અઝરબૈજાન-આર્મેનિયા યુદ્ધ : 'લાઇટ ચાલુ કરીએ તો બૉમ્બ વરસવાનો ડર'

બીબીસી સંવાદદાતા મરીના કાતાઇવા અઝરબૈજાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા શહેર સ્તેપનાકિયર્ત પહોંચ્યાં તો તેમણે જોયું કે શહેરનો લાકો હજુ પણ ભોંયરાંમાં રહે છે.

સ્તેપનાકિયર્તમાં અમે સપ્તાહ પહેલાં જ્યાં ઊભા હતાં ત્યાં આજે પણ કશું બદલાયું નથી.

રસ્તાઓ ખાલી છે. કેટલીક ગાડીઓ છે. દુકાનો બંધ છે. સાંજ પળવાની છે પણ શહેર સંપૂર્ણરીતે અંધારામાં ડૂબી ગયેલું ભાસે છે. સ્તેપનાકિયર્તમાં વીજળી છે જોકે, શહેરના લોકો ઘરની લાઇટો ચાલુ નથી કરતા. એમને ભય છે કે એવું કરશે તો તેમના પર ડ્રૉનથી હુલો કરી દેવાશે.

અમે શહેરની જે હોટલમાં રોકાયાં હતાં, તેના મૅનેજરે અમને જણાવ્યું કે ઓરડાની લાઇટો ચાલુ નહીં કરી શકાય.

સ્થાનિક નાગરિક તિગરાને અમને જણાવ્યું કે શહેર પર કેટલાય દિવસોથી બૉમ્બ નથી વરસાવાયા એમ છતાં પણ લોકો ઍપાર્ટમૅન્ટને બદલે બૅઝમૅન્ટમાં રહી રહ્યા છે.

મેં તેમને યુદ્ધવિરામ અંગે પૂછ્યું તો તેમનો જવાબ હતો, "હાં અહીં કોઈ યુદ્ધવિરામ નથી અને અહીં ક્યારેય કોઈ યુદ્ધવિરામ હતું જ નહીં."

રશિયાથી હથિયારોની દાણચોણી કરવાનો આરોપ

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલિયેવે કહ્યું કે રશિયાને આર્મેનિયામાં થઈ રહેલી 'હથિયારોની દાણચોરી' મામલે અઝરબૈજાને રશિયાને ધ્યાન આપવા જણાવ્યું છે.

અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં 27 સપ્ટેમ્બરથી યુદ્ધ ચાલી રહ્યું છે.

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી ટીએએસએસને 19 ઑક્ટોબરે આપેલા એક ઇન્ટર્વ્યૂમાં અલિયેવે એવું પણ જણાવ્યું કે અઝરબૈજાન પોતાની એ માગોથી પાછળ હઠી ગયું હતું, જેમાં આર્મેનિયાને કબજે કરાયેલા વિસ્તારને છોડી દેવા માટે સમય નક્કી કરવા માટે જણાવાયું હતું.

તેમણે નાગોર્નો-કારાબાખની લડાઈમાં સમજૂતી માટે બનાવાયેલા ઓએસસીઈ મિસ્ક સમૂહના 'પાયાના નિયમો' પર પણ વાત કરી.

આ નિયમોમાં આર્મેનિયાને અઝરબૈજાના રસ્તે રશિયા જવા માટે માર્ગ આપવાની વાત પણ સામેલ છે.

'રશિયાથી મળે છે હથિયાર'

અલિયેવે કહ્યું કે રશિયામાંથી મોટા પ્રમાણમાં હથિયારો આર્મેનિયામાં કથિત રીતે પહોંચાડવામાં આવી રહ્યાં છે.

તેમણે જણાવ્યું, "અમે રશિયાને જણાવી દીધું છે કે અમને લાગે છે કે આ દાણચારી થઈ રહી છે. અમારા માટે એ માનવું મુશ્કેલ છે કે તટસ્થ રહેનારા ઓએસસીઈ મિસ્ક સમૂહમાં સામલે રશિયા યુદ્ધની સ્થિતિમાં આર્મેનિયાને હથિયાર પહોંચાડી રહ્યું છે. "

"અમને મળેલી જાણકારી અનુસાર આર્મેનિયન મૂળના મોટા રશિયન વેપારીઓ હથિયારોની દાણચારીમાં સામેલ છે. રશિયાને આ અંગેની જાણકારી આપવાનો અમારો ઉદ્દેશ છે કે તે આ મામલે ઉકેલ લાવે."

અઝરબૈજાન પહેલાં પણ આર્મેનિયા પર આરોપ લગાવતું હતું કે તે માનવીય મદદના નામે રશિયા અને યુરોપથી ગેરકાયદે હથિયાર મગાવી રહ્યું છે.

કારાબાખના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં લડાઈ વધુ તીવ્ર બની

મંગળવાર સવારથી કારાબાખના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

આર્મેનિયાના સંરક્ષણમંત્રાલયના પ્રવક્તા શુશન સ્ટેપયાને જણાવ્યું કે દક્ષિણ વિસ્તારમાં યુદ્ધ વધુ તીવ્ર બની ગયું છે અને અઝરબૈજાનના સેન્યે ફાઇટર પ્લેનનો ઉપયોગ કર્યો છે.

જોકે આર્મેનિયાએ આ માટે કોઈ પુરાવા આપી શક્યું નથી. અઝરબૈજાન કહે છે તેને હજુ સુધી માનવ સંચાલિત ફાઇટર પ્લેનનો ઉપયાગ કર્યો નથી.

અઝરબૈજાનના વિદેશમંત્રલાયે પણ ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધ વિશે લખ્યું છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર દક્ષિણ વિસ્તારમાં અઝરબૈજાનનું સેન્ય આગળ વધી ગયું છે.

27 સપ્ટેમ્બરે યુદ્ધ શરૂ થયું હતું

પોતાના રિપોર્ટમાં મંત્રાલયે એક ત્રીજી, કુબદેલી - ઝેંગેલા દિશાનો ઉલ્લેખ કર્યો છે.

કુબદેલી અને ઝેંગેલા એ નાગોર્નો- કારાબાખના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલું વહીવટી કેન્દ્ર છે.

કારાબાખમાં 27 સપ્ટેમ્બરે યુદ્ધ શરૂ થયું હતું. અત્યારે આર્મેનિયાના અને અઝરબૈજાનનું સેન્ય કેટલીય જગ્યાએ એક-બીજા સામે લડી રહ્યાં છે.

બંને દેશો આ યુદ્ધમાં ડ્રોન, ઘાતક હથિયારો અને મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

આ યુદ્ધમાં બંને દેશોના નાગરિકોને નુકશાન થયું છે અને ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે.

બંને પક્ષોને 18 ઑક્ટોબરની મધ્યરાત્રીએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

પરતું જાહેરાત બાદ તરત જ બંને દેશો એક-બીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મુક્યો હતો.

પાછલાં ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અઝરબૈજાનનું સૈન્ય દક્ષિણ વિસ્તારમાં આગળ વધી ગયું છે.

અઝરબૈજાને ત્રણ વિસ્તારો ઝબરેલ, હાદ્રુત અને ફિજુલી પર કબજો મેળવી લીધો છે. આ વિસ્તારો 26 વર્ષથી આર્મેનિયાના કબજા હેઠળ હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો