એ દેશ જે ગાયનાં છાણ અને કાંટાળા થોરમાંથી બનાવે છે પેટ્રોલ

    • લેેખક, મિગુએલ ટ્રાંકોઝો ટ્રેવિનો
    • પદ, બીબીસી ફ્યૂચર

તે મેક્સિકોના રણમાં ઊગે છે. બંજર જમીનને ઉપજાઉ બનાવે છે. તેને સલાડમાં ખાઈ શકાય છે.

તેમાંથી ચિપ્સ બને છે અને સ્વાદિષ્ટ શૅક બનાવીને પી શકાય છે. આ જાદુઈ છોડ મેક્સિકોના મેસોઅમેરિકન વિસ્તારમાં જોવા મળે છે. આનું નામ નોપલ છે.

નોપલ માણસના અનેક પડકારોનો જવાબ આપી શકે છે. એ આપણને ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં પણ મદદ કરી શકે છે.

જો આને મેક્સિકોનો જાદુઈ છોડ કહેશો તો ખોટું નહીં હોય. નોપલ એક કાંટાવાળું નાશપતી જેવું ફળ છે, જે મેક્સિકોના રણમાં હૉથૉર્ન (લાલ ટેટાવાળા કાંટાળા ઝાડ)ની સાથે ઊગે છે.

મેક્સિકોમાં કેમેમ્બ્રો નામનો આદિવાસી સમુદાય તેની ખેતી કરે છે.

મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ

નોપલનો ન માત્ર ફળ તરીકે ઉપયોગ થાય છે, પરંતુ આના ઉપયોગ પછી તેના કચરામાંથી બાયૉ-ફ્યૂલ પણ તૈયાર કરવામાં આવે છે.

આ ફળના મહત્ત્વનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આના પ્રતીકને મેક્સિકોના રાષ્ટ્રધ્વજ પર એક ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.

2009માં એક સ્થાનિક ધંધાદારીએ રોગેલિયો સોસા લોપેઝે મકાઈથી બનેલા ટૉર્ટિલા ઉદ્યોગમાં પહેલાંથી જ સફળતા મેળવી લીધી હતી.

પછી તેમણે મિગુએલ એન્જેલ નામના વેપારી સાથે હાથ મિલાવ્યો જેઓ મોટા પ્રમાણમાં હૉથૉર્નની ખેતી કરતા હતા. તેમની કંપનીનું નામ છે નોપેલિમેક્સ.

હકીકતમાં નોપલના કચરામાંથી જે બાયૉ-ફ્યૂલ તૈયાર થાય છે તે મકાઈની ખેતીના કચરાથી પણ સસ્તું હોય છે.

નોપલની ખેતીમાં પાણીનો વપરાશ

આ સિવાય અહીં મકાઈની ખેતી કરતાં નોપેલની ખેતી મોટા પાયે થાય છે.

એક અંદાજ પ્રમાણે ઓછી ઉપજાઉ જમીનમાં પ્રતિ હેક્ટરે 300થી 400 ટન નોપલ ઉગાડી શકાય છે.

જ્યારે ઉપજાઉ જમીનમાં 800થી 1000 ટન ઊપજ થાય છે. આ સિવાય નોપલની ખેતીમાં પાણીની ખપત ઓછી છે અને ફાયદો વધુ છે.

નોપેલ એક ફળ તરીકે વેચી શકાય છે અને તેના કચરાથી જૈવ-ઈંધણ તૈયાર કરાય છે. મોટા પાયે નોપલની ખેતી કરવાનાં ત્રણ કારણ છે.

પહેલું જો સામાજિક છે. નોપલની ખેતીથી સ્થાનિક સ્તરે લોકોને રોજગારી મળી છે અને સ્થળાંતર થતું નથી. બીજું કે આર્થિક દૃષ્ટિએ પણ ફાયદાનો સોદો છે.

પર્યાવરણ માટે પણ બહુ લાભદાયી

સ્થાનિક સ્તરે બધાં કામ થઈ જવાથી ખર્ચ ઓછો થઈ જાય છે. ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ છે પર્યાવરણ. નોપલની ખેતી પર્યાવરણ માટે પણ બહુ લાભદાયી છે.

જાણકારોનું કહેવું છે કે નોપલ જૈવિક-ઈંધણનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ધંધાદારી મિગુએલ એન્જિલે 40 વર્ષ પહેલાં બાયૉ-ફ્યૂલમાં હાથ અજમાવ્યો હતો અને વર્ષ 2007માં નાગફની સાથે પણ પ્રયોગ શરૂ કર્યો હતો.

આજે તેમની કંપની એ કારખાનાંઓ માટે પૂરતું ઈંધણ પેદા કરે છે, જ્યાં નોપલના પ્રૉસેસિંગનું કામ કરાય છે.

તેઓએ સ્થાનિક સરકાર સાથે પણ એક કરાર કર્યો છે.

જૈવ-ઈંધણ

કરાર હેઠળ તેમની કંપની એમ્બ્યુલન્સ, પોલીસની કાર અને બધાં સરકારી વાહનોને કૈક્ટ્સથી તૈયાર કરેલું જૈવ-ઈંધણ ઉપલબ્ધ કરાવશે.

મિગુએલનું કહેવું છે કે મેક્સિકોમાં જે રીતે મોટા પાયે નોપલનું ઉત્પાદન થાય છે તેનાથી ઈંધણની માગને બહુ સરળતાથી પૂરી કરાઈ શકે છે.

તેની રીત બહુ સરળ છે. સૌથી પહેલા કૈક્ટ્સને કાપીને તેને પ્રૉસેસ કરીને લોટ અલગ કરાય છે, જેનાથી મેક્સિકોની જાણીતી ટૉર્ટિલા ચિપ્સ બને છે.

પછી બચેલા કચરાને ગોબરમાં મિલાવીને આથો તૈયાર કરાય છે. અને પછી તેલ અલગ કરીને ટ્યૂબોના માધ્યમથી ટૅન્કમાં જમા કરાય છે.

જાણકારોનું કહેવું છે કે આ પાકોના કચરાથી ઈંધણ તૈયાર કરવું એક સારો પ્રયોગ છે.

ઇકો-સિસ્ટમનું સંતુલન

તો એક ચિંતા એ પણ છે કે જૈવ-ઈંધણના પારંપરિક ઉત્પાદનથી નુકસાન પણ થઈ શકે છે.

દુનિયાનું 97 ટકા બાયૉ ફ્યૂલ શેરડી, મકાઈ અને સોયાબીનમાંથી તૈયાર થાય છે. આ પાક સામાન્ય રીતે મોટા પાયે મોનોકલ્ચરમાં ઉગાડાય છે.

તેના માટે એક એવી જમીનનો ઉપયોગ થાય છે, જ્યાં અન્ય પાકો લઈ શકાય છે.

તેમજ તેના માટે જે જમીનનો ઉપયોગ થાય છે ત્યાં ઘણાં પ્રાણીઓનો આશરો ઉજ્જડ થઈ જાય છે. આ સ્થિતિ ઇકો-સિસ્ટમનું સંતુલન બગાડી શકે છે.

સાથે જ પાણીનાં સંસાધનો પર પણ તેની અસર થાય છે. દુકાળ જેવી સ્થિતિ પણ પેદા થઈ શકે છે.

ક્લીન ટેકનૉલૉજી

તો મિગુએલનું કહેવું છે કે મેક્સિકન કૈક્ટ્સ કે નોપલની ખેતી ખાસ કરીને ઈંધણ માટે નથી થતી.

પણ અન્ય કારખાનાંઓથી નીકળતા કચરાના ઉપયોગથી ઈંધણ પેદા થાય છે. બ્રિટનમાં દર વર્ષે અંદાજે પાંચ લાખ ટન કૉફીના કણોને ફેંકી દેવામાં આવે છે.

સ્કૉટલૅન્ડમાં બે વેપારી આ બચેલા કણોમાંથી ચીડ (એક વનસ્પતિ)ના વિકલ્પવાળું તેલ કાઢવાનું કામ કરે છે.

બ્રિટનમાં ક્લીન ટેકનૉલૉજીવાળી બાયૉ-બીન નામની કંપની કૉફીના કચરામાંથી તેલ કાઢી રહી છે.

રચનાત્મક રીતે ઉપયોગ કરીને કૉફીમાંથી બીજી કઈ કામની ચીજો કાઢી શકાય તેના પર રિસર્ચરો કામ કરી રહ્યા છે.

અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ

રિસર્ચથી માલૂમ પડ્યું છે કે શેકેલી કૉફીના કણોને ખાદ્ય તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. મશરૂમ પેદા કરવા માટે આવું ખાદ્ય બહુ યોગ્ય છે.

જાણકારો નોપલને લીલું સોનું કહે છે. તેમનું કહેવું છે કે નોપલથી અત્યાર સુધીમાં જેટલાં પણ ઉત્પાદનો તૈયાર કરાયાં છે એ અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ છે.

હજુ તેમાંથી શું-શું ઉત્પાદન કરી શકાય એના પર રિસર્ચ ચાલુ છે. એટલું જ નહીં ઍવોકાડો (એક ફળ)ના કચરાનો પણ રચનાત્મક રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે તેના પર રિસર્ચ ચાલુ છે.

તેમાંથી પણ જૈવ-ઈંધણ કાઢવાનું કામ કરાઈ રહ્યું છે. એવા પ્રયાસો થઈ રહ્યા છે કે જૈવ-ઈંધણનું એટલું ઉત્પાદન કરી લેવાય કે જીવાશેષ ઈંધણનો પ્રયોગ ઓછો થઈ જાય.

પરંતુ જાણકારો અનુસાર આ કામ એટલું સરળ નથી. અને ન તો જૈવ-ઈંધણ, જીવાશેષ ઈંધણને પૂરી રીતે ખતમ કરી શકે છે.

જો જૈવ-ઈંધણને કોઈ અન્ય ચીજમાંથી કાઢવામાં આવે તો બરાબર છે. પણ જો માત્ર ઈંધણ માટે તેની ખેતી કરવામાં આવે તો એ ફાયદાનો સોદો નથી.

પરંતુ મેક્સિકોમાં જે રીતે મોટા પાયે નોપલમાંથી તેલ કાઢવામાં આવી રહ્યું છે, એ જોતાં એવું લાગે છે કે બહુ ઝડપથી જૈવ-ઈંધણ એટલે કે રિન્યુએબલ ઍનર્જીનો વિકલ્પ બનીને સામે આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો