ખ્રિસ્તી ધર્મે સુન્નતની પ્રથા ક્યારે, શા માટે છોડી અને યહૂદી ધર્મ તેનું પાલન શા માટે કરે છે?

ઈસુની સુન્નતને આલ્બ્રેક્ટ ડ્યુરેર જેવા કલાકારોના વિવિધ પેઇન્ટિંગ્સમાં બતાવવામાં આવી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈસુની સુન્નતને આલ્બ્રેક્ટ ડ્યુરેર જેવા કલાકારોના વિવિધ પેઇન્ટિંગ્સમાં બતાવવામાં આવી છે
    • લેેખક, ફેલિપ લેમ્બિયાસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
બીબીસી ગુજરાતી
  • ઈશુ ખ્રિસ્તની માફક તમામ યહૂદી નર બાળકની તેમના જન્મના આઠમા દિવસે સુન્નત કરવામાં આવતી હતી
  • પરંતુ તેમના અનુયાયીઓએ આ પ્રથા ત્યજી દીધી હતી અને ખ્રિસ્તીઓ તેમના દીકરાઓની સુન્નત શા માટે નથી કરતા તેનો જવાબ બાઇબલમાં છે
  • યહૂદી લોકો માટે અબ્રાહમને કહ્યું હતું કે આ કરાર છે અને એ મુજબ તમારામાંના દરેક પુરુષની સુન્નત કરવાની રહેશે
  • યહૂદીઓ ઉપરાંત પયગંબર અબ્રાહમમાં શ્રદ્ધા ધરાવતા મુસ્લિમોએ આ પ્રથા આજ સુધી ચાલુ રાખી છે
  • શિસ્નના અગ્રભાગ પરની ચામડીને દૂર કરવાની પ્રથા એટલે કે સુન્નતનો પ્રારંભ ધર્મના ઉદ્ભવ સાથે નહીં, પણ બહુ પહેલાંથી થયો હતો
  • તેનો પ્રારંભ ઈજિપ્તમાં આશરે 15,000 વર્ષ પહેલાં થયો હોવાનું માનવામાં આવે છે
  • સુન્નત વ્યાપક હોવા છતાં તેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો ન હતો
  • પ્રાચીન ગ્રીક લોકો પુરુષોની નગ્નતાની પૂજા કરતા હતા અને તેઓ શિસ્નના અગ્રભાગ પરની ચામડીને સૌંદર્યનું પ્રતિક ગણતા હતા અને સુન્નતને ખરાબ બાબત ગણતા હતા
  • પોલે પોતાના ઉપદેશમાં જણાવ્યું કે સુન્નત ન કરાવવી અને પરમેશ્વરની મુક્તિ માટે એકમાત્ર શ્રદ્ધા જ જરૂરી છે
  • ખ્રિસ્તી ચર્ચ દ્વારા મોઝેકના કાયદાને નાબૂદ કરવામાં આવ્યો હોવા છતાં આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં સુન્નતને એક સંસ્કાર ગણવામાં આવે છે
  • શિસ્નના અગ્રભાગમાંથી ત્વચા દૂર કરવાના જોખમો તથા ફાયદા વિશેના વૈજ્ઞાનિક સંશોધનોને પગલે અમેરિકામાં નવજાત શિશુઓ પર આવું કરવાનું બંધ થયું હતું
બીબીસી ગુજરાતી

ઈશુ ખ્રિસ્તની માફક તમામ યહૂદી નર બાળકની તેમના જન્મના આઠમા દિવસે સુન્નત કરવામાં આવતી હતી, પરંતુ તેમના અનુયાયીઓએ આ પ્રથા ત્યજી દીધી હતી. ખ્રિસ્તી અને યહૂદી ધર્મના લોકો ઘણી સમાન વિધિનું પાલન કરે છે. તેમાં મંદિરોમાં સંયુક્ત પ્રાર્થના કે સમાન તારીખે ક્રિસમસ, હનુક્કાહ અથવા ઈસ્ટર અને પેસાજની ઉજવણીનો સમાવેશ થાય છે.

ખ્રિસ્તીઓ તેમના દીકરાઓની સુન્નત શા માટે નથી કરતા તેનો જવાબ બાઇબલમાં છે.

ન્યૂ ટેસ્ટામેન્ટમાં જણાવ્યા અનુસાર, સુન્નત બાબતે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેનું મતાંતર ઈસવી 50ની આસપાસ સર્જાયું હતું. સેન્ટ પોલ અને સેન્ટર પીટર તેના સમર્થક હતા. તેમણે આ વિશે સઘન ચર્ચા કરી હતી.

ઉરુગ્વેની કૅથલિક યુનિવર્સિટીમાં ફિલૉસૉફી ઑફ રિલિજિયન તથા ફિલૉસૉફિકલ એન્થ્રૉપૉલૉજીના પ્રોફેસર, ધર્મશાસ્ત્રના સ્નાતક, ડૉક્ટર ઑફ ફિલોસોફી તથા ભૂતપૂર્વ પાદરી મિગ્વેલ પાસ્ટોરિનોએ બીબીસીને કહ્યું હતું કે “તે ચર્ચનો સૌપ્રથમ સંસ્થાકીય સંઘર્ષ હતો.”

સેન્ટ પૉલ એ વખતે સંત ન હતા, માત્ર ટાર્સસના પૉલ હતા. તેઓ ફરીસી બની ગયા હતા. બાઇબલમાં જણાવ્યા અનુસાર, ફરીસી એટલે મોઝેસના કાયદાના ચુસ્ત રક્ષક, જેમણે ઈશુ ખ્રિસ્તના ઉપદેશને સમગ્ર વિશ્વમાં ઉત્સાહભેર ફેલાવવા બદલ ઈશુના શિષ્યોની સતામણી કરી હતી.

ગલીલીના પીટર, નાઝરેથના જિસસ અને ઈશ્વરના અન્ય દૂતની માફક ટાર્સસના પૉલ પણ એક યહૂદી હતા. આ બધાએ યહૂદી ખ્રિસ્તીઓનું એક જૂથ બનાવ્યું હતું અને તેમની સુન્નત કરવામાં આવી હતી.

યહૂદી ધર્મ ત્યાં સુધી એકેશ્વરવાદી હતો. ગ્રીક, રોમન અને ઈજિપ્તના લોકો બહુવિધ દેવતાઓમાં માનતા હતા.

યહૂદી લોકો માટે, એલોકિમએ (ઈશ્વર) અબ્રાહમને કહ્યું હતું કે “આ તમારા, મારા અને તમારા વંશજો વચ્ચેનો કરાર છે, તેનું તમારે પાલન કરવાનું છે. એ મુજબ, તમારામાંના દરેક પુરુષની સુન્નત કરવાની રહેશે.”

યહૂદીઓ ઉપરાંત પયગંબર અબ્રાહમમાં શ્રદ્ધા ધરાવતા મુસ્લિમોએ આ પ્રથા આજ સુધી ચાલુ રાખી છે.

ગ્રે લાઇન

સુન્નતનો ઇતિહાસ

સુન્નત

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શિસ્નના અગ્રભાગ પરની ચામડીને દૂર કરવાની પ્રથા એટલે કે સુન્નતનો પ્રારંભ ધર્મના ઉદ્ભવ સાથે નહીં, પણ બહુ પહેલાંથી થયો હતો.

બાળ ચિકિત્સા સર્જન અને શિક્ષણવિદ્ અહમદ અલ સલેમના પુસ્તક 'ઍન ઇલસ્ટ્રેટેડ ગાઈડ ટુ પીડિયાટ્રિક યુરૉલૉજી'માં જણાવ્યા અનુસાર, આ વિશ્વની સૌથી જૂની સર્જિકલ પ્રક્રિયા છે. તેનો પ્રારંભ ઈજિપ્તમાં આશરે 15 હજાર વર્ષ પહેલાં થયો હોવાનું માનવામાં આવે છે.

અલ સલેમના જણાવ્યા મુજબ, ઘણી સંસ્કૃતિમાં સ્વચ્છતાથી માંડીને, સંતાનના પુખ્ત વયમાં પ્રવેશની વિધિ, ઈશ્વરને ધરવામાં આવતી ભેટ અથવા સાંસ્કૃતિક ઓળખ સુધીની બાબતો સાથે સુન્નતને સાંકળવામાં આવી છે.

પાસ્ટોરિનોએ કહ્યું હતું કે, “સ્વચ્છતાથી માંડીને સેક્સ અને રાજકારણ સુધીની તમામ બાબત પર ધર્મનું આધિપત્ય હતું. ધાર્મિક પ્રણાલી એકસાથે પેદા થતી હોય છે, કારણ કે બાકીનું બધું સંસ્કૃતિમાં સર્જાતું હોય છે અને પ્રાચીન સમયમાં તેમને અલગ રાખવાનું મુશ્કેલ હતું. એ વખતે સ્વચ્છતા બાબતે કેટલાક કાયદાની જરૂર પડી ત્યારે તેને ધાર્મિક રીતે બનાવવામાં આવ્યા હતા, કારણ કે એ કાયદો ઈશ્વરનો કાયદો હતો, બીજું કશું નહીં.”

આ એક સૂક્ષ્મ દૃષ્ટિકોણ છે અને યહૂદી ધર્મનો તેમાં ઇનકાર કરવામાં આવ્યો નથી.

રબ્બી ડેનિયલ ડોલિન્સ્કીએ કહ્યું હતું કે “ઘણા લોકો એવું પણ કહે છે કે ધાર્મિક ખ્યાલ ઉપરાંત તેની સ્વચ્છતાલક્ષી અને આરોગ્યલક્ષી ઉપયોગિતાને લીધે આ નિયમનું પાલન વધારે સારી રીતે કરવામાં આવતું હતું, પરંતુ સુન્નતની પ્રથા અને સ્વચ્છતા તથા આરોગ્ય વચ્ચે એક નિર્વિવાદ સંબંધ છે.”

પ્રાચીન સમયમાં સુમેરિયા અને સેમેટિક ભાષા બોલતા પુરુષોની સુન્નત પણ કરવામાં આવતી હતી. યુએનએઈડ્ઝના એક અહેવાલ મુજબ, એ સંસ્કૃતિઓથી દૂર માયન અને એઝટેક સંસ્કૃતિમાં પણ સુન્નતની પ્રથાનું પાલન કરવામાં આવતું હતું.

જોકે, સુન્નત વ્યાપક હોવા છતાં તેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.

મોસેસનો કાયદો સ્થાપિત કરે છે કે પુરુષ યહૂદીઓએ જન્મના આઠમા દિવસે સુન્નત કરવી જોઈએ, જે બ્રિટ મિલાહ તરીકે ઓળખાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોસેસનો કાયદો સ્થાપિત કરે છે કે પુરુષ યહૂદીઓએ જન્મના આઠમા દિવસે સુન્નત કરવી જોઈએ, જે બ્રિટ મિલાહ તરીકે ઓળખાય છે.

પ્રાચીન ગ્રીક લોકો પુરુષોની નગ્નતાની પૂજા કરતા હતા અને તેઓ શિસ્નના અગ્રભાગ પરની ચામડીને સૌંદર્યનું પ્રતિક ગણતા હતા અને સુન્નતને ખરાબ બાબત ગણતા હતા.

અમેરિકન ઍસોસિયેશન ફૉર ધ હિસ્ટ્રી ઑફ મેડિસિન અને જોન્સ હોપકિન્સ ઈન્સ્ટિટ્યૂટ ફૉર ધ હિસ્ટ્રી ઑફ મેડિસિનના હિસ્ટ્રી ઑફ મેડિસિન બુલેટિનમાં 2001માં પ્રકાશિત એક લેખમાં ફ્રેડરિક એમ હોજેસે જણાવ્યું હતું કે “લાંબી, પાતળી ત્વચા પ્રત્યેનો સૌંદર્યમૂલક અભિગમ સાંસ્કૃતિક ઓળખ, નૈતિકતા, ઔચિંત્ય, સદાચાર, સૌંદર્ય અને આરોગ્ય સંબંધી લોકાચારને પ્રતિબિંબિત કરે છે.”

શિસ્નના સમગ્ર અગ્રભાગને આવરી લેતી ત્વચા ન હોય તેને ખામીયુક્ત ગણવામાં આવતું હતું.

કેનેડાની મેકમાસ્ટર ડિવાઈનિટી કૉલેજમાં ન્યૂ ટેસ્ટામેન્ટના પ્રોફેસર સિન્થિયા લોંગ વેસ્ટફોલે તેમના પુસ્તક પોલ એન્ડ જેન્ડરમાં લખ્યું છે કે “યહૂદી લોકોમાં હેલેનિસ્ટિક સમયગાળા દરમિયાન સુન્નતની પ્રથા જાળવી રાખવાનું, હેલેનિસ્ટિક સંસ્કૃતિના યહૂદીઓ પરના પ્રબળ પ્રભાવને કારણે મુશ્કેલ બન્યું હતું.”

તેઓ ઉમેરે છે કે “એક સમય એવો પણ હતો, જ્યારે સુન્નત ગેરકાયદે હતી. એન્ટીઓકસ એપિફેન્સે જુડિયાના રહેવાસીઓને તેમના દીકરાઓની સુન્નત નહીં કરવાનો આદેશ આપ્યો હતો. તેના પરિણામે કેટલાક યહૂદી પુરુષોએ તેમની સુન્નત છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.”

ગ્રે લાઇન

સેન્ટ પૉલ અને સેન્ટ પીટર વચ્ચે સંઘર્ષ

રેનેસન્સમાં અલ ગ્રીકો દ્વારા દોરવામાં આવેલ સેન્ટ પીટર અને સેન્ટ પોલ.

ઇમેજ સ્રોત, Getty Images

યહૂદી ધર્મએ કોઈના ધર્મ પરિવર્તનના પ્રયાસ કર્યા ન હતા, જ્યારે ઈસુએ તેમના ઉપદેશનો મહત્તમ ફેલાવો કરવા તેમના શિષ્યોને જણાવ્યું હતું.

ટાર્સસના પૉલ સંભવતઃ કિશોરાવસ્થા કે પુખ્તાવસ્થાના પ્રારંભે જેરુસલેમ આવ્યા હતા અને તેમનું બાળપણ ગ્રીક લોકોની વચ્ચે પસાર થયું હતું. ઈસુને વધસ્તંભે ચડાવવામાં આવ્યા પછી તેઓ મુખ્ય ધર્મપ્રચારક હતા.

હાલ જેને ઇઝરાયલ, લેબનોન, સીરિયા, ટર્કી, ગ્રીસ અને ઈજિપ્ત કહેવામાં આવે છે એ પ્રદેશોમાં તેમણે પ્રવાસ કર્યો હતો અને બિન-જ્યુ ગણાતા લોકોમાં ઈસુના સંદેશનો પ્રસાર કર્યો હતો. આ બધા પ્રદેશો એ સમયે એલેકઝેન્ડર ધ ગ્રેટના સામ્રાજ્યનો હિસ્સો હતા.

લોંગ વેસ્ટફોલના જણાવ્યા મુજબ, “બિન-જ્યુ લોકો સુન્નતને જનનાંગ વિચ્છેદ ગણતા હતા. તેથી ગ્રીકો-રોમન વિશ્વમાં તેને કલંક ગણવામાં આવતું હતું અને પુખ્ત વયના પુરુષ માટે તે પ્રક્રિયા બહુ પીડાદાયક હતી.”

પૉલે પોતાના ઉપદેશમાં તેમને જણાવ્યું હતું કે તેમણે સુન્નત કરાવવી ન જોઈએ. પરમેશ્વરની મુક્તિ માટે એકમાત્ર શ્રદ્ધા જ જરૂરી છે.

તેમણે કોરિન્થિયનોને લખેલા પ્રથમ પત્રમાં જણાવ્યું હતું કે, “હું આ નિયમ તમામ ચર્ચમાં પ્રસ્થાપિત કરું છું. કોઈ અગાઉથી જ સુન્નત કરાવી ચૂક્યું હોય તો તેમણે એ સ્થિતિ છૂપાવવી ન જોઈએ. જેમણે સુન્નત ન કરાવી હોય તેમણે સુન્નત કરાવવી ન જોઈએ. સુન્નત કરાવો કે ન કરાવો, તેનો કોઈ અર્થ નથી. સૌથી મહત્ત્વની વાત ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાની છે.”

પાસ્ટોરિનોએ કહ્યું હતું કે “પાબ્લો ટાર્સસના જ્યુ અને રોમન નાગરિક હતા. તેમની સંસ્કૃતિ ગ્રીક હતી. તેઓ અત્યંત શિક્ષિત પુરુષ હતા. તેઓ હીબ્રુ, ગ્રીક અને રોમન એમ ત્રણ સંસ્કૃતિથી માહિતગાર હતા. તેઓ એ ભાષાના અનુવાદનું કામ પણ જાણતા હતા.”

ગલાતીઓને લખેલા એક પત્રમાં પૉલે મોઝેસના કાયદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે “ઈસુ ખ્રિસ્તે અમને કાયદાના શ્રાપમાંથી મુક્તિ આપી છે.”

જોકે, અન્ય ધર્મ પ્રચારકોએ તેમનો દૃષ્ટિકોણ સ્વીકાર્યો ન હતો. પૉલે ટાઇટસને લખેલા અને ખ્રિસ્તી બાઇબલમાં સમાવિષ્ટ પત્રમાં જણાવ્યું હતું કે “ઘણા બળવાખોરો, ઢોંગીઓ અને છેતરપિંડી કરતા લોકો સુન્નતને ટેકો આપે છે. તમારે તેમનું મોં બંધ કરવું પડશે.”

ગલાતીઓને લખેલા એક પત્રમાં તેમણે પીટર સાથે એન્ટીઓક શહેરમાં એક દિવસ થયેલી બૌદ્ધિક લડાઈનો ઉલ્લેખ કર્યો હતો. એન્ટીઓક શહેર હાલ તુર્કીમાં છે અને ત્યાં ઈસુના અનુયાયીઓનો મોટો સમુદાય હતા.

પૉલના જણાવ્યા મુજબ, પીટર ગલાતીઓ સાથે ભોજન લેતા હતા, પરંતુ સેન્ટિયાગોથી દૂતોનું એક જૂથ શહેરમાં આવ્યું ત્યારે પીટરે ‘સુન્નતના તરફેણકર્તાઓના ડરથી’ તેમને અલગ પાડવાનું શરૂ કર્યું હતું.

તેમણે ગલાતીઓને કહ્યું હતું કે “મેં તેમને વખોડવાપાત્ર વર્તનના દોષી ઠરાવ્યા હતા મેં પીટરને બધાની વચ્ચે કહ્યું હતું કે તમે જ્યુ છો, પરંતુ જ્યુની માફક જીવતા નથી, ત્યારે ગલાતીઓને યહૂદી ધર્મનું પાલન કરવાનું દબાણ શા માટે કરો છો?”

બીબીસી ગુજરાતી

સમાધાનની ક્ષણ

પ્રેરિતોએ પપિરીમાં આદિમ ખ્રિસ્તી ધર્મની ઘટનાઓનું વર્ણન કર્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રેરિતોએ પપિરીમાં આદિમ ખ્રિસ્તી ધર્મની ઘટનાઓનું વર્ણન કર્યું છે.

ન્યૂ ટેસ્ટામેન્ટમાં જણાવ્યા મુજબ, પરંપરા અને મોઝેસના કાયદા સાથે ગાઢ રીતે જોડાયેલા કેટલાક ખ્રિસ્તી યહૂદીઓ એન્ટિઓક ગયા હતા. તેમણે આદિમ ખ્રિસ્તી ધર્મની નજીક આવી રહેલા ગલાતીઓને જણાવ્યું હતું કે તેઓ સુન્નત નહીં કરાવે તો તેમને મુક્તિ મળશે નહીં.

તેથી પૉલ જેરુસલેમ પાછા ફર્યા હતા અને સમાધાન માટે ધર્મ પ્રચારકોની સભા યોજવામાં આવી હતી. તે જેરુસલેમની કથિત કાઉન્સિલ હતી.

તેમાં પૉલે તેમના વિશ્વાસુઓને પોતાનો દૃષ્ટિકોણ વિગતવાર સમજાવ્યો હતો અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમ્સ નામના એક ધર્મ પ્રચારક પહેલાં તેમની વિરુદ્ધમાં હતા, પરંતુ બાદમાં તેમના સમર્થક બન્યા હતા. જેમ્સે કહ્યું હતું કે “આપણે અન્ય જાતિના લોકોને ભગવાન તરફ વળતા અટકાવવા જોઈએ.”

પીટરે પણ સ્વીકાર્યું હતું કે “જેમને આપણે કે આપણા પૂર્વજોએ સ્વીકાર્યા નથી તેવા અનુયાયીઓને ગરદન પર ધૂંસરી મૂકીને તેઓ ભગવાનને ઉશ્કેરવાનો પ્રયાસ શા માટે કરી રહ્યા છે? તેમનો સ્વીકાર થશે નહીં.”

પાસ્ટોરિનોના જણાવ્યા અનુસાર, ધર્મ પ્રચારકો વચ્ચેના કરાર બાદ વિવાદનો અંત આવ્યો હતો. પૉલ પાસે મૂર્તિપૂજકોને ઉપદેશ આપવાનું કામ બાકી રહ્યું હતું, જ્યારે પીટર અને સેન્ટિયાગો યહૂદીઓ તરફ વળ્યા હતા.

બાઇબલમાં જણાવ્યા મુજબ, ધર્મ પ્રચારકોએ બાદમાં એન્ટિઓક, સીરિયા અને સિલિસિયાના બિન-યહૂદીઓને એક પત્ર લખ્યો હતો. તેમણે એ પત્રમાં જણાવ્યું હતું કે “અમે તમને ભગવાન સમક્ષ પશુનું લોહી કે માંસ ધરવાથી અને જાતીય અનૈતિકતાથી દૂર રહેવા જણાવીએ છીએ. એ સિવાય અમે તમારા પર વધારાનો કોઈ અન્ય બોજ નહીં લાદવાનો નિર્ણય કર્યો છે.”

તે પત્ર એન્ટિઓક પહોંચ્યો પછી તેને વાંચીને અનુયાયીઓ એ વાતે ઝૂમી ઉઠ્યા હતા. હવે તેમણે સુન્નત કરાવવી પડશે નહીં.

લોંગ વેસ્ટફોલે કહ્યું હતું કે “પૉલ બિન-યહૂદી પુરુષોના અધિકારોના ખરા પુરસ્કર્તા હતા અને તેમણે ધર્મના પ્રચાર આડેનો ગંભીર અવરોધ દૂર કર્યો હતો.”

વર્ષો પસાર થયાં તેમ, જે બાબત પહેલાં યહૂદીઓ પૂરતી મર્યાદિત હતી, તેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હતું.

બીબીસી ગુજરાતી

ખ્રિસ્તીઓ અને સુન્નત

ઘણા દેશોમાં ધર્મ સિવાયના સાંસ્કૃતિક કારણોસર પણ સુન્નત કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા દેશોમાં ધર્મ સિવાયના સાંસ્કૃતિક કારણોસર પણ સુન્નત કરવામાં આવે છે.

ખ્રિસ્તી ચર્ચ દ્વારા મોઝેસના કાયદાને નાબૂદ કરવામાં આવ્યો હોવા છતાં આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં સુન્નતને એક સંસ્કાર ગણવામાં આવે છે. ઈજિપ્તમાં કોપ્ટિક ખ્રિસ્તી ધર્મ, ઈથિયોપિયામાં ઑર્થોડૉક્સ ખ્રિસ્તી ધર્મ અને કેન્યામાં નોમિયા ચર્ચ તેનાં કેટલાંક ઉદાહરણ છે.

ધાર્મિક કારણ ન હોય તો પણ, ખ્રિસ્તી સંસ્કૃતિ ધરાવતા વિશ્વના પાંચ દેશમાંના મોટાભાગના પુરુષોની સુન્નત કરવામાં આવી છે. એ પૈકીનો એક દેશ અમેરિકા છે. અમેરિકન મેડિકલ ઍસોસિયેશનના સ્થાપકો પૈકીના એક ડૉ. લુઇસ સાયરેએ 1870માં અમુક રોગ રોકવા અથવા તેના ઇલાજ માટે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો.

અલ સાલેમના જણાવ્યા અનુસાર, તેમના વૈજ્ઞાનિક પ્રકાશનો ઉપરાંત સુન્નતના માટેના તેમના પ્રચારે લગભગ તમામ નવજાત શિશુઓ માટે આ પ્રથાને સાર્વત્રિક બનાવી હતી.

તે અમેરિકાથી કેનેડા અને યુનાઇટેડ કિંગ્ડમ તથા બાદમાં ઑસ્ટ્રેલિયા તેમજ ન્યૂઝીલૅન્ડ પહોંચી હતી.

શિસ્નના અગ્રભાગમાંથી ત્વચા દૂર કરવાના જોખમો તથા ફાયદા વિશેના વૈજ્ઞાનિક સંશોધનોને પગલે અમેરિકામાં નવજાત શિશુઓ પર આવું કરવાનું બંધ થયું હતું.

રેડ લાઇન
રેડ લાઇન