પ્રિન્સ ફિલિપ : અસાધારણ માનવી જે અનોખું જીવન જીવી ગયા

    • લેેખક, જૉની ડાયમન્ડ
    • પદ, રૉયલ સંવાદદાતા

તેમના વિશે વાત કરી શકે તેવા તેમના પરિચિતો એક પછી એક વિદાય લેતા રહ્યા. ડ્યુકની છબિનાં બે પાસાં આપણી સ્મૃતિમાં રહી ગયાં છે. એક, વિમાસણમાં મુકાઈ જવાય તેવા જૉક્સ કરનારા અને રાજકીય રીતે ઇનકરેક્ટ નિવેદનો કરનારા અને ધૂની સ્વભાવના પણ પરિવારમાં સૌ કોઈને વહાલા - પણ ઘણી વાર પોતાને અને સાથીઓને વિમાસણમાં મૂકી દે તેવા.

પ્રિન્સ ફિલિપના અવસાન પછી હવે તેમનું પુનઃ મૂલ્યાંકન થશે, પણ તેઓ અનોખા માણસ હતા અને અનોખી રીતે જીવી ગયા; 20 સદીના ઊથલપાથલભર્યા બનાવો સાથે જોડાયેલા રહ્યા અને વિરોધાભાસના માણસ થઈને રહ્યા.

સંકુલ, હોશિયાર અને સતત અજંપ એવા એક માનવી.

1901માં રાણી વિક્ટોરિયાના અંતિમસંસ્કાર વખતે તેમનાં માતાપિતા એકબીજાને મળ્યાં હતાં.

તે વખતે યુરોપના ચાર દેશો સિવાયનાં બધાં રાષ્ટ્રોમાં રાજાશાહી હતી.

યુરોપના અલગઅલગ રજવાડી પરિવારો સાથે પ્રિન્સ ફિલિપનો નાતો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધને કારણે કેટલાક રાજવંશ ખતમ પણ થઈ ગયા. આમ છતાં ફિલિપ જન્મ્યા ત્યારે રાજાશાહી હજી પ્રચલિત હતી.

તેમના દાદા ગ્રીસના રાજા હતા. તેમનાં ફોઈ રશિયાના ઝારને પરણ્યાં હતાં, પણ બોલ્શેવિક ક્રાંતિમાં દંપતીની હત્યા થઈ ગઈ હતી. અને તેમનાં માતા એટલે ક્વીન વિક્ટોરિયાનાં પૌત્રી.તેમનાં ચાર મોટાં બહેનો જર્મનોને પરણ્યાં હતાં. ફિલિપ રૉયલ નેવી માટે લડતા હતા ત્યારે તેમનાં ત્રણ બહેનોએ નાઝીને સમર્થન આપ્યું હતું. પ્રિન્સ ફિલિપે તેમાંથી કોઈને પોતાનાં લગ્નપ્રસંગે આમંત્રણ આપ્યું નહોતું.

શાંતિ સ્થાપના પછી અર્થતંત્ર બેઠું થવા લાગ્યું ત્યારે ફિલિપ વધારે બ્રિટન માટે કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં પડ્યા.

તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવા, ઔદ્યોગિક ડિઝાઇન, પ્લાનિંગ, શિક્ષણ અને તાલીમને મહત્ત્વ આપવાનું જણાવ્યું હતું.

ઔદ્યોગિક ક્રાંતિની સફેદ જવાળાની વાત હેરોલ્ડ વિલ્સને કરી તેના એક દાયકા પહેલાં ફિલિપ પોતાના વક્તવ્યોમાં આધુનિકતાની વાત કરી રહ્યા હતા. ૉ

પોતાનો દેશ અને વિશ્વ સમૃદ્ધ બનશે તે પછી લોકો વધારે ઉપભોગ કરતા થશે અને તેના કારણે પર્યાવરણને નુકસાન થશે એવી વાત તેમણે સૌ પહેલાં કહી હતી.

પોતાના જીવનના પ્રથમ દાયકાના ચઢાવઉતાર અને બાદમાં અભ્યાસને કારણે તેઓ ઘડાયા.

પ્રારંભિક વર્ષોમાં તેઓ ફરતા રહ્યા હતા, કેમ કે તેમણે જન્મસ્થાન છોડીને નીકળી જવું પડ્યું અને પરિવાર વિખેરાઈ ગયો.

તેઓ જુદાજુદા દેશોમાં ફરતા રહ્યા, પણ ક્યાંય સ્થાયી ન થઈ શક્યા. તેઓ એક વર્ષના હતા ત્યારે જ કોર્ફુ દ્વીપ પર ફસાયેલા તેમના પરિવારને એક બ્રિટિશ નૌકાદળના જહાજે બચાવી લીધો હતો.

ગ્રીસમાં તેમના પિતાને ફાસીની સજા આપવામાં આવી હતી. તેમના પરિવારને ત્યાંથી ઇટાલી મોકલી દેવાયો.

બાદમાં તેમની બહેન સોફિયાએ વર્ણન કર્યું હતું કે ફિલિપે પ્રથમ વિદેશયાત્રા કરી તે આ ટ્રેનપ્રવાસ હતો.પેરિસમાં સગાએ આપેલા મકાનમાં તેઓ રહેતા હતા. પરંતુ એક જ વર્ષ પછી તેમનાં માતા પ્રિન્સેસ એલિસની માનસિક સ્થિતિ બગડી હતી.

તેઓ બ્રિટનની બોર્ડિંગ સ્કૂલમાં હતા, ત્યારે માતાને પાગલખાનામાં દાખલ કરવાં પડ્યાં અને તેમના પિતા પ્રિન્સ ઍન્ડ્રૂ તેમની પ્રેમિકા સાથે રહેવા મોન્ટેકાર્લો જતા રહ્યા હતા. ચાર બહેનો પરણીને જર્મની જતાં રહ્યાં. 10 જ વર્ષમાં ગ્રીસના રાજકુમારમાંથી તેઓ સાવ નાદાર, ઘરવિહોણા યુવાન બની ગયા હતા."સૌને લાગતું હતું કે હું અનાથ છું," એમ તેમણે એક વાર કહેલું. ઍન્ડ્રૂનું અવસાન યુદ્ધ દરમિયાન થયું. પિતાની વસ્તુઓ લેવા માટે તેઓ બાદમાં મોન્ટેકાર્લો ગયા હતા, પણ થોડાં વસ્ત્રો સિવાય કશું જ વધ્યું નહોતું.તેઓ સ્કોટલૅન્ડની ગૉર્ડનસ્ટાઉન ખાનગી સ્કૂલમાં દાખલ થયા ત્યારે હવે તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે તેમ હતા.

આ શાળામાં સમાજસેવા, ટીમવર્ક, જવાબદારી અને સન્માનના પાઠ ભણાવાતા હતા. આ જ શાળામાં રહીને ફિલિપને દરિયા સાથે પ્રેમ પણ થઈ ગયો.તેમના પુત્ર ચાર્લ્સને શાળા નહોતી ગમતી, પણ ફિલિપને બહુ ગમતી નથી. શારીરિક અને માનસિક કસરતો પર ભાર મુકાતો હતો. તેઓ સારા રમતવીર બન્યા હતા. નાઝી જર્મનીથી નાસીને આવેલા કર્ટ હાને આ શાળા સ્થાપી હતી.

શાળાનું ભણતર તેમના જીવનનું ઘડતર કરનારું બન્યું.

ફિલિપ સમજ્યા કે જીવન જીવવા માટે છે. બાદમાં તેમનાં વક્તવ્યોમાં પણ આ વાત વ્યક્ત થતી રહી હતી.

તેમણે 1958માં ઘાનામાં કહેલું, "સ્વાતંત્ર્યનું માહાત્મ્ય છે શિસ્ત અને સ્વનિયંત્રણ." યુદ્ધ પછી સારી સ્થિતિ છે, પણ "વધારે અગત્યનું એ છે કે મનુષ્યની સ્પિરિટ સરળ જીવનથી દબાઈ જવી જોઈએ નહીં", એમ તેમણે બ્રિટિશ સ્કૂલ્સ એક્સપ્લોરિંગ સોસાયટીને કહ્યું હતું.

બે વર્ષે પહેલાં તેમણે ઇપ્સવિચ સ્કૂલનાં બાળકોને કહ્યું હતું, "જીવનમાં ભૌતિક સુધારો થાય તે સાથે જ વ્યક્તિનું મહત્ત્વ વધે તે આપણા સમાજનો મહત્ત્વનો સિદ્ધાંત હોવો જોઈએ".ગૉર્ડનસ્ટાઉન શાળામાં જ ફિલિપના જીવનનો જોરદાર વિરોધાભાસ પણ ઊભો થયો હતો.

કર્ટ હાનની માન્યતા પ્રમાણે બ્રિટનમાં વ્યક્તિને અપાતું મહત્ત્વ તેને ઉદારવાદી લોકશાહીમાં નોખું પાડનારું છે.

બીજા દેશોમાં આપખુદશાહી હતી અને ત્યાંથી પોતે નાસી આવ્યા હતા. ફિલિપે પણ વ્યક્તિને કેન્દ્રમાં રાખવાની ફિલોસોફી જ અપનાવી હતી.આમ છતાં જિંદગીભર, પ્રથમ નૌકાદળમાં અને બાદમાં રાજમહેલમાં તેઓ પરંપરાનું ચુસ્ત રીતે પાલન કરતા રહ્યા, તેઓ કમાન્ડ અને દરજ્જાને મહત્ત્વ આપતા રહ્યા.

જેમ રાજપરિવારના લોકો પર અવારનવાર તહોમત લગાવવામાં આવે છે એમ શું પ્રિન્સ ફિલિપની કથની અને કરણી જુદાં હતાં? કે પછી સેવા કરવી જ તેમનો પ્રથમ અને આખરી ધ્યેય હતો?

રૉયલ નેવીના સૌથી યુવાન લેફ્ટનન્ટ

ડાર્ટમાઉથ નેવલ કૉલેજમાં 1939માં તેમના જીવનની બે પસંદગીની બાબતો વચ્ચે ખેંચતાણ થવાની હતી.

તેઓ ગૉર્ડનસ્ટાઉન ખાતે વહાણ ચલાવતા શીખ્યા હતા, ડાર્ટમાઉથમાં તેઓ નેતાગીરી શીખવાના હતા.

તેઓ હંમેશાં જીતવા માટેનો આગ્રહ રાખતા તે દેખાઈ આવતું હતું. બીજા કરતાં તેઓ કૉલેજમાં મોડા દાખલ થયા હતા, આમ છતાં 1940માં તેઓ ક્લાસમાં પ્રથમ આવ્યા હતા.

આગળ પોર્ટ્સમાઉથમાં તાલીમમાં પણ તેમને પાંચ વિષયોમાંથી ચારમાં ટૉપ ગ્રેડ મળ્યા હતા. તેઓ રૉયલ નૅવીના સૌથી યુવાન લેફ્ટનન્ટ બન્યા હતા.તેમના પરિવારમાં નૌકાદળની ચાહત પહેલેથી હતી. તેમના નાના રૉયલ નૅવીના કમાન્ડર ફર્સ્ટ સી લોર્ડ હતા.

તેમના કાકા "ડિકિ" માઉન્ટબેટન ડિસ્ટ્રોયરના કમાન્ડર હતા ત્યારે ત્યાં તાલીમ માટે ફિલિપ હતા. તેમણે યુદ્ધમાં બહાદુરી અને ચાલાકી પણ દાખવ્યા હતા. ગૉર્ડનસ્ટાઉનના કર્ટ હાને લખ્યું હતું કે "તાકાતની કસોટી આપવાની હોય ત્યાં પ્રિન્સ ફિલિપ કોઈ પણ વ્યવસાયમાં ખીલી ઊઠશે."

જોકે આ પ્રતિભાશાળી અને મહત્ત્વાકાંક્ષી યુવાન વિશે કેટલાકને શંકા પણ હતી.

શાંતિના સમયગાળામાં તેમણે પોતાના માણસોને બહુ જ મહેનત કરાવી હતી.

તેમના બાયોગ્રાફરે લખ્યું છે કે "તેમનામાં કોઈ ખામી હોય તો એ હતી કે તેઓ સહનશીલ નહોતા." આવી ટીકા તેમની થતી રહી હતી. બીજા એક બાયોગ્રાફરે લખ્યું કે "તેમના એક સૈનિકે જણાવ્યું હતું કે તેઓ તેમની નીચે કામ કરવાના બદલે મરી જવાનું પસંદ કરશે."યુદ્ધના ભણકારા ફરી વાગવા લાગ્યા ત્યારે 1939માં ડાર્ટમાઉથમાં તેમને ફરી ખાતરી થઈ કે નૌકાદળ જ તેમનો જીવનનો હેતુ છે.

તેઓ સમુદ્રના પ્રેમમાં પડી ગયા હતા. બાદમાં તેમણે કહ્યું હતું, "આ એક જબરું માસ્ટર કે મિસ્ટ્રેટ છે. તેનો મિજાજ અનોખો હોય છે." જોકે દરિયામાં તેમનો સ્પર્ધક પણ જાગવાનો હતો.રાજા જ્યોર્જ સિક્સ્થ નેવલ કૉલેજની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની સાથે ફિલિપના કાકા પણ હતા.

સાથે જ તેમનાં દીકરી રાજકુમારી ઍલિઝાબેથ પણ હતાં. ફિલિપને તેમની દેખભાળ રાખવાની જવાબદારી સોંપાઈ હતી.

તેમણે ટૅનિસ કોર્ટમાં પોતાની પ્રતિભા દાખવીને તેમને પ્રભાવિત કરવાની કોશિશ કરી. તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર, મળતાવડા, દેખાવડા અને ગાદી વિનાના રાજપરિવારના વંશજ હતા.

ઍલિઝાબેથ સુંદર હતાં, થોડાં લાડકોડમાં ઉછર્યાં હતાં, થોડાં ગંભીર હતાં અને ફિલિપના પ્રેમમાં પડી ગયાં હતાં.

કાંતો તેમણે દરિયો પસંદ કરવો પડે, કાં સુંદર યુવતી?

શું ત્યારે તેમને ખ્યાલ હતો ખરો કે બે બાબતો સામસામે આવી જશે?

કાં તો તેમણે દરિયો પસંદ કરવો પડે, કાં તો સુંદર યુવતી? જોકે તેમના 1948માં લગ્ન થયાં તે પછી તેમણે બંને કામ સાથે કર્યા હતા.

નવાંનવાં લગ્ન થયાં હતાં અને માલ્ટામાં તેમના કમાન્ડમાં આખું જહાજ હતું.

ત્યાં બે વર્ષ તેમણે આનંદમાં વિતાવ્યાં. જોકે બીમારી અને રાજા જ્યૉર્જ (છઠા)ના વહેલા અવસાનથી તેનો અંત આવ્યો.તેમને જણાવાયું ત્યારે જ તેમને ખ્યાલ આવી ગયો કે હવે શું થશે.

તેઓ કેન્યામાં હતા અને સાથે રાજકુમારી ઍલિઝાબેથ પણ હતાં. પ્રિન્સ ફિલિપે જ પોતાનાં પત્નીને જણાવાયું કે રાજાનું અવસાન થયું છે.

માઇક પાર્કર કહે છે, "તેમના માથે જાણે વજ્રાઘાત થયો". તેઓ ખુરસીમાં ફસડાઈ પડ્યા અને ચહેરા તથા છાતીને અખબારની ઢાંકીને પડ્યા રહ્યા.

તેમનાં રાજકુમારી હવે રાણી બની ગયાં છે. તેમની દુનિયા હવે કાયમ માટે બદલાઈ ગઈ છે.પોતાની લાગણી ભાગ્યે જ પ્રગટ કરનારા ફિલિપે નૌકાદળ છોડવું પડ્યું તે વિશે પ્રામાણિકતાથી વાત કરી હતી.

"એવું તો ક્યારેય હતું જ નહીં કે માત્ર આ જ. એ ખરું કે મને નૌકાદળમાં કરિયર પૂરી કરવાનો અફસોસ રહી ગયો". ભૂતપૂર્વ એડમિરલ લોર્ડ વેસ્ટ કહે છે કે ફિલિપે પોતાની ફરજ નિભાવી હતી.

પરંતુ નૌકાદળ છોડવું પડ્યું "તે તેમના માટે બહુ મોટું નુકસાન હતું. હું એ જાણું છું."

રાજકુમારી મહારાણી બન્યાં પ ફિલિપ રાજા નહીં

રાજકુમારી હવે મહારાણી બન્યાં ત્યારે ફિલિપના જીવનનો બીજો વિરોધાભાસ પણ દેખાયો.

અત્યાર સુધી તેઓ પુરુષથી ઘેરાઈને ઉછર્યા હતા. તેઓ બહુ મજબૂત માણસ હતા અને પુરુષપ્રધાન સ્થિતિમાં જ કામ કરતાં રહ્યા હતા.

તેઓ મર્દાનગી પસંદ કરતા હતાં. પ્રથમ પુત્ર ચાર્લ્સના જન્મ વખતે તેમણે માઇક પાર્કરને કહ્યું હતું, "પુરુષ હોય તેને જ દીકરો થાય." આમ છતાં તેઓ રાતોરાત અને તે પછીના 65 વર્ષો સુધી પોતાનાં પત્ની અને રાણીને સમર્થન આપતા રહ્યા.તેઓ રાણીથી એક ડગલું પાછળ ચાલતા. તેમણે પોતાની કારકિર્દી છોડી દીધી. કોઈ રૂમમાં રાણી પછી દાખલ થવાનું થાય તો સૉરી બોલી દેતા.

રાણીનો રાજ્યાભિષેક થયો ત્યારે ઘૂંટણીયે પડીને તેમનો હાથ હાથમાં લીધો અને પ્રતિજ્ઞા લીધી કે "સદાય તમારો બની રહીશ."

તેમનાં સંતાનોને તેમની અટક માઉન્ટબેટન પણ મળી નહીં. એક વખત તેમણે કહેલું, "હું તો માત્ર અમીબા છું બસ." પણ કંઈ થઈ શકે તેમ નહોતું. તેઓ રાણી હતાં અને તેઓ તેમનાં પતિ.બદલાયેલી પરિસ્થિતિ વિશે પ્રિન્સ ફિલિપે વાત પણ કરી હતી. રાણી ગાદીએ બેઠાં તે પહેલાં તેમણે કહેલું, "ઘરની અંદર હું સહજ રીતે મુખ્ય ભૂમિકામાં છું. લોકો મને આવીને પૂછતાં કે શું કરવાનું છે. 1952 પછી સ્થિતિ સમગ્ર રીતે બદલાઈ ગઈ."

મહેલમાં જીવન વિતાવવું આકરું હતું.

માર્કર કહે છે, "ફિલિપની સતત મજાક-મસ્તી, ટીખળ થતી હતી. મને લાગે છે કે તેમના બહુ મિત્રો પણ નહોતા અને મદદનીશો પણ નહોતા."

કદાચ તેમાં ફિલિપનો પણ વાંક હતો. એક બાયોગ્રાફરે લખ્યું છે કે પ્રારંભના વર્ષોમાં સ્ટાફ માટે તેમની સાથે કામ કરવું મુશ્કેલ બની ગયું હતું.

દરબારમાં કેટલાક તેમના પર શંકા પણ કરતા હતા. તેઓ સાહસિક હતા. તેમનું જર્મન લોહી હતું અને નાઝી જર્મનીને હરાવ્યા પછીનો આ ગાળો હતો.આના પ્રતિસાદમાં ફિલિપ પોતાની પ્રવૃત્તિઓમાં લાગી ગયા હતા.

વિદેશપ્રવાસે તેઓ રાણી સાથે જતા, પણ પછી રમતગમત, ઉદ્યોગ, સંશોધનના કામમાં લાગી જતા.

રાણી હંમેશાં તેમને પ્રવાસમાં સાથે લઈ જતાં, પણ તેઓ પોતે અનેક વાર એકલા જ પ્રવાસે જતા.

1950 અને 1960ના દાયકામાં સામ્રાજ્યો તૂટવા લાગ્યા ત્યારે તેઓ જ વિધિ વખતે હાજર રહેતા હતા.

બ્રિટનમાં તેઓ અનેક પ્રોજેક્ટ્સ ચલાવતા

બ્રિટનમાં તેઓ અનેક પ્રોજેક્ટ્સ ચલાવતા હતા. યુવા, વિજ્ઞાન, રમતગમત માટે તેઓ કામ કરતા રહ્યા. તેઓ ક્રિકેટ, સ્કવોશ, પોલો રમતા, તરણ કરતા, હોડી ચલાવતા અને અશ્વસવારી કરતા.

તેમણે વિમાન ઉડાવવાનું પણ શીખી લીધું અને પોતાની તસવીરોને જાતે ડેવલપ કરવાનું પણ શીખ્યા.મહેલની અંદર તેઓ આધુનિકીકરણ કરનારા હતા. તેઓ મહેલમાં ફરતા રહેતા અને શું ચાલી રહ્યું છે તેના પર નજર રાખતા.

તેમણે સેન્ડ્રીંગમ ઍસ્ટેટનો કારભાર હાથમાં લઈ લીધેલો અને તેનો સારો એવો વિકાસ કરેલો.

એક બાયોગ્રાફરે લખ્યું છે, "તેઓ માનતા હતા કે તેમનું ક્રિયેટિવ મિશન છે. રાજાશાહીને ડાયનેમિક, સહભાગી અને જવાબદારી સંસ્થા તરીકે તેઓ દેખાડવા માગતા હતા, કે જેથી બ્રિટિશ સમાજની કેટલી સમસ્યાઓ તરફ રાજાશાહી ધ્યાન પણ આપી શકે."તેઓ યુવાન હતા અને દેખાવડા હતા. સતત હસતા અને મજાક કરતા રહેતા અને કૅમેરા સામે સહજ રહેતા.

1950ના દાયકામાં બૉય્ઝ ક્લબની મુલાકાત લીધેલી ત્યારે લેવાયેલી તસવીરમાં તેમનું ભરાવદાર હાસ્ય દેખાય છે. સૌ કોઈ તેમની નજીક જવા માગતા હોય તેવું તસવીરમાં લાગે છે.બકિંઘહામ પૅલેસમાં પ્રથમ માળે તેમનો સ્ટડી રૂમ હતો, જ્યાંથી બગીચો અને ગ્રીન પાર્ક દેખાય છે.

રૂમમાં હજારો પુસ્તકો હતાં. સાથે જ તેમણે કમાન્ડ સંભાળેલી તે HMS Magpie જહાજનો નમૂનો પણ રાખતા.

તેઓ અહીં બેસીને સંશોધન કરતા અને પોતાનાં ભાષણો ટાઇપ કરતા (1986માં તેમણે વર્ડ પ્રોસેસર ખરીદેલું અને કહેતા કે આ જબરું ગૅજેટ છે.) દર વર્ષે તેઓ 60થી 80 પ્રવચનો આપતા અને તેમાં વિવિધ વિષયોને આવરી લેતા.તેમાંથી પણ તેમનો એક સ્વભાવ દેખાતો હતો. તેઓ પ્રવચન વખતે વિધિઓ થાય ત્યારે બેઠા રહેતા, પણ અકળાતા રહેતા.

તેમણે ચેસ્ટરફિલ્ડ કૉલેજ ઑફ ટેક્નોલૉજીના વિદ્યાર્થીઓને કહેલું કે "તમે મને સાંભળી શકો તે માટે વ્યવસ્થા કરવામાં બહુ બધો સમય અને શક્તિ વેડફાય છે. સૌને ખબર છે ઇમારત ખૂલી ગઈ છે, પણ તેને હું ખુલ્લી જાહેર કરું તેમાં આટલો સમય લાગી જાય છે."

આધુનિર પ્રિન્સનો પર્યાવરણપ્રેમ

બહુ બધા વિષયોમાં તેમને રસ પડતો અને તેઓ એક ખેડૂત પણ હતા. તેમણે વિદેશમાં અનેક પ્રવાસો કર્યા હતા અને અનેક પ્રસંગો યાદગાર પણ બન્યા હતા.આધુનિકતા તરફ ઝુકાવ હોવા છતાં તેઓ રૂઢિચુસ્ત હતા, મોટાં શહેરો વિશે થોડા સાશંક પણ રહેતા હતા.

શહેરના લોકો કારમાંથી કચરો ફેંકે છે એવી વાત કરીને તેમણે નગરજનો વિશે વાતો કરેલી. તેમણે કૉમનવેલ્થ કૉન્ફરન્સ ઑન ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સને સંબોધતા કહેલું કે "સિદ્ધાંતોની જટિલતા વ્યાવહારિક પ્રયત્નોને ખતમ કરી દે છે."પર્યાવરણના વિષયને લોકો સમજતા થયા તે પહેલાંથી તેઓ પર્યાવરણપ્રેમી હતા.

તેમણે "કુદરતનું અમર્યાદ નુકસાન થઈ રહ્યું છે" તેની સામે ચેતવણી આપેલી. 1982માં તેમણે કાર્બન ડાયોક્સાઇડના મુદ્દાની પણ વાત કરી. આજે આપણે સૌ તે મુદ્દે ચર્ચા કરીએ છીએ.

તેમણે કહેલું, "ઉદ્યોગોના વિકાસના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ જમા થાય છે અને તેના કારણે ગ્રીનહાઉસ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે."

તેઓ હંમેશાં પોતાને ઓછું આંકતા અને કહેતા કે શા માટે તમારે મને સાંભળવો જોઈએ, "મને સેલ્ફ-ગવર્નમેન્ટનો બહુ ઓછો અનુભવ છે. હું તો બહુ સંચાલિત પ્રકારનો માણસ છું."

જાહેર સભાઓમાં ભાષણ આપવા અને સાંભળવા વિશે તેમણે અનેક વખત ટિપ્પણી કરી હતી. બ્રસેલ્સ ઍક્સ્પોમાં 1958માં તેમણે કહેલું, "મને લાગે છે કે હું દાવો કરી શકું કે પ્રદર્શનમાં ફરવામાં હું કુશળ છું." તેમને લાગતું કે આવા કાર્યક્રમોમાં ભાષણો આપવાને કંટાળાજનક ઔપચારિકતા માનતા અને આ ઔપચારિકતા તેમણે પૂરી કરવાની રહેતી ભલે પછી તેઓ પોતાના ભોગે દર્શકોને હસાવીને ખુશ કરતા હતા.

પ્રિન્સનું વ્યવહારુ વ્યક્તિત્વ

તેમના જીવનમાં બીજો પણ વિરોધાભાસ હતો.

પ્રિન્સ ફિલિપ એવી વ્યક્તિ હતા જે હંમેશાં એ વાતનો ખ્યાલ રાખતા કે જીવન સારી રીતે કેમ વિતાવવામાં આવે. કેવી રીતે સારું અને નૌતિક જીવન જીવવામાં આવે.

તેઓ 2017માં જાહેરજીવનમાંથી નિવૃત્ત થયા ત્યારે જાહેરમંચ પરથી તેમના બોલવામાં થયેલા ગોટાળા અને તેમની કડવી ટિપ્પણીઓની લાંબી યાદી હતી.તેઓ એક અકળાયેલી વ્યક્તિ જેવા દેખાતા. કેટલીક વખત તેઓ પાતનાં નિવેદનોથી લોકોને અચંબિત કરી નાખતા.

કદાચ એટલા માટે કે તેઓ દરેક વસ્તુ બેગણી ઝડપથી સારી રીતે કરવામાં માનતા હતા. કદાચ આની પાછળ વારસામાં માતા તરફથી મળેલું બહેરાપણું હોઈ શકે. પરંતુ મૂળ રીતે તેમનું વર્તન ખરાબ હતું, બીજાને શું લાગશે તેની પરવા કરતા નહોતા અને ઊંચા હોદ્દા પર બેઠા હતા એટલે બેપરવા હતા.તેમને રાજી ન કરી શકે તેમની સાથે તેઓ ઝઘડી પડતા. પણ રાજી કરે તેમને ઘણો આભાર પણ માનતા હતા.દાયકાઓ પાછળ નજર કરીએ તો બે વિરોધાભાસ અલગ તરી આવે છે.

એક જાહેરમાં જીવાયેલું જીવન અને બીજું તેમનું ખાનગી અંગત જીવન.

નાની ઉંમરે દોડભાગ કરનાર કિશોર બહુ ઝડપથી પોતાના અંગત જીવનને જાહેર ન થવા દેવાનું શીખી ગયો હતો. મહેલની અંદર જ તેમની દુનિયા બની ગઈ હતી.

તેમના મોટા ભાગના બાયોગ્રાફર કહે છે કે તેમને અંગત બાબતો વિશે પ્રશ્નો કરાયા ત્યારે બરાબર જવાબો મળ્યા નહોતા. "એ બધું જવા દોને".

તેમણે પોતાના પુત્ર ચાર્લ્સ વિશે એક વાર કહેલું: "એ રોમૅન્ટિક છે, હું વ્યવહારુ છું. હું દુનિયાને રોમૅન્ટિકની જેમ ના જોઉં, એટલે મને લાગણીહીન ગણવામાં આવે."

એ વાત ખરી કે તેમના પર આવા આક્ષેપોથી તેમને બહુ લાગી આવતું હતું. જોકે આ વિશે તેમના મનમાં શું હતું તે તેમણે ક્યારેય જાહેર ના કર્યું.

અસલી ફિલિપ : કોઈ વિધિઓ નહીં, હોદ્દાઓની પરવા નહીં, સૌની સાથે હળીમળીને વાતો કરતા

બીજો મોટો વિરોધભાસ એ હતો કે એક બાજુ સતત જાહેર જીવનમાં વ્યસ્ત રહેતા અને પછી એકદમ અંગત જીવનમાં એકાકી થઈ જતા.

પરિવાર હતો ખરો, પણ તેમનાં બધાં બહેનો તેમની પહેલા વિદાય લઈ ચૂક્યાં હતાં. પણ તેમની ભાગ્યે જ કોઈ સાથે સારી મિત્રતા હશે.

એકાકી સ્વભાવ એનું કારણ હતું. તેમના એક બાયોગ્રાફરે લખ્યું છે "તેમને એવું જીવન ન મળ્યું જેમાં મિત્રતા થઈ શકે."

અને રાજપરિવારના હોવાને કારણે આ એક રીતે કેદમાં પૂરાઈ જવા જેવું પણ હોય છે.

1970ના દાયકામાં વડા પ્રધાન જેમ્સ કેલાગેને કહેલું, "તમને રાજવી પરિવાર મૈત્રીપૂર્ણ સંબંધ ઑફર કરે, મૈત્રી નહીં."

રૉયલ મરીનના મેજર જનરલ ચાર્લ્સ સ્ટિકલૅન્ડ યાદ કરતાં કહે છે કે તેઓ નોર્વે આવ્યા હતા, અને સૌને 'હેલ્લો' કર્યા બાદ કમાન્ડિંગ ઑફિસર સાથે ભોજન કરવાનું હતું. તેના બદલે તેમણે "બે કૉર્પોરેલને કહ્યું કે ભોજન લઈ આવો. તે પછી સૌ સાથે બેસીને વાતો કરતા રહ્યા. તેમણે યુવાનોને પ્રેરણા આપવાની હતી કે શા માટે રૉયલ મરીનમાં કામ કરવું એ મજાનું છે".પણ એ જ અસલી ફિલિપ હતા. કોઈ વિધિઓ નહીં, હોદ્દાઓની પરવા નહીં, તેઓ સૌની સાથે હળીમળીને વાતો કરતા રહ્યા.તેમનો એકાકી રહેવાનો આગ્રહ, તેમનો હોદ્દો અને તેમને જાણનારા અત્યાર કોઈ છે નહીં, એટલે તેમના વિશે સાચી સમજ આપણને કોઈ આપી શકે તેમ નથી. પણ કદાચ તેઓ માણસ જ એવા હતા કે આપણે તેમને બરાબર સમજી શકીએ નહીં. તેઓ વિરોધભાસના માણસ હતા.તમારા જીવનનો શું અર્થ છે એવો પ્રશ્ન એક વાર તેમને પૂછાયેલો (આવા પ્રશ્નથી બહુ ખીજાઈ પણ જતા).

શું માત્ર રાણીને સમર્થન આપવું એટલો જ અર્થ છે? તેમણે જવાબમાં કહેલું, "બિલકુલ, બિલકુલ." તેઓ આગેવાની લઈ શકે તેમ હતા, પણ તેઓ પોતાને લીડર તરીકે જોતા નહોતા.

તેઓ પોતાની સિદ્ધિઓને હંમેશાં ઓછી આંકતા રહ્યા. 1948માં ફ્રિડમ ઑફ ધ સિટી ઑફ લંડન ઍવૉર્ડ સ્વીકારતી વખતે તેમણે પોતાને અને અન્યોને "અનુયાયીઓ" તરીકે ગણાવેલા.

તેમણે નમ્રતા સાથે કહેલું, "અમે માત્ર એટલી રીતે જુદા છીએ કે અમને જે કહેવામાં આવે છે તે અમે કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ અને કરતાં રહીએ છીએ."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો