You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીને બીબીસી વર્લ્ડ ટીવીને પ્રતિબંધિત કર્યું
ચીને બીબીસી વર્લ્ડ ટેલિવિઝનનું ચીનમાં પ્રસારણ પ્રતિબંધિત કરી દીધું છે.
ચીનનો દાવો છે કે બીબીસી અયોગ્ય અને અસત્ય પત્રકારત્વ કરી રહ્યું છે.
બીબીસીના કોરોનાવાઇરસ મહામારી અને શિનજિયાંગમાં વીગર મુસલમાનોના શોષણ અંગેના અહેવાલોની ચીને આલોચના કરી છે.
એક નિવેદનમાં બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીનમાં ઇન્ટરનેટ અને મીડિયા પર સૌથી કડક પાબંદી લાદી છે.
નિવેદનમાં કહ્યું છે કે ચીનનો આ ફેંસલાથી દુનિયા સામે તેની શાખ ઘટશે.
ગયા અઠવાડિયે બ્રિટનના મીડિયા નિયામક ઑફકૉમે ચીનના સરકારી નિયંત્રણવાળા ચેનલ સીજીટીએનનું પ્રસારણ લાઇસન્સ નિલંબિત કરી દીધું હતું.
જ્યારે બીબીસીના એશિયા એડિટરનું કહેવું છે કે ચીનમાં બીબીસી વર્લ્ડ સર્વિસ ટીવીને પ્રતિબંધિત કરવાની ઝાઝી અસર નહીં થાય, કેમકે ચીનમાં આ ચેનલ મોટાભાગના લોકો માટે પહેલાંથી જ ઉપલબ્ધ નથી.
બીબીસી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, "અમને દુખ છે કે ચીનના પ્રશાસને આ પગલું ઉઠાવ્યું છે. બીબીસી વિશ્વના સૌથી વિશ્વસની. આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રસારકોમાંથી એક છે અને દુનિયાભરમાં સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે, નિડર રહીને અને પક્ષપાત કર્યા વગર રિપોર્ટિંગ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો