કોરોના વાઇરસ : કોરોના વાઇરસનો બીજો એક ખતરનાક પ્રકાર મળ્યો, મૂળ દક્ષિણ આફ્રિકામાં

    • લેેખક, જેમ્સ ગૈલાઘર
    • પદ, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

બ્રિટનમાંથી જ કોરોના વાઇરસનો એક નવો વેરીઅન્ટ યાને કે પ્રકાર કે સ્વરૂપ સામે આવ્યું છે જે અગાઉ મળેલા પ્રકાર કરતાં પણ વધારે ખતરનાક છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકૉકે બુધવારે કહ્યું કે કોરોના વાઇરસના નવા વેરીઅન્ટના બે કેસો સામે આવ્યા છે.

કોરોના વાઇરસનો આ નવો વેરીઅન્ટ પહેલી વાર દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો છે.

બ્રિટનમાં જે બે લોકો આ કોરોનાના આ નવા પ્રકારથી સંક્રમિત આવ્યા છે તેમણે તાજેતરમાં જ આફ્રિકાની યાત્રા કરી હતી.

મૈટ હૈનકૉક મુજબ દક્ષિણ આફ્રિકામાં મળેલો આ નવો વેરીઅન્ટ બ્રિટનમાં હાલ જેને ભયજનક ગણાવાય છે તે વેરીઅન્ટ કરતાં પણ વધારે ખતરનાક છે અને ઝડપથી ફેલાનારો અને વધારે મ્યૂટેટેડ છે.

એમણે આ વેરીઅન્ટનો પ્રસાર ખૂબ ચિંતાજનક ગણાવ્યો છે.

તાજેતરના ઘટનાઓને લઈને દક્ષિણ આફ્રિકાની યાત્રા પર હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત પાછલા 15 દિવસમાં દક્ષિણ આફ્રિકાની યાત્રા કરનાર કે તેમના સંપર્કમાં આવનાર લોકોને તરત જ ક્વૉરેન્ટીન થવાના નિદેશ આપવામાં આવ્યા છે.

કોરોના વાઇરસનો આ નવો પ્રકાર દક્ષિણ આફ્રિકામાં પણ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.

દક્ષિણ આફ્રિકાથી અનેક દેશમાં

દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રી જ્વેલી મિખાઇઝે કહ્યું કે આ નવા પ્રકારના સંપર્કમાં આવીને 'યુવાઓ અને સ્વસ્થ લોકો પણ ખૂબ ખરાબ રીતે બીમાર પડી રહ્યા છે.'

વળી, ત્યાં જ દક્ષિણ આફ્રિકાના વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ નવો પ્રકાર ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એણે અનેક દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે.

હાલ કોરોના વાઇરસના આ પ્રકારનું અધ્યયન થઈ રહ્યું છે અને હજી સુધી જે જાણકારી સામે આવી છે એ એટલી જ છે કે તે ખૂબ ઝડપથી ફેલાય છે.

દક્ષિણ આફ્રિકામાંથી મળેલો કોરોના વાઇરસનો આ પ્રકાર બ્રિટનમાં મળેલા પ્રકારથી મળતો આવે છે પંરતુ બેઉ અલગ અલગ રીતે વિકસિત થયાં છે.

આ બેઉ વેરીઅન્ટમાં N501Y નામનું મ્યૂટેશન થયું છે જે શરીરના કોષિકાઓને અસર પહોંચાડે છે.

આ દરમિયાન બ્રિટનમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 39,239 કેસો સામે આવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો