કોરોના વાઇરસ : સંક્રમણની બીજી લહેર ક્યારે આવશે અને કેવી હશે?

    • લેેખક, ઇવા ઑન્ટિવેરોસ
    • પદ, બી. બી. સી. ન્યૂઝ

બાયૉલૉજિસ્ટ ડૉક્ટર જેનિફર રૉનનું કહેવું છે કે કોરોના વાઇરસના સંક્રમણની બીજી લહેરને લઈને પ્રશ્ન એ નથી કે તે આવશે કે નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે બીજી લહેર ક્યારે આવશે અને કેટલી ભયાવહ હશે.

ડૉક્ટર રૉન એ વાત પર નજર રાખી રહ્યાં છે કે આ મહામારી એશિયામાં કેવી રીતે પેદા થઈ અને પછી આખા વિશ્વમાં કેવી રીતે ફેલાઈ.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે કોરોના વાઇરસ કદાચ આપણી વચ્ચે જ રહેશે અને તેના પર નિયંત્રણ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે.

ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને લૉકડાઉન મૅનેજમૅન્ટ જેવી અસરકારક રણનીતિથી જ કોરોના વાઇરસને નાથવા વાળા એશિયાના દેશ જેમ કે દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપમાં જર્મની જેવા દેશોમાં પણ પાબંદી હઠાવ્યા પછી સંક્રમણના નવા કેસ સામે આવ્યા છે.

ગાર્ડિયન અખબારના એક રિપોર્ટ પ્રમાણે, ટીમના ડાયરેક્ટર એન્ડ્રિયા ઍમૉન કહે છે કે હવે સવાલ એ છે કે બીજી લહેર ક્યારે આવશે અને તે કેટલી મોટી હશે.

સમગ્ર વિશ્વમાં સરકારો વાઇરસના બીજા સંભાવિત રાઉન્ડથી ટક્કર લેવા માટે તૈયારી કરવામાં પડી છે. બધાની નજર પૂર્વ એશિયા પર છે.

આપણે એ દેશો પાસે શું શીખી શકીએ જ્યાં કોરોના વાઇરસનો પ્રકોપ સૌથી વધારે જોવા મળ્યો હતો અને જે કોરોના વાઇરસના ગ્રાફને જોતાં બીજા કરતા આગળ છે?

દરેક કેસ, દરેક સંપર્ક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરૅક્ટર જનરલ ટેડ્રૉસે કહ્યું કે આરોગ્ય નિષ્ણાતો મુજબ બાકી દુનિયાએ પૂર્વી એશિયા પાસેથી જે પાઠ શીખવાની જરૂર છે એ છે દરેક કેસ શોધવો, આઇસોલેટ કરવો, ટેસ્ટ કરવો અને કૅર કરવી. દરેક સંપર્કને ટ્રેસ કરવો અને ક્વોરૅન્ટીન કરવું પણ જરૂરી છે.

ડૉક્ટર રૉન યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનમાં એક વાઇરસ અને સેલ (કોશિકા અધ્યયન) ઍક્સ્પર્ટ છે.

તેઓ પણ આ વાત માને છે, "એશિયાના આંકડા જોઈને સમજી શકાય કે આક્રામક રીતે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને પછી ક્વોરૅન્ટીન કરવું એજ બીજી લહેરને કંટ્રોલ કરવાનો એકમાત્ર રસ્તો છે.”

દાખલા તરીકે દક્ષિણ કોરિયા ક્યારેક કોવિડ-19નું હૉટસ્પૉટ હતું પરંતુ શરૂઆતમાં જ સરકારે મોટા પાયે ટેસ્ટિંગનો સહારો લીધો હતો, સાથે કેસોને ટ્રેસ કરવા માટે ઍપ્સ અને જી.પી.એસ. (ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ) ટેકનૉલૉજીનો વપરાશ કર્યો હતો.

ડૉક્ટર રૉન કહે છે, “આ રણનીતિથી તેમને લોકલ ઍલર્ટ સિસ્ટેમ લગાવવામાં મદદ મળી.” “એવામાં ભલે સામાન્ય પરિસ્થિતિ કંટ્રોલમાં હોય પરંતુ કોઈ એક ખાસ જગ્યાને લૉકડાઉન કરવા પર ફોકસ વધી રહ્યું છે.”

ડેટા ઍનાલિસિસ

નિષ્ણાતો કહે છે કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોનાં આંકડા ભેગા કરીને અને તેમનું વિશ્લેષણ કરવાની જરૂર છે, જેનાથી સમજી શકાય કે આ વાઇરસ કેવી રીતે વર્તે છે.

લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સના આરોગ્ય નીતિ વિભાગની આરોગ્ય અર્થવ્યવસ્થાના ચૅર પ્રોફેસર એલિસ્ટૅયર મૅકગુઇર કહે છે:

“અમને રિકવરી રેટ વિશે થોડી માહિતી મળી છે, પરંતુ હજી કૉન્ટેક્ટ રેટ (સંપર્કથી સંક્રમિત થવાના આસાર) વિશે જાણવાનું બાકી છે.”

આ એક નવો વાઇરસ છે જે એશિયામાં સાર્સ અને આફ્રિકામાં ઇબોલા જેવા હાલમાં ત્રાટકેલા વાઇરસ કરતા અલગ રીતે વર્તે છે. એવામાં તેના વિશે હજી ઘણું જાણવાનું બાકી છે.

ત્રીજો પાઠ એ છે કે પાબંદીમાં ઢીલ આપ્યા પછી વાઇરસ કેવી રીતે વર્તે છે. એશિયાના કેટલાક દેશોના અનુભવના આધારે પ્રોફેસર મૅકગુઇર કહે છે, “બહુ આશાવાદી થવા જેવું નથી.”

એક સફળ લૉકડાઉનનો અર્થ એ નથી કે કોઈ વિસ્તાર વાઇરસથી પૂર્ણ રીતે મુક્ત થઈ ગયો છે. જાપાનના હોક્કાઇડો અમુક એવા વિસ્તારોમાં સામેલ હતો, જ્યાં ફેબ્રુઆરીના અન્તમાં સૌથી કડક રીતે લૉકડાઉનનું પાલન કરવામાં આવ્યું હતું.

માર્ચ મહિનાના મધ્ય સુધી નવા કેસ આવવાના ઓછા થયા હતા અને આ સંખ્યા દરરોજના એક કે બે કેસ સુધી સીમિત થઈ હતી. ત્યાર બાદ આપાતસ્થિતિ હઠાવીને એપ્રિલમાં સ્કૂલ પણ ખોલવામાં આવ્યા હતા.

પરંતુ સંક્રમણની બીજી લહેર ફરી આવતા એક મહિનાથી પણ ઓછા સમયમાં આપાતકાલીન ઉપાય ફરી લાગુ કરવા પડ્યા હતા.

ડૉક્ટર રૉનનું કહેવું છે કે આ કોઈ આશ્ચર્યની વાત નથી.

તેઓ કહે છે, “ જે દેશોમાં મહામારી નિયંત્રણમાં આવી ગઈ હતી ત્યાં લૉકડાઉનમાં ઢીલ આપ્યા પછી સંક્રમણ ઝડપથી વધ્યું છે. સમગ્ર વિશ્વમાં આવું થઈ રહ્યું છે.”

એક વખત નહીં, બે વખત ટેસ્ટિંગ

આરોગ્ય ઍક્સ્પર્ટ એક સીધો સંદેશ આપી રહ્યા છે. ડૉક્ટર રૉન પ્રમાણે, “એશિયામાં અમને એક મહત્ત્વપૂર્ણ વાત શીખવા મળી છે કે ટેસ્ટિંગ સૌથી અગત્યનું છે.”

નિષ્ણાતો કહે છે, “દક્ષિણ કોરિયા જે કારણે વાઇરસને રોકવામાં પ્રભાવી રહ્યું છે તે આક્રામક ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ક્વોરૅન્ટીન કરવાની નીતિ હતી.”

શરૂઆતમાં દક્ષિણ કોરિયામાં કેસ વધ્યા, પરંતુ દેશે ઝડપથી દરરોજના દસ હજાર ટેસ્ટ કરવાનું તંત્ર વિકાસવ્યું. આ વાત ફેબ્રુઆરીની છે અને 2015માં મર્સ ફેલાયો ત્યારનો તેમનો અનુભવ હવે કામ લાગ્યો.

નેશનલ યુનિવર્સિટી ઑફ સિંગાપોરમાં સંક્રામક રોગની બાબતોનાં પ્રોફેસર ઊઈ એંગ ઓંગે બીબીસીને માર્ચમાં કહ્યું હતું, જે રીતે તેમણે પગલા લીધા અને વસતીની સ્ક્રિનિંગ કર્યું તે વખાણવા યોગ્ય છે.

આવી જ રીતે જર્મનીએ પણ એશિયાની જેમ પોતાને ત્યાં મૃતાંકને નિયંત્રણમાં રાખવામાં સફળતા મેળવી છે. બીજી તરફ યુકે અને સ્પેન આવું ન કરી શક્યા.

જેવી રીતે એશિયાના દેશોએ આંકડાનું પ્રબંધન કર્યું, તેનાથી પણ ડબલ ટેસ્ટિંગનું મહત્ત્વ સાબિત થયું છે.

પ્રોફેસર મૅકગુઇર કહે છે, “આપણે માત્ર સ્વૅબ ટેસ્ટ કરીને એ નથી જાણવાનું કે કોને સંક્રમણ થયું છે. આપણે ઍન્ટિબૉડી ટેસ્ટ પણ કરવાનો છે જેથી એ જાણી શકાય કે કોને આ સંક્રમણ થયું હતું.”

દાખલા તરીકે, તાઇવાન અને જાપાનમાં જે લોકો પૉઝિટિવ આવ્યા અને તેઓ જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તેમની માહિતી એકઠી કરીને તેમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. જેનાથી એક મૅપિંગ થઈ શક્યું કે સંક્રમિત લોકો ક્યાં છે અને કેટલી ઝડપથી સંક્રમણ ફેલાયું છે.

સિંગાપુરમાં સી.સી.ટી.વી. ફુટેજ અને અન્ય રીતે લોકોને ટ્રેસ કરવામાં આવ્યા હતા.

આઇસોલેશનમાં મૂકવામાં આવેલા લોકોને દરરોજ અનેક વખત સંપર્ક કરવા સિવાય તેમની પાસેથી લૉકેશનનો ફોટો પ્રૂફ પણ માગવામાં આવી રહ્યું હતું.

હૉંગકૉંગે વિદેશથી આવનારા લોકોને ઇલૅક્ટ્રૉનિક બ્રેસલેટ લગાવ્યું હતું.

નિષ્ણાતોની ચેતવણી છે કે જે દેશો મોટા પાયે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ નથી કરી રહ્યા ત્યાં જ્યારે સંક્રમણની બીજી લહેર આવશે ત્યારે તેમની પાસે જરૂરી આંકડાનો અભાવ હશે.

પ્રોફેસર મૅકગુઇરસ કહે છે, “ખરેખર આ એક મોટો સંક્રામક રોગ છે.”

જાહેર આરોગ્ય વ્યવસ્થા પર નવેસરથી ફોકસ

બાર્સેલોના યુનિવર્સિટીના સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સની પ્રોફેસર જુડિટ વૅલ કહે છે એ પણ જોવું રહ્યું કે જાહેર આરોગ્ય સેવા પોતાના અનુભવથી શું બોધપાઠ લેશે.

તેઓ કહે છે, “આ મહામારીએ સાબિત કર્યું છે કે હૅલ્થ સૅક્ટર નવેસરથી પોતાને ઊભું કરી શકે છે અને ઝડપથી અનુકૂલન પેદા કરી શકે છે.”

ચીનના વુહાનમાં 1,000 બેડ વાળી હૉસ્પટિલ માત્રા આઠ દિવસમાં તૈયાર કરવામાં આવી હતી. વુહાને બતાવ્યું કે કેવી રીતે યોજના તૈયાર કરીને આપાતકાલીન પરિસ્થિતિમાં હૉસ્પિટલ ઊભી કરી શકાય.

પ્રોફેસર વૉલ કહે છે, “સમગ્ર વિશ્વની હૉસ્પિટલો અને પ્રાથમિકતા કૅર સેન્ટર્સે અન્યો પાસેથી ઘણું શીખ્યું હતું, તેમણે પોતાના કાર્યથી પણ ઘણું શીખ્યું હતું.”

“એટલે સંક્રમણની બીજી લહેર આવે તો તેઓ વધુ સારી પરિસ્થિતિમાં હશે.”

વૉલ કહે છે,“ એશિયામાં અધ્યયનથી જાણવા મળ્યું છે કે આ પ્રકારના અનુભવથી પસાર થનાર આરોગ્ય કર્મીઓને પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરનો ભોગ બનવું પડે છે.”

તેઓ જણાવે છે, “છેલ્લા આંકડા પ્રમાણે સાર્સ ફેલાયા બાદ લગભગ ત્રણ વર્ષ પછી પણ આશરે દસ ટકા સ્ટાફમાં અવસાદના લક્ષણ દેખાતા રહ્યા.”

મહિનાઓ સુધી એક પછી એક લહેર

મહામારી વૈજ્ઞાનિક કહે છે કે વાઇરસ લહેરોમાં ચાલે છે.

ડૉક્ટર રૉન કહે છે, “પરંતુ આ કેવલ એક લહેર છે જેના માટે આપણે લૉકડાઉન કરી રહ્યા છીએ નહીં , તબાહીનો એક વ્યાપક તબક્કો જોવા મળશે.”

ડૉ. રૉન કહે છે, “સંક્રમણ ત્યારે પાછા ફરે છે જ્યારે પાબંદી હઠાવી લેવામાં આવે છે.” “જ્યારે તમારો સામનો એક નવા વાઇરસ સાથે થાય છે અને લોકોમાં ઇમ્યુનિટી નથી હોતી, ત્યારે એવું થાય છે.”

એલ.એસ.ઈ.માં આરોગ્ય નીતિ વિભાગનાં ડૉક્ટર લાઇયા મેનોઉ કહે છે, “આપણે માત્ર બીજા દેશોથી નહીં, પરંતુ ઇતિહાસમાંથી પણ શીખી શકીએ. 1918માં ફેલાયેલા સ્પૅનિશ ફ્લૂ એક માત્ર એવો અનુભવ હતો જેનો રૅકર્ડ છે અને તેની સરખામણી આજના વાઇરસ સાથે કરી શકાય છે.”

ડૉક્ટર મેનોઉ કહે છે, “ત્યારે ઘણો ડેટા ભેગો કરવામાં આવ્યો હતો કે કેવી રીતે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. છેલ્લા આંકડાઓના આધાર પર નવા અધ્યયન આપણને અગત્યની માહિતી પૂરી પાડે છે કે કેવી રીતે બીજી લહેર અલગઅલગ દેશોમાં ચોટ કરે છે.”

ડૉક્ટર રૉન કહે છે કે “1918માં દુનિયામાં એક પછી એક લહેરનો તબક્કો આવ્યો હતો, આ વાત કડક નીતિ પર આધારિત હતી.”

તેઓ ઉમેરે છે, “અમે સ્વાભાવિક રૂપે આશાવાદી છીએ. પરંતુ હાલ સરકારોએ લોકોની આશાઓને મૅનેજ કરવી પડશે.”

ઇંતેજાર

વેસ્ટર્ન પૅસિફિક રિઝન માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-19 ઇન્સિડેન્ટ મૅનેજર ડૉક્ટર નાઓકો ઇશિકાવા કહે છે કે કોઈ પણ એક એવો કોઈ ઉપાય નથી જે પોતાના બળે અસર પેદા કરી શકે.

તેમણે કહ્યું, “આ માત્ર ટેસ્ટિંગ અથવા શારીરિક દૂરી પર પાબંદી પર નથી ટકેલું. આ ક્ષેત્રમાં ઘણા દેશો અને વિસ્તારોએ વ્યાપક રૂપે પગલા લીધાં છે.”

બીજી લહેર માટે પગલાં લેવું એકસાથે અનેક ઉપાયો કરવા પર આધારિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો