ભારત સરહદ નજીક હજારો ખાડાઓ ચીનનો નવો મિસાઇલ વ્યૂહ છે કે બીજું કંઈ?

ચીન તેના પ્રતિદ્વંદ્વીઓને છેતરવા કે ચીમકી આપવા આટલાં બધાં સિલોનું નિર્માણ કરે એ શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીન તેના પ્રતિદ્વંદ્વીઓને છેતરવા કે ચીમકી આપવા આટલાં બધાં સિલોનું નિર્માણ કરે એ શક્ય છે?
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી ન્યૂઝ

ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી) પર છેલ્લા એક વર્ષથી મડાગાંઠની પરિસ્થિતિ છે ત્યારે એવા અહેવાલ મળ્યા છે કે ચીન એલએસી નજીકના વિસ્તારમાં મિસાઇલ રાખવા માટે હજારો ગોદામો(સિલો)નું નિર્માણ કરી રહ્યું છે.

આ સમાચાર ભારતીય સલામતી સંસ્થાઓ માટે ચિંતાનું કારણ બની શકે છે. આ સિલો વાસ્તવમાં મિસાઇલ લૉન્ચિંગની અન્ડરગ્રાઉન્ડ સુવિધા છે.

ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ(એફએએસ)એ મેળવેલા તાજેતરના ફોટોગ્રાફ સૂચવે છે કે દિલ્હીથી ઈશાન દિશામાં અંદાજે 2,000 કિલોમિટર દૂર આવેલા પૂર્વ શિન્યાંગના હામીના વિશાળ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ સિલો બનાવવા માટે ચીન હજારો ખાડા ખોદી રહ્યું છે.

જુલાઈની શરૂઆતમાં એવા અહેવાલ મળ્યા હતા કે શિન્યાંગથી દક્ષિણ-પૂર્વ દિશામાં 380 કિલોમિટર દૂર ગન્સુ પ્રાંતમાંના યુમેન નજીક ચીન 120 મિસાઇલ સિલોનું નિર્માણ કરી રહ્યું છે.

એફએએસે સેટેલાઈટ ઇમેજીસને આધારે દાવો કર્યો છે કે ચીન શિન્યાંગમાં નવા પરમાણુ મિસાઇલ ક્ષેત્રનું નિર્માણ કરી રહ્યું છે. તેના અનુસંધાને અમેરિકાનાં સલામતી વર્તુળોમાં વ્યાપક અનુમાન થઈ રહ્યું છે. ચીન તેની પરમાણુ મિસાઇલોના સંગ્રહની અને તેના લૉન્ચિંગની ક્ષમતામાં વધારો કરી રહ્યું હોવાની આશંકા પણ તેમને છે.

બીજી થિયરી એવી છે કે દેખીતી રીતે પરમાણુ મિસાઇલ રાખવા માટે હજારો સિલોનું નિર્માણ, પોતાનું પ્રાદેશિક પ્રભુત્વ વધારવાની ચીનની વ્યૂહાત્મક ચાલ પણ હોઈ શકે છે.

ચીનનું આ પગલું ભારત માટે કેટલું ચિંતાજનક?

ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ(એફએએસ)એ મેળવેલા તાજેતરના ફોટોગ્રાફ સૂચવે છે કે દિલ્હીથી ઈશાન દિશામાં અંદાજે 2,000 કિલોમિટર દૂર આવેલા પૂર્વ શિન્યાંગના હામીના વિશાળ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ સિલો બનાવવા માટે ચીન હજારો ખાડા ખોદી રહ્યું છે.
ઇમેજ કૅપ્શન, ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ(એફએએસ)એ મેળવેલા તાજેતરના ફોટોગ્રાફ સૂચવે છે કે દિલ્હીથી ઈશાન દિશામાં અંદાજે 2,000 કિલોમિટર દૂર આવેલા પૂર્વ શિન્યાંગના હામીના વિશાળ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ સિલો બનાવવા માટે ચીન હજારો ખાડા ખોદી રહ્યું છે.

તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂશન ખાતેના ચાઇના સ્ટડી પ્રોગ્રામના રિસર્ચ ઍસોસિયેટ સુયશ દેસાઈ કહે છે, "ભારતે એ સિલો બાબતે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તે અમેરિકાકેન્દ્રી છે. અલબત્ત, તાજેતરમાં ચીન સાથેના સંબંધમાં આવેલી કડવાશના સંદર્ભમાં ભારતે સાવધ જરૂર રહેવું જોઈએ."

દિલ્હીની સ્કૂલ ફૉર મૅનેજમૅન્ટના ચીની બાબતો વિશેના નિષ્ણાત ડૉ. ફૈસલ અહમદ જણાવે છે કે પોતાની પરમાણુક્ષમતાનો વિસ્તાર કરીને ચીન, ઇન્ડો-પૅસેફિક પ્રદેશ અને ખાસ કરીને સાઉથ ચાઇના સમુદ્ર, હિંદ મહાસાગર તથા તાઇવાનની સામુદ્રધુનીમાં અમેરિકાના ભૂ-રાજકીય પ્રભુત્વને ખાળવા ઇચ્છે છે.

ડૉ. ફૈસલ અહમદ કહે છે, "ભારતે તેના નૌકાદળ મારફત વધારે ચાંપતી નજર રાખીને તથા નૌકાદળનું આધુનિકીકરણ કરીને હિંદ મહાસાગર પ્રદેશમાં એકમાત્ર રક્ષક તરીકે ખુદને સ્થાપિત કરવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર રહેવું જોઈએ."

યુમેનની સરખામણીએ ઈસ્ટર્ન શિન્યાંગમાંના સિલોનું નિર્માણ કાર્ય હજુ પ્રારંભિક અવસ્થામાં છે એવું કહેવાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુમેનની સરખામણીએ ઈસ્ટર્ન શિન્યાંગમાંના સિલોનું નિર્માણ કાર્ય હજુ પ્રારંભિક અવસ્થામાં છે એવું કહેવાય છે

ડૉ. ફૈસલ અહમદ ઉમેરે છે કે હિંદ મહાસાગર પ્રદેશમાં અમેરિકા પર વધારે પડતો આધાર રાખવાના સંદર્ભમાં ભારતે "ભૂ-રાજકીય રીતે સાવધ" રહેવું જોઈએ.

તેઓ કહે છે, "ચીનને આગળ વધતું અટકાવવામાં અમેરિકાના પોતાના વ્યૂહાત્મક હિત છે, જ્યારે ચીનની મહત્ત્વાકાંક્ષા ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં અમેરિકાને એક શક્તિ તરીકે ઉખેડી ફેંકવાની છે. ભારતે આ પ્રદેશમાં અને ખાસ કરીને હિંદ મહાસાગરમાંના તેના પોતાનાં ભૌગોલિક-વ્યૂહાત્મક હિતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે."

એફએએસના જણાવ્યા મુજબ, યુમેનની સરખામણીએ પૂર્વીય શિન્યાંગમાંના સિલોનું નિર્માણ કાર્ય હજુ પ્રારંભિક અવસ્થામાં છે અને આ વર્ષના માર્ચની શરૂઆતમાં સિલો કૉમ્પ્લેક્સના દક્ષિણ-પૂર્વ છેડે શરૂ કરવામાં આવેલું બાંધકામ ઝડપભેર ચાલી રહ્યું છે.

એફએએસે એમ પણ જણાવ્યું છે કે કમસેકમ 16 સિલો પર ડોમ શેલ્ટરનું કામ થઈ ગયું છે અને વધુ 19 સિલોના બાંધકામ માટે જમીન સમતળ કરી દેવામાં આવી છે.

એફએએસ માને છે કે સમગ્ર સંકુલની ગ્રીડ જેવી રૂપરેખા સૂચવે છે કે તેમાં અંદાજે 110 સિલોનું નિર્માણ થઈ શકે છે.

line

ચીને કર્યો ઇનકાર

એફએએસના જણાવ્યા મુજબ, યુમેનની સરખામણીએ પૂર્વીય શિન્યાંગમાંના સિલોનું નિર્માણ કાર્ય હજુ પ્રારંભિક અવસ્થામાં છે અને આ વર્ષના માર્ચની શરૂઆતમાં સિલો કૉમ્પ્લેક્સના દક્ષિણ-પૂર્વ છેડે શરૂ કરવામાં આવેલું બાંધકામ ઝડપભેર ચાલી રહ્યું છે.
ઇમેજ કૅપ્શન, એફએએસના જણાવ્યા મુજબ, યુમેનની સરખામણીએ પૂર્વીય શિન્યાંગમાંના સિલોનું નિર્માણ કાર્ય હજુ પ્રારંભિક અવસ્થામાં છે અને આ વર્ષના માર્ચની શરૂઆતમાં સિલો કૉમ્પ્લેક્સના દક્ષિણ-પૂર્વ છેડે શરૂ કરવામાં આવેલું બાંધકામ ઝડપભેર ચાલી રહ્યું છે.

સવાલ એ છે કે સિલોઝ માટે ખોદવામાં આવતા ખાડાઓનો ઉપયોગ ખરેખર મિસાઇલોના સંગ્રહ માટે કરવામાં આવશે? સલામતી નિષ્ણાતો માને છે કે સિલોનો ઉપયોગ ઐતિહાસિક રીતે મુખ્યત્વે મિસાઇલ સ્ટોર કરવા માટે જ થતો રહ્યો છે.

બીબીસીની ચાઇનીઝ સર્વિસના તંત્રી હોવાર્ડ ઝાંગ જણાવે છે કે અમેરિકાનાં આ તારણોને ચીની મીડિયા "ફેક ન્યૂઝ" અને "ખોટી માહિતી" ગણાવી રહ્યું છે.

હોવાર્ડ હાંગ કહે છે, "ગ્લોબલ ટાઇમ્સ જેવા સત્તાવાર મીડિયાએ સિલો સંબંધી અમેરિકાના અહેવાલોને વાહિયાત ગણાવ્યા છે અને જણાવ્યું છે કે જે જોવા મળ્યું છે એ તો નવાં વિન્ડ ફાર્મ છે."

જોકે, અમેરિકાના આક્ષેપો કે વિન્ડ ફાર્મની ચીની મીડિયાની થીયરી બાબતે ચીન સરકારે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી.

બીજિંગ ભારપૂર્વક જણાવતું રહ્યું છે કે ચીન "નો ફર્સ્ટ યુઝ" નીતિ પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ રહ્યું છે. તેનો અર્થ એવો થાય કે ચીન, તેના પર પરમાણુ શસ્ત્રો વડે હુમલો કરવામાં આવશે ત્યારે તેના પ્રતિભાવમાં અથવા નિવારક તરીકે જ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.

અમેરિકાનાં આ તારણોને ચીની મીડિયા "ફેક ન્યૂઝ" અને "ખોટી માહિતી" ગણાવી રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાનાં આ તારણોને ચીની મીડિયા "ફેક ન્યૂઝ" અને "ખોટી માહિતી" ગણાવી રહ્યું છે

હોવાર્ડ હાંગ કહે છે, "પોતાની વાસ્તવિક પરમાણુ શસ્ત્રક્ષમતા જાહેર કરવાનું ચીન અત્યાર સુધી ટાળતું રહ્યું છે. બીજિંગ હંમેશાં એવું કહેતું રહ્યું છે કે તેની પરમાણુ નીતિ "ઓછામાં ઓછાં શસ્ત્રોની છે." તેનો અર્થ એવો થાય કે ચીન જેને શસ્ત્રોનું લઘુતમ પ્રમાણ ગણે છે એટલાં જ શસ્ત્રો જાળવી રાખશે."

હાલ માત્ર અમેરિકા અને રશિયા વચ્ચેની પરમાણુ શસ્ત્રનિયંત્રણ વિશેની મંત્રણામાં ચીનને પણ સામેલ કરવાના પ્રયાસ અમેરિકા કરી રહ્યું છે. અમેરિકા અને રશિયાની સરખામણીએ પોતાનો પરમાણુશસ્ત્ર ભંડાર "બહુ નાનો" અને ચીનની મિનિમમ ડેટરન્ટ પૉલિસી અનુસારનો હોવાનું જણાવીને ચીને અત્યાર સુધી અમેરિકાના આમંત્રણને સ્વીકાર્યું નથી.

હોવર્ડ હાંગે જણાવે છે કે એફએએસનો અહેવાલ, ચીનની વ્યૂહાત્મક પરમાણુ ક્ષમતામાં દાયકાઓમાં કેટલો મોટો વધારો થયો છે તે પણ દર્શાવે છે.

હોવર્ડ હાંગ કહે છે, "એફએએસના રિપોર્ટ અનુસાર, જોવા મળેલાં બધાં સિલો સાચાં હોય તો ચીની મિસાઇલોની જ્ઞાત સંખ્યા, રશિયા પાસેની મિસાઇલો જેટલી કે તેનાથી વધારે અને અમેરિકા પાસે હાલ છે તેનાથી અડધી હોવી જોઈએ."

line

કોની પાસે છે કેટલાં પરમાણુશસ્ત્રો?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના હાલના સંશોધન મુજબ, રશિયા પાસેનાં 6,255, અમેરિકા પાસેનાં 5550, બ્રિટન પાસેનાં 225, ભારત પાસેનાં 156 અને પાકિસ્તાન પાસેનાં 165 પરમાણુ શસ્ત્રોની સરખામણીએ ચીન પાસે 350 પરમાણુ શસ્ત્રો છે.

હોવર્ડ હાંગ જણાવે છે કે અણુશસ્ત્રોની સંખ્યાને ચીન સમર્થન પણ નથી આપતું કે ઇનકાર પણ નથી કરતું ત્યારે બહારના પત્રકારો માટે નિશ્ચિત જવાબ મેળવવાનું શક્ય નથી. કેટલાક આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો એવું પણ સૂચવે છે કે અમેરિકા અને ચીન વચ્ચેની હાલની તંગદિલી વચ્ચે સિલોનું દેખાવું મંત્રણા માટેની વ્યૂહરચના હોઈ શકે છે.

ચીન તેના પ્રતિદ્વંદ્વીઓને છેતરવા કે ચીમકી આપવા આટલાં બધાં સિલોનું નિર્માણ કરે એ શક્ય છે?

સુયશ દેસાઈ કહે છે, "એ શક્ય છે. દાખલા તરીકે ચીન 100 સિલોનું નિર્માણ કરે તો એ પૈકીના દરેકમાં મિસાઇલ રાખે એ જરૂરી નથી. સંઘર્ષ કે લડાઈ થાય ત્યારે તેનાથી અન્ય દેશો કન્ફ્યૂઝ થઈ શકે. ચીન પર આક્રમણ કરનારા કોઈ પણ દેશે, ચીનનાં અણુશસ્ત્રોથી છૂટકારો મેળવવા માટે આ બધાં સિલોનો નાશ કરવો પડે. આ સંભાવના પાકી માહિતી પર આધારિત છે. વધારે સિલોનું નિર્માણ કરીને ચીન એક પ્રકારની અસમંજસની સ્થિતિ સર્જી રહ્યું છે."

ડૉ. ફૈસલ અહમદના જણાવ્યા મુજબ, ચીનની પરમાણુક્ષમતા અમેરિકા કરતાં ઓછી હોય તો પણ તે એક ડેટરન્ટ (દુશ્મન રાજ્યને અણુશસ્ત્રનો હુમલો કરતું રોકે એવી ધાક) તરીકે તો નિશ્ચિત રીતે કામ કરે જ.

"તેનાથી ઇન્ડો-પૅસિફિક પ્રદેશમાં ચીનની ભૌગોલિક-વ્યૂહાત્મક ભૂમિકાને વેગ પણ મળશે," એમ ડૉ. ફૈસલ અહમદ કહે છે.

સુયશ દેસાઈના જણાવ્યા મુજબ, ચીનની પરમાણુ નીતિ સામાન્ય રીતે "ખાતરીપૂર્વકના બદલા"ની છે. હવે આ સિલો મળી આવ્યાં છે ત્યારે નિષ્ણાતો ચીનના વલણમાં થોડોક ફેરફાર થવાનો સંકેત આપી રહ્યા છે. તેનો અર્થ એવો થાય કે ચેતવણી મળતાંની સાથે જ તેઓ વળતો હુમલો કરશે.

સુયશ દેસાઈના જણાવ્યા મુજબ, ચીન પાસેનાં શસ્ત્રોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને એક અંદાજ મુજબ, તેની પાસેનાં અણુશસ્ત્રોની સંખ્યા 300થી વધીને 900ની આસપાસ પહોંચી ગઈ છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો