You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UFO : અમેરિકાએ બહાર પાડેલાએ એ ત્રણ રહસ્યમયી વીડિયોમાં ઍલિયન છે કે બીજું કંઈ?
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે હવામાં દેખાતી અમુક અસ્પષ્ટ વસ્તુઓના ત્રણ વીડિયો બહાર પાડ્યા છે.
પૅન્ટાગને પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, તે કોઈ પણ ખોટી ધારણા અને ભ્રમને ખતમ કરવા માગે છે એટલે આ વીડિયો જાહેરમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ વીડિયો વર્ષ 2007 અને 2017માં લીક થયા હતા અને તેમના વિશે અલગ-અલગ પ્રકારની વાતો થઈ રહી હતી.
અમુક લોકોનું માનવું છે કે આ સાચા છે તો અમુક લોકો તેને ખરાં નહોતા માની રહ્યા.
આ ભ્રમની પરિસ્થિતિમાં સ્પષ્ટતા કરવા માટે પૅન્ટાગને આ વીડિયો જાહેર કર્યા છે અને દાવો કર્યો છે કે આ વીડિયો વાસ્તવિક છે.
આમાંથી બે વીડિયો ન્યૂ યૉર્ક ટાઇમ્સે પ્રકાશિત કર્યા હતા અને એક વીડિયો ગાયક ટૉમ ડિલૉગ્નની સંસ્થાએ લીક કર્યો હતો.
જ્યારે આ વીડિયો પ્રથમ વખત લીક થયા હતા ત્યારે અમુક લોકોએ દાવો કર્યો હતો કે આમાં એલિયન દેખાઈ રહ્યા છે. સામાન્ય બોલચાલમાં આકાશમાં દેખાતી આવી વસ્તુઓને 'અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ' એટલે 'યુએફઓ' કહેવામાં આવે છે.
વીડિયોમાં શું છે?
ન્યૂ યૉર્ક ટાઇમ્સ પ્રમાણે આમાંથી એક વીડિયો નેવીના બે ફાઇટર પાઇલટોએ બનાવ્યા હતા. આ વીડિયોમાં ગોળ વસ્તુ પ્રશાંત મહાસાગરમાં પાણીની ઉપર (લગભગ 160 કિલોમિટર દૂર) ઉડતી દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય બે વીડિયો વર્ષ 2015માં બનાવવામાં આવ્યા હતા. તેમાં પણ હવામાં ઉડતી અમુક વસ્તુઓ દેખાય છે.
આમાંથી એક વીડિયોમાં કોઈ વસ્તુ હવામાં ગોળાકારમાં ઉડતી હોય તેવું દેખાય છે. આ વીડિયોમાં પાઇલટ કહી રહ્યા છે, "આ જુઓ યાર, આ ગોળ-ગોળ ફરી રહ્યું છે!"
પૅન્ટાગને પોતાના નિવેદનમાં કહ્યું હતું, "અમે આ વીડિયોની પૂર્ણ રીતે તપાસ કરી છે અને ત્યાર પછી અમે એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છીએ કે આ વીડિયો જાહેરમાં મૂકવાથી કોઈ સંવેદનશીલ માહિતી બહાર નહીં આવે અને ઍર સ્પેસમાં અમારી સેનાને કોઈ નુકસાન પણ નહીં થાય."
આગળ કહેવામાં આવ્યું છે, "સંરક્ષણ મંત્રાલયે આ વીડિયો એટલે જાહેર કર્યો છે કે જેથી લોકોને સત્ય જાણવા મળે. વીડિયોમાં દેખાઈ રહેલી વસ્તુઓ હજી પણ અસ્પષ્ટ છે એટલે તેમને 'અનઆઇડેન્ટિફાઇડ' માનવામાં આવી રહી છે."
બીબીસીના સંરક્ષણ સંવાદદાતા જૉનૅથન માર્કસનું વિશ્લેષણ
અસ્પષ્ટ વસ્તુઓ હંમેશા લોકોને આકર્ષિત કરે છે એટલે યુએફઓની અનિશ્ચિતતા પણ આકર્ષક છે. આમાં આપણા સિવાયની દુનિયા, એલિયન્સ અને સરકાર સાથે જોડાયેલી 'કૉન્સ્પિરેસી થિયરી' પણ સામેલ છે.
મનુષ્યો સદીઓથી આકાશને નિહાળતા આવ્યા છે અને તેમાં દેખાતી રહસ્યમય વસ્તુઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આધુનિક સમયમાં પ્રથમ વખત યુએફઓની કહાણી 1947માં મેક્સિકોના એક ખેડૂતની નજર એક પ્રકારના કાટમાળ પર પડી ત્યારે ચર્ચામાં આવી હતી.
શરૂઆતમાં તેમને 'ફ્લાઇંગ ડિસ્ક' કહેવામાં આવ્યું પરંતુ પછી એવું સમજવામાં આવ્યું કે આ સોવિયત યુનિયન પર નજર રાખવા માટે બનાવવામાં આવેલ એક ગુપ્ત બલૂન પ્રોગ્રામનો ભાગ હતું.
ત્યાર પછી અમેરિકાના નેવાડામાં 'એરિયા 51'ના નામથી જાણીતા એડવાન્સ્ડ ઍર ક્રાફ્ટના ટેસ્ટિંગ બેસમાં યુએફઓ સેન્ટર હોવાની વાતો ફેલાવવા લાગી હતી. અમુક લોકો માને છે કે આ એ જ જગ્યા હતી જ્યાં અમેરિકન સરકાર એલિયન્સ પાસેથી ટેકનિક હાંસલ કરવાના પ્રયત્ન કરી રહી છે.
જોકે સમય સાથે આ વિચિત્ર ધારણાઓ પરથી પરદો ઉઠ્યો. પરંતુ વર્ષ 2017માં પૅન્ટાગને આખરે સ્વીકાર કર્યું કે ઘણા સમયથી યુએફઓની તપાસનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેને બંધ કરવામાં આવ્યો હતો.
આજે અમેરિકાની નેવી આ અસ્પષ્ટ વસ્તુઓને યુએફઓ અથવા ફ્લાઇંગ ડિસ્કની જગ્યાએ 'અનઆઇડેન્ટિફાઇટ એરિયલ ફિનોમિના' કહેવાનું પસંદ કરે છે. પરંતુ તેનું નામ બદલવાથી લોકોના મનમાં બેસી ગયેલો પ્રશ્ન ખતમ નહીં થાય. એ પ્રશ્ન છે કે 'શું ખરેખર બ્રહ્માંડમાં આપણે એકલા છીએ?'
પૅન્ટાગને આ વીડિયો જાહેર કર્યો ત્યાર પછી ગાયક ટૉમ ડિલૉન્ગે પોતાની સંસ્થાના શૅરધારકોનો આભાર માન્યો અને ટ્વીટ કર્યું.
તેમણે કહ્યું, "હું આશા રાખું છું કે હું આ ક્ષેત્રે રિસર્ચ માટે આગળ પણ ફંડ આપી શકીશ. અમે આગળ અન્ય પ્રશ્નોનો જવાબ મેળવવાની આશા રાખીએ છીએ."
સંગીતકાર ડિલૉન્ગે વર્ષ 2017માં અન્ય લોકો સાથે મળીને યુએફઓ અને અન્ય પૅરાનૉર્મલ ઍક્ટિવિટીનું અધ્યયન કરવા માટે એક સંસ્થા બનાવી હતી.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો