાયેલા વાળ અને દાઢી એક ચિંતકની ઓળખ ગણાતા હશે. એક એવી વ્યક્તિ જે સામાન્ય લોકો કરતાં જુદી હોય અને દુન્યવી ચીજોથી પર સંત જેવી હોય.
ચિંતક એપિકટેટસે આવી છબીને તેમના સ્વભાવ અનુકૂળ ગણાવી હતી. અન્યથા પ્રથમ સદીમાં ગ્રીક-રોમન દુનિયામાં દાઢી (ક્લીન) રખાતી હતી અને વાળ પણ નાના રાખવા જરૂરી મનાતા હતા.
ગરદન સુધી લંબાતા વાળ અને દાઢી ઈશ્વરદત્ત રૂપને રજૂ કરતા હતા. આવી વેશભૂષા પુરુષોમાં પ્રચલિત નહોતી. ચિંતકો પણ ઘણા નાના વાળ રાખતા હતા.
પ્રાચીન કાળમાં યહૂદીઓ દાઢી રાખતા હતા એટલે તેમાં કંઈ નવાઈ ના કહેવાય. હકીકતમાં યહૂદીઓ દાઢી રાખતા હતા તેના કારણે તેમના પર અત્યાચાર કરનારાને મુશ્કેલી થતી હતી. દાઢી સાથે કોઈની ઓળખ કરવી મુશ્કેલ બનતી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બધા એક સરખા જ દેખાતા હતા (મૈકાબિસના પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે). જોકે સાતમી સદીમાં જેરુસલેમ પર કબજો કર્યા પછી રોમનોએ સિક્કા બહાર પાડ્યા હતા, તેમાં કોતરાયેલાં દૃશ્યો પરથી ખ્યાલ આવે છે કે કેદ કરાયેલા લોકો દાઢીધારી દેખાતા હતા.
એ રીતે ઈસુ એક ચિંતક તરીકે સ્વાભાવિક દેખાતા હતા. સિક્કામાં જોવા મળે છે તે પ્રમાણે નાની દાઢી હશે, પરંતુ કદાચ વાળ આટલા લાંબા નહીં હોય.
આનાથી થોડા વધારે લાંબા વાળ હોત તો કોઈક પ્રતિક્રિયા મળી હોત. યહૂદી પુરુષો દાઢી અને લાંબા વાળ રાખતા તે તરત ઓળખાઈ જતા. આવા લાકો નાજિરાઇટ પ્રતિજ્ઞા લેનારા ગણાતા હતા.
આ રીતે પ્રતિજ્ઞા લીધી હોય તે લોકોએ થોડો સમય ઈશ્વરની ભક્તિમાં લીન થઈ જવાનું હોય છે. આ સમય દરમિયાન શરાબ પીવાની અને વાળ કાપવાની મનાઈ રહેતી હતી.
આ પ્રકારનું વ્રત પૂરું થાય તે પછી જેરુસલેમના એક મંદિરમાં કાર્યક્રમો યોજાતો અને ત્યાં વાળ અને દાઢી કાપવામાં આવતા હતા. (અધ્યાય 21 આયત 24).
જોકે ઈસુએ નાજિરાઇટ પ્રતિજ્ઞા લીધી નહોતી. તેઓ ઘણી વાર શરાબ પીવા પણ જતા હતા. તેમના ટીકાકારો તેમના પર વધારે દારૂ પીવાનો આરોપ મૂકતા (મેથ્યૂ અધ્યાય 11 આયત 19). તેમણે લાંબા વાળ રાખ્યા હોત અને નાજિરાઇટ વ્રત લીધું હોત તો આ ફેરફારને કારણે કોઈક પ્રતિક્રિયા ચોક્કસ મળી હોત.
તેઓ કેવા દેખાતા હતા અને વર્તન કેવું હતું તેમાં ફરક હોત તો પણ ઉલ્લેખ થયો હોત, કેમ કે તેઓ શરાબ પીતા હતા એટલે ફરક પડવો મુશ્કેલ હતો.

વસ્ત્રો

ઇમેજ સ્રોત, ALAMY/GETTY IMAGES
ઈસુ ખ્રિસ્તના જમાનામાં સમૃદ્ધ લોકો વિશેષ પ્રસંગે લાંબો ઝભ્ભો પહેરતા હતા. જાહેરજીવનમાં તેમના દબદબાની આ નિશાની ગણાતી હતી.
ઈસુ ખ્રિસ્તના ઉપદેશમાં કહેવામાં આવ્યું છે કે એવા નેતાઓથી બચો, જે લાંબો ઝભ્ભો પહેરીને ફરતા હોય અને બજારમાં સૌ તેને સલામ કરતા હોય. સિનેગોગમાં આગવું સ્થાન મળતું હોય અને ભોજન સમારંભમાં મોભાના સ્થાને બેસાડવામાં આવતા હોય તેમનાથી બચો. (માર્ક અધ્યાય 12, આયત 38-39)
ઈસુ ખ્રિસ્તની આ ઉક્તિઓને ગોસ્પેલનો સૌથી પ્રમાણિત હિસ્સો માનવામાં આવે છે. તેથી આપણે માની શકીએ કે પોતે આવો ઝભ્ભો નહીં પહેરતા હોય.
તેમના જમાનામાં પુરુષો ઘૂંટણ સુધી આવતું પહેરણ પહેરતા હતા, જેને ચિટૉન કહેવામાં આવે છે. મહિલાઓ એડી સુધીનું લાંબું વસ્ત્ર પહેરતાં.
એક્ટ્સ ઑફ શેકલામાં મહિલા પાત્ર શેકલા પુરુષો પહેરે તેવું ટ્યુનિક પહેરતાં હતાં, તેના કારણે ઘણા લોકોને આશ્ચર્ય થતું હતું. આવા ટ્યુનિકમાં ખભાથી ઘૂંટણ સુધી ઘેરા રંગની પટ્ટીઓ લગાવેલી રહેતી. એક જ કાપડમાંથી તે તૈયાર કરાતું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ટ્યુનિક ઉપર શાલ રાખી શકાય. તેને હિમેશન કહેવાતી હતી અને આપણે જાણીએ છીએ કે જીસસ શાલ રાખતા હતા. સારું થઈ ગયા પછી એક મહિલાએ તેમના આશીર્વાદ માગ્યા હતા અને તેમની શાલને સ્પર્શ કર્યો હતો. આના પરથી ખ્યાલ આવે છે કે તેઓ શાલ પહેરતા હતા. (માર્ક અધ્યાય 5 આયત 27)
આવી શાલ ઊનમાંથી બનાવેલી રહેતી. તે બહુ મોટી ના હોય, પણ શરીરને ગરમ રાખવા માટે તેને ઓઢવામાં આવતી. આવું જ એક બીજું વસ્ત્ર પણ રાખવામાં આવતું, જેને હિમેશન કહેવામાં આવતું અને તેને પણ એકથી વધુ રીતે ઓઢી શકાતું હતું.
શરીર પર તેને વીંટાળી પણ શકાય, ખભે લટકાવી શકાય. ઘૂંટણ સુધી તે લાંબું હોય. તે એટલું લાંબું હોય કે નાનું ટ્યુનિક કે પહેરણ તેની નીચે દબાઈ જાય. (કેટલાક સંતો આ રીતે શરીરને શાલ વિંટાળી રાખતા અને નીચે ટ્યુનિક પહેરતા નહીં. આ રીતે માત્ર શાલ ઢાંકેલી હોય તેનાથી છાતીનો અને ખભાનો ભાગ ખુલ્લો પણ રહેતો. જોકે તે એક અલગ વાત છે).
શાલની ગુણવત્તા, લંબાઈ અને રંગના આધારે વ્યક્તિની મહત્તા નક્કી થતી હતી. અમુક પ્રકારના નીલા રંગની શાલ હોય તેને સમૃદ્ધ લોકો પહેરતા. આવા નીલા રંગને ત્યારે રાજવી રંગ ગણાતા, કેમ કે તે બહુ મોંઘા પડતા હતા.
જોકે રંગ પરથી બીજી બાબતો પણ દર્શાવાતી હતી. ઇતિહાસકાર જોસફે જિલોટ્સને હત્યારા ગણાવ્યા હતા, જે વિપરીત લિંગી વસ્ત્રો પહેરતા હતા.
તેમનું કહેવું હતું કે આ લોકો ચાલંડિયા એટલે કે 'રંગેલી શાલ' પહેરે છે. આવી શાલ ઓઢેલો હોય એટલે એવું લાગે કે જાણી સ્ત્રીઓનાં વસ્ત્રો છે. તેનો અર્થ એ થયો કે ભદ્ર લોકોએ રંગીન શાલ ઓઢવી જોઈએ નહીં તેવું મનાતું હતું. જોકે ઈસુ ખ્રિસ્ત રંગ્યા વિનાના સફેદ કપડાં નહોતાં પહેરતા.
રંગ કર્યા વિનાનું કપડું પણ ચોક્કસ પ્રકારનું રહેતું હતું. તેને બ્લીચ કરવાની કે ગળીમાં બોળવાની જરૂર પડતી નહોતી. જૂડિયાના એક ચોક્કસ પંથના લોકો આવાં વસ્ત્રો પહેરતા હતા અને તેમને એસેનેસ કહેવામાં આવતા હતા. આ લોકો યહૂદી કાયદાના કડક પાલનનો આગ્રહ રાખતા હતા.
જીસસનાં કપડાં અને ચમકદાર સફેદ રંગનાં કપડાં વચ્ચેનો ફરક માર્કના ગ્રંથમાં અધ્યાય 9માં નોંધ્યો છે. ત્રણ દેવદૂત પહાડ પર જાય છે અને ઈસુના શરીરમાંથી પ્રકાશ ફૂટે છે તેનું વર્ણન આમાં છે.
માર્ક લખે છે કે જીસસનું હિમાશિયા (શાલ નહીં, પણ વસ્ત્રો) ચમકી રહ્યું હતું. એકદમ ચમકતું સફેદ વસ્ત્ર હતું. કપડા પર એવી સફેદી હતી, જે ધરતી પર કોઈ ધોબી લાવી શકે નહીં.
ઈસુ બન્યા તે પહેલાં તેમને માર્કે એક સાધારણ વ્યક્તિ તરીકે દર્શાવ્યા છે. આ સાધારણ સ્વરૂપમાં તેમણે રંગ કર્યા વિનાનું ઊનનું વસ્ત્ર પહેર્યું હતું, જેને ધોવા માટે ધોબીને આપવું પડે.
તેમને સૂળી પર ચડાવવામાં આવ્યા ત્યારે તેમનાં વસ્ત્રોનું વર્ણન પણ મળે છે. રોમન સિપાહીઓએ તેમના હિમાશીયા (અહીં કદાચ તે શાલ હતી તેને) ચાર ભાગમાં વહેંચે છે તેવું વર્ણન છે. યહૂદીમાં પ્રાર્થના વખતે આ પ્રકારની શાલનો ઉપયોગ થાય છે. (જુઓ જૉન અધ્યાય આયાત 19-23)
મેથ્યૂ અધ્યાયની આયત 5માં આવી શાલનો ઉલ્લેખ છે. આ એક હળવું કાપડ હોય છે, જે પરંપરાગત રીતે રંગ કર્યા વિનાનું ઊનમાંથી બનેલું હોય છે. તેમાં કદાચ નીલા રંગની પટ્ટીઓ રખાતી અથવા દોરાથી તેને સીવવામાં આવતું હતું.

પગ

ઇમેજ સ્રોત, Alamy
ઈસુ ખ્રિસ્ત સેન્ડલ પહેરતા હતા. તે વખતે સૌ કોઈ સેન્ડલ પહેરતા હતા. રણની નજીક મૃત સમુદ્ર અને મસાદા નજીકના વિસ્તારમાં જે સેન્ડલ વપરાતા હતા તેનો ઉપયોગ ઈસુ કરતા હતા.
તેથી આ સેન્ડલ કેવા હશે તે સમજી શકાય. સાધારણ પ્રકારના સેન્ડલ હતા. સેન્ડલમાં નીચે મોટું જાડું ચામડું હોય. સિલાઈ કરીને સેન્ડલ બનાવાતા હતા. ઉપર પણ ચામડાની દોરી જેવું હોય જે અંગૂઠા સુધી ખેંચીને બાંધવાનું હોય.

ચહેરો

ઇમેજ સ્રોત, YALE COLLECTIONS/PUBLIC DOMAIN
ઈસુનો ચહેરો કેવો હતો? શું યહૂદીઓ જેવો જ તેમનો ચહેરો હતો? ઈસુ યહૂદી (અથવા જુડિયન) હતા. પૉલના પત્રો તથા અન્ય સાહિત્યમાં આનો વારંવાર ઉલ્લેખ થયેલો છે.
હિબ્રૂ રાજ્યોને લખેલા પત્રમાં લખ્યું છે, "એ સ્પષ્ટ છે કે આપણા ઈશ્વર જુડાહથી આવ્યા છે." આપણે કેવી રીતે કલ્પના કરી શકીએ કે એ જમાનામાં યહૂદી પુરુષો કેવા દેખાતા હશે. તે વખતની 30 વર્ષની ઉંમરની વ્યક્તિનો ચહેરો મોહરો કેવો હશે? (લ્યૂક અધ્યાય 3)
2001માં ફોરેન્સિક ઍન્થ્રોપોલૉજિસ્ટ રિચર્ડ નેવમને ગેલિલિયન મેનનું એક મૉડલ બનાવ્યું હતું. બીબીસી માટેની એક ડૉક્યુમેન્ટરીમાં આ મૉડલ બનાવાયું હતું. ઈસુ ખ્રિસ્ત જે વિસ્તારમાં પેદા થયા હતા તે વિસ્તારમાં મળેલી એક માનવ ખોપરીને આધારે ચહેરો તૈયાર કરાયો હતો.
જોકે તેમણે એવો દાવો નહોતો કર્યો કે ઈસુ ખ્રિસ્તનો ચહેરો આવો જ હશે. ઈસુ ખ્રિસ્તનો ચહેરો કેવો હશે તેના માટેની લોકોની કલ્પનાને પ્રેરવા માટે મૉડલ તૈયાર કરાયું હતું.
લોકોને એ જણાવવાનું હતું કે ઈસુને તેમના સમય અને સ્થળ પ્રમાણેની એક વ્યક્તિ તરીકે જુએ. અમે એવું નહોતું જણાવ્યું કે તેઓ કંઈક અલગ દેખાતા હોય.
જૂના સમયનાં હાડકાં મળે તેના આધાર પર ગમે તેટલાં મૉડલ બનાવવામાં આવે, મારું માનવું છે કે ઈસુ ખ્રિસ્તનો ચહેરો સૌથી વધારે ડ્યૂરો-યૂરોપોસના ત્રીજી સદીના સેનેગોગમાં દીવાલ પર બનાવાયેલાં ચિત્રોને મળતો આવે છે. આ ચિત્રોમાં ગ્રીકો-રોમન કાળમાં યહૂદી સંતો કેવા દેખાતા હતા તે દર્શાવાયું છે.
મોજેજની કલ્પના રંગ્યા વિનાનાં વસ્ત્રો પહેરનારી વ્યક્તિ તરીકે કરવામાં આવે છે. તેમની શાલ ટલિથ પ્રકારની હશે, કેમ કે ડ્યૂરામાં બનેલી મોજેજની તસવીરમાં કાપડના કિનારે ફૂદાં કરેલાં છે.

જીસસ કેવા દેખાતા હતા?

ઇમેજ સ્રોત, CNG COINS
બધી જ કલ્પનાઓનો વિચાર કરીએ તો બાઇઝેન્ટાઇનમાં તેમના ચહેરા મોહરાની જે કલ્પના કરવામાં આવી છે, તેની સરખામણીએ આ તસવીરો વધારે સાચી લાગે છે. પરંતુ બાઇઝેન્ટાઇન કાળની ઈસુ ખ્રિસ્તની છબી જ માન્ય બની ગઈ છે.
આ ભીંતચિત્રો પ્રમાણે ઈસુને નાની દાઢી અને નાના વાળ છે. ટૂંકું ટ્યુનિક તેમણે પહેર્યું છે. ઉપરના પહેરણની બાંય નાની છે અને કપડાં ઉપર તેમણે શાલ ઓઢેલી છે.
(જૉન ટેલર કિંગ્સ કૉલેજ લંડનમાં પ્રોફેસર છે અને તેમણે ક્રિશ્ચિયન ઑરિજિન ઍન્ડ સેક્ન્ડ ટેમ્પલ જુડાઈઝમ તથા ધ ઈસેનેસ, ધ સ્ક્રોલ્સ અને ડેડ સી પુસ્તકો લખ્યાં છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














