બ્રિટન બાદ હવે ફ્રાંસમાં પણ મળ્યો કોરોનાનો નવો ખતરનાક પ્રકાર

બ્રિટન બાદ હવે ફ્રાંસમાં પણ કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ મળ્યો છે. કોરોના વાઇરસનો આ પ્રકાર વધુ ખતરનાક માનવામાં આવે છે. આ એ જ પ્રકાર છે, જે થોડ દિવસો પહેલાં બ્રિટનમાં મળ્યો હતો.

ફ્રેન્ચ સ્વાસ્થ્યમંત્રાલયે કહ્યું છે કે આ નવા વેરિઅન્ટથી ચેપગ્રસ્ત વ્યક્તિ ટુઅર્સ શહેરમાં રહે છે અને તે 19 ડિસેમ્બરે યૂકેથી પરત ફરી છે. વાઇરસના આ નવા પ્રકારને વધારે ઝડપથી સંક્રમણ ફેલાવનારો ગણવામાં આવે છે.

મંત્રાલયનું કહેવું છે કે વ્યક્તિ ઍસિમ્પ્ટેમેટિક છે અને તેણે પોતાને આઇસોલેટ કરી દીધી છે. નોંધનીય છે કે બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ મળ્યા બાદ કેટલાંય રાષ્ટ્રોએ ત્યાંના પ્રવાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

બ્રિટન ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વારઇસનો નવો પ્રકાર મળ્યો હોવાની પુષ્ટિ કરાઈ છે. કોરોના વાઇરસના આ નવા વેરિઅન્ટે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.

વધારે મ્યૂટેટેડ વાઇરસ

બ્રિટનમાંથી જ કોરોના વાઇરસનો એક નવો વેરીઅન્ટ યાને કે પ્રકાર કે સ્વરૂપ સામે આવ્યું છે જે અગાઉ મળેલા પ્રકાર કરતાં પણ વધારે ખતરનાક છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકૉકે બુધવારે કહ્યું કે કોરોના વાઇરસના નવા વેરીઅન્ટના બે કેસો સામે આવ્યા છે.

કોરોના વાઇરસનો આ નવો વેરીઅન્ટ પહેલી વાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.

બ્રિટનમાં જે બે લોકો આ કોરોનાના આ નવા પ્રકારથી સંક્રમિત થયા છે તેમણે તાજેતરમાં જ આફ્રિકાની યાત્રા કરી હતી.

મૈટ હૈનકૉક મુજબ દક્ષિણ આફ્રિકામાં મળેલો આ નવો વેરીઅન્ટ બ્રિટનમાં હાલ જેને ભયજનક ગણાવાય છે તે વેરીઅન્ટ કરતાં પણ વધારે ખતરનાક છે અને ઝડપથી ફેલાનારો અને વધારે મ્યૂટેટેડ છે.

એમણે આ વેરીઅન્ટનો પ્રસાર ખૂબ ચિંતાજનક ગણાવ્યો છે.

વાઇરસ સ્વરૂપ કેમ બદલે છે?

બ્રિટનમાં મળી આવેલા કોરોના વાઇરસના નવા વેરીઅન્ટ યાને કે પ્રકાર કે સ્વરૂપે મહામારીમાં ચિંતા વધારી છે.

જ્યારથી મહામારી શરૂ થઈ છે ત્યારથી વૈજ્ઞાનિકો કોરોના વાઇરસના જનીન સ્વરૂપોમાં આવી રહેલા બદલાવનો અભ્યાસ કરી તેના પર નજર રાખી રહ્યા છે.

બધા જ વાઇરસ કુદરતી સ્વરૂપો બદલે છે અને સાર્વ-કોવિ-2 પણ તેમાંથી બાકાત નથી. તે એક મહિનામાં બેથી ત્રણ વખત બદલાય છે.

વાઇરસના ગુણધર્મોમાં ઓછી અસર છોડે તો પણ સ્વરૂપમાં બદલાવ એક સામાન્ય રીતે ઘટના છે.

ડૉ. લૂસી વાન ડોર્પ અનુસાર મોટાભાગના માત્ર વાહક જ હોય છે. તેઓ યૂકેની યુનિવર્સિટી કૉલેજમાં વાઇરસના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિષયનાં નિષ્ણાત છે.

તેઓ કહે છે, "મ્યુટેશન એટલે કે જનિનકોડમાં બદલાવ ભાગ્યે જ ખરાબ પરિણમે છે. અત્યાર સુધી સાર્વ-કોવિ-2ના જેટલા મ્યુટેશન જોયા છે તેમાં તેઓ મોટાભાગે વાઇરસ વાહક જ બન્યાં છે."

"તેઓ વાઇરસનો મુખ્ય ગુણધર્મ નથી બદલતા. તેઓ માત્ર તેના વાહક બને છે."

જોકે ક્યારેક તેનો બદલાવ વાઇરસને એ રીતે ફાયદો પહોંચાડે છે જેમાં તે તેની ટકી રહેવાની અને વૃદ્ધિ કરવાની ક્ષમતા વધી જાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો