You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન આત્મઘાતી બ્લાસ્ટ : 'હું માંડ સો મીટર દૂર ઊભો હતો, ત્યારે જોરદાર ધડાકો થયો'
અફઘાનિસ્તાનમાં શૈક્ષણિક સંસ્થા બહાર થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 18 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ધડાકો એક ખાનગી સંસ્થાની બહાર થયો છે, જ્યાં ઉચ્ચ શિક્ષણ ઘણા કોર્સ થાય છે.
સિયા મુસલમાનોની બહુમતી ધરાવતા દશ્ત-એ-બાર્ચી વિસ્તારની ઇમારતમાં સમાન્ય દિવસોમાં સેંકડો લોકો હોય છે.
અનેક ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.
ઇસ્લામિક સ્ટેટ સમૂહે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી છે પણ કોઈ પુરાવા રજૂ નથી કર્યા.
આ પહેલાં તાલિબાને હુમલામાં સામેલગીરી નકારી કાઢી હતી.
ગૃહમંત્રાલયના પ્રવક્તા તારીક એરિયને એક નિવેદનમાં કહ્યુ છે કે "એક આત્મઘાતી હુમલાખોરે ઇમારતની અંદર ઘૂસવાની કોશિશ કરી. સુરક્ષાકર્મીઓને ખબર પડી ગઈ તો એને એને દરવાજા પર જ ધડાકો કરી દીધો."
એક સ્થાનિક નાગરિક અલી રેઝાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે મૃતકો પૈકી મોટાભાગે એ વિદ્યાર્થીઓ છે, જેઓ ઇમારતમાં દાખલ થવા માટે બહાર રાહ જોઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે જ્યારે જોરદાર ધડાકો થયો, ત્યારે હું માંડ સો મીટર દૂર ઊભો હતો.
નજીકનાં અઠવાડિયાંમાં અફઘાનિસ્તાનમાં હિંસાની ઘટનાઓ વધી છે, જેમાંથી મોટાભાગના હુમલા તાલિબાને કર્યા છે.
અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદી સંગછન સિયા સમુદાયને નિશાન બનાવતા રહે છે.
શનિવારે થયેલો હુમલો પહેલો એવો હુમલો નથી જેમાં શૈક્ષણિક સંસ્થાને નિશાન બનાવાઈ હોય.
ઑગસ્ટ 2018માં એક હુમલામાં 48 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. એ હુમલાની જવાબદારી પણ ઇસ્લામિક સ્ટેટ સમૂહે લીધી હતી.
આ વર્ષે જ એક મૅટરનિટી સેન્ટર પર થયેલા હુમલામાં 24 મહિલાઓ અને બાળકોનાં મૃત્યુ થયાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો