સાયોનારા ટોક્યો, એ સ્ટાર ખેલાડીઓ જેમણે ભારત માટે ઑલિમ્પિક 2020 ને સૌથી યાદગાર બનાવ્યું

ભારતે આ ઑલિમ્પિકમાં સાત મેડલ મેળવ્યા છે, સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક તરીકે બ્રૉન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયાની પસંદગી કરાઈ હતી

નીરજ ચોપરા

ઇમેજ સ્રોત, Matthias Hangst

ઇમેજ કૅપ્શન, જાપાનના ટોક્યો ખાતે ઑલિમ્પિક રમતોત્સવનું રવિવારે ભવ્ય સમાપન થયું. ટોક્યો ઑલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રૉન્ઝ મેડલ મેળવીને અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન કર્યું. ભારત માટે ટ્રૅક ઍન્ડ ફિલ્ડનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ ભાલાફેંક સ્પર્ધામાં નીરજ ચોપરાએ જીત્યો.
નીરજ ચોપરા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑલિમ્પિક અંત તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ હજુ ભારતને ગોલ્ડ મેડલની આશા હતી, આ આશા પૂરી કરી પાનીપતના 23 વર્ષીય નીરજ ચોપરાએ. તેમણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો એ સાથે જ ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવી ગયો. આ સાથે ભારતને આ ઑલિમ્પિટકમાં ચાર બ્રોન્ઝ, બે સિલ્વર અને એક ગોલ્ડ મેડલ મળ્યો હતો. જે અત્યાર સુધી ઑલિમ્પિક રમતોના ઇતિહાસમાં ભારતનું સૌથી સારું પ્રદર્શન રહ્યું છે.
ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવી મીરાબાઈ ચાનુએ દેશનું નામ ઉજાળ્યું હતું. તેમને મહિલા 49 કિલોગ્રામની શ્રેણીમાં વેઇટલિફ્ટિંગની સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવી મીરાબાઈ ચાનુએ દેશનું નામ ઉજાળ્યું હતું. તેમને મહિલા 49 કિલોગ્રામની શ્રેણીમાં વેઇટલિફ્ટિંગની સ્પર્ધામાં સિલ્વર મેડલ હાંસલ થયો હતો
બજરંગ પુનિયા ટોક્યો ઑલિમ્પિકમાં 65 કિલોવર્ગ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા, તેમને સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક બનવાનું બહુમાન હાંસલ થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બજરંગ પુનિયા ટોક્યો ઑલિમ્પિકમાં 65 કિલોવર્ગ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા, તેમને સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક બનવાનું બહુમાન હાંસલ થયું હતું
ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા ટોક્યો ઑલિમ્પિકમાં પુરુષ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 57 કિલોગ્રામ વેઇટની કૅટેગરીમાં રશિયન ખેલાડી ઝેવર ઉગુએવ સામે હારી ગયા હતા. પરંતુ તેઓ ભારત માટે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયા ટોક્યો ઑલિમ્પિકમાં પુરુષ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં 57 કિલોગ્રામ વેઇટની કૅટેગરીમાં રશિયન ખેલાડી ઝેવર ઉગુએવ સામે હારી ગયા હતા. પરંતુ તેઓ ભારત માટે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા
લવલીના બોરગોહાઈએ બૉક્સિંગ વેલ્ટરવેટ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનનાં તાઈપેની નિએન-ચિનને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી, જોકે સેમિફાઇનલમાં હાર બાદ તેમને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લવલીના બોરગોહાઈએ બૉક્સિંગ વેલ્ટરવેટ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનનાં તાઈપેની નિએન-ચિનને હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી, જોકે સેમિફાઇનલમાં હાર બાદ તેમને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો
પી. વી. સિંધુ સતત બે ઑલિમ્પિક મેડલ જિતનારાં ભારતીય મહિલા ખેલાડી બની ગયાં હતાં, પી. વી. સિંધુ ભલે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ન જીતી શક્યાં, પરંતુ તેમણે ટોક્યો ઑલિમ્પિકમાં વિમેન્સ સિંગલ્સ બૅડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો

ઇમેજ સ્રોત, LINTAO ZHANG

ઇમેજ કૅપ્શન, પી. વી. સિંધુ સતત બે ઑલિમ્પિક મેડલ જિતનારાં ભારતીય મહિલા ખેલાડી બની ગયાં હતાં, પી. વી. સિંધુ ભલે ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ન જીતી શક્યાં, પરંતુ તેમણે ટોક્યો ઑલિમ્પિકમાં વિમેન્સ સિંગલ્સ બૅડમિન્ટન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો
ઑલિમ્પિકમાં આ વખત ભારતીય પુરુષ હૉકી ટીમે જર્મનીની ટીમને હરાવી બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો. નોંધનીય છે કે ભારતીય પુરુષ હૉકી ટીમે 41 વર્ષ બાદ ઑલિમ્પિક સ્પર્ધામાં મેડલ મેળવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑલિમ્પિકમાં આ વખત ભારતીય પુરુષ હૉકી ટીમે જર્મનીની ટીમને હરાવી બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો હતો. નોંધનીય છે કે ભારતીય પુરુષ હૉકી ટીમે 41 વર્ષ બાદ ઑલિમ્પિક સ્પર્ધામાં મેડલ મેળવ્યો હતો
ટોક્યો ઑલિમ્પિક 2020નું સમાપન સમારોહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 23 જુલાઈ, 2021ના રોજ જાપાનના ટોક્યો ખાતે શરૂ થયેલ ઑલિમ્પિક રમતોનો રવિવારે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહ નિમિત્તે ઑલિમ્પિક સ્ટેડિયમ ફાયરવર્કસના પ્રકાશથી ઝગમગી ઊઠ્યું હતું.
ટોક્યો ઑલિમ્પિક સ્ટેડિયમ ખાતે સમાપન સમારોહમાં ભાગ લેનારા તમામ દેશોના રાષ્ટ્રધ્વજો લઈને ધ્વજવાહક સ્ટેડિયમમાં આવ્યા ત્યારે જાણે આખું વિશ્વ એક મંચ પર આવી ગયું તેવો અદ્ભુત નજારો સર્જાયો હતોો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટોક્યો ઑલિમ્પિક સ્ટેડિયમ ખાતે સમાપન સમારોહમાં ભાગ લેનારા તમામ દેશોના રાષ્ટ્રધ્વજો લઈને ધ્વજવાહક સ્ટેડિયમમાં આવ્યા ત્યારે જાણે આખું વિશ્વ એક મંચ પર આવી ગયું તેવો અદ્ભુત નજારો સર્જાયો હતોો