શુક્ર ગ્રહ પર જીવન હોવાના સંકેત મળ્યા

ઇમેજ સ્રોત, JAXA/ISAS/AKATSUKI PROJECT TEAM
ખગોળશાસ્ત્રીઓને શુક્ર ગ્રહના વાયુમંડળમાં એક ગૅસ મળ્યો છે, જે ત્યાં જીવન હોવાનો સંકેત આપે છે. શક્યતા છે કે બની શકે કે શુક્ર ગ્રહનાં વાદળોમાં સૂક્ષ્મ જીવ તરી રહ્યા છે.
એ ગૅસનું નામ છે ફૉસ્ફીન અણુ, જે એક ફોસ્ફરસના કણ અને ત્રણ હાઇડ્રોજનના કણોને મળીને બન્યો છે.
ધરતી પર ફૉસ્ફીનનો સંબંધ જીવનથી છે. આ પેંગ્વિન જેવાં પ્રાણીઓના પેટમાં જોવા મળતા સૂક્ષ્મ જીવો સાથે જોડાયેલો છે કે કાદવ જેવી ઓછી ઓક્સિજનવાળી જગ્યાએ જોવા મળે છે.
ફૉસ્ફીનને કારખાનાંઓમાં પણ બનાવી શકાય છે, પરંતુ શુક્ર ગ્રહ પર તો કારખાનાં છે જ નહીં, અને ચોક્કસ રીતે ત્યાં કોઈ પેંગ્વિન પણ નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તો શુક્ર ગ્રહ પર આ ગૅસ કેમ છે અને એ પણ ગ્રહની સપાટીથી 50 કિમી ઉપર? બ્રિટનની કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જેન ગ્રીવ્સ અને તેમના સહયોગીઓનો આ જ સવાલ છે.
તેઓએ નેચર ઍસ્ટ્રોનૉમી નામની જર્નલમાં એક પેપર પ્રકાશિત કર્યું છે, ()
જેમાં તેઓએ શુક્ર પર ફૉસ્ફીન મળવાના પોતાના નિરીક્ષણને વિસ્તારથી લખ્યું છે. સાથે જ પોતાની તપાસ અંગે લખ્યું છે, જેમાં તેઓએ એ બતાવવાની કોશિશ કરી છે કે આ અણુ કોઈ પ્રાકૃતિક, નૉન બાયોલૉજિકલ માધ્યમથી બનેલો હોઈ શકે છે.
જોકે વૈજ્ઞાનિકોની ટીમે શુક્ર પર જીવન મળવાનો દાવો નથી કર્યો, પરંતુ કહ્યું કે એ શક્યતા અંગે વધુ માહિતી મેળવવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવી રીતે મળ્યો જીવનનો સંકેત આપતો ગૅસ?

ઇમેજ સ્રોત, DETLEV VAN RAVENSWAAY/SPL
હકીકતમાં કાર્ડિફ યુનિવર્સિટીના પ્રોફેસર જૅન ગ્રીવ્સ અને તેમના સાથીઓએ હવાઈના મૌના કેઆ ઑબ્ઝરવેટરીમાં જૅમ્સ ક્લાર્ક મૅક્સવેલ ટેલિસ્કૉપ અને ચિલીસ્થિત અટાકામા લાર્જ મિલીમિટર ઍરી ટેલિસ્કૉપની મદદથી શુક્ર ગ્રહ પર નજર રાખી.
તેનાથી ફૉસ્ફીનના સ્પૅક્ટ્રલ સિગ્નેચરની ખબર પડી. બાદમાં વૈજ્ઞાનિકોએ શક્યતા વ્યક્ત કરી છે કે શુક્ર ગ્રહનાં વાદળોમાં આ ગૅસ બહુ મોટી માત્રામાં છે.
શુક્ર ગ્રહ અંગે અત્યાર સુધીમાં અમારી પાસે જે જાણકારી છે અને ત્યાં જે સ્થિતિઓ છે, તેને જોતાં ફૉસ્ફીનની જેટલી માત્રા મળી છે, તેનાથી હજુ સુધી કોઈ પણ ફૉસ્ફીનના અજૈવિક માધ્યમની ખબર પડી નથી. તેનો મતલબ કે ત્યાં જીવનની શક્યતા પર વિચાર કરી શકાય છે.
પ્રોફેસર જેન ગ્રીવ્સે કહ્યું, "મારી આખી કારકિર્દીમાં બ્રહ્માંડમાં ક્યાંય પણ જીવન ખોજવામાં રુચિ રહી છે. આથી મને આ શક્યતા અંગે વિચારીને સારું લાગી રહ્યું છે."

આ આટલું રસપ્રદ કેમ છે?

પડોશી ગ્રહ શુક્ર પર જીવનની સંભાવના સૌરમંડળના અન્ય કોઈ પણ ગ્રહ પર ઓછી આંકવામાં આવે છે. શુક્રને બાઇબલમાં નરક કહેવાયો છે.
શુક્ર પર વાયુમંડળનું મોટું સ્તર છે, જેમાં કાર્બન ડાયૉક્સાઇડ વધુ છે. અહીંના વાતાવરણમાં 96 ટકા કાર્બન ડાયૉક્સાઇડ છે. આ ગ્રહ પર વાયુમંડળીય દબાણ પૃથ્વી કરતાં 90 ગણું વધુ છે.
સપાટીનું તાપમાન કોઈ પિત્ઝા ઓવનની જેમ 400 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે.
આથી જો તમે શુક્ર ગ્રહ પર પગ મૂક્યો તો થોડી જ સેકન્ડોમાં તમે તપવા લાગશો. આથી જો શુક્ર પર જીવન હશે તો પણ તે 50 કિલોમીટર ઉપર મળવાની જ આશા રાખી શકીએ છીએ.

જીવન હોવાની શક્યતા ઓછી કેમ છે?

ઇમેજ સ્રોત, Eso
વાદળોને કારણે. ત્યાં ગાઢ વાદળો છે, જેમાં 75-95 ટકા સલ્ફયુરિક ઍસિડ છે, જે એ સેલ્યુલર સંરચનાઓ માટે ઘાતક છે, જેનાથી પૃથ્વી પર રહેતા જીવો બન્યા છે.
જોકે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ત્યાં સૂક્ષ્મ જીવ છે, તો તેને સલ્ફ્યુરિક ઍસિડથી બચવા માટે કોઈ પ્રકારનું કવચ બનાવવું પડશે.
મૅસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી સાથે સંકળાયેલા ડૉ. વિલિયમ બૅન્સ કહે છે, "અમે એવા બૅક્ટેરિયાની વાત કરી રહ્યા છીએ જેણે પોતાની આસપાસ ટેફ્લાનથી પણ એક મજબૂત કવચ બનાવી લીધું છે અને ખુદને તેની અંદર એકદમ સીલ કરી લીધું છે. પણ પછી તેઓ કેવી રીતે ખાય છે? તેઓ ગૅસ એક્સચેન્જ કેવી રીતે કરે છે? આ વિરોધાભાસી છે."
શુક્ર પર જીવન છે કે નહીં એ સવાલનો જવાબ જાણવા માટે ત્યાં કોઈને મોકલવા પડશે.


ઇમેજ સ્રોત, NASA-JPL/CALTECH
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વૈજ્ઞાનિકોને કહ્યું કે તેઓ 2030ના દશકમાં એક સંભવિત ફ્લેગશિપ મિશન મોકલવાની યોજના પર કામ કરો. ફ્લેગશિપ નાસા તરફથી મોકલવામાં આવેલાં સૌથી સક્ષમ અને સૌથી મોંઘાં મિશન છે. આ મામલે એક ઇન્સ્ટ્રુમેન્ટલ બલૂન મોકલવા પર વિચાર કરાઈ રહ્યો છે, જે શુક્રનાં વાદળોની વચ્ચેથી પસાર થશે.
ટીમનાં સભ્ય સારા સેગરે કહ્યું કે રશિયાએ 1985માં પોતાનું વેગા બલૂન મોકલ્યું હતું. જેને સલ્ફ્યુરિક ઍસિડથી બચાવવા માટે આસપાસ ટેફ્લાન લગાવી દીધું હતું.
તેઓ કહે છે, "અમે ત્યાં ચોક્કસ જઈ શકીએ છીએ અને બુંદોને જમા કરવાનું અધ્યયન કરી શકીએ છીએ. તેમજ સાથે અમે એક માઇક્રોસ્કૉપ પણ લઈ જઈ શકીએ છીએ, જેનાથી ત્યાં જીવન જોવાની કોશિશ કરી શકીએ છીએ."
વેસ્ટમિન્સ્ટર વિશ્વવિદ્યાલયના ડૉ. લુઇસ ડાર્ટનેલ ઉમેદ વ્યક્ત કરતાં કહે છે, "જો શુક્રનાં ઉપરનાં વાદળો પર જીવન મળે તો તેનાથી આપણને ઘણી ચીજોને સમજવામાં મદદ મળશે. કેમ કે તેનો મતલબ એ થઈ શકે કે આપણી આકાશગંગામાં ઘણી જગ્યાએ જીવન હોઈ શકે છે. આવું થયું તો કદાચ બની શકે કે જીવન માટે પૃથ્વી જેવો ગ્રહ હોવો જરૂરી નથી. પરંતુ તે આપણી આકાશગંગામાં શુક્ર જેવા અત્યંત ગરમ ગ્રહો પર પણ હોઈ શકે છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












